એશિયાના સૌથી ધનાઢ્ય લોકોમાંના એક ગૌતમ અદાણી માટે સૌથી મોંઘી વસ્તુ ખરીદવી એ મિનિટોની વાત છે. તેઓએ આ વાત ફરી એકવાર સાબિત કરી છે. અદાણી ગ્રુપે ઈઝરાયેલનું બીજું સૌથી મોટું બંદર હાઈફા પોર્ટ હસ્તગત કર્યું છે. આ વાત હવે ઈઝરાયેલથી લઈને ભારત સુધી ચર્ચાઈ રહી છે. વાસ્તવમાં, અદાણી ગ્રુપે આ પોર્ટ પર એક્વિઝિશન માટે એટલી મોટી બિડ કરી કે અન્ય કંપનીઓએ કિંમત સાંભળ્યા પછી પીછેહઠ કરી લીધી હતી. આ બંદરને અદાણી ગ્રુપ દ્વારા 3.1 બિલિયન શેકેલ ($1.18 બિલિયન)માં ખરીદી લીધું છે. ઈઝરાયેલનું મીડિયા હવે આ ડીલને વ્યૂહાત્મક ચાલ ગણાવી રહ્યું છે ઈઝરાયેલના એક અખબારે આ ડીલ પર પોતાનો અહેવાલ રજૂ…
કવિ: Halima shaikh
પંજાબ પોલીસ અને ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ બે ગેંગસ્ટર વચ્ચે આજે બુધવારે અમૃતસરમાં મુઠભેડ ચાલુ છે. પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સનું ઓપરેશન ચિચા ભકના ગામમાં ચાલી રહ્યું છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તમાં સામેલ ગુંડાઓ અહીં છુપાયા હોવાની માહિતી મળતા જ સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લેવાયો છે. પંજાબના અમૃતસરના ચિચા ભકના ગામમાં હાલ મુઠભેડ ચાલુ છે, પંજાબ પોલીસને માહિતી મળી હતી કે સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ સાથે જોડાયેલા ગેંગસ્ટર ગામમાં છુપાયેલા છે. આ પછી પોલીસે…
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારો એવા વડસર-કોટેશ્વર રોડ ઉપર નદીના પાણી ફરી વળતા તંત્ર દ્વારા બેરીકેટ લગાવી રસ્તો બંધ કરી દેવામાં આવતા કોટેશ્વર વિસ્તારમાં આવેલી કાંસા રેસિડેન્સી સહિતના વિસ્તારમાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં પણ જઇ શક્યા ન હતા અને નોકરીયાત વર્ગ પણ અટવાઈ ગયો હતો. વડસરથી કોટેશ્વર જવાના રસ્તા ઉપર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા મોડી રાત્રે વડોદરા મહાનગર પાલિકા દ્વારા સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, રસ્તાઓ ઉપર પાણી આવી જવાના કારણે વડસરથી કોટેશ્વરનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આથી કોઇએ આ રસ્તા ઉપરથી આવન-જાવન કરવી નહીં, રસ્તા ઉપર આવી ગયેલા પાણીની સાથે મગરો…
હરિયાણા-ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પોલીસકર્મીને કચડીને હત્યા કરવાની છેલ્લા 24 કલાકમાં ત્રીજી ઘટના બનતા પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી ગઇ છે. આણંદ જિલ્લાના બોરસદમાં ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસકર્મી રાજ કિરણે ટ્રકને રોકવાનો પ્રયાસ કરતાં તેને ટ્રક નીચે કચડી નાખવાના બનાવે ભારે ચકચાર જગાવી છે,ગંભીર રીતે ઘાયલ પોલીસ કર્મચારી રાજ કિરણનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ અગાઉ ઝારખંડની રાજધાની રાંચીમાં, પશુ તસ્કરોએ વાહન ચેકિંગ દરમિયાન સંધ્યા ટોપનો નામની મહિલા સબ-ઇન્સ્પેક્ટર ઉપર વાહન ચડાવી દઈ તેઓની કચડીને હત્યા કરી છે જ્યારે આવીજ અન્ય ઘટનામાં હરિયાણાના નૂહ જિલ્લામાં ગેરકાયદેસર રીતે પથ્થરની ખાણ ઉપર ખનીજ ચોરી અંગે રેડ કરવા ગયેલા નાયબ પોલીસ…
ભાજપનાજ મંત્રી દિનેશ ખટીકે ભાજપમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલતો લેટર બૉમ્બ ફોડયો છે તેઓએ અમિત શાહને પોતાનું રાજીનામુ પણ મોકલી દીધું છે. રાજ્યમંત્રી દિનેશ ખટીકના રાજીનામાના અહેવાલો બાદ મંત્રીએ સરકારની કામગીરી અને વિવિધ વિભાગોમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગે સરકારને પત્ર લખતા ભારે ચકચાર મચી છે. રાજ્યમંત્રી અને હસ્તિનાપુરના ધારાસભ્ય દિનેશ ખટીકે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સરકારની કામગીરી અને વિભાગમાં ભ્રષ્ટાચાર પર ઘણા મોટા સવાલો ઉઠાવ્યા છે. આ સાથે જ તેમણે અમિત શાહને પોતાનું રાજીનામું પણ મોકલ્યું હતું. તેમણે પત્રમાં લખ્યું છે કે ‘નમામિ ગંગે’ અને ‘હર ઘર જલ યોજના’માં નિયમોની અવગણના કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.
