સુરત શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રૂ.ત્રણ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સાઇકલ ટ્રેકના માત્ર 3 મહિનામાંજ વિવિધ વિસ્તારોમાં કલર ઉખડવાનો શરૂ થતા ભ્રષ્ટ્રાચારની બૂ ઉઠવા પામી છે. ટ્રેકની લાયાબિલીટી પિરિયડ 1 વર્ષની છે પણ 3 મહિનામાં જ સાઇકલ ટ્રેકના તકલાદી કામની પોલ ખુલી છે. સાઇકલ ટ્રેકનો રંગ ઉડવા મુદ્દે કડક કાર્યવાહી કરવાના બદલે શાસકો વધુને વધુ વિસ્તારોમાં સાઇકલ ટ્રેકને મંજૂરી આપી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે કારણકે ગુરુવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ઉધના ઝોન-બી કનકપુરના વિવિધ વિસ્તારમાં ડામર તથા સીસી રોડ પર સાઇકલ ટ્રેક બનાવવાના રૂા.42.85 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે. જે બન્યા છે તે માત્ર ત્રણ મહિનામાં…
કવિ: Halima shaikh
રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી દળોના સાંસદો સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમાની સામે છેલ્લા 50 કલાકથી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જે ધરણા પ્રદર્શન આજે શુક્રવારે સવારે પણ ચાલુ રહ્યુ છે. રાતભર મચ્છરોએ સાંસદોને પરેશાન કરી મૂક્યા હતા અને મચ્છરો કરડતા આખરે મચ્છરદાની લગાવીને સાંસદોએ માંડ કરીને રાત વિતાવવી પડી હતી. મહત્વનું છે કે ગત બુધવારે સવારે 11 વાગ્યે પ્રદર્શન શરૂ થયા બાદ હજુપણ ચાલુ છે,તેમનું પ્રદર્શન આજે બપોરે 1 વાગ્યે સમાપ્ત થશે. અત્રે નોંધનીય છે કે સંસદના ચાલુ ચોમાસુ સત્ર દરમિયાન અભદ્ર વર્તન કરવા બદલ રાજ્યસભાના 23 અને લોકસભાના 4 સાંસદો સહિત કુલ 27 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.…
જોરહાટના રૌરિયા એરપોર્ટથી કોલકાતા જવા નીકળેલા ઈન્ડિગો પ્લેનસાથે મોટો અકસ્માત થતા રહી ગયો. જોરહાટ એરપોર્ટ પર રનવે પર થોડા મીટર ચાલ્યા બાદ પ્લેન રનવે પરથી ઉતરી ગયું અને તેના ટાયર સ્વેમ્પમાં ફસાઈ ગયા. જેના કારણે અનેક મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. જોરહાટના રૌરિયા એરપોર્ટથી કોલકાતા જવા નીકળેલા ઈન્ડિગો પ્લેન સાથે મોટો અકસ્માત થયો છે. જોરહાટ એરપોર્ટના રનવે પર કેટલાક મીટર ચાલ્યા બાદ પ્લેન રનવે પરથી ઉતરી ગયું અને તેના ટાયર સ્વેમ્પમાં ફસાઈ ગયા. જેના કારણે અનેક મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. મળતી માહિતી મુજબ, હંમેશની જેમ ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-757 આજે તેના નિર્ધારિત સમયે કોલકાતા માટે રવાના થવા સ્ટાર્ટ થયું…
બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ હવે રાજ્યમાં કેમિકલ ઉત્પાદન કરતી કંપનીઓ ઉપર પોલીસે નજર દોડાવી છે અને આગમચેતીના પગલાં ભરવાનું શરૂ કર્યું છે. વાપી અને વલસાડ જિલ્લામાં મોટાપાયે કેમિકલનો વપરાશ થાય છે, વાપી, સરીગામ,ઉમરગામ,ગુંદલાવમાં 100 જેટલા એકમો મિથેનોલનો વપરાશ કરે છે. જે પૈકી 12 મોટા એકમો મોટાપાયે વપરાશ કરે છે. જેમાં 10 જેટલા એકમો દર મહિને સરેરાશ 1 લાખ લિટર મિથેનોલનો વપરાશ કરે છે. જે કુલ 10 લાખ લિટર થાય છે. જયારે બાકીના 90 એકમો પાંચ હજાર લિટર વપરાશ કરે છે. જે કુલ 4.50 લાખ લિટર થાય છે. બંને મળી કુલ 100 એકમો દર મહિને 15 લાખ લિટર મિથેનોલનો વપરાશ થઇ…
સરકાર ભલે સસ્તા અનાજને ગરીબોમાં આપવાની જાહેરાતો કરે પણ ગરીબના નામનું અનાજ બે નંબરમાં વેચી રોકડી કરી લેવામાં આવે છે આ કૌભાંડ નાથવા ભલે ગમેતેવા નિયમો લાવવામાં આવે પણ અનાજ માફિયાઓ તેનો રસ્તો શોધીજ કાઢે છે બરોડામાં બહાર આવેલા કૌભાંડમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ ભરીને નીકળેલા ટેમ્પામાં જીપીએસ સિસ્ટમ સાથે છેડછાડ કરીને રૂા.8 લાખનો સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે અને આ પ્રકરણમાં પુરવઠા નિરીક્ષક દ્વારા ધી માંજલપુર કો.ઓપ.સોસાયટી લિ. અને શ્રીનાથ કો.ઓ.કન્ઝ્યુમર સોસાયટી લિ. સસ્તા અનાજની દુકાનના સંચાલક સહિત કુલ 8 લોકો વિરુદ્ધ સિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવતા ભારે ચકચાર મચી છે. પુરવઠા નિરીક્ષક…
