મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતાઓનું બળવાખોર વલણ ચાલુ છે. હવે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુના સમર્થનના મુદ્દે પાર્ટીના સાંસદોમાં મતભેદના સમાચાર છે. આ મામલે પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતના અલગ થવાની પણ ચર્ચા છે. પાર્ટીના મોટાભાગના સાંસદો મુર્મુના સમર્થનની તરફેણમાં છે. 18 જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAએ મુર્મુને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે સંયુક્ત વિપક્ષે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને મેદાનમાં ઉતાર્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, શિવસેના તેના ધારાસભ્યો અને સાંસદોના બળવાનો સામનો કરી રહી છે, તેથી મુર્મુ કે સિન્હામાંથી કોને સમર્થન આપવું તે નક્કી કરવાનું બાકી છે? પાર્ટીના કેટલાક સાંસદો પણ બળવાખોર વલણ દાખવી રહ્યા છે. તે દ્રૌપદી મુર્મુના પક્ષમાં છે.…
કવિ: Halima shaikh
રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને ગતરોજ વડાપ્રધાન મોદીજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સમીક્ષા કર્યા બાદ સીએમ પટેલે વહીવટી વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આવતા આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ માટે કેટલાક મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને જ્યાં ભારે વરસાદ ની સ્થિતિ છે તેવા વિસ્તારમાં મંત્રીઓ જવા રવાના થયા છે. ગુજરાતના ભરૂચ, તાપી, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ અને છોટાઉદેપુર, અમદાવાદ સહિતના જિલ્લામાં ભારે વરસાદને લઈ પુર જેવી સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યમાં ભારે વરસાદને લઈ સરકારે જેતે વિસ્તારમાં 24 મંત્રીઓને અલગ-અલગ જિલ્લાઓમાં પ્રભારી બનાવાયા છે અને પૂરઅસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં પ્રભારી જિલ્લામાં…
દેશમાં મોંઘવારી આંટો લઈ ગઈ છે અને અન્ય જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ સાથે ખાદ્યતેલોમાં પણ ત્રણ ઘણા ભાવો થઈ ગયા બાદ હવે થોડી રકમ ઘટાડવાની સરકાર જાહેરાતોતો કરે છે પણ હકીકતમાં કોઈ ભાવ ઘટતા નથી અને જનતા તેટલાજ મોંઘા ભાવે તેલ ખરીદવા મજબુર છે કારણ કે સરકારની સૂચનાઓ બાદ પણ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો નથી અને તેલ માફિયાઓ સરકારને ગણતા નથી. સરકારે ત્રણ મુખ્ય ખાદ્યતેલ એસોસિએશનોને પત્ર લખીને તાત્કાલિક ભાવ ઘટાડવા અને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગને નિયમિતપણે તેની જાણ કરવા સૂચના આપી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે. આવી…
શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ રસ્તા પર લોકોનું સમર્થન કરી રહેલા પૂર્વ ક્રિકેટર સનથા જયસૂર્યાએ મુશ્કેલ સમયમાં પોતાના દેશની મદદ કરવા બદલ ભારતનો આભાર માન્યો છે. દેશમાં આંદોલનની શરૂઆતની તારીખ એટલે કે 9 જુલાઈને જન દિવસ (જાહેર દિવસ) તરીકે ઓળખવામાં આવશે. તેમણે કહ્યું કે, આ સંકટની શરૂઆતથી જ ભારતે અમારી તરફ મદદનો હાથ લંબાવ્યો છે અને દેશને માનવતાવાદી સહાય પૂરી પાડી રહી છે, જેના માટે અમે તેના આભારી છીએ. દેશની વર્તમાન સ્થિતિ પર પૂર્વ ક્રિકેટરે કહ્યું, આ સંકટમાં ભારતની મહત્વની ભૂમિકા છે. શ્રીલંકાની શેરીઓ અને ગલીઓમાં દેખાવો શરૂઆતથી જ શાંતિપૂર્ણ રહ્યા છે. હું વિરોધીઓની સાથે છું પરંતુ સ્થિર સરકાર બનાવવા માટે વહેલી…
વડોદરા શહેરમાં ચોમાસાનો માહોલ જામતાજ દારૂ પીનારાઓ ગમે ત્યાં પાર્ટી શરૂ કરી દેતા હોય છે ત્યારે ગોત્રી વિસ્તારમાં દિવાળીપુરા ગાર્ડનની સામે જાહેરમાં દારૂની પાર્ટી યોજી દારૂની લિજ્જત માણી રહેલા ચાર યુવાનોને પોલીસે દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે ઝડપી પાડેલા ચાર યુવાનોમાં અંકુર દિલીપભાઈ ભાટુ ( રહે – ખંડેરાવપાર્ક સોસાયટી, ગદાપુરા ), દેવેન્દ્રસિંહ વિનુભાઈ સોલંકી ( રહે – યોગેશ્વરકૃપા સોસાયટી, વાસણા પેટ્રોલપંપની પાછળ ), પરાગ ધર્મેશભાઈ પરમાર ( રહે – શંકરબાગ સોસાયટી, દિવાળીપુરા ) અને કરણ ઇન્દ્રવદનભાઈ ગાંધી ( રહે – નિધિપાર્ક સોસાયટી , દિવાળીપુરા ) નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ ઉપરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની એક બોટલ 4…
