કવિ: Halima shaikh

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તાજેતરમાં ત્રણ નવા પ્રી-પેડ પ્લાન લૉન્ચ કર્યા બાદ કંપનીએ તેના ઘણા પ્રી-પેડ પ્લાનને એકસાથે મોંઘા કરી દીધા છે, ટેલિકોમટૉકે સૌથી પહેલા આ જાણકારી આપી છે. BSNLના 99 રૂપિયાના પ્રી-પેડ પ્લાનમાં પહેલા અમર્યાદિત કોલિંગની સાથે 22 દિવસની વેલિડિટી મળતી હતી પરંતુ હવે આ પ્લાનની વેલિડિટી 18 દિવસની થઈ ગઈ છે એટલે કે તમે વેલિડિટીના સંદર્ભમાં 4 દિવસ ગુમાવશો. અન્ય તમામ સુવિધાઓ પહેલાની જેમ જ મળતી રહેશે. BSNLના 118 રૂપિયાના પ્લાનમાં દરરોજ 500 MB ડેટા મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ પણ ઉપલબ્ધ છે. હવે નવા ફેરફારમાં આ પ્લાનની વેલિડિટી 20 દિવસની થઈ ગઈ છે, જે…

Read More

RJDના પ્રમુખ લાલુ યાદવ બેભાન થઈ જતા તેઓને આજે વહેલી સવારે ચાર વાગ્યે પટના પારસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે,લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવ પોતેજ ગાડી ચલાવીને લાલુને હોસ્પિટલ લઇ ગયા હતા. મહત્વનું છે કે લાલુ યાદવ ગતરોજ રવિવારે સાંજે પોતાના ઘરની સીડીઓ પરથી પડી જતા તેમના ખભાનું હાડકું તૂટી જતા ઘરે જ તેમના ફેમિલી ડૉકટર દ્વારા સારવાર ચાલુ હતી. દરમિયાન વહેલી સવારે તેઓની તબિયત વધુ બગડી હતી અને તરતજ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં હાલ સારવાર ચાલુ હોવાનું સૂત્રો જણાવી રહયા છે.

Read More

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા ફરી માસ્ક અને કોરોનાના નિયમો પાળવા અપીલ કરવામાં આવી રહી છે. ભાવનગર શહેરમાં પણ દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહયા છે અને કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યાનો આંકડો ફરી 100 ઉપર પહોંચ્યો છે જે પૈકી 96 દર્દીઓ હોમ આઇસોલેટ કરાયા છે. ભાવનગર શહેરમાં કુલ 13 અને ગ્રામ્ય કક્ષાએ નવા બે મળીને આજે એકજ દિવસમાં કુલ 15 પોઝિટિવ નવા કેસ મળતા તંત્રમાં ચિંતા પ્રસરી છે. આ કેસ ભાવનગરના જે વિસ્તારમાંથી નોંધાયા છે તેમાં રબ્બર સોસાયટી, સુભાષનગર ખાતે 27 વર્ષયી યુવાન, ઉદયલક્ષ્મી, તિલકનગર કેકે એવન્યૂ પાસે 25 વર્ષીય યુવતી, પ્રભુદાસ તળાવ વિસ્તારમાં 38…

Read More

રાજ્યમાં આગામી પાંચ દિવસ મુશળધાર વરસાદની પડવાનીઆગાહી થઈ છે,રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાનું ચાલુ છે,છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે પણ હજુપણ ઘણા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો નથી. દરમિયાન આગામી 6 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે તેમજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી છે.. 7 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે તથા વલસાડ તથા નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી છે. 8 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી,…

Read More

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 12લોકોના મોત થયાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બસમાં ફસાયેલાઓનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, કુલ્લુ જિલ્લાના જંગલા ગામથી લગભગ 200 મીટર દૂર ખાનગી બસ પડી છે. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા. જેમાં એક વિદ્યાર્થીની પણ છે. ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. ઈજાગ્રસ્તોમાં બસના ડ્રાઈવર અને ઓપરેટર ઉપરાંત એક મુસાફરનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતદેહો બસની અંદર ફસાયેલા છે. આ અકસ્માત આજે સોમવારે સવારે 8.45 વાગ્યે થયો હતો. બસ શનશરથી ઓટ જઈ…

