મુંબઈ થી અમદાવાદ વચ્ચે માત્ર 6 કલાકમાં જ પહોચનારી 180 કિમીની ઝડપે દોડનારી દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત મુંબઈ-અમદાવાદ વચ્ચે ચલાવવાની રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ ટ્રેનને વડોદરાને સ્ટોપેજ નહિ અપાતા કચવાટ ઉભો થયો છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 75 ટ્રેન ચલાવવા વડાપ્રધાનની નેમ છે. જેના ભાગરૂપે રેલવે વિભાગ દ્વારા સેમી હાઈ સ્પીડ ટ્રેનની મુંબઈ અમદાવાદ રૂટની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન મુંબઈથી બપોરે 2:40 વાગે ઉપડશે, જે રાત્રે 21.05 વાગ્યે અમદાવાદ પહોંચશે. વડોદરા અને સુરત સ્ટોપેજ આપવા માટે રેલવે બોર્ડ દ્વારા પ્રપોઝલ મૂકવામાં આવ્યા બાદ સુરતના સ્ટોપેજની સમય સાથે સત્તાવાર જાહેરાત કરવામાં…
કવિ: Halima shaikh
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ બે મુખ્ય પાર્ટીઓ આમઆદમી પાર્ટી ભાજપ પોતાની રીતે વ્યહ રચના તૈયાર કરવામાં લાગી ગયા છે ગુજરાતમાં આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગ ખેલાય તેવી હવા છે. એક તરફ કેન્દ્ર માંથી વડાપ્રધાન મોદીજી અને અમિત શાહ વારંવાર ગુજરાત મુલાકાતે આવી રહયા છે અને બીજી તરફ કેજરીવાલ પણ સતત મુલાકાતે આવી રહયા છે ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવી લીધુ છે જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં ખાસ રસ નહિ લેતા સ્થાનિક સ્તરે નેતાઓનું મનોબળ નબળું પડતું જણાઈ રહયુ છે. બીજીતરફ ભાજપની પેજ સમિતિને સામે આમ આદમી પાર્ટીએ રાજ્યના 18…
મહારાષ્ટ્રમાં સતત બોલ બોલ કરી વિવાદમાં રહેતા સંજય રાઉત હાજર નહિ થતા આખરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓની ટીમ મુંબઈમાં શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી છે. રાઉતને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવી શકે છે. અગાઉ, તેમણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચાલી રહેલી તૈયારીઓને લઈ હાજરી માટે ED પાસે વધુ સમય માંગ્યો હતો. આ કેસમાં સંજય રાઉત મુખ્ય આરોપી છે. સંજય રાઉત સામે 1034 કરોડ રૂપિયાના પત્રચાલ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તપાસ ચાલી રહી છે.જોકે,ઇડી એ તે સ્વીકાર્યુ ન હતું. EDએ તેમને અનેક વખત સમન્સ જારી કર્યા છે. પરંતુ એક યા બીજા કારણોસર રાઉત ED સમક્ષ હાજર થઈ રહ્યા…
વડોદરા રેલવે ઉપર ફિલ્મ અભીનેતા શાહરુખ ખાન રૂ.23 લાખના ખર્ચે આરઓ પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવશે. અગાઉ રઇશ ફિલ્મના પ્રમોશન માટે વડોદરા રેલવે સ્ટેશન પર જ્યારે શાહરૂખ ખાન થોડીવાર રોકાયો તે સમયે ભાગદોડ થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના માટે શાહરૂખ ખાનને જવાબદાર ગણી વડોદરા કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી, જે ફરિયાદને એપ્રિલ મહિનામાં હાઇકોર્ટે રદ કરી હતી. જે તે સમયે હાઇકોર્ટે શાહરૂખ ખાનને ટકોર કરી હતી કે, તમારે ગુડ ફેઇથમાં કંઇક કરવું જોઇએ. હાઇકોર્ટની આ ટકોર બાદ શાહરૂખ ખાને વડોદરા રેલવે સ્ટેશન પર આરઓ પ્લાન્ટ માટે રૂા.23 લાખનો ચેક મોકલ્યો હતો, જે ચેક સોમવારે ડીઆરએમને અપાશે. 23 જાન્યુઆરી,2017ના…
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શિખર ધવનને ત્રણ મેચની વનડે શ્રેણી માટે સુકાનીપદ સોંપવામાં આવ્યું છે. તે જ સમયે, ઝડપી બોલર દીપક ચહર અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા છે. બેટ્સમેન રાહુલ ત્રિપાઠી ટીમમાં નવો ચહેરો હશે. આ સિવાય મોટા ભાગના ખેલાડીઓ એવા છે જેમણે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે શ્રેણી રમી છે. આ સિરીઝ માટે સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, રિષભ પંત, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને યુઝવેન્દ્ર ચહલ સહિત તમામ સિનિયર ખેલાડીઓ આ સિરીઝ નહીં રમે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 18 ઓગસ્ટથી ત્રણ મેચની વનડે…
