કવિ: Halima shaikh

વડોદરામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ ચૂક્યોછે. ડેન્ગ્યૂ, ચિકનગુનિયા,કોલેરાના રોગો સહિત વાઇરલ ફિવરના કેસ વધી રહયા છે અને બે શંકાસ્પદ મોત નોંધાયા છે. ગયા રવિવારે જેતલપુર રોડની યુવતીનું મોત થયાના સાત દિવસમાં જ શનિવારે શહેરના દંતેશ્વર વિસ્તારના 38 વર્ષના શ્રમજીવીને ઝાડા થઈ જતા દાખલ કરાયા બાદ 2 દિવસની સારવારમાં સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. શહેરમાં સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, જમનાબાઈ હોસ્પિટલ અને ચેપી રોગના દવાખાના જેવી સરકારી હોસ્પિટલ સાથે અર્બન હેલ્થ સેન્ટરમાં આવતા દર્દીના આંકડા સામેલ કરવામાં આવેતો સરકારી હોસ્પિટલમાં નોંધાયેલા સત્તાવાર આંકડા ઉપરથી શહેરમાં આરોગ્યની સ્થિતિ કેટલી ગંભીર છે તે સ્પષ્ટપણે જાણી શકાય તેમ છે. વડોદરામાં કમળો, કોલેરા, ઝાડા-ઊલટી…

Read More

દેશમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આકાશી વીજળી પડવાની ઘટનાઓ પણ વધી છે જે જીવલેણ સાબિત થઈ છે. બિહાર અને યુપીમાં વીજળી પડવાથી કુલ 16 લોકોના મોત નિપજ્યા છે જેમાં એકલા બિહારમાંજ છેલ્લા 24 કલાકમાં આકાશી વીજળી પડતા 10 લોકોના મોત થયા છે. બિહારમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે, રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આ દરમિયાન વીજળી પડવાથી 10 લોકોના મોત થયા છે. ગોપાલગંજમાં ત્રણ, ભોજપુરમાં બે અને લખીસરાય, સિવાન, કટિહારમાં એક-એક લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી યોગીજી એ મૃતક પરિવારને ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરી છે. રાહત કમિશનરની કચેરીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર,…

Read More

હાલમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપ સામે એકમાત્ર ટક્કર આપી રહી હોય તેવું ચિત્ર છે અને ભાજપ અને આમ આદમી પાર્ટી સક્રિય રીતે ચૂંટણી પહેલાની જાણે તૈયારીઓ કરતા નજરે પડી રહયા છે અને જનતાને વચનો આપી રહયા છે. આ બધા વચ્ચે આમ આદમીએ દર બે મહિને આવતા વીજળી બિલમાં છસો યુનિટ વીજળી મફતમાં આપવા જાહેરાત કરી છે. જોકે,ભાજપના નેતાઓ આ જાહેરાત સામે મૂછમાં મલકાઈ રહયા છે કારણકે અગાઉ કેશુભાઈને ભાજપ સાથે વાંકુ પડ્યું ત્યારે તેઓએ પણ અલગ ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી ગામડામાં મફત વીજળી આપવાનું વચન આપ્યું અને જાહેરાત કરી પણ તેઓ સફળ થયા ન હતા. પાટીદારોમાં પ્રભુત્વ ધરાવતા અને…

Read More

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાત, દ. ગુજરાત, મધ્ય ગુજરાત સહિત કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે. રાજકોટ, જામનગર, વડોદરા અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે કચ્છ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. એટલે કે અહીં 4થી લઈને 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મોરબી, આણંદ, ભરૂચ, સુરત અને વલસાડમાં ભારે વરસાદ પડવાનું યલો એલર્ટ અપાયું છે. 25 જુલાઈએ 9 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે જેમાં કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત ઉત્તર ગુજરાતના…

Read More

‘હમારા ખૂન કા રિશ્તા હૈ સરહદો કા નહિ, હમારે ખૂનમેં ગંગાભી હૈ ચીનાબ ભી હૈ !’ પ્રખ્યાત કવિ કંવલ જિયાઈનો આ શેર માથા પર ટોપી અને ખભા પર કંવર જોઈને તે બાગપતના રણછડ ગામના બાબુ ખાન પર બરાબરનો ફિટ થાય છે. સાંપ્રદાયિક સૌહાર્દના પ્રતિક બની ગયેલા બાબુ ખાન શુક્રવારે ગંગાજળ સાથે હરકી પૌડીથી કાવડ લઈ બાગપત પૂરામ મહાદેવ મંદિર જવા રવાના થયા હતા. શુક્રવારે બપોરે જ્યારે બાગપતના રણછડ ગામનો રહેવાસી બાબુ ખાન માથા પર મુસ્લિમ ટોપી અને ખભા પર કાવડ લઈને હરકી પાઈડી પહોંચ્યો ત્યારે બધા તેની તરફ જોવા લાગ્યા. ગંગા મૈયામાં સ્નાન કર્યા પછી, બાબુ ખાને પ્રાર્થના કરી અને…

