સુરતના મહુવા તાલુકાના તરકાણી,લસણપોર અને ગાંગડીયા સહિતના ગામોમાં વાવાઝોડુ ફૂંકાતા 50 થી વધુ ઘરોને નુકશાન થવા સાથે વૃક્ષો તૂટી પડ્યા હતા અને શાકભાજીના પાકને નુકશાન ખેડૂતો ભારે મુશ્કેલીમા મુકાઈ ગયા હતા. ભારે પવન અને ગાજ વીજ સાથે પડેલા ધોધમાર વરસાદને લઈ ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા અને વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. લસણપોર,તરકાણી અને ગાંગડીયા ગામોમાં ભારે પવન સાથે પડેલા વરસાદમા લસણપોર ગામના 39 ઘરોના નળિયા અને પતરા તૂટી ગયા હતા ઉપરાંત ઉભા આંબાના ઝાડો પણ મૂળ માંથી ઉખડી ગયા હતા જ્યારે શાકભાજીના માંડવા પણ તૂટી ગયા હતા. ગાંગડીયા ગામે પણ 10 ઘરોના પતરા ઉડી ગયા હતા અને નળિયા પણ…
કવિ: Halima shaikh
ભાવનગર દરિયાઈ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે પરિણામે માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી અપાઈ છે. ભાવનગરના દરિયામાં 40થી 50 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફુંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 24 અને 25 જૂન સુધી માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં ભાવનગર, અલંગ, વિક્ટર, મૂળ દ્વારકા, વેળાવદર, જાફરાબાદ, પીપાવાવ, દહેજના દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તેની બહાર દક્ષિણ-પશ્ચિમ દિશાથી પશ્ચિમ દિશામાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના તેમજ દરિયાના તોફાની મોજા ઉછળી શકે છે, અને પવનની ઝડપ વધીને 60 કિલોમીટર સુધી પહોંચી શકે તેમ હોય આ દિવસો દરમિયાન માછીમારો દરિયાકાંઠે…
કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળની એનડીએએ 18 જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દ્રૌપદી મુર્મુને તેના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. મુર્મુએ ગઈકાલે પીએમ મોદી સહિતના દિગ્ગજ નેતાઓની હાજરીમાં પોતાનું નામાંકન ભર્યું હતું.આગામી મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાએ ભાજપના ટોચના નેતા લાલકૃષ્ણ અડવાણી, પીએમ નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પાસેથી પણ સમર્થન માંગ્યું છે. 84 વર્ષીય સિંહા અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય નાણા અને વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળની એનડીએએ 18 જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દ્રૌપદી મુર્મુને તેના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. મુર્મુએ ગઈકાલે પીએમ મોદી સહિતના…
આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે સ્થિતિ ગંભીર છે. રાજ્યના 28 જિલ્લાઓમાં 33 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. નાગાંવ જિલ્લાના 155 ગામો હજુ પણ પાણીમાં ડૂબી ગયા છે. ઠેર-ઠેર પાણી ઘુસવાને કારણે લોકો હાઇવેની બાજુમાં તંબુ બાંધીને રહેવા મજબૂર બન્યા છે. નાગાંવના રાહા વિધાનસભા ક્ષેત્રમાં પૂરથી લગભગ 1.42 લાખ લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. તેમના ઘરો ડૂબી ગયા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સેંકડો લોકોએ તેમના ઘર છોડીને હાઇવે અને રોડની બાજુમાં તંબુઓમાં રહેવું પડ્યું છે. પાણી ન મળવાને કારણે પરિસ્થિતિ જલ્દી સુધરવાની આશા નથી. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે તાજેતરમાં વિસ્તારની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ…
GST કાઉન્સિલ માસિક ટેક્સ પેમેન્ટ ફોર્મ GSTR-3B માં ફેરફારો ઉપર વિચાર કરી શકે છે. જેમાં સેલ્સ રિટર્ન સંબંધિત સપ્લાયના આંકડા અને કર ચૂકવણીની કૉલમ શામેલ હશે, જેને પછીથી બદલી શકાશે નહીં. કાઉન્સિલની આગામી બેઠક 28-29 જૂને ચંડીગઢમાં યોજાશે. GSTR-3B ફોર્મમાં ફેરફાર નકલી બિલોને રોકવામાં મદદ કરશે. મહત્વનું છેકે જ્યારે વિક્રેતાઓ GSTR-1 માં વધુ વેચાણ દર્શાવે છે અને તેના આધારે, માલ ખરીદનાર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો દાવો કરી શકે છે. જ્યારે GSTR-3Bમાં ઓછું વેચાણ દર્શાવવામાં આવ્યું છે જેથી GST ઓછો ભરવો પડે છે. વર્તમાન GSTR-3B માં, ઇનપુટ ટેક્સ ક્રેડિટની વિગતો આપમેળે જનરેટ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફેરફાર સાથે,…
