રાજ્યમાં આગાહી મુજબ સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકથી સર્વત્ર વરસાદ પડી રહ્યો છે,નદી નાળા અને જળાશયો છલકાયા છે. જિલ્લાના પોશીનામાં છ ઇંચ વરસાદ પડતા જળબંબાકાર જોવા મળી રહ્યો છે, હિંમતનગર પણ વરસાદ છે. હાથમતી જળાશય 73 ટકા અને ગુહાઈ જળાશય 50 ટકા ભરાયા છે અને પાણીની આવક સતત ચાલુ છે. પોશીનામાં ધોધમાર વરસાદ પડતા ગોયા તળાવ છલકાઈ ગયું હતું . જ્યારે વડાલીમાં સવા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. ઇડરના રાણી તળાવ પણ વરસાદી પાણીથી ભરાઈ ગયું છે. ઇડર, ખેડબ્રહ્મા, તલોદ, પ્રાંતિજ, પોશીના, વડાલી, વિજયનગર, અને હિંમતનગર તાલુકામા વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠા જીલ્લાના જળાશયોમાં પાણીની આવક થઈ છે જેમાં ગુહાઈ…
કવિ: Halima shaikh
દુબઇથી યમન જઇ રહેલા માંડવીના સલાયાના જહાજમાં મચ્છીરા ટાપુ નજીક દરિયામાં આગ લાગતા આખું જહાજ આગમાં સ્વાહા થઈ ગયું હતું જહાજમાં સવાર તમામ 15 ક્રૂ મેમ્બર દરિયામાં કૂદી પડ્યા હતા જેઓને એક કાર્ગો ભરેલા શીપે બચાવી લીધા હતા. અલ આલમ જહાજ ગત તા. 12/8ના દુબઇથી એક હજાર ટન કાર્ગો ભરીને યમન જવા રવાના થયું હતું. જે ભારતીય સમય મુજબ સવારે 11 વાગ્યાના અરસામાં મચ્છીરા ટાપુ નજીક હતું ત્યારે તેમાં અચાનક આગ લાગતા જહાજના કેપ્ટન નૌસાદ જુસબની સાથે તમામ ખલાસીઓ દરિયામાં કૂદી પડ્યા હતા બરાબર તેજ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા એક કાર્ગો શીપ મદદે પહોંચ્યું હતું અને સળગતા જહાજ માંથી…
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના વાવડ છે અહીં ડીસાના માલગઢ ગામે ભારે વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, પરિણામે વાવણી બાદ ઉગેલો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સતત 12 કલાકથી એકધારો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ડીસામાં મેઘતાંડવથી ગામડાં બેટમાં ફેરવાઈ ગયાં છે અને માલગઢ ગામમાં વરસાદી પાણી મકાનોમાં ઘૂસી જતાં ગયા હતા. માલગઢના પરબડી વિસ્તારમાં લોકોનાં ઘરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ઘૂસી જતાં ઘરવખરીનો સામાન, પશુઓ માટેનો ઘાસચારો વગરે નુકશાન થયું હતું. જ્યારે સીમ વિસ્તારમાં ખેતરોમાં વાવણી બાદ પાક ઊગી ગયો…
દેશની એક સમયની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને હવે ઠેરઠેર ઝટકા લાગવાની જાણે મૌસમ જામી છે તે મુજબ હવે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસને પણ ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે અહીં પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પ્રદેશ કેમ્પેન કમિટીના અધ્યક્ષ બનાવ્યા બાદ આઝાદે અધ્યક્ષ બન્યાના માત્ર 2 કલાકમાંજ રાજીનામું આપી દેતા કોંગ્રેસ હાઈ કમાન્ડ ચોંકી ગયુ છે. એક વાત એવી પણ સામે આવી છે કે ગુલામ નબી આઝાદની નારાજગી એ વાતની છે કે તેમની ભલામણોને કોંગ્રેસ હાઈ કમાન્ડ નજર અંદાજ કરે છે પરિણામે તેઓએ નવી જવાબદારી લેવાનો ઈનકાર કર્યો છે. જોકે કોંગ્રેસનું કહેવું છે કે આઝાદે ખરાબ સ્વાસ્થ્યને કારણે કેમ્પેન સમિતિના અધ્યક્ષનું પદ સંભાળવાનો…
આજે બુધવારે (17 ઓગસ્ટ)ના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,062 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીએ 249 વધુ છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ફરી વધવા લાગી છે. બુધવારે (17 ઓગસ્ટ) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,062 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીએ 249 વધુ છે. તે જ સમયે, 36 દર્દીઓએ જીવ ગુમાવ્યો. તમને જણાવી દઈએ કે ગઈકાલના આંકડામાં 8,813 કેસ નોંધાયા હતા અને 29 દર્દીઓના મોત થયા હતા. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,05,058 થઈ ગઈ છે જે ગઈકાલ કરતાં 6,194 ઓછી…