રાજ્યમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસે ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે અને વિરોધ પ્રદર્શન સાથે ગૃહરાજય મંત્રીના રાજીનામાની માંગણી કરી રહયા છે ત્યારે વાગરા તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ તકે કોંગી અગ્રણી સુલેમાન ભાઈ પટેલે જણાવ્યું હતું કે સરદાર અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આખા ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને સાથે સાથે દારૂમાં કેમિકલ મેળવીને લોકોનો જીવ લેવા માટેનો જે પ્રયાસ થયેલો છે તેના વિરોધમાં વાગરા તાલુકા યુથ કોંગ્રેસના પ્રેસિડન્ટ તરફથી આજે એક વિરોધ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અમે સરકારને બતાવવા માંગીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ…
વડોદરા મનપાના દબાણ શાખા દ્વારા ગોરવા મધુનગર વિસ્તારમાં લારી-ગલ્લાના ગેરકાયદેસર દબાણો અંગે સ્થાનિક લોકોની ફરિયાદો ઉઠતા મેયરની હાજરીમાં દબાણ હઠાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન દબાણ હઠાવવાની કામગીરી શરૂ થતા સ્થાનિક લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને લોકો તેમજ દબાણ શાખા વચ્ચે ઘર્ષણ થતા ઝપાઝપી પણ થઇ હતી જોકે,પોલીસે મામલો કાબુમાં લીધો હતો,આ સમયે ઉગ્ર રજૂઆત કરી રહેલા એક વૃધ્ધ બેભાન થઇ જતા અફરા તફરી મચી હતી. વડોદરાના મેયર કેયુર રોકડીયાના વોર્ડ નંબર-8 માં આવેલા ગોરવા મધુનગર વિસ્તારમાં રસ્તા ઉપર થઈ ગયેલા લારી-ગલ્લાના દબાણોના કારણે લોકોને રસ્તા ઉપરથી પસાર થવું મુશ્કેલ થઇ ગયું હતું. આ બાબતે અનેક…
જ્યારથી અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, ત્યારથી અભિનેતા તેની સુરક્ષાને લઈને વધારાની સાવચેતી રાખી રહ્યો છે. અહેવાલો અનુસાર, સલમાન ખાને તેની સુરક્ષા વધારી દીધી છે, જેના માટે તેણે તેની કારને અપગ્રેડ કરી છે તેણે લેન્ડ ક્રુઝરને બુલેટપ્રુફ બનાવી છે. સમાચાર અનુસાર, અભિનેતાએ તેની કારમાં બખ્તર લગાવ્યું છે અને કારમાં બુલેટ પ્રૂફ ગ્લાસ પણ લગાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાનને ગયા મહિને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ ધમકીભર્યો પત્ર કથિત રીતે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાનને આપવામાં આવ્યો હતો. આ પછી સલમાન ખાને હથિયાર રાખવા માટે લાયસન્સ માટે…
સુરતના કામરેજ પોલીસે તાપી નદીના કિનારાની અંદર ઝાડીઓમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓને બંધ કરાવવા ડ્રોનની મદદથી ચેકિંગ હાથ ધરાતા દેશી દારૂ ઉતારતા તત્વોમાં ભારે ભાગદોડ મચી હતી, પોલીસે ડ્રોનમાં દેખાયેલી 6 જેટલી ભઠ્ઠીઓ ઝડપી પાડી દારૂનો નાશ કર્યો હતો. લઠ્ઠાકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા દેશી દારૂના દૂષણને ડામવા માટે કડક સૂચનો કરવામાં આવ્યાં છે. ત્યારે સુરત જિલ્લા પોલીસ સતત દારૂના અડ્ડાઓ બંધ કરાવી રહી છે અને કામરેજ ડિવિઝનના DYSP બી.કે.વનાર, કામરેજ PI આર.બી.ભટોળ તેમજ પોલીસની ટીમ દ્વારા રેડ ડ્રાઇવ શરૂ થતા જ બુટલેગરો ફફડી ઉઠ્યા છે. ડ્રાઈવ દરમિયાન દેશી દારૂ વેચાણ, રસાયણ વેચાણ, દારૂની ભઠ્ઠીઓ તેમજ વિદેશી દારૂના વેચાણના અનેક…
વડોદરાના આજવા રોડ સ્થિત વિવાદિત જમીનમાં જેસીબી, હિટાચી અને ટ્રેક્ટર સાથે આવેલા 15 જેટલા ઈસમોએ ત્રણ ફ્લેટના ચાર માળનું બાંધકામ તોડી પાડી બિલ્ડિંગમાંથી નીકળેલા રૂપિયા 40 લાખની કિંમતના ભંગારની ચોરી કરી ગયા હોવાઅંગે બાપોદ પોલીસ મથકે ફરિયાદ થતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે અને પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને ભંગાર ચોરી જનારા ઇસમોની શોધખોળ શરૂ કરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ પ્રિયાંક કુમાર પાંડે ( રહે – અલકાપુરી, મૂળ રહે – ઉત્તર પ્રદેશ ) મુંબઈની સંસ્કૃતિ ઈન્ફ્રા ડેવલોપર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સાઇટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓ કંપની જમીન લે વેચ કરવાની સાથે ડેવલોપમેન્ટ કરવાનું પણ કામ…