મહારાષ્ટ્રમાં સરકાર અને પાર્ટીને બચાવવા ઉદ્ધવ ઠાકરેના છેલ્લા પ્રયાસો જારી રહ્યા છે તેઓએ આ ઘટનાક્રમને ભાજપની ચાલ જણાવી છે. NCP સુપ્રીમો શરદ પવાર અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર શુક્રવારે સાંજે ઉદ્ધવના નિવાસસ્થાન માતોશ્રી પહોંચ્યા હતા અને બેઠક કરી હાલ સર્જાયેલી સ્થિતિ ઉપર ચર્ચા કરી હતી. માનવામાં આવે છે કે હવે શિંદેને કાયદાકીય લડાઈમાં પછાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. બહુમતી ગુમાવ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સરકાર અને પાર્ટીને બચાવવાનો છેલ્લો પ્રયાસ કર્યો છે. શુક્રવારે રાત્રે યોજાયેલી પાર્ટીના જિલ્લા અને વિભાગના વડાઓની બેઠકમાં, તેમણે શિંદે અને બળવાખોર ધારાસભ્યોને રોગથી બગડેલા ફળો અને ફૂલો ગણાવ્યા હતા. તેઓએ કહ્યું,કે તમારી પાસે…
ઘણીવાર ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે જ્યારે પોલીસને જાણ કરવામાં આવે ત્યારે બાતમી આપનારનુંજ નામ પોલીસ દ્વારા અસામાજીક તત્વોને આપી દેતા તેનો જીવ જોખમમાં મુકાતો હોવાની વાત સામે આવી છે. અમદાવાદ ખાતે ઠક્કરબાપા નગર ખાતે રહેતા ભાજપના કાર્યકર રાજેન્દ્રસિંહ રાજપૂતે વડોદરા જિલ્લાના વરણામા પોલીસ મથક હદમાં આવતા રતનપુર ગામમાં લાલો અને અણખી ગામમાં રણજીત નામનો બૂટલેગર વિદેશી દારૂનું મોટાપાયે વેચાણ કરતા હોવા અંગે બંને લિસ્ટેડ બૂટલેગર વિરુદ્ધ વડોદરા ગ્રામ્ય કંટ્રોલ રૂમના ફોન નંબર 2423888 ઉપર કોલ કરીને માહિતી આપી પગલાં ભરવા વરધી લખાવતાજ માત્ર અડધા કલાકમાં જ રતનપુર અને અણખીના બૂટલેગરોના માણસોએ 3 જુદા જુદા મોબાઈલ નંબરો પરથી ધમકીઓ આપવાનું શરૂ થયું…
પાખંડી પાકિસ્તાનની પોલ ખુલ્લી પડી ગઈ છે અને ભારતમાં થયેલા 26/11ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ સાજિદ મીર જીવતો હોવાનું સામે આવ્યું છે. આઈએસઆઈને મોસ્ટ વોન્ટેડ ‘ સાજીદ મીરને મૃત જાહેર કર્યો હતો. સાજિદ મીર 2010 સુધી લશ્કર-એ-તૈયબાના ઓપરેશન ચીફ ઝકી-ઉર-રહેમાન લખવીની સુરક્ષાની જવાબદારી સંભાળતો હતો. તેણે માત્ર વિદેશમાં આતંકવાદીઓની ભરતી જ નથી કરી પરંતુ પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ પણ ચલાવ્યા હતા. પાકિસ્તાને 2008ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ સાજિદ મીરની અટકાયત કરી છે. આ પહેલા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયેલા સાજિદના મોતનો દાવો કર્યો હતો. નિષ્ણાતોના મતે પાકિસ્તાને FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે મીરને…
24 જૂને અવકાશમાં પાંચ ગ્રહો એક સીધી રેખામાં જોવા મળશે. જે દૂરબીનની મદદથી બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિને એક લીટીમાં જોઈ શકાશે. ખગોળશાસ્ત્રીઓ આ ઘટનાને ગ્રહોનો સંગમ કહે છે, લગભગ 18 વર્ષ બાદ અવકાશમાં આવી ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. આ ગ્રહો છેલ્લે 2004માં સીધી રેખામાં જોવા મળ્યા હતા. હવે આ ગ્રહો એક લાઈનમાં આ રીતે એક્સાથે ફરી 18 વર્ષ બાદ 2040માં જોવા મળશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો હવામાન સ્વચ્છ રહેશે તો આ ગ્રહો સરળતાથી સીધી રેખામાં જોઈ શકાશે. આકાશમાં આ દુર્લભ અને અદ્ભુત નઝારો જૂનની શરૂઆતથી જ બની રહ્યો છે. આ નઝારો વહેલી સવારે જોઈ શકાય…
ગુજરાતમાં કેન્દ્રના મોટા નેતાઓનું આગમન ચાલુ રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતો વધી છે ત્યારે ફરી અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહયા છે. કેવડિયા ખાતે તા. 25 અને 26 જૂનના રોજ કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની બે દિવસ ચાલનારી ખાસ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે. અમિત શાહ તા. 24મી જૂનના રોજ રાતના 10 કલાકે વડોદરા આવી પહોંચશે. જ્યાં રાત્રી રોકાણ બાદ તેઓ તા. 25મી જૂનના રોજ સવારે વડોદરા એરપોર્ટથી નિકળી કેવડિયા જશે. જ્યાં ટેન્ટ સિટી -1માં મળનાર ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં હાજરી આપવા કેવડિયા પહોંચશે. જ્યારે બીજા દિવસે બપોરે એક કલાકે…