કવિ: Halima shaikh

બનાસકાંઠા જિલ્લામાં પણ મધરાતે તોફાની વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઈ ગયા હતા, જેમાં દિયોદરમાં 24 કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડયો હતો, જ્યારે ડીસામાં 5 ઇંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા હતાં. ડીસામાં ધોધમાર વરસાદ થતાં સર્વત્ર જળબંબાકાર થઈ જતા 50થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તેમજ દુકાનોમાં 5થી 6 ફૂટ સુધી પાણી ભરાયાં હતાં, જેથી દુકાનદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાના 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જિલ્લામાં દિયોદરમાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે અમીરગઢ અને ડીસામાં પણ 5- 5 ઇંચ વરસાદ ખાબકતાં…

Read More

રાજ્યમાં આણંદ જિલ્લામાં આભ ફાટ્યું છે અને બોરસદ અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડતાં ભાદરણ, સીસવા સહિતના વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિ ઉભી થતાં અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, રાત્રિ દરમિયાન છ કલાકમાં લગભગ સાડા અગિયાર ઈંચ ધોધમાર વરસાદ પડતા ઠેરઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. મધરાતે ગાજવીજ સાથે તોફાની વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને સમગ્ર બોરસદ તાલુકો પાણી-પાણી થઈ ગયો હતો. મધરાતે અચાનક ધોધમાર વરસાદ પડતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો રાતભર જાગ્યા હતા. ભારે વરસાદમાં બોરસદ તાલુકામાં અનેક પશુઓના મોત નીપજ્યા હોવાના પણ અહેવાલ છે. બોરસદ તાલુકાના કસારી ગામે સંજય પટેલ (ઉં.વ.૪૮) વરસાદના પાણી…

Read More

કેન્દ્ર સરકારે કોરોનામાં પોતાના જીવ ગુમાવનારા પત્રકારોના પરિવારોને આર્થિક મદદ આપવાના પ્રસ્તાવ ઉપર મંજૂરીની મહોર મારી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાની અધ્યક્ષતામાં પત્રકાર કલ્યાણ યોજના સમિતિ દ્વારા આ પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો જેને મંજૂરી મળી હતી. સરકાર તરફથી તમામ 35 પત્રકારોના પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ આપવામાં આવશે. જર્નલિસ્ટ વેલફેર સ્કીમ અંતર્ગત સમિતિએ સંસ્થાનના દિશા નિર્દેશ મુજબ બે દિવ્યાંગ પત્રકારો અને પાંચ ગંભીર બિમારીઓનો સામનો કરી રહેલા પત્રકારોની સારવાર માટે પણ મદદની ભલામણ કરવામાં આવી છે. સમિતિએ બેઠક દરમિયાન કુલ 1.81 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. આ યોજના હેઠળ અત્યારસુધી કોરોનામાં જીવ ગુમાવનારા પત્રકારોના…

Read More

બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવને ઈન્દોર પોલીસે 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં નોટિસ પાઠવી છે જેમાં 15 દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવા જણાવાયુ છે. બિલ્ડર સુરિન્દર સિંહે પોલીસને ફરિયાદ કરી હતી કે રાજપાલ યાદવે તેના પુત્રને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાન્સ આપવા અને તેને પ્રમોટ કરવા માટે 20 લાખ રૂપિયા લીધા હતા. પરંતુ આજ સુધી રાજપાલ યાદવે તેમના પુત્રને કોઈ કામ આપ્યું નથી અને કોઈ જગ્યાએ ફિલ્મમાં કોઈ રોલ પણ અપાવ્યો નથી. જેથી જ્યારે તેને પૈસા પરત કરવા કહેવામાં આવ્યું ત્યારે તે ગાયબ થઈ ગયો. હવે તે ન તો ફોન ઉપાડી રહ્યો છે અને ન તો પૈસા પરત કરી રહ્યો છે. આ…

Read More

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધતુ જઈ રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાના 632 નવા કેસ નોંધાયા છે. જ્યારે 384 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસનો આંકડો 3200ને પાર થયો છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.85 ટકા થયો છે. તો 15 દિવસ બાદ રાજ્યમાં વલસાડ જિલ્લામાં આજે એક દર્દીનું મોત નોંધાયું છે.વલસાડ જિલ્લામાં કોરોનાના કારણે બે વર્ષીય બાળકનું મોત નિપજ્યું હતું બાળકની ટ્રાવેલ હિસ્ટ્રી યુપી હોવાનું જાણવા મળ્યું છે. આજે નવા 33 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 100ને પાર પહોંચી ચૂક્યો છે. યુપીથી ટ્રેનમાં માતા સાથે વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે રહેતા પોતાના નાનીના ઘરે આવેલા બે વર્ષના બાળકને…

