કોલકાતાના ‘ગે’ પુરુષ મિત્રોએ બંગાળી રિવાજથી હિન્દૂ રીત રિવાજ થી પરિવારજનોની હાજરીમાં લગ્ન કરી લીધા છે, તેમના લગ્નના સમારોહમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. અભિષેક રે અને ચૈતન્ય શર્મા બન્ને ગે મિત્રો હતા અને એકબીજાને I LOVE YOU કહેતા રહેતા હતા તેઓ વચ્ચે પ્રેમ થઇ ગયો અને એકબીજા વગર રહી શકતા ન હતા તેઓએ આખરે લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું અને આખરે એ દિવસ આવી ગયો અને લગ્ન કરી લીધા,તેઓએ લગ્ન સમારોહમાં ‘આઈ ડુ’ કહ્યું અને ત્યારબાદ તેઓના લગ્નની ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ચૈતન્યએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લગ્નની ઘણી ફોટોસ પણ શેર કરી…
કવિ: Halima shaikh
છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથામાજી કોંગ્રેસ પ્રમુખ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ જતા અહીં કોંગ્રેસનું અચ્યુતમ થઈ ગયું છે. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉમેશ શાહ અને માજી પ્રમુખ યશપાલસિંહ ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ જતા કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડયું છે. વિધાનસભાની ચુંટણી અગાઉ ભાજપે અહીં મોટું ગાબડું પાડ્યું છે.જેમાં 300થી વધુ કાર્યકરો સાથે આ કોંગ્રેસના મુખ્ય આગેવાનોજ ભાજપમાં જોડાઈ જતા અહીં કોંગ્રેસનું અચ્યુતમ થઈ ગયુ છે. ભાજપે ચૂંટણી અગાઉજ બાજી મારી લીધી છે જેમાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉમેશ શાહ તેમજ તેમના ભાઈ ભાભી અને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ યશપાલસિંહ ઠાકોર અને આશ્રમશાળાના ક્ષેત્રે જિલ્લામાં મોટું નામ ધરાવતા…
ભારતની અસ્સલ સંસ્કૃતિ ભુલાઈ ગઈ છે અને સ્વતંત્રતા બાદ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પશ્ચિમી પ્રભાવ વધતા આપણી સંસ્કૃતિ હવે ખતમ થવાના આરે છે ત્યારે તેને બચાવવા આઝાદી બાદ પ્રથમવાર પ્રયાસ કરવામાં આવ્યો છે. આપણા પ્રાચીન વેદો,મહત્ત્વપૂર્ણ પરંપરાઓ અને ગ્રંથો જેમ કે વેદ, રામાયણ, મહાભારત અને અન્યોને સંસ્થાનવાદી વહીવટકર્તાઓ દ્વારા દંતકથાઓ અથવા પૌરાણિક કથાઓ તરીકે દર્શાવી ઐતિહાસિક મહત્ત્વને રદ કરવામાં આવ્યા હતા તેને ફરી આજની પેઢીને વાકેફ કરવા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝનો અભ્યાસ કરાવાશે. યુનિવર્સિટીની સિન્ડિકેટ દ્વારા બી.એ. અને એમ.એ. હિન્દુ સ્ટડીઝના અભ્યાસક્રમને મંજૂરી આપી છે. ત્રણ વર્ષનો સ્નાતક અભ્યાસક્રમ હિન્દુ સંસ્કૃતિનું મૂળભૂત જ્ઞાન આપશે અને વર્તમાન સંદર્ભમાં હિન્દુ મૂલ્યોની…
18 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં નૂપુર શર્મા પ્રકરણમાં સરકારને અને વિપક્ષ ઘેરશે. નૂપુર કેસમાં સુપ્રીમ કોર્ટની બે સભ્યોની બેન્ચની કડક ટિપ્પણી પણ સત્રમાં મુદ્દો બનશે. આ મામલે બંને પક્ષોએ સવાલો ઉભા કર્યા છે. શાસક પક્ષના સભ્ય વતી સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર સરકારનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. આ સિવાય કેટલાક સભ્યોએ નુપુરની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બે સભ્યોની બેંચના અવલોકનો પર કાયદા મંત્રાલય સાથે જોડાયેલા પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમ કોર્ટના અવલોકનો છતાં તેની ધરપકડ ન કરવા અંગે નુપુરની ટિપ્પણી અંગે પ્રશ્નો પૂછ્યા છે. સોમવાર સુધી માત્ર લોકસભામાં જ સરકાર…
પેટ્રોલ અને ડીઝલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે. નાણા મંત્રાલયે મંગળવારે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે 12 લિટર પેટ્રોલ પર 12 લિટર એક્સાઇઝ ડ્યૂટી વસૂલવામાં આવશે નહીં જેમાં 12 થી 15 ટકા અને ડીઝલમાં 20 ટકા ઇથેનોલની ભેળસેળ કરવામાં આવી હોય. મતલબ કે 100 લિટર પેટ્રોલમાં 12 લિટર ઇથેનોલ ભેળવવામાં આવે તો તેના પર એક્સાઇઝ ડ્યૂટી લાગશે નહીં. જ્યારે 88 લિટર પર ડ્યૂટી લગાવવામાં આવશે. આ સાથે 1 ઓક્ટોબરથી પેટ્રોલ અને ડીઝલ પર પણ ગ્રીન ટેક્સ લાગુ નહીં થાય. તેનાથી કંપનીઓ પર ટેક્સનો બોજ ઓછો થશે. સાથે સાથે ઓપેક (OPEC) અને રશિયા સાથે બીજા દેશોએ જુલાઈ- ઓગસ્ટથી કાચા તેલનો…