Read More

આજકાલ રણવીરનાન્યૂડ ફોટોશૂટ ભારે ચર્ચામાં છે અને લોકોની જુદીજુદી પ્રતિક્રિયા સામે આવી રહી છે જોકે, રણવીરના ન્યૂડ ફોટો જોઈ દીપિકા સૌથી વધુ પ્રભાવિત થઇ હતી. એક્ટ્રેસને આ ફોટોશૂટ વિશે પહેલાંથી જ ખબર હતી. આ ફોટોશૂટનો કોન્સેપ્ટ પણ ખૂબ ગમ્યો હતો. નવાઈની વાત તો એ છે કે ઇન્ટરનેટ પર તસવીર શેર કરતાં પહેલાં દીપિકાને બતાવવામાં પણ આવી હતી. દીપિકા હંમેશા રણવીરની સાથે હોય છે અને તે સૌથી મોટી ચિયર લીડર રહી છે. તો રણવીર કંઈક અલગ કરવાની વાત કરે છે ત્યારે દીપિકા હંમેશાં તેને સાથ આપે છે. રણવીર ના ન્યૂડ ફોટો અંગે પ્રિયંકા ચોપરાએ પણ રણવીરના આ ફોટોશૂટ પર ફાયર ઇમોજી…

Read More

રાજકોટ પોલીસ કમિશનર કચેરી સામે પોલીસના ત્રાસથી યુવકે એકાએક ફિનાઇલ પી લઇ જાહેરમાં આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તેને તરતજ સિવિલ હોસ્પિટલ ભેગો કર્યો હતો. ફીનાઇલ પી જઈ આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકનું નામ પીયૂસ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે, જેણે તાલુકા પોલીસ ત્રાસ આપ્યાનો આક્ષેપ કર્યો હતો. પોલીસ કમિશનર કચેરી ખાતે આપઘાતનો પ્રયાસ કરનાર યુવકે કહ્યું કે તેણે પ્રેમલગ્ન કર્યા છે અને તેની પત્ની પ્રેગ્નન્ટ છે. હાલ તાલુકા પોલીસ દ્વારા પતિ-પત્નીને વારંવાર બોલાવી ત્રાસ આપતી હોવાનો આક્ષેપ પણ યુવાને કર્યો હતો અને પોલીસે અનેકવાર માર પણ માર્યો હોવાનું પણ જણાવ્યું હતું. આ ઘટના બનતા ઉચ્ચ અધિકારીઓ…

Read More

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આણંદ જવા બસની અપૂરતી સુવિધા અંગે વારંવારની રજુઆતો બહેરા કાને અથડાતા આખરે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આજે સાવલી જૂના ST ડેપો ખાતે ચક્કાજામ કરી હોબાળો મચાવતા સ્થળ ઉપર ભાજપના ધારાસભ્ય દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને સમજાવી આ પ્રશ્નનો ઉકેલ લાવવા હૈયા ધારણા આપી હતી. વિગતો મુજબ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આણંદ અભ્યાસ અર્થે જાય છે પણ એક બસમાં 136 જેટલા વિદ્યાર્થીઓને અત્યંત ગીચ ભીડમાં બસમાં બેસીને અભ્યાસ માટે આણંદ જવું પડે છે બીજી તરફ હાલ કોરોના ફરી વકર્યો હોય શૉશ્યલ ડિસ્ટન્ટ પણ જળવાતું નથી. આ બાબતે વિદ્યાર્થીઓએ વાઘોડિયા ડેપો ખાતે…

Read More

ગુજરાતમાં વડોદરાથી લઈ દક્ષિણ ગુજરાતના સુરત અને છેક વલસાડ સુધી કેટલીક મોબાઈલ શોપવાળા બિન્દાસ જીએસટી ચોરી કરી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા હોવાનું આધારભૂત સુત્રો જણાવી રહયા છે,કસ્ટમ ડ્યુટી અને જીએસટીની ચોરી કરી ખુબજ કમાણી કરી રહેલા તત્વો ખુબજ પહોંચેલી માયા છે. એપલ કંપનીના મોબાઈલ ઉપર જીએસટી ચોરીનું મોટું નેટવર્ક ચાલી રહ્યુ છે જેમાં વડોદરા,સુરત મુખ્ય માર્કેટ છે અને વલસાડ જેવા નાનકડા ટાઉનમાં પણ ઉંચું એપલ મોબાઈલનું માર્કેટ હોય મોટી ડિમાન્ડ છે. જીએસટી આ મોબાઈલ શોપ પર લાંબા સમયથી ગ્રાહકોને કાચા બિલ પર મોબાઈલ વેચીને GSTની ચોરી કરવામાં આવી રહી હોવાની વાત વચ્ચે અત્યારસુધીમાં કરોડો રૂપિયાના એપલ સહિતની મોંઘી…

Read More

વડોદરાના સાવલી તાલુકાના લહેરીપુરાની સીમમાં ખાણ ખનીજ વિભાગે રેડ કરતા રેતી માફિયાઓ રંગેહાથ ઝડપાયા હતા પણ તેઓ દાદાગીરી કરી ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ સાથે માથાકૂટ કરી તેઓની નજર સામેજ રેતી ભરેલા વાહનો લઈ ભાગી છૂટતા રેતી માફિયાઓ વિરુદ્ધ રોયલ્ટી ઇન્સ્પેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ખાણ ખનીજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સોનલબેન મેવાડા પોતાના સ્ટાફ સાથે જરોદ તરફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને સાવલી તાલુકાના લહેરીપુરાની સીમમાં રેતી ખનન ચાલતું હોય સ્થળ તપાસ કરવા ઉપરી અધિકારી દ્વારા મેસેજ મળતા તેઓ સ્થળ નજીક જઈ ડ્રોન દ્વારા તપાસ કરી વીડિયોગ્રાફી કરતા સીમમાં એક જેસીબી મશીન રેતી કાઢતું હોવાસાથે ત્યાં એક ટ્રેક્ટર…

Read More