મંકીપોક્સ નામનો રોગ બૂમ પડાવી રહ્યો છે ત્યારે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના ડાયરેક્ટર-જનરલ, ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે સજાતીય સેક્સ માણતા પુરુષોને હમણાં સેક્સ ઉપર કંટ્રોલ કરવા સલાહ આપી છે કારણ કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં કે સજાતીય બે પાત્રો વચ્ચે થઈ રહેલા સેક્સને કારણે પણ મંકીપોક્સ થવાનું જોખમ હોય તેઓએ હાલ આવા લોકોને જાતીય આવેગ ઉપર કાબુ રાખવા સલાહ આપવામાં આવી છે. ગયા મે મહિનામાં મંકીપોક્સનો ફેલાવો શરૂ થયો ત્યારથી, ચેપગ્રસ્ત લોકોમાંથી 98 ટકા ગે સમુદાયના છે જેઓ પુરુષ સાથે બીજો પુરુસ સેક્સ કરે છે. નવી દિલ્હી સ્થિત CSIR-IGIBના વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે વિશ્વમાં મંકીપોક્સના 60 ટકાથી વધુ કેસ યુરોપમાં જોવા મળી…
વડોદરામાં ચારધામ જઇને આવેલા 30 ટકા દર્દી સ્વાઇન ફ્લૂની ઝપટમાં આવી જતા તંત્ર દોડતું થઈ ગયું છે, શહેરમાંવરસાદના પાણીને પગલે મચ્છરજન્ય રોગચાળો હજુતો કાબુમાં આવે તે પહેલાં છેલ્લા 15 દિવસમાં એચ-1 એન-1 વાયરસથી થતો સ્વાઈન ફ્લૂ શહેરમાં જોવા મળી રહ્યો છે અને એક મહિનામાં શહેરમાં 60થી વધુ દર્દીઓ નોંધાયા છે. પૈકી 11 દર્દીઓ હાલ સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. જેમાં 30 ટકા દર્દીઓ ચારધામ કરી પરત આવેલા યાત્રાળુઓ હોવાનું નોધાયું છે. આરોગ્ય વિભાગ મુજબ ગુરુવારે શહેરમાં કુલ 9 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે 27 અઠવાડિયામાં અત્યાર સુધી 87 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે, જે ત્રણ વર્ષમાં સૌથી વધારે છે.…
રાજસ્થાનના બાડમેરમાં મિગ ક્રેશ થયાના અહેવાલ છે. આ ઘટનામાં 2 પાઇલટનાં શહીદ થઈ ગયા છે વિમાનનો કાટમાળ અડધા કિલોમીટર સુધી જોવા મળ્યો હતો,રાજસ્થાનના બાડમેરમાં વાયુસેનાનું ફાઈટર પ્લેન મિગ પ્લેન રાત્રે લગભગ 9 વાગ્યે ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 2 પાઇલટનાં શહીદ થયા છે. દુર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી. વિમાનનો કાટમાળ લગભગ અડધા કિલોમીટર સુધી વિખેરાયો છે. આ વિમાન બાયતુ વિસ્તારના ભીમડા નજીક ટ્રેનિંગ દરમિયાન મિગ ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. ક્રેશ થયા બાદ પ્રશાસને ટીમ રવાના કરી દીધી છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર, એસપી અને એરફોર્સના અધિકારીઓ અકસ્માત સ્થળ તરફ રવાના થઈ ગયા છે. અહીં…
વલસાડ જિલ્લામાં કોરોનાએ ફરી માથુ ઉંચકયું છે અને આજે જિલ્લામાં 22 જેટલા લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જે પૈકી કપરાડા તાલુકાના અંભેટી નવોદય આશ્રમ શાળામાં અભ્યાસ કરતા 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જાહેર થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. નોંધનીય છે કે 2 દિવસ અગાઉ કપરાડા તાલુકામાં આવેલ અંભેટી આશ્રમ શાળામાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થિનીઓ સંક્રમિત જાહેર થયા બાદ આજ રોજ તે વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા અને અન્ય વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવતા કુલ 13 વિદ્યાર્થીઓ સંક્રમિત જાહેર થતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી છે. આરોગ્ય વિભગની ટીમે સંક્રમિત જાહેર થયેલા તમામ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને હોસ્પિલમાં ક્વોરન્ટાઈન કર્યા છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓને પણ…
ચેસ ઓલિમ્પિયાડમાં ટોચની ટીમો રશિયા અને ચીન આ વખતે ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લઈ રહી નથી. આવી સ્થિતિમાં ભારત ઓપન અને વિમેન્સ કેટેગરીમાં ત્રણ-ત્રણ ટીમોને મેદાનમાં ઉતારશે. અહીં ચેસ ફીવર ચરમસીમા પર છે અને તમામની નજર ભારતીય ટીમો પર છે. ચેન્નાઈમાં આજથી ચેસ ઓલિમ્પિયાડ શરૂ થઈ રહી છે. ઉદ્ઘાટન સમારોહ શરૂ થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં સત્તાવાર ઉદ્ઘાટન કરશે. આ સમારોહમાં તમિલનાડુના મુખ્યમંત્રી એકે સ્ટાલિન અને દિગ્ગજ અભિનેતા રજનીકાંત પહોંચ્યા છે. સ્ટાલિને વડાપ્રધાનનું સ્મૃતિચિહ્ન આપી સ્વાગત કર્યું હતું. ઉદ્ઘાટનના થોડા સમય પહેલા જ પાકિસ્તાને મોટો નિર્ણય લેતા કહ્યું કે તે આ ટૂર્નામેન્ટમાં નહીં રમે. તેના ખેલાડીઓ ચેન્નાઈ પહોંચી…