ખાદ્ય તેલની છૂટક કિંમતો ઘટાડવા માટે ખાદ્ય મંત્રાલયે આજે બુધવારે તેલ કંપનીઓની બેઠક બોલાવી છે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું કે, વૈશ્વિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો હોવાછતાં ગ્રાહકોને લાભ મળી રહ્યો નથી ત્યારે આજે મળનારી મીટિંગમાં કંપનીઓને ભાવ ઘટાડાના લાભો ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કહેવામાં આવશે. અહીં, મહેસૂલ સચિવ તરુણ બજાજે જણાવ્યું હતું કે GST હેઠળ મુક્તિ પ્રાપ્ત ઉત્પાદનોની સંખ્યામાં ઘટાડો કરવાની જરૂર છે. સેવા ક્ષેત્ર માટે આ જરૂરી છે. કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, સરકારનો પ્રયાસ બે-ત્રણ વર્ષમાં GST સિસ્ટમમાં રહેલી ત્રુટીઓને દૂર કરવાનો છે. મંત્રીઓનું જૂથ દરોને તર્કસંગત બનાવવામાં વ્યસ્ત છે. સીઆઈઆઈના…
સીએમ બન્યા બાદ એકનાથ શિંદે પહેલીવાર થાણે પહોંચ્યા હતા. અહીં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે, હું અતિશયોક્તિ કરતો નથી. હું કામ કરવામાં માનુ છું. રાજ્યમાં પરિવર્તન આવશે. તેમણે કહ્યું, “જો એક વાર વચન આપ્યુ તે પૂરું ન થાય ત્યાં સુધી હું મારી વાત પણ સાંભળતો નથી.” આ ડાયલોગ સલમાનખાન નો છે કે ‘ ‘એકબાર જો મેને કમિટમેન્ટ કર દિ તો બાદમે મેં ખુદકી ભી નહિ સુનતા…’ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ અને મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ સીએમ એકનાથ શિંદે સોમવારે તેમના વતન થાણે પહોંચ્યા હતા. સોમવારે રાત્રે થાણેમાં એક જાહેર સભાને સંબોધતા શિંદેએ કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર હુમલાના 131મા દિવસે લાઈવ ટેલિકાસ્ટમાં જાહેરાત કરી કે રશિયાએ પૂર્વી યુક્રેનના લુહાન્સ્ક પ્રાંત પર કબ્જો કરી વિજય મેળવી લીધો છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે, પશ્ચિમી દેશો પાસેથી મળેલા હથિયારોની મદદથી અમે રશિયન દળોના કબજામાંથી તેણે જીતેલો ભાગ પરત મેળવી લઈશું,યુક્રેનની દરેક ઈંચ જમીન પરત લઈ લઈશું. શરૂઆતમાં, યુક્રેનને જીતવું એ રશિયાને સામાન્ય લાગતું હતું. નાટોએ એમ પણ કહ્યું કે રશિયા થોડા કલાકોમાં આખા યુક્રેન પર કબજો કરી લેશે પરંતુ એવું થયું નથી અને ગત તા. 24 ફેબ્રુઆરીએ શરૂ થયેલા યુદ્ધને ચાર મહિનાથી વધુ સમય થઈ ગયો હોવાછતાં રશિયા યુક્રેન ઉપર…
આજે દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ તેમજ કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે,સાથેજ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે રાજ્યમાં વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં તેજ પવનો સાથે અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત થઈ છે. છોટાઉદેપુરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગાહી મુજબ 6,7,8 જુલાઈ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠામાં મહીસાગર દાહોદમાં ભારે થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 અને 9 જુલાઈ અતિ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત વરસાદની સંભાવના છે. અમદાવાદમાં દક્ષિણ…
પયગંબર વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી મામલે થયેલા નૂપુર શર્મા કેસને લઈને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કરેલી ટિપ્પણીઓને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. આજે મંગળવારે દેશના 15 નિવૃત્ત ન્યાયાધીશો, 77 અમલદારો અને 25 ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓએ એક ખુલ્લો પત્ર લખીને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની ટિપ્પણીઓને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયતંત્રના ઈતિહાસમાં આવા અપમાનજનક નિવેદનની કોઈ મિસાલ નથી. આ ખુલ્લો પત્ર જમ્મુ ખાતે માનવ અધિકાર અને સામાજિક ન્યાય ફોરમ, J&K અને લદ્દાખ દ્વારા લખવામાં આવ્યો છે. તેમાં માંગણી કરવામાં આવી છે કે જસ્ટિસ સૂર્યકાન્ત નિવૃત્ત થાય ત્યાં સુધી તેમને સુપ્રીમ કોર્ટના રોસ્ટરમાંથી હટાવવા જોઈએ. તેમને…