વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના કેસ વધી રહયા છે અને છેલ્લા 24 કલાકમાં નવા 47 કેસ નોંધાયા છે. જ્યારે 28 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 288 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 9 દર્દી દાખલ છે. જે પૈકી 1 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 188 લોકો ક્વોરન્ટીન છે. વડોદરામાં ગોત્રી, અકોટા, છાણી, ગોરવા, સમા, દિવાળીપુરા, સુભાનપુરા, તાંદલજા, વડસર, હરણી, બાપોદ, અટલાદરા, દંતેશ્વર, નવીધરતી, માણેજા, કપુરાઇ, આસોજ, હનુમાનપુરા, કુંઢેલા, દેથાણ અને ઉંડેરામાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે આમ, કોરોના નું સંક્રમણ વધતા ફરી લોકોને જાહેર ભીડ વાળી જગ્યા ઉપર માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી રહી…
કવિ: Halima shaikh
મહારાષ્ટ્રમાં હાલ રાજકીય સંકટ ઉભું થયું છે જેમાં ભાજપ સરકાર બનાવવા પ્રયાસ શરૂ કર્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો છેકે મહારાષ્ટ્ર બાદ બિન ભાજપ શાસિત રાજ્ય ઝારખંડ અને રાજસ્થાન અને બંગાળનો પણ આજ હાલત થશે. મહારાષ્ટ્રની સ્થિતિનું સમાધાન નિકળી જાય પછી ઝારખંડ અને રાજસ્થાનનો વારો છે. ત્યાર બાદ પશ્ચિમ બંગાળ આવશે. ટીએમસીની પણ આવી જ હાલત થશે. સરકાર 2026 સુધી નહીં ચાલે. આ સરકાર 2024 સુધીમાં બહાર થઈ જશે. ટીએમસીના વરિષ્ઠ સાંસદ અને પાર્ટી નેતા સુખેન્દુ શેખર રાયે પણ કહ્યું કે, અધિકારીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, ભાજપાએ મહારાષ્ટ્રમાં સંકટ ઉભું કર્યું છે, તેમણે કહ્યું…
મહારાષ્ટ્રમાં નવી સરકારની ગતિવિધિ તેજ થઈ ગઈ છે અને એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ દિહી જવા રવાના થઈ ગયા છે જેઓ અમિત શાહને મળે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે એકનાથ શિંદે પહેલીવાર ગુવાહાટીની હોટલમાંથી બહાર આવ્યા અને મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે અમે શિવસેનામાં છીએ, શિવસેનામાં જ રહીશું. અમે બાળાસાહેબના હિન્દુત્વને આગળ લઈ જઈશું. આ સિવાય તેમણે કહ્યું કે, અમારું આગળનું પગલું ટૂંક સમયમાં તમને જણાવવામાં આવશે. દરમિયાન, એકનાથ શિંદેના દિલ્હી જવાની અટકળો પણ ચાલી રહી છે. તેઓ દિલ્હીમાં અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસને મળે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે, દેવેન્દ્ર…
સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં નામના ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને આજે અમૃતસર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને 6 જુલાઈ સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. અમૃતસરના ACP પલવિંદર સિંહે આ જાણકારી આપી. અમૃતસર પોલીસ ગેંગસ્ટર રાણા કંધોવાલિયા મર્ડર કેસની પૂછપરછ કરવા માટે સોમવાર-મંગળવારની વચ્ચેની રાત્રે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને અમૃતસર લઈ ગઈ હતી. અમૃતસર પોલીસ બિશ્નોઈને માનસાથી એક દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવી હતી, જેને ભારે સુરક્ષા વચ્ચે મંગળવારે સવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ આઠ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. ગેંગસ્ટર બિશ્નોઈને સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલમાં રાખવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં રજૂ કરવા માટે બુલેટ પ્રૂફ વાહનમાં અહીંથી…
રાજકોટમાં ચોમાસુ શરૂ થતાં જ શરદી-ઉધરસના 318, તાવના 78 અને ઝાડા-ઊલટીના 82 કેસ નોંધવા સાથે ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 13, મેલેરિયાના 7 અને ચિકનગુનિયાના 5 કેસ નોંધાતા રાજકોટ મહાનગરપાલિકા હરકતમાં આવ્યું છે અને વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 20થી 26 જૂન દરમિયાન 18,839 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ 144 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હીકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગીંગ કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ આનંદનગર ક્વાર્ટર, ભકિતનગર પોલીસ સ્ટાફ ક્વા., જયરાજ પ્લોટ, ભિલવાસ, પંચાયતનગર, જ્યોતીપાર્ક (જામનગર રોડ), દાદી પાર્ક, માસ્તર સોસા., ગુલાબનગર, કોઠારીયા કોલોની, કિરણ પાર્ક, બાબરીયા કોલોની તથા આસપાસના ક્વાટર્સ, પરમેશ્વર પાર્ક,…