Read More

સુરતમાં સસ્પેન્ડ થઇ ગયા હોવાછતાં પોલીસકર્મીએ રોડ ઉપર પોલીસનું પાટિયું મારેલી કાર ઉભી કરી દઈ ઉઘરાણુ ચાલુ રાખ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સસ્પેન્ડ થઈ ગયેલા પોલીસકર્મી પ્રકાશ પાટીલે વેપારીને રસ્તામાં અટકાવી કાર ડિટેઇન કરી લેવાની ધમકી આપી 9 હજાર રૂપિયા પડાવતા વેપારીએ પુણા પોલીસમાં ખંડણીનો ગુનો નોંધાવ્યો હતો. સસ્પેન્ડ થયેલા પોલીસકર્મી પ્રકાશ પાટીલની સામે વધુ એક ખંડણીનો ગુનો પુણા પોલીસમાં દાખલ થયો છે. સામાન લઈને જતા વેપારીને રસ્તામાં અટકાવી પોલીસકર્મીએ કાર ડિટેઇન કરી લેવાની ધમકી આપી 9 હજાર પડાવતા પૂણા પોલીસે સીસીટીવી કેમેરા આધારે કારનો નંબર મેળવી ગણતરીના કલાકોમાં જ તોડબાજ હેડ.કોન્સ્ટેબ્લ.પ્રકાશ રોહિતદાસ પાટીલ(35)(રહે,હીરાનગર સોસા,પર્વતપાટિયા)ને પકડી પાડી કાર કબજે…

Read More

રાજ્યમાં અગાઉ અલકાયદા દ્વારા આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે ત્યારે પોલીસે કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાયતો તરત જાણ કરવા આપેલી સૂચનાઓ વચ્ચે ડેસર તાલુકાના જાંબુગોરલ, મેરાકુવા, વાલાવાવ, દાજીપુરા, બારીયાના મુવાડા સહિતના ગામોમાં મોડી રાત્રે 7થી 8 જેટલા ડ્રોન ઉડતા જોવા મળતા ગ્રામજનોમાં ગભરાટ જોવા મળ્યો હતો. મેરાકુવા સરપંચ ગણપતભાઈ પરમારે રાત્રે 7થી 8 જેટલા શંકાસ્પદ ડ્રોન ગામ ઉપર વારંવાર ચક્કર મારતા જોવા મળતા તેઓએ તલાટી કમ મંત્રી રાજેશ પટેલને જાણ કરી હતી. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં દહેશત ફેલાઈ હતી. તલાટીએ ડેસર મામલતદાર ભરત પારેખને આ બાબતે જાણ કરી હતી. તેઓએ ડેસર પોલીસ મથકના પી.એસ.આઇ એસ. કે. ચારેલને પણ માહિતગાર કર્યા…

Read More

રાજકોટમા 4 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બનતા ભારે ચકચાર ફેલાઈ છે, પોલીસે બળાત્કારી કિશોરની ધરપકડ કરી લીધી છે. વિગતો મુજબ રાજકોટના શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મજૂરી કામ કરતા પરિવારની 4 વર્ષની માસુમ બાળકી પર સગીર વયના કિશોરે ટીવી જોવા બહાને કારખાનામાં આવેલ ઓરડીમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું બાળકી સાથે દુષ્કર્મ થયાની જાણ થતાં બાળકીનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને ભોગ બનનાર બાળકીને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાદમાં પરિવારે શાપર પોલીસ મથકમાં દુષ્કર્મ આચરનાર સગીર વયના કિશોર વિરુદ્ધ શાપર પોલીસ સ્ટેશનમાં નોંધવતા પોલીસે સગીર આરોપીની અટકાયત કરી છે. અને તેનો મેડિકલ ચેકઅપ કરાવવાની પ્રક્રિયા હાથ…

Read More

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આજે વિધાનસભામાં બહુમત પરીક્ષણ પણ છે. દરમિયાન શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’માં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી પર પ્રહાર કર્યા છે. જેમાં લખ્યું છે કે, ‘આપણા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી મહારાષ્ટ્રમાં સરકાર બદલવાથી સૌથી વધુ ખુશ છે. લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના કરવામાં આવી છે. એકનાથ શિંદેએ મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આજે વિધાનસભામાં બહુમત પરીક્ષણ પણ છે. દરમિયાન શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’માં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી પર પ્રહાર કર્યા છે. સામનામાં શિવસેનાએ એનસીપી ચીફ શરદ પવારને ટાંકતા…

Read More

દેશમાં બનતી ઘટનાઓ કે કોઈપણ સ્થિતિ માટે કે પછી દેશહીતની વાત હોયતો પણ વડાપ્રધાન મોદીને જવાબદાર ઠેરવી તેઓને કોંગ્રેસ દ્વારા વારંવાર ટાર્ગેટ કરવામાં આવી રહયા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે જાણે કોંગ્રેસને ‘મોદી ફોબિયા’ થઈ ગયો છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદની મુલાકાત દરમિયાન વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા આ મુજબ જણાવ્યુ હતુ. તેઓએ ઉમેર્યુ કે ગાંધી પરિવાર’ ડરના કારણે પ્રમુખ પદની પસંદગી પણ કરતું નથી. કોંગ્રેસને ‘મોદી ફોબિયા’ થઈ ગયો છે. તેઓ દેશહિતમાં દરેક નિર્ણયનો વિરોધ કરે છે, હતાશા અને નિરાશામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસ કેન્દ્ર સરકારની દરેક કલ્યાણકારી યોજનાઓનો વિરોધ કરે છે, પછી તે સર્જિકલ સ્ટ્રાઈક…

Read More