સુરતના ખજોદ ગામમાં ડાયમંડ બુર્સનો મહાકાય પ્રોજેક્ટ સાકાર થતાજ ગામમાં મુસીબતો પણ વધી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. 4200 ઓફિસ ધરાવતા ડાયમંડ બુર્સમાં રાજ્ય બહારના હીરા એકમોની પણ ઓફિસ શરૂ થશે અને કરોડોનો વેપાર પણ થશે પણ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે આ પ્રોજેક્ટ બન્યો છે તે ગામાના ઘણા લોકોએ રોજીરોટી ગુમાવવી પડી છે. પશુ પાલકો અને ખેડૂતોએ બીજી આજીવિકા શોધવાનો વારો આવ્યો છે. હવે થોડોજ વરસાદ પડતાં વરસાદી પાણી ગામમાં ભરાવા લાગ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અગાઉ એક સમય એવો હતો કે અહીં પૂરના પાણી પણ ગામમાં આવતા ન હતા પણ હવે તોતિંગ ડાયમંડ બુર્સ…
કવિ: Halima shaikh
અયોધ્યામાં રામ મંદિર માટે અત્યાર સુધી થયેલા સંઘર્ષની વાત અને ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણમાં ધર્મગુરુઓ, રાજકારણીઓથી લઈને સામાન્ય માનવીના સંઘર્ષ અને બલિદાનની વાર્તા સ્ક્રીન પર બતાવવામાં આવશે. હાલ શ્રીરામ મંદિર આંદોલન પર એક ડોક્યુમેન્ટ્રી બનાવવાની તૈયારી ચાલી રહી છે, જેના દ્વારા આ સમગ્ર આંદોલનને લોકો સુધી પહોંચાડવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં આ ચળવળનો દરેક મહત્વનો એપિસોડ બતાવવામાં આવશે, જેના દ્વારા આ સંઘર્ષની કહાની આપણી આવનારી પેઢીને સરળતાથી મળી શકશે. એટલું જ નહીં ડોક્યુમેન્ટરી ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હશે. મળતી માહિતી મુજબ, આ ડોક્યુમેન્ટ્રીમાં વર્ષ 1528થી લઈને અત્યાર સુધી રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલી તમામ…
દેશમાં ભારે વરસાદની આગાહી થઈ છે અને દિલ્હીમાં આજે મંગળવારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, મુંબઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હાલ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ થઈ ગયો છે પરિણામે સર્વત્ર જળબંબાકાર થઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં ભારે વરસાદના કારણે ટ્રાન્સપોર્ટ અને બસ તેમજ લોકલ ટ્રેનસેવા પ્રભાવિત થઈ છે. દરમિયાન બપોરે 4 વાગે હાઈટાઈડનું એલર્ટ છે. BMC અને પ્રશાસને લોકોને દરિયાથી દૂર રહેવાની અપીલ કરી છે. હાઈટાઈડ દરમિયાન 4થી 6 મીટર ઉંચી લહેરો આવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ચાર દિવસ દેશના…
ડોક્યુમેન્ટ્રી ‘કાલી’ના વાંધાજનક પોસ્ટરનો વિવાદ વધી રહ્યો છે. એક તરફ જ્યાં ઉત્તર પ્રદેશમાં નિર્માતાઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તે જ સમયે, સમાચાર આવી રહ્યા છે કે દિલ્હી પોલીસે નિર્માતાઓ વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ FIR પણ નોંધી છે. તમને જણાવી દઈએ કે ડોક્યુમેન્ટ્રી ‘કાલી’ના પોસ્ટરમાં માતા કાલી બનેલી અભિનેત્રીના એક હાથમાં સિગારેટ અને બીજા હાથમાં LGBTQ ફ્લેગ છે. દેવીના આ રૂપને જોઈને દરેક વ્યક્તિ દંગ રહી જાય છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ નિર્માતાઓ પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે. ANI અનુસાર, યુપી પોલીસે હિંદુ દેવી-દેવતાઓના અપમાનજનક ચિત્રણ માટે ફિલ્મ ‘કાલી’ની નિર્માતા…
રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે,ઉત્તર ઓડિશામાં લો-પ્રેશર સક્રિય થવાના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોન્સૂન ટ્રફની સ્થિતિ ઉદ્દભવતા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી થઈ છે. હવામાન વિભાગ દ્વારા પાંચથી સાત જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને આગાહી આપી છે. હાલ પશ્ચિમ બંગાળમાં એક લો પ્રેશર બન્યું હોવાથી એની અસર ગુજરાત પર જોવા મળશે. 7 જુલાઈ અને 8 જુલાઈના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. હાલ પશ્ચિમ બંગાળમાં એક લૉ પ્રેશર બન્યું છે. આ લૉ પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે. છઠ્ઠી જુલાઈથી…