શાપુરજી પલોનજી ગ્રુપના ચેરમેન પદ્મ ભૂષણ પલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. પોલાનજી સાયરસ મિસ્ત્રીના પિતા હતા, જેઓ ટાટા સન્સના ચેરમેન હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમનું 93 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. પલોનજી મિસ્ત્રીનો જન્મ પારસી પરિવારમાં થયો હતો. તેઓએ 2003માં આઇરિશ નાગરિકતા પણ લીધી હતી. તેમને વર્ષ 2016માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં પત્ની પસ્તી પેરીન ડુબાસ અને ચાર બાળકો શાપુર મિસ્ત્રી, સાયરસ મિસ્ત્રી (પુત્રો) જ્યારે લૈલા મિસ્ત્રી અને આલુ મિસ્ત્રી (પુત્રીઓ) છે. તમને જણાવી દઈએ કે શાપૂરજી પલોનજી ગ્રુપનો બિઝનેસ એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, વોટર એનર્જી અને ફાઈનાન્સિયલ સર્વિસના ક્ષેત્રમાં ફેલાયેલો…
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીજેપી અને શિંદે જૂથ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. જો કે મંત્રી પદ માટે મંથન ચાલી રહ્યું છે. શિંદે જૂથના આઠ ધારાસભ્યો કેબિનેટમાં સામેલ થઈ શકે છે. સાથે જ પાંચ રાજ્યકક્ષાના પ્રધાનો બનાવી શકાય છે. મંગળવાર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળ્યા બાદ હવે એકનાથ શિંદે જૂથ સરકાર રચવાની દિશામાં આગળ વધી રહ્યું છે. અહેવાલ છે કે શિંદે જૂથ ટૂંક સમયમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળશે.…
ગુજરાતના દરિયામાં લો-પ્રેશર સર્જાતા તંત્ર એલર્ટ મોડ ઉપર છે અને કાંઠા વિસ્તારમાં લોકોને સાવચેત કરાયા છે. ગુજરાતમાં ભારે પવન સાથે પડેલા વરસાદને લઈ મોટી સંખ્યામાં વૃક્ષો તૂટી પડ્યા છે ત્યારે ફરી ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ પડવાની અગાહીને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજસ્થાન, અરબ સાગર તથા મધ્ય પ્રદેશમાં સક્રિય થયેલી સિસ્ટમને લઈ ગુજરાતના દરિયામાં લો-પ્રેશર સર્જાયું છે ત્યારે ફરી મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જવાની શકયતા વ્યક્ત થતા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. હાલતો ગુજરાતના તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અહીં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકવાની શકયતા હોય માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી…
દિલ્હી પોલીસે ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવા બદલ ઓલ્ટ ન્યૂઝના વડા મોહમ્મદ ઝુબેરની ધરપકડ કરતા રાહુલ ગાંધી સહિત TMC સાંસદ મહુઆ મોઇત્રા અને AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ધરપકડનો વિરોધ કરી સવાલ ઉઠાવ્યા છે. ઝુબેર હાલ દિલ્હી પોલીસના રિમાન્ડ પર છે. તેને આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સપા નેતા અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓ ઝુબેરની ધરપકડનો વિરોધ કરી નિવેદન આપી ચૂક્યા છે. દિલ્હી પોલીસ પર આરોપ લગાવતા ઓવૈસીએ કહ્યું કે મુસ્લિમ નરસંહાર વિરોધી સૂત્રોચ્ચાર કરનારાઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી, પરંતુ ધાર્મિક ટિપ્પણી મામલે મોહમ્મદ ઝુબેરની ધરપકડ કરવામાં આવી તે ખોટું છે. અત્રે ઉલ્લેખનીય છે કે…
મહારાષ્ટ્રમાં શિવસેનામાં પડેલા ભંગાણ બાદ સંજય રાઉત અને ઉદ્ધવ બરાબરના ગુસ્સે છે અને આ માટે ભાજપને જવાબદાર ઠેરવી રહયા છે પણ ભાજપને કોઈ ફરક પડતો ન હોય તેમ તેઓને એવોઇડ કરવાનું ચાલુ રાખતા હવે તેઓ થોડા ઠીલા પડયા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં ફરી એકવાર ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે,જોકે,ભાજપનું તેઓ કઈ બગાડી શકતા ન હોવાથી વધુ ગિન્નાયા છે. સામનામાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ મહારાષ્ટ્રને ત્રણ ટુકડામાં વહેંચવાનું કાવતરું કરી રહ્યું છે. શિવસેનાએ લખ્યું, દિલ્હીમાં બેઠેલા બીજેપી નેતાઓએ મહારાષ્ટ્રને ત્રણ ટુકડામાં વહેંચવાનું ખતરનાક ષડયંત્ર રચ્યું છે. અખંડ મહારાષ્ટ્રને ખતમ કરવા દાવપેચ રમાય રહયા છે. શિવસેનાએ કહ્યું કે, જે…