વડોદરાના ડભોઇ પંથકમાં ભારે વરસાદ પડતાં ઢાઢર અને દેવ નદીમાં બીજીવખત ઘોડાપૂર આવતા નદી કિનારાના 14 ગામોને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં અને ડભોઇમાં વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઢાઢર નદીમાં ફરી ઘોડાપૂર આવતાં તેણે અનેક ગામો અસરગ્રસ્ત બન્યા છે. વડોદરાના ડભોઈ પંથકમાં નદીઓમાં પુર સ્થિતિ ઉભી થતા દંગીવાડા, પ્રયાગપુરા, કરાલી પુરા, નારણપુરા, વિરપુરા, બંબોજ, ગોવિંદપુરામાં ઢાઢરના પાણી ફરી વળ્યા હતા. દંગીવાડા જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવા સાથે ખેતરોમાં પણ જળબંબાકાર જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગો બંધ થતાં લોકોની અવર-જવર બંધ થઇ છે. આ સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા 14 ગામોને એલર્ટ કરાયા…
વલસાડમાં પૂર ઓસર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં સહાય કરવા ધારાસભ્ય અને ભાજપ કાર્યકરો નીકળ્યા હતા અને તેઓએ કાશ્મીર નગરમાં સહાય કિટનું વિતરણ કર્યુ હતું જોકે,ભાજપની આ ટીમે માત્ર કાશ્મીર નગરમાંજ કીટ વહેંચી હતી પણ અન્ય પૂરગ્રસ્ત વિસ્તારમાં કિટનું વિતરણ ન કરાતાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. આ મામલે પાલિકાના વોર્ડ નં.2ના અપક્ષ સભ્યો ઉર્વશી પટેલ અને વિકાસ પટેલે ધારાસભ્ય ભરત પટેલને લેખિત રજુઆત કરી જણાવ્યું કે વોર્ડ નં.2માં પૂરમાં રહીશોની ખુબ ખરાબ છે ત્યારે માત્ર એકજ કાશ્મીર નગરમાંજ કીટ નું વિતરણ કરવામાં આવ્યું છે આ વિસ્તારોની મૂલાકાત લીધી તે સારી વાત છે,પરંતું શહેરના અન્ય પૂરગ્રસ્ત વિસ્તાર એવા વલસાડપારડીના બરૂડિયાવાડ,…
ખુદ પોલીસ જ્યારે કોઈ ગૂનો કરે અને તેની સામે ફરિયાદ કરવા જાવ તો ફરીયાદ લેવામાં ગલ્લા તલ્લા કરવામાં આવે છે અને ફરિયાદ નોંધવામાં આવતી નથી પણ એક યુવતીએ જ્યારે પોતાને છેડનાર બે પોલીસવાળા સામે ફરિયાદ આપવા ગઈ પણ પણ ફરિયાદ નહિ લેનાર સાહેબ સામે આખરે ઉપરી અધિકારી એ એક્શન લઈ સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં સોપો પડી ગયો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશન ઉપરથી વૈષ્ણોદેવીના દર્શન માટે સંઘ સાથે રવાના થયેલી ડાકોરની એક યુવતીની સેવાલિયા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી જાતિય સતામણીઓ અંગે લેખિત રજૂઆત બાદ ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનમાં પાંચ મહિનાઓ સુધી ફરિયાદ દાખલ કરવાના વિલંબ…
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 21 વર્ષની અમેરિકન યુવતી પર બે ઈસમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાઅંગે પોલીસે માહિતી આપી હતી. આ ઘટના 17 જુલાઈના રોજ ડીજી ખાન જિલ્લાના હિલ સ્ટેશન ‘ફોર્ટ મુનરો’ની એક હોટલમાં બની હતી. તે લાહોરથી લગભગ 500 કિમી દૂર છે. પીડિતા વ્લોગર/ટિકટોકર છે અને ફેસબુક પેજ ચલાવે છે. પીડિતા તેના સોશિયલ મીડિયા મિત્રો મુઝમિલ સિપ્રા અને અજાન ખોસા સાથે વ્લોગ બનાવવા સ્થળની મુલાકાતે આવી હતી. ડીજી ખાન જિલ્લાના ડેપ્યુટી કમિશનર અનવર બરાયારે જણાવ્યું હતું કે અમેરિકન યુવતી તેના સોશિયલ મીડિયા મિત્ર મુઝમલ સિપ્રાના આમંત્રણ પર કરાચીથી ફોર્ટ મુનરો આવી હતી અને રવિવારે પંજાબના રાજનપુર જિલ્લામાં તેના ઘરે પણ ગઈ…
ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ સતત વધતા જઇ રહ્યા છે ત્યારે આજે નવા 787 કેસ નોંધાતા તંત્રમાં ભારે દોડધામ મચી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આજે તા. 19 જુલાઈ 2022 મંગળવારના રોજ રાજ્યમાં નવા 787 કોરોના કેસ નોંધાયા છે,રાજ્યભરમાં કોરોના વાયરસના જે કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં 308, સુરતમાં 57, મહેસાણા 55, વડોદરામાં 44, રાજકોટમાં 39, સુરત 28, ગાાંધીનગર કોર્પોરેશન 25, ભાવનગર કોર્પોરેશન 22, ભરૂચ 21, વડોદરા 21, જામનગર કોર્પોરેશન 19, ગાાંધીનગર 17, કચ્છ 16, પાટણ 16, રાજકોટ 14, વલસાડ 12, મોરબી 10, નવસારી 10, આણંદ 9, અમદાવાદ 7, અમરેલી 6, ખેડા 5, સુરેન્દ્રનગર 5, બનાસકાંઠા 4, અરવલ્લી 3, પોરબંદર 3,…