આજકાલ ગર્લફ્રેન્ડ સાથે ડેટ ઉપર જવું અને ખાવુ પીવું અને સેક્સ માણવું સામાન્ય થઈ ગયું છે ત્યારે નાગપુરના સાવનેર શહેરમાં ગર્લફ્રેન્ડ સાથે લોજમાં સેક્સ કરવા ગયેલા એક 25 વર્ષના યુવકનું મોત થઈ ગયુ છે,મૃતકના ખિસ્સામાંથી સ્ટેમિના વધારતી ગોળીઓનો સ્ટોક મળી આવ્યો હતો. યુવકનું નામ અજય પરતેકી હોવાનું જાણવા મળ્યું છે જે સ્ટેમિના વધારતી ગોળીઓના ઓવરડોઝથી મૃત્યુ પામ્યો હોવાનું જણાયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર યુવકના ખિસ્સામાંથી સ્ટેમિના વધારતી ગોળી મળી આવી હતી. અજય અને તેની ગર્લફ્રેન્ડ ગઈ કાલે સાંજે સાવનેરમાં એક લોજમાં ગયા હતા. જ્યાંઅજય અચાનક બેહોશ થઈ જતા તેની ગર્લફ્રેન્ડે આ અંગે લોજમાં કામ કરતા લોકોને જાણ કરી અને અજયના…
કોંગ્રેસ પાર્ટીની ફરિયાદ પર છત્તીસગઢ પોલીસ ઝી ન્યૂઝના એન્કર અને પત્રકાર રોહિત રંજનની ધરપકડ કરવા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના ઈન્દિરાપુરમ પહોંચી છે. પોતાને મુશ્કેલીમાં જોઈને એન્કરે યોગી સરકાર અને સ્થાનિક પ્રશાસનને મદદની અપીલ કરી છે. રોહિત પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ છે. તેની સામે છત્તીસગઢમાં પણ કેસ નોંધાયેલ છે. રોહિત રંજને ટ્વીટ કરીને યુપીના સીએમ યોગી આદિત્યનાથ, એસએસપી ગાઝિયાબાદ અને એડીજી ઝોન લખનઉ પાસે મદદ માંગી છે. રોહિત રંજને મંગળવારે સવારે 6.16 વાગ્યે ટ્વિટ કરીને લખ્યું કે છત્તીસગઢ પોલીસ સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના મારી ધરપકડ કરવા મારા ઘરની બહાર ઊભી છે. શું આ…
દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 13 હજારથી વધુ નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ દરમિયાન 19 લોકોના મોત થયા હતા. આસામમાં 14 ફેબ્રુઆરી પછી એક જ દિવસમાં સૌથી વધુ 161 કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જારી કરાયેલા આંકડા અનુસાર દેશમાં હવે 1,14,475 સક્રિય કેસ છે. દૈનિક ચેપનો દર ઘટીને 2.90 ટકા પર આવી ગયો છે. સોમવારની તુલનામાં નવા કેસોમાં તીવ્ર ઘટાડો થયો છે. સોમવારે છેલ્લા 24 કલાકમાં 16,135 નવા કોરોના કેસ નોંધાયા હતા, જ્યારે મંગળવારે 13,085 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસોમાં વધારો થવાની પ્રક્રિયા ચાલી રહી છે. રવિવારે 16,103 નવા કેસ મળી…
આજકાલ સુંદર દેખાવા માટે સ્ત્રી અને પુરુષ બન્નેમાં હોડ જામી છે અને મોંઘા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરી રહયા છે પણ આપને જાણીને નવાઈ લાગશે કે આ પ્રસાધનો બનાવવા સેંકડો જીવોની હત્યા કરવામાં આવે છે જોકે, મેકઅપ પ્રોડક્ટ્સ દરેકની ત્વચાને સૂટ નથી કરતી. જો તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ત્વચાની એલર્જી, ખંજવાળ, સોજો, ખીલ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ક્યારેક સૌંદર્ય પ્રસાધનોથી પણ ઉલ્ટી, માથાનો દુખાવો, બીપી કે નર્વસનેસ થઈ શકે છે. પરંતુ મોટાભાગના બ્યુટી પાર્લરોમાં કે બજારમાં વેચાતી મોંઘી સૌંદર્ય પ્રોડક્ટ બનાવવા અસંખ્ય જીવોની હત્યા કરવામાં આવે છે. આજે અમે આ લેખમાં તે વિશે જણાવવા જઇ…
અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં સુએઝ ફાર્મમાં ખુલ્લી પ્લોટમાં ઘરેલું ગેસના બાટલામાંથી ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસના બાટલામાં ગેસ ભરી વેચવાના કૌભાંડનો મોટો ખુલાસો થતા આ પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે અને કેટલાક સવાલો ઉભા કર્યા છે. દાણીલીમડા પોલીસ હદ વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા કૌભાંડ અંગે પોલીસ શુ અંધારામાં હતી ? અને છેલ્લા ચાર મહિનાથી આ કૌભાંડ ચાલતું હોવાછતાં કોઈને જાણજ ન થઈ અને આખરે આ ગેરકાયદે ધંધા મામલે ડીસીપીની સ્કોવડને બાતમી મળતા દાણીલીમડા પોલીસને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા અને મહત્વની વાત એ હતી કે જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે આ શખ્સો ગેસ ટ્રાંસફરનું કામ કરતા હોવાનું જણાયું હતું,મતલબ…