જાણીતા પાકિસ્તાની કટારલેખક નુસરત મિર્ઝાએ એક ઈન્ટરવ્યુમાં કબૂલ્યું છે કે તેઓ કોંગ્રેસ શાસન દરમિયાન પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) માટે મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરવા માટે ઘણી વખત ભારત આવ્યા હતા. તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીના કાર્યકાળ દરમિયાન તેમને ઘણી વખત ભારત આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના શાસન દરમિયાન ઘણી વખત ભારતની મુલાકાતે આવેલા નુસરત મિર્ઝાએ કેમેરા સામે કબૂલાત કરી હતી કે તે સતત ISI અધિકારીઓને પ્રવાસની માહિતી આપતો હતો. પાંચ વખત ભારતની મુલાકાત લીધી પત્રકાર અને રાજકીય વિશ્લેષક શકીલ ચૌધરીને આપેલા ઈન્ટરવ્યુમાં કોલમિસ્ટ મિર્ઝાએ આ વાત કહી. નુસરત મિર્ઝાએ કહ્યું કે તેઓ પાંચ વખત ભારતની મુલાકાતે આવ્યા…
સુરત પંથકમાં ભારે વરસાદને કારણે તા.13મી સુધી રેડ એલર્ટ જાહેર કરી લોકોને સલામત પ્રવાસ ખેડવા અથવા ઘર બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો હોય તમામ જળાશયો તરબોળ બન્યા છે અને નદીઓ બંને કાંઠે વહી રહી છે. સુરત તેમજ તાપી જિલ્લામાંઅંદર ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં છે. રસ્તાઓ પર પાણી ફરી વળવાને કારણે અનેક ગામ સંપર્કવિહાણો થયાં છે. સુરત કલેક્ટર દ્વારા 56 ગામના લોકોને શિફ્ટ કરવાઆદેશ જાહેર અપાયા છે. સુરતના ઉમરપાડા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે, એનડીઆરએફની એક ટીમ ઓલપાડ અને એસબીઆરએફની ટીમ વડોદરાથી માંગરોળ ખાતે આવી પહોંચી છે.…
એક તરફ ચોમાસુ શરૂ થયું છે તે સાથેજ હવે મચ્છરો અને પાણીજન્ય રોગોનું પ્રમાણ પણ વધશે પણ સાથેસાથે કોરોનાના કેસ પણ વધી રહયા હોય તંત્ર દ્વારા લોકોને બને તેટલી તકેદારી રાખવા કહેવામાં આવી રહ્યું છે તેવે સમયે ગુજરાતની વાત કરવામાં આવેતો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 511 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં 185થી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે 426 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો આ આંકડો 4200ને પાર પહોંચી ગયો છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.78 ટકા થયો છે. જ્યારે સતત સાતમા દિવસે રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. એક્ટિવ કેસની…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઝારખંડના દેવઘર જિલ્લામાં એરપોર્ટ સહિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી ત્યાં અન્ય અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. દેવઘરમાં આવેલા 12 જ્યોતિર્લિંગોમાંનું એક ભગવાન ભોલેનાથનું મુખ્ય મંદિર છે જ્યાં પીએમ મોદી બાબા વૈદ્યનાથ ધામમાં દર્શન અને પૂજા અર્ચના કરશે. આ સિવાય પીએમ મોદી 11.5 કિલોમીટરના રોડ શોમાં પણ ભાગ લેશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે વડાપ્રધાનની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન ઝારખંડમાં 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ સાથે 401 કરોડના ખર્ચે બનેલા 657 એકરમાં ફેલાયેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.
મહેસાણા પાસેના કડીમાં ભાજપના કાઉન્સિલર કલ્પેશ નાયકે ઘરમાં જુગારધામ ચાલુ કર્યું હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી 18 જુગારીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ રૂ.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વિગતો મુજબ કડી ટાઉનના નવાપુરા ખાતે રહેતા ભાજપના નગરસેવક કલ્પેશ નાયક ઉર્ફે કપ્પુના ઘરમાં જુગારધામ ચાલતું હોવાની એસઓજીના હેડ કોન્સ્ટેબલ દિલીપ ચૌધરીને મળેલી ખાનગી બાતમી આધારે પીઆઇ ભાવેશ રાઠોડ અને પીએસઆઇ વિનોદસિંહ રાઠોડની ટીમે મકાનને ચારે તરફથી ઘેરી લઈ જુગારધામ ઉપર રેડ કરતા 18 જુગારીઓ જુગાર રમતા હોવાના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી રૂ.25 હજાર રોકડા, બે ગાડી સહિત રૂ.13 લાખના મુદ્દામાલ સાથે તમામ જુગારીઓની ધરપકડ કરી…