Read More

પયગંબર વિશે ટિપ્પણી કરનાર ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે ત્યારે ભારત સિવાય હવે આ મામલો વિદેશમાં પણ ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, આ બધા વચ્ચે નેધરલેન્ડના સાંસદ ગીર્ટ વિલ્ડર્સે નૂપુર શર્માના બચાવમાં ઉતર્યા છે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ વાઈલ્ડર્સે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે કન્હૈયાલાલની હત્યા માટે નુપુર શર્મા જવાબદાર નથી અને તેઓએ કોઈપણ સંજોગોમાં માફી માંગવી જોઈએ નહીં. જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે ઉદયપુરમાં હિન્દુ દરજીની હત્યા સહિત દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે માટે નુપુર જવાબદાર…

Read More

છેલ્લા ઘણાજ સમયથી કોમવાદનું વાતાવરણ સર્જાયું છે અને નુપુર શર્માના નિવેદન બાદ ઉદેપુરમાં બનેલી ઘટના બાદ ગળું કાપી નાખવાની ધમકીઓ શરૂ થઈ છે ત્યારે ઉદેપુરની ઘટનાની પોસ્ટ પર કોમેન્ટ કરનાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ડબકાના રહીશ નિલેશ જાદવને સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બનાવના સંબંધમાં વડુ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઉદેપુરમાં દરજીના સમર્થનમાં હત્યારાઓ વિરુદ્ધ નિલેશ જાદવે શૉશ્યલ મીડિયામાં પ્રતિક્રિયા આપતા તેના જવાબમાં અબ્દુલ સુબુર ચૌધરી નામના ઇસમે ઉદેપુર જિલ્લામાં એક ટેલરની જેવી રીતે હત્યા કરી નાખી છે તેવી રીતે નિલેશ જાદવને પણ મારી નાખવાની ધમકી આપી અપશબ્દો કોમેન્ટમાં…

Read More

એક સમયે પોતાના ભાષણોમાં મજાક મસ્તી કરી લોકોને હસવા મજબૂર કરી દેનારા લાલુ યાદવ આજકાલ બરાબરના ભેરવાયા છે અને તેઓનો પહેલાનો અંદાજ ગાયબ થઈ ગયો છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા ફરી એકવાર લાલુ પ્રસાદ યાદવને ભરડામાં લીધા છે, સીબીઆઈ દ્વારા લાલુ યાદવના 15 સ્થળો પર દરોડા પાડયા છે. બિહારમાં તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા તે સમયે લાલુ પ્રસાદ યાદવના કથિત ભ્રષ્ટાચારને લઈને આ કાર્યવાહી શરૂ થતાં ફરી એકવાર લાલુ ચર્ચામાં આવ્યા છે. પટના ગોપાલગંજ અને દિલ્હીમાં લાલુ યાદવ તેમની પત્ની રાબડી દેવી અને તેઓના પુત્રી મીસા ભારતીના સબંધિત સ્થળો ઉપર દરોડા પાડવાની કાર્યવાહી થઈ છે, સાથે સાથે રેલવે ભરતી કૌભાંડ મામલે…

Read More

ઉદયપુરમાં કન્હૈયા લાલ હત્યા કેસ પ્રકરણમાં SITએ મોડી રાત્રે વધુ 2 આરોપીઓ મોહસીન અને આસિફ ની ધરપકડ કરી છે. બંનેને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી કોર્ટે બંનેને એક દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ આપ્યા છે. ATS તેને આજે શનિવારે જયપુરની NIA કોર્ટમાં રજૂ કરશે. આ સિવાય વધુ ત્રણ યુવકોને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કન્હૈયા લાલ હત્યા કેસમાં ઈજાના રિપોર્ટ મળ્યા બાદ SITએ કલમો પણ વધારી દીધી છે. હથિયાર મળ્યા બાદ આ મામલે આર્મ્સ એક્ટની પણ અરજી કરવામાં આવી છે. કાવતરાખોરોના નામ બહાર આવ્યા બાદ હવે નવી કલમ…

Read More

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં હળવો અને મધ્યમ વરસાદ પડવાના અહેવાલો વચ્ચે હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે,અને રાજ્યના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી થઈ છે. હાલમાં ગુજરાતથી લઈને મહારાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદી વાતાવરણ ઉભું થતા રાજ્યમાં મોસમી પવનો વરસાદ લાવશે. સાથેજ ચાર જુલાઈએ ઓડિશાની નજીક લો પ્રેશર સર્જાશે. જેની અસર હેઠળ પાંચ જુલાઈ બાદ ગુજરાતમાં ભારે વરસાદ વરસી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Read More