મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે CM બની ગયા બાદ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે હવે હાંસિયામાં ધકેલાઈ ગયા છે ત્યારે અત્યારસુધી ગર્જના કરનાર સંજય રાઉત પણ ઢીલા પડી ગયા છે તેવે સમયે શિવસેનાના નેતા સંજય રાઉતનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. રાઉતે કહ્યું,કે ‘મને પણ ગુવાહાટી માટે ઓફર મળી હતી પરંતુ હું ના ગયો કારણ કે હું બાળાસાહેબ ઠાકરેને ફોલો કરું છું અને તેથી જ હું એકનાથ શિંદે જૂથમાં ગયો ન હતો. નોંધનીય છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીમાં રોકાયા હતા. હાલ ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર બની છે ત્યારે સંજય રાઉત હવે એમ કહેતા નજરે પડયા કે ‘મને પણ…
કવિ: Halima shaikh
વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન વખતે આજવા રોડ અને હરણી-વારસિયા રિંગ રોડ ખાતે વિશેષ વૃક્ષારોપણ કરી જોરદાર હરિયાળી ઉભી કરાઇ હતી અને કિશનવાડી વિસ્તારમાં મહાવીર હોલથી છેક પંચશીલ સુધીના રસ્તે સુંદર ક્યારા તૈયાર કરીને સંખ્યાબંધ રોપાઓ રોપવામાં આવ્યા હતા તે રોપા અચાનક ગાયબ થઈ જતા ભારે રહસ્ય ઉભું થયું છે. વડાપ્રધાનની મુલાકાતના 14 દિવસ બાદ કિશનવાડી માળી મહોલ્લાથી કિશનવાડી ચાર રસ્તાની વચ્ચેના ભાગમાં 90 જેટલા ક્યારામાંથી માંડ પાંચ કયારામાં જ મોટા છોડવાઓ જોવા મળી રહયા છે બાકીના રોપા ગાયબ થઈ જતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. મનપા દ્વારા કરાયેલા ખર્ચ બાદ તે ખર્ચો એળે ગયો હોય તેવું જણાઈ રહ્યું છે…
રાહુલ નાર્વેકરને મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા છે. ભાજપના ધારાસભ્ય નાર્વેકરે મહાવિકાસ અઘાડીના ઉમેદવાર રાજન સાલ્વીને હરાવ્યા હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં આ પહેલીવાર બન્યું છે કે, વિધાનસભા અને વિધાન પરિષદની જવાબદારી જમાઈ અને સસરા પાસે હોય. ખાસ વાત એ છે કે બંને રાજકીય વિરોધી પણ છે. રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર બન્યા છે. તેમને ભાજપ અને શિવસેનાના એકનાથ શિંદે જૂથ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. રાહુલે પોતાની રાજકીય સફર શિવસેના સાથે શરૂ કરી અને યુવા પાંખના પ્રવક્તા બન્યા. 15 વર્ષ સુધી શિવસેનામાં રહ્યા બાદ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ NCPમાં જોડાયા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં પણ તેઓ NCPની…
બિહારના મોતિહારીમાં આજે રવિવારે એક પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. રક્સૌલથી નરકટિયાગંજ જતી પેસેન્જર ટ્રેનમાં સવારે 6.10 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી. સળગી રહેલી ટ્રેનને તાત્કાલિક અટકાવી દેવામાં આવી હતી. આ દરમિયાન મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને જીવ બચાવ્યો હતો. ટ્રેનની નજીક હાજર કર્મચારી સ્ટાફ પણ કોચમાં પહોંચી ગયો હતો અને લોકોને નીચે ઉતાર્યા હતા. આ પછી એન્જિન સાથે જોડાયેલ કોચને અલગ કરી દેવામાં આવ્યો હતો. હવે આ કોચને બીજા એન્જિન સાથે જોડીને નરકટિયાગંજ લઈ જવામાં આવી હતી. 05541 પેસેન્જર ટ્રેન રક્સૌલ જંક્શનથી રોજ સવારે 5:10 વાગ્યે ઉપડે છે. આ દરમિયાન, રવિવારે જ્યારે ટ્રેન રક્સૌલના ભેલાહીના બ્રિજ…
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે સર્જાયેલા વરસાદી માહોલ અને સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા રાજકોટ, સુરત અને બનાસકાંઠા ખાતે જવા વડોદરાથી NDRFની 5 ટીમ રવાના કરવામાં આવી છે જેમાં રાજકોટમાં ત્રણ અને સુરત તથા બનાસકાંઠામાં એક-એક ટીમ રવાના કરાઇ છે. રાજ્યના ગીર સોમનાથ,નવસારી અને આણંદમાં પણ ટીમ હાજર છે. ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, આણંદ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.ખાસ કરીને આણંદ જિલ્લાના બોરસદમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. બોરસદ તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. જ્યારે…
–અમદાવાદ મહાનગરપાલિકાના સાત ઝોનમાં ૧૯૬૧ કામો માટે રૂ. ૧૯૫.૨૫ કરોડની મંજૂરી -અમદાવાદના પ૯ હજાર પરિવારોને લાભ મળશે –અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ લાઇટના ૪પ૬ કામો માટે રૂ. ૧ર.૬૯ કરોડ –પેવર બ્લોક-આર.સી.સી રોડ-પીવાના પાણીની પાઇપલાઇન, ડ્રેનેજ લાઇન તથા સ્ટ્રીટ લાઇટ જેવા જનહિત કામો ખાનગી સોસાયટીઓમાં હાથ ધરવા શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક અનુમતિ –જામનગર મહાનગરપાલિકાને પ૮૮ કામો માટે રૂ. ૪૩.૮પ કરોડ મળશે. –કરજણને ૩૩ કામો માટે રૂ. ર.૭૯ કરોડ –બારેજાને ૧ર કામો માટે રૂ. ૧.૧૮ કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે મહાનગરપાલિકા અને બે નગરપાલિકાઓને કુલ ૩૦પ૦ કામો માટે રૂ. રપપ.૭૬ કરોડની…
મહારાષ્ટ્રમાં શિંદે જૂથને વધુ એક મોટી જીત મળી છે. વાસ્તવમાં, ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરે સ્પીકર પદની ચૂંટણીમાં જીત મેળવી છે અને તેઓ વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. તેમને 164 મત મળ્યા છે. બીજી તરફ વિપક્ષના ઉમેદવાર રાજન સાલ્વી ચૂંટણી હારી ગયા છે. તેમને માત્ર 107 વોટ મળ્યા હતા. વિધાનસભાના સ્પીકરની ચૂંટણી જીતવા માટે 145 મતોની જરૂર હતી. રાહુલ નાર્વેકરને અત્યાર સુધીમાં 164 વોટ મળ્યા છે, જે જીતવા માટે જરૂરી 145 વોટ કરતા 19 વધારે છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેનું પ્રથમ શક્તિ પ્રદર્શન થયું હતુ. ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલ સ્પીકર પદ માટે મતદાન કરાવ્યું હતુ. ભાજપના રાહુલ નાર્વેકરે સ્પીકરની ચૂંટણી જીત્યા, તેમને…
બૉલીવુડ જગતનું કોરિયોગ્રાફર તરીકે મોટું નામ સરોજ ખાન ની આજે પુણ્યતિથિ છે તેઓએ નાદાન ઉંમરમાં લીધેલા નિર્ણય જીવનમાં કેટલા દર્દનાક બન્યા તેની કહાની ખુબજ કરૂણ છે. જીવનમાં માત્ર 13 વર્ષની નાદાન વયે તેઓ પોતાનાથી 30 વર્ષ મોટા ગુરુજીને કહેવાતા પ્રેમના આકર્ષણ બાદ શરીર સોંપી દીધું અને ત્યારબાદ શરૂ થયેલા સંઘર્ષની કહાની ખુબજ દુઃખ ભરેલી છે. આજે સરોજ ખાનની પુણ્યતિથિ છે ત્યારે આપણે જોઈશું કે તેઓના જીવનમાં શુ બન્યું હતું. સરોજ ખાનનો જન્મ 22 નવેમ્બર 1948ના રોજ મુંબઈમાં થયો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે તેમનું અસલી નામ નિર્મલા નાગપાલ હતું. તેમના પિતાનું નામ કિશનચંદ સાધુ અને માતાનું નામ નોની…
મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા બાદ અમરાવતીના સાંસદ નવનીત રાણાએ આ મામલામાં પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ઉમેશ પ્રહલાદરાવ કોલ્હે (54)ની 21 જૂને પોતાની દુકાનેથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં વચ્ચે બાઇક પર આવેલા હુમલાખોરોએ તેનું ગળું કાપી નાખ્યું હતું. હુમલાખોરોએ તેનો વીડિયો પણ બનાવીને વાયરલ કર્યો હતો. આ ઘટના અમરાવતીના ઘંટાઘર પાસે શ્યામ ચોકમાં બની હતી. સાંસદ રાણાએ આક્ષેપ કર્યો હતો કે અમરાવતી પોલીસ કમિશનર ડૉ.આરતી સિંહે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. રાણાએ કહ્યું કે અમે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખ્યો હતો અને તેમણે આ કેસની તપાસ NIAને સોંપવાનો આદેશ આપ્યો હતો. પોલીસ કમિશનર…
ભાવનગરમાં સ્ટેટ જીએસટી દ્વારા 41 વેપારીઓના 56 ધંધાકીય સ્થળે દરોડાની કાર્યવાહી શરૂ થતાં સબંધિત વર્તુળોમાં દોડધામ મચી છે. ભાવનગર શહેરની એકોસ્ટ ઇમ્પેક્સ પ્રાયવેટ લિમિટેડ, સિધ્ધાર્થ બ્રોન્ઝ પ્રોડક્ટસ પ્રાયવેટ લિમિટેડ, સાનિયા ટ્રેડર્સ, રૂષિય ગ્લોબલ ટ્રેડ, જે.આર.ઇસ્પાત પ્રાયવેટ લિમિટેડ, ગુજરાત ઓઇલ એન્ડ કેમિકલ, એ.એમ.ઇસ્પાત લિમિટેડ, યસરા ઇમ્પેક્સ, હેમા ટ્રેડર્સ દ્વારા બોગસ બિલિંગ થકી મોટી રકમની વેરાશાખ ભોગવવામાં આવી હોવાની વાત સાથે કાર્યવાહી શર થઈ છે. ગાંધીધામ, જુનાગઢ, જામનગર, દ્વારકા, રાજકોટ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરત, વડોદરા, વાપીમાં તમામ શહેરોની પેઢીઓને ભાવનગર સાથેની લેવડ દેવડ અંગે જીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. બોગસ બિલિંગના આંકડાઓ કરોડોમાં બહાર આવવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી…