આજે શનિવારથી તેલંગાણામાં યોજાનારી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ પાર્ટીના રાજ્ય સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે છે. લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને સંગઠન મહાસચિવ, સહ-સંગઠન મહાસચિવ અને પ્રદેશ સંગઠન મંત્રી બદલી શકાય છે. સાથે જ આ બેઠક બાદ પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષની પણ જાહેરાત કરવામાં આવશે. આ સાથે પીએમ મોદી રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં પણ ભાગ લેશે. હકીકતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ રાજ્ય સરકારમાં જલ શક્તિ મંત્રી પણ છે. પક્ષમાં એક માણસ એક પદનો સિદ્ધાંત. સ્વતંત્રદેવનો ત્રણ વર્ષનો કાર્યકાળ પણ 16મી જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદ પર અન્ય કોઈની નિમણૂક કરવી પડશે. આ પદ…
કવિ: Halima shaikh
સુપ્રીમ કોર્ટની ટિપ્પણી ઉપર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે મહમદ પયગમ્બર વિશે નિવેદનો માટે નૂપુર જવાબદાર નથી સાથે ભાજપના PM નરેન્દ્ર મોદી,અમિત શાહ અને RSS જવાબદાર હોવાનું તેઓનું કહેવું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નૂપુર શર્માને તોફાન માટે જવાબદાર ઠેરવી માફી માંગવા થયેલા આદેશ સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર કહ્યું કે સુપ્રીમ કોર્ટે જે કહ્યું તે સાચું છે. પરંતુ જે વ્યક્તિએ ટિપ્પણી કરી છે તેના કારણે દેશમાં વાતાવરણ સર્જાયું નથી આ માટે ભાજપની સરકાર જવાબદાર છે કે જેઓએ નફરત અને ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જે વ્યક્તિએ ટિપ્પણી…
પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકારે મફત વીજળીના તેના સૌથી મોટા ચૂંટણી વચનો માંથી એક વચનને પૂર્ણ કર્યું છે. ભગવંત માન સરકારે 1 જુલાઈથી પંજાબના લોકોને દર મહિને 300 યુનિટ મફત વીજળી નો લાભ આપવાનું શરૂ કર્યું છે. એપ્રિલ 2022 માં, ખુરશી સંભાળ્યાના થોડા દિવસો પછી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જાહેરાત કરી હતી કે અમારી સરકાર જુલાઈ 2022 ની પહેલી તારીખથી પંજાબના લોકોને મફત વીજળીની સુવિધા આપશે. ગયા વર્ષે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબની જનતાને પહેલી ગેરંટી આપી હતી કે જો રાજ્યમાં પાર્ટીની સરકાર બનશે તો અમે સામાન્ય લોકોની સુવિધા માટે 300…
આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન સતત આગળ વધી રહ્યું છે અને આ ફ્રી વીજળી આંદોલનમાં ગુજરાતની જનતાની ભાગીદારી વધી રહી છે. ગુજરાતમાં ભાજપ સરકાર અને વીજ કંપનીઓની મિલીભગતને કારણે ગુજરાતની જનતાને સૌથી મોંઘી વીજળી ખરીદવી પડે છે. ભાજપનો આ ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની જનતા સમક્ષ ઉજાગર કરવામાં આવ્યો છે, જેના કારણે ગુજરાતની જનતા જાગૃત થઈ રહી છે અને આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલનમાં જોડાઈ રહી છે. આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ અમદાવાદના નવરંગપુરા, નારણપુરા, ચાંદલોડિયા અને નવા વાડજ, રાણીપ, સુરતના ઓલપાડ, વરાછા અને કરંજ, તથા ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, પાટણ, ભરૂચ અને રાજકોટ…
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે અને આંકડો 3000ને પાર થઈ ગયો છે. આજે શુક્રવારે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરવામાં આવે તો ગુજરાતના 19 જિલ્લામાં 547 નવા દર્દીઓ નોંધાય છે. આજે શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ 227 નવા દર્દીઓ અમદાવાદ જિલ્લાના છે (શહેરમાં 222). જ્યારે સુરત જિલ્લામાં નોંધાયેલા 93 દર્દીઓમાંથી 82 શહેરના છે. રાજ્યમાં સૌથી વધુ 227 નવા દર્દીઓ અમદાવાદ જિલ્લાના છે (શહેરમાં 222). જ્યારે સુરત જિલ્લામાં નોંધાયેલા 93 દર્દીઓમાંથી 82 શહેરના છે. વડોદરા જિલ્લામાં 49 દર્દીઓ (શહેરમાં 46) છે. ગાંધીનગર અને વલસાડમાં 22-22, ગાંધીનગર જિલ્લામાં 19, મહેસાણા, નવસારીમાં 18-18, જામનગર, ભરૂચ અને કચ્છમાં 15-15, આણંદમાં…
વડોદરામાં પણ આજે ભગવાન જગન્નાથની 41મી ભવ્ય રથયાત્રા પરંપરાગત રીતે નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. રથયાત્રા નું શહેરના માર્ગો પર રથયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રાના રૂટ પર આવનારા રસ્તાઓને તોરણોથી સજાવવામાં આવ્યા હતા અને ઠેર- ઠેર રથયાત્રાનું સ્વાગત કરવા માટે સ્થાનિક કોર્પોરેટરો, સંસ્થા અને સમાજના અગ્રણીઓએ સ્ટેજ બનાવ્યા છે. જ્યારે લોકો ઘરની બહાર રંગોળી કરીને ભગવાનનું સ્વાગત કરી ધન્યતા અનુભવી હતી. આજે બપોરે 3 વાગ્યે મેયર કેયુર રોકડિયાએ પહિંદવિધિ કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે ભક્તોએ જય જગન્નાથ, હરે રામ હરે કૃષ્ણના નાદ સાથે ભગવાનને વધાવી લીધા તથા દર્શન માટે મોટી સંખ્યામાં…
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે ગતરોજ 6 ઈંચ વરસાદ પડ્યા બાદ આજે 2 ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતાં શહેરની ગાયત્રી સ્કૂલ નજીક એક તોતિંગ વૃક્ષ ધરાશાય થઇ ગયું હતું જે પાસેના વીજ થાંભલા પર પડતાં વીજ થાંભલાના બે ટુકડા થઈ ગયા હતા. જેને પગલે આ વિસ્તારમાં અંધાર પટ છવાઇ ગયો હતો. જોકે આ ઘટના રાત્રી સમયે બની હોય સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજાનો બનાવ બન્યો ન હતો. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. જિલ્લા માં સવારે 6 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધી વસલાડ જિલ્લા માં નોંધાયેલા વરસાદ ના ઇંચ માં આંકડા…
અમદાવાદમાં 2 વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યામાં નીકળ્યા છે સેંકડો ભક્તો જોડાયા છે. ત્યારે ભક્તોની ઘોડાપૂરમાં જય રણછોડ માખણચોરના નાદ ગુંજી રહ્યા છે. ત્યારે નાથની નગરચર્યામાં ગજરાજો, સુશોભિત ટ્રક અને ભક્તો સાથેની નગરચર્યા સહિત પોલીસ બંદોબસ્ત વગરે CM પટેલે સતત નિરીક્ષણ કર્યું હતું. જગન્નાથ મંદિરેથી વહેલી સવારે પહિંદ વિધિ કરીને ભગવાનના રથને નગરચર્યાએ પ્રસ્થાન કરાવ્યાબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોચીને મુખ્યમંત્રીએ સી.એમ. ડેશબોર્ડની વિડિયો વોલ પર આ રથયાત્રાનું થઇ રહેલું રિયલ ટાઇમ મોનિટરિંગ નિહાળ્યું અને તેઓએ સતત વોચ રાખી હતી. CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ, ભાવિક ભક્તોની પદયાત્રા તથા યાત્રા રૂટ પર પોલીસ…
પટનાની સિવિલ કોર્ટમાં વિસ્ફોટક પદાર્થ બ્લાસ્ટ થતા ભારે દોડધામ મચી ગઇ હતી આ ઘટનામાં એક કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો હકીકતમાં, વિસ્ફોટકો પુરાવા તરીકે પટના કોર્ટમાં લાવવામાં આવ્યા હતા, જેમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવતા ભારે સનસનાટી મચી ગઇ હતી. પટના એસએસપી માનવજીત સિંહ ધિલ્લોને જણાવ્યું કે આ ઘટનામાં એએસઆઈ કદમ કુવાન મદન સિંહને જમણા હાથમાં ઈજા થઈ છે. જોકે,વિસ્ફોટની તીવ્રતા ઓછી હોય સદનસીબે જાનહાની ટળી હતી. વિગતો મુજબ થોડા દિવસો પહેલા પટના યુનિવર્સિટીની પટેલ હોસ્ટેલમાં ગનપાઉડર સહિતના વિસ્ફોટક મળી આવતા તેની વધુ તપાસની પરવાનગી મેળવવા માટે પુરાવા કોર્ટમાં લઈ જવાયા હતા જ્યાં પરિસરમાં વિસ્ફોટક પદાર્થ રાખતા જ વિસ્ફોટ થયો હતો.…
દેશમાં ચોમાસામાં વિલંબ થતા અત્યારેતો વાવણી થઈ જવી જોઈએ તેના બદલે મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઈ નથી પરિણામે તેની બજાર ઉપર અસર વર્તાઇ છે અને ફરી એકવાર દાળના ભાવ વધવા લાગ્યા છે. આ વધારાનું કારણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કઠોળ ઉગાડતા વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં વિલંબ હોવાનું માનવામાં આવે છે. દેશના મુખ્ય જથ્થાબંધ બજારોમાં છેલ્લા સપ્તાહથી આ વધારો જોવા મળી રહ્યો છે. તુવેર સહિતની દાળમાં પાંચ ટકા અને અડદમાં લગભગ 3-4 ટકાનો વધારો થયો છે. ભારતીય હવામાન વિભાગના તાજેતરના આંકડા અનુસાર, 28 જૂન સુધી સમગ્ર દેશમાં વરસાદ સામાન્ય કરતા 10 ટકા ઓછો રહ્યો છે. આમાં પણ મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતના કઠોળ…