કવિ: Halima shaikh

વડોદરામાં પ્રિ મોન્સૂન કામગીરી માટે રૂ.6 થી 7 કરોડનો ખર્ચ કરવા છતાં ઠેરઠેર ખોદવામાં આવેલા રસ્તા અને તૂટી ગયેલા રસ્તાઓ ઉપર પાણી ભરાતા અકસ્માતના બનાવો વધ્યા છે અને માત્ર થોડાજ વરસાદમાં કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ છે. અને પ્રિ-મોન્સૂન કામગીરી માટે ખર્ચ કરવામાં આવેલા રૂપિયા 6 થી 7 કરોડ ક્યાં અને કેવી રીતે ખર્ચાયા તે અંગે જનતામાં અનેક સવાલો ઉભા થયા છે. શહેરના યમુના મીલથી ગાજરાવાડી, ગોમતીપુરા, વાસણા ભાયલી રોડ વિસ્તારમાં બનેલી નવી ટી.પી.ના માર્ગો પર ઠેર-ઠેર પાણી ભરાઈ જતા શરૂ થયેલી હાલાકીની ફરિયાદો વધી ગઈ છે. બીજી તરફ શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં વરસાદી કાંસ,…

Read More

મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલના સંકેત દેખાઈ રહ્યા છે. સોમવારે એમએલસી ચૂંટણીમાં, ભાજપે શિવસેનાના નેતૃત્વવાળા એમવીએ ગઠબંધનને ફરી એક ઝટકો આપ્યો છે ત્યારે મંગળવારે શિવસેનાના 10-12 ધારાસભ્યો ગુજરાત પહોંચતા નવજુની ના અણસાર મળી રહયા છે. સાથેજ હવે ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે. આ બધા વચ્ચે ઠાકરેએ આજે ​​ઈમરજન્સી બેઠક બોલાવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શિવસેનાના 10 થી12 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે સુરતની હોટલમાં રોકાયા છે. શિવસેનાના ધારાસભ્ય શિંદે ગઈકાલથી શિવસેનાના સંપર્કમાં ન હતા. તેઓ સુરતની એક હોટલમાં રાખવામાં આવ્યા છે અને તેઓ સાથે શિવસેનાના 12 ધારાસભ્યોના પણ હોવાના સમાચાર છે. જોકે,મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની શક્યતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે…

Read More

ભારત સહિત દુનિયાભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઉત્તરખંડમાં આઈટીબીપીના જવાનોએ પણ 16 હજાર ફૂટની ઉંચાઈ પર યોગ દિવસની ઉજવણી કરી હતી ભારત-ચીન સરહદ પર લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સહિત વિવિધ ઊંચાઈવાળા વિસ્તારમાં ઉત્તરમાં લદ્દાખથી લઈને પૂર્વમાં સિક્કિમ સુધી, આઈટીબીપીના જવાનોએ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે યોગા કર્યા હતા. યોગ દિવસની શરૂઆત થતાં જ લદ્દાખથી લઈને છત્તીસગઢ અને આસામના ગુવાહાટીથી લઈને સિક્કિમ સુધી, ITBPના જવાનોએ યોગ કર્યા હતા. સૈનિકોએ સૂર્ય નમસ્કાર કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. ITBP જવાને આ અવસર માટે એક ગીત પણ કમ્પોઝ કર્યું છે. મહત્વનું છે કે કોરોનાને…

Read More

હાલ સમાજમાં એવા એવા કિસ્સા સામે આવે છે કે તે સાંભળી કોની ઉપર ભરોસો કરવો તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. આ કિસ્સો છે ગુજરાત ના વેરાવળનો કે માતા જેને ધર્મનો ભાઈ માનતી હતી તેની યુવાન વિધવાપુત્રીને ભાણી કહેનાર નિવૃત પોલીસમેન એવા મામા એ હવસ સંતોષી તરછોડી હોવાનો બનાવ સામે આવ્યો છે. વેરાવળની યુવાન વિધવા જેને મામા કહેતી હતી તે રાજકોટના પોલીસમાં ફરજ બજાવી ચૂકેલા જમાદારે ઈજ્જત લૂંટયા બાદ લગ્નની લાલચ આપી છેલ્લા એક વર્ષમાં અનેક વખત વિધવા પર દુષ્કર્મ આચરતો રહ્યો હોવા અંગેનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. પોલીસે નિવૃત્ત જમાદાર સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ…

Read More

સુરતમાં રૂા.૧૦.૬૩ કરોડના ખર્ચે શહેરના ત્રણ ઝોન, ૧૮ હેલ્થ સેન્ટર સહિત કુલ ૨૮ સ્થળોએ ૨૦૦૦ કી.વો. ક્ષમતાનો રૂફટોપ ગ્રીડ ક્નેટેડ સોલાર ફોટોવોલ્ટેઇક બેઇઝડ પ્લાન્ટ સ્થાપિત કરવા ગતિવિધિ શરૂ થઈ છે. સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવા મંજૂરી મળી ગઈ છે અને ટુક સમયમાં મહાનગરપાલિકા દ્વારા કામ ચાલુ થઈ જશે. મહત્વનું છે કે સુરત શહેરને ૨૦૧૦માં મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા ડેવલપમેન્ટ ઓફ સોલાર સિટિઝ પ્રોગામ અંતર્ગત સોલાર સીટી તરીકે જાહેર કરવાના ભાગરૂપે ૨૦૧૨-૧૩માં સાયન્સ સેન્ટરમાં ૧૦૦ કી.વો ક્ષમતાનો પહેલો સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો અને ત્યારપછી અત્યારસુધીમાં જુદાજુદા ૬૦ સ્થળોએ કુલ ૭૦૦૦ કી.વો ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટસ સ્થાપિત કરાયા છે.હવે…

Read More

રાજ્યમાં કોરોનાની રફતાર ચાલુ છે અને અમદાવાદ,વડોદરા,સુરત, રાજકોટ સહિત જુદાજુદા શહેરોમાં કેસ સામે આવી રહયા છે, છેલ્લા પાંચ દિવસથી 200થી વધુ નવા કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 217 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.99 ટકા થયો છે. હાલમાં 1374 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 27 હજાર 860ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 15 હજાર 453 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 1461 એક્ટિવ કેસ છે, 5 દર્દી વેન્ટિલેટર પર છે અને 1456 દર્દીઓની હાલત સ્થિર છે. 16 જૂને 110…

Read More

ભારત સહિત વિશ્વભરમાં આજે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે PM નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના મૈસુર સ્થિત પેલેસ ગ્રાઉન્ડમાં સામૂહિક યોગ કાર્યક્રમમાં હાજર રહી 15000 લોકો સાથે યોગા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમે કહ્યું કે યોગ મનની શાંતિ લાવે છે.યોગ આપણા સમાજમાં શાંતિ લાવે છે. યોગ આપણા રાષ્ટ્રો અને વિશ્વમાં શાંતિ લાવે છે. યોગ આપણા બ્રહ્માંડમાં શાંતિ લાવે છે. પીએમ મોદીએ કહ્યું કે આ આખું બ્રહ્માંડ આપણા શરીર અને આત્માથી શરુ થાય છે, યોગ આપણને અંદરથી જાગરુક બનાવે છે અને જાