મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ બાદ આજે ફ્લોર ટેસ્ટ દરમિયાન ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ફ્લોર ટેસ્ટ પહેલા રાજ્યના રાજકારણમાં મેરેથોન બેઠકો યોજાઈ હતી. સીએમ એકનાથ શિંદેએ શિવસેનાના 39 ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવારે પણ મહત્વની બેઠક યોજી છે. ફ્લોર ટેસ્ટની વાત કરીએ તો રાજ્યના દરેક મોટા રાજકીય જૂથો રણનીતિ નક્કી કરવામાં વ્યસ્ત છે. દરમિયાન એકનાથ શિંદે-ભાજપ સરકારના નિર્ણાયક વિશ્વાસ મતના એક દિવસ પહેલાઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો લાગ્યો હતો. રવિવારે રાત્રે મહારાષ્ટ્ર વિધાનસભાના નવનિયુક્ત સ્પીકરે શિવસેનાના ધારાસભ્ય અજય ચૌધરીને વિધાનસભા પક્ષના નેતાના પદ પરથી હટાવી દીધા હતા.…
કવિ: Halima shaikh
પાવાગઢ ખાતે માં કાલિકાના દર્શન માટે મોટી સંખ્યામાંભાવિકો ઉમટ્યા છે અહીં ચોમાસામાં હિલ સ્ટેશન જેવો માહોલ અને માં ના દર્શન સાથે ભાવિકો આહલાદક ખુશીનો અનુભવ કરી રહયા છે. પાવાગઢમાં માં કાલિકાના દર્શન કરવા સેંકડો ભાવિકો ઉમટ્યા છે અહીં માં કાળકાના સાનિધ્યમાં ભક્તો હિલ સ્ટેશનનો આહલાદક અનુભવ કરી રહયા છે. માં મહાકાળી માતાના દર્શને અંદાજે 2 લાખ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે,ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે આહલાદક દ્રશ્યો જોવા મળી રહયા છે. ગુજરાત સહિત રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજી ના દર્શન માટે આવી રહયા છે. દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તેમાટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, દર્શન માટે આવનાર ભક્તોની…
રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કોઈ અમલ થતો નથી અને ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલતો રહે છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં પોલીસની પણ મિલીભગત જોવા મળતી હોય છે તેવે સમયે દારૂ પકડાવવાની ઘટનાને અઢી વર્ષ વીતી ગયા બાદ અચાનક સુરત જિલ્લા પોલીસ વડાએ પલસાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈને સસ્પેન્ડ કરી દેતા આ ઘટનાએ પોલીસબેડામાં ભારે ચકચાર જગાવી છે. વિગતો મુજબ વર્ષ 2019માં સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સાંકી ગામની સીમમાં આર.આર.સેલની ટીમે 4 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, દારૂ પકડાવવાની આ ઘટનાને અઢી વર્ષનો સમય નીકળી ગયા બાદ અચાનક સુરત જિલ્લા પોલીસ વડાએ પલસાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.એ.આઈ બી.બી.પરધને…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે તેઓ પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિજિટલ ઈન્ડિયા વિકના કાર્યકમમાં હાજરી આપી ડિજિટલ ઈન્ડિયા વિકના કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. સાથેજ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં બ્રોડ બેન્ડ પહોંચાડવાના આશ્રય સાથે ડિજિટલ ઇન્ડિયાનો પ્રારંભ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ PM મોદી બપોરે 3 કલાકે અમદાવાદ પહોંચશે, ત્યારબાદ તેઓઅમદાવાદ એરપોર્ટથી રાજભવન જશે,જ્યાં 4 વાગ્યા સુધી રાજભવન ખાતે રોકાણ કર્યા બાદ 4.30 કલાકે PM મોદી મહાત્મા મંદિર ખાતે પહોંચશે જ્યાં તેઓ ડિઝિટલ ભારત સપ્તાહનો પ્રારંભ કરાવશે ત્યારબાદ વડાપ્રધાન મોદી સાંજે 6 કલાકે અમદાવાદથી દિલ્લી જવા રવાના થશે અત્રે નોંધનીય છે કે ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ની ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર…
ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પેપર ફોડનારાઓએ રાજ્ય છોડવુજ પડશે,જો આ પેપર ફોડનારા ગુજરાત છોડી ભાજપ શાસિત રાજ્યમાં પણ જતા રહેશે તો પણ અમે તેમને છોડીશું નહીંઅને ત્યાંથી પણ પકડી તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં કોંગ્રેસ પાછી પાની નહિ કરે તેવો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે હૂંકાર કર્યો હતો. કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે ઉમેર્યું હતું કે, બેરોજગારી, પેપરલીક અને ડ્રગ્સના દૂષણ સામે અમે બમણી તાકાતથી અવાજ ઉઠાવીશું અને યુવાનોને થતા અન્યાય સામે આંદોલન ચલાવીશું. ગુજરાતમાં પેપર લીક કૌભાંડ મામલે તેઓએ જણાવ્યું કે એક પછી એક14 પેપરો ફુટ્યા છે જે જગજાહેર હોવા છતા કશૂરવારો સામે પગલાં ભરવામાં આવ્યા નથી. પેપરકાંડ…
વડોદરા માં પાદરા ભાજપના ઉપપ્રમુખ અપૂર્વ પટેલે મેપલ વિલા, મેપલ મેડોઝ અને મેપલ સિગ્નેચરમાં લોકો સાથે છેતરપિંડી કર્યા બાદ મામલો હાલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે ત્યારે હવે ભાજપના પૂર્વ હોદ્દેદાર બિલ્ડર દર્પણ શાહ સામે પણ બે ડુપ્લેક્સ વેચી દસ્તાવેજો નહિ આપતા હોવા ઉપરાંત ધમકી આપતા હોવાની ફરિયાદ થતા ભાજપનું નામ વડોદરામાં ખરાબ થઇ રહ્યું છે. વિગતો મુજબ ડભોઈ-વાઘોડિયા રોડ પર સુખધામ રેસિડન્સી સ્કીમમાં બે ભાઈઓએ રૂા.1.01 કરોડમાં બે ડુપ્લેક્સ બુક કર્યા બાદ ક્રિશ રિઅલ્ટીના ભાગીદાર અને ભાજપના પૂર્વે હોદ્દેદાર દર્પણ શાહ અને તેમના બનેવી હિરેન બક્ષીએ દસ્તાવેજ, બાનાખત તેમજ કોર્પોરેશનનું પાણીનું કનેક્શન ન આપી છેતરપિંડી કરતાં પેઢીના 7 વિરુદ્ધ ક્રાઈમ…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદ એરપોર્ટ પર મીડિયાને સંબોધતા જણાવ્યું કે, દિલ્હીમાં વીજળી મફતમાં મળે છે અને તે 24 કલાક ઉપલબ્ધ છે, જો આપણે દિલ્હીમાં મફત વીજળી આપી શકીએ તો ગુજરાતમાં પણ આપી શકીયે છીએ. પંજાબમાં પણ 1 જુલાઈથી વીજળી મફત થઈ ગઈ છે. દિલ્હી મોડલ જોવા આવેલા ગુજરાતમાંથી બીજેપી ડેલીગેશન ને દિલ્હી મોડલના કોઈ કામમાં કોઈ ખામી જોવા મળી ન હતી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓની શપથવિધિમાં હાજરી આપવા રવાના થયા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જંગી સભા સંબોધતા કહ્યું કે, આજે આમ આદમી પાર્ટીના…
હિન્દુવાદી સંગઠનના નેતા કમલેશ તિવારીની હત્યા બાદ હવે તેમના પત્ની કિરણ તિવારીને પણ ધમકીભર્યો પત્ર મળ્યો છે.2019માં કમલેશ તિવારીની હત્યા પહેલા પણ આવો જ પત્ર મળ્યો હતો. પત્રના હસ્તાક્ષર અને અક્ષરો સમાન છે. પોલીસે કિરણ તિવારીની સુરક્ષા વધારી દીધી છે. સાથે જ કેટલાંક મહિનાઓથી બગડેલા સીસીટીવી કેમેરા પણ ઠીક કરવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનના ઘણા અધિકારીઓ અને નાકા ઇન્સ્પેક્ટર કિરણ તિવારીને તેમના ઘરે મળવા ગયા અને તેમની સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. નોંધનીય છે કે હિન્દૂ સંગઠનના નેતા કમલેશ તિવારીની ઓક્ટોબર 2019માં હત્યા કરવામાં આવી હતી તેઓને પણ હત્યા કરતા પહેલા આવી રીતેજ ધમકીભર્યો પત્ર મળ્યો હતો. હવે કમલેશની…
આ દિવસોમાં કપિલ શર્મા પોતાની ટીમ સાથે કેનેડામાં શો કરી રહ્યો છે. તેવે સમયે અમેરિકાના એક જાણીતા પ્રમોટરે કપિલ શર્મા પર કોન્ટ્રાક્ટનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ દિવસોમાં કપિલ શર્મા પોતાની ટીમ સાથે કેનેડામાં શો કરી રહ્યો છે. કોમેડિયન કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, ચંદન પ્રભાકર, સુમોના ચક્રવર્તી અને રાજીવ ઠાકુર પ્રવાસમાં તેમની સાથે છે. અમેરિકાના એક જાણીતા પ્રમોટરે કપિલ શર્મા પર કોન્ટ્રાક્ટનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે. પ્રમોટરનું કહેવું છે કે કપિલે છ શહેરોમાં પરફોર્મ કરવાનું વચન આપ્યું હતું, જેમાં તે શો માટે આવ્યો ન હતો. આ સાથે તેણે કહ્યું કે કપિલે તેને શહેરમાં પરફોર્મ ન કરવા બદલ નુકસાની…
રાજસ્થાનના ઉદેપુરમાં દરજી યુવકની ગળું કાપી તાલિબાની અંદાજમાં હત્યા થતા અને સોશ્યલ મીડિયામાં નુપર શર્માનું સમર્થન કરનાર લોકોને પણ ધમકીઓ મળવાનું શરૂ થતા હવે બે કોમ વચ્ચે અંતર વધવા માંડ્યું છે તેવે સમયે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં મુસલમાન ફેરિયાઓ પાસેથી કોઈ વસ્તુ નહિ ખરીદવા ગ્રામ પંચાયતે નોટિસ બહાર પાડી છે અને જો કોઈ મુસલમાન પાસેથી વસ્તુ ખરીદે તો આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા થરાદ તાલુકાની વાઘાસણ ગ્રામ પંચાયત દ્વારા મુસ્લિમ સમાજના ફેરિયાઓ અને વેપારીઓનો આર્થિક બહિષ્કાર કરવા માટેની નોટિસ બહાર પાડવામાં આવી છે. સાથે જ જો કોઈ મુસ્લિમ સમાજના ફેરિયા કે વેપારી પાસેથી…