વડોદરા માં ગત તા.18 જૂને જ્યારે પ્રધાનમંત્રી મોદી આવવાના હતા ત્યારે મનપાએ માણેકપાર્કથી સરદાર એસ્ટેટ સુધી જે એક જ તરફનો રોડ બનાવ્યો હતો જે સામાન્ય વરસાદમાંજ ધોવાઈ જતા જનતાના રૂ. 84 લાખ પાણીમાં વહી ગયા છે. એરપોર્ટથી સરદાર એસ્ટેટ સુધીના રોડ પર 9 મીટર પેચવર્ક કરાતાં બે મહિનામાં જ રોડ પર ગાબડાં જોવા મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત.18 જૂને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા હતા. તે પૂર્વે શહેરમાં રાતોરાત આ વિસ્તારમાં રોડ, રંગરોગાન, વૃક્ષોનું ટ્રીમિંગ સહિતના કામો કરી દેવામાં આવ્યા હતા. વડાપ્રધાન એરપોર્ટથી સરદાર એસ્ટેટ સુધીના રોડથી સભા સ્થળે જવાના હોવાથી પાલિકાએ તે રોડને રૂ 84…
આપણા દેશનો પ્રાચીન ઇતિહાસ અને વૈદિક મહત્વ ખુબજ પ્રાચીન માનવામાં આવે છે જે પૈકી ચોમાસામાં વરસતા વરસાદ દરમિયાન આવતા મઘા નક્ષત્રના વરસાદ ના પાણીનું અનોખું મહત્વ છે. મઘા નક્ષત્રમાં પડતા વરસાદી પાણીનો ધાર્મિક અને આયુર્વેદ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ નક્ષત્ર માં ધરતી ઉપર પડતા પવિત્ર પાણીથી ધરતી તૃપ્ત બને છે અને મબલક પાક ઉતરે છે. આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ આજે તા. 17 ઓગસ્ટે સવારે 7:30 થી 30 ઓગસ્ટે રાત્રી ના 3:19 સુધી મઘા નક્ષત્ર માં રેહશે. મઘા નક્ષત્ર પડતા વરસાદનું પાણી ગંગાજળ જેવું માનવામાં આવે છે,તે બગડતું નથી અને તેના ઉપયોગ થી અનેક…
રાજ્યમાં અત્યાર સુધીમાં ઘણા વિસ્તારમાં સિઝન નો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે,કચ્છ અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે છેલ્લા પાંચ વર્ષનો રેકૉર્ડ તોડતો વરસાદ થયો છે, આ વર્ષે ખેતીવાડી માટે અનુકૂળ વરસાદ છે પરિણામે ઘણા વિસ્તારમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. રાજ્યના ૪૩ તાલુકામાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદની વાત કરવામાં આવેતો સિઝનનો સૌથી વધુ વરસાદ વલસાડમાં ૯૧ ઈંચ, ડાંગમાં ૭૭ ઈંચ, નવસારીમાં ૭૦ ઈંચ જ્યારે નર્મદામાં પ૩ ઈંચ નોંધાયો છે. કપરાડા અને ધરમપુર એમ બે તાલુકામાં ૧૦૦ ઈંચથી વધુ નોધાયો છે, જેમાં કપરાડામાં…
રાજ્યમાં અમદાવાદ સહિત વડોદરામાં બે દિવસથી વરસાદ ચાલુ રહેતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. વડોદરામાં અલકાપુરી સહિતચાર દરવાજા, રાવપુરા, મંગળબજાર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ગેંડા સર્કલથી ઓલ્ડ પાદરા રોડ સુધી તેમજ ખોડિયારનગર વિસ્તાર, અલકાપુરીમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા હતા. વડોદરા પરશુરામ ભઠ્ઠા થી અકોટા તરફ જવાનું નાળુ વરસાદી પાણી થી ભરાય જતા ભારે મુશ્કેલી ઉભી થઇ હતી, વડોદરા શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અહીં વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વડોદરા જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી.…
રાજ્યમાં વરસાદી માહોલ અને આગાહી વચ્ચે ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતમાં સરદાર સરોવર ડેમની જળસપાટી ૧૩પ.ર૯ મીટરે પહોંચી છે. દરમિયાન મંગળવારે રાતના ૧૦ વાગ્યે ડેમના ર૩ દરવાજા ખોલવામાં આવતા ચાર લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવાના નિર્ણય બાદ નર્મદા કિનારાનાં ગામને એલર્ટ કરાયાં હતા. નર્મદા ડેમ મહત્તમ જળસપાટીથી માત્ર ત્રણ મીટર દૂર છે. નર્મદા નદીમાં પૂરની સ્થિતી સર્જાતા ડભોઇના 3, શિનોરના 11 અને કરજણ તાલુકાના 11 નદી કાંઠાના ગામો મળી કુલ 25 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદા નદીમાં પૂરની સ્થિતી સર્જાતા નદી કાંઠાના લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ગુજરાતમાં આજથી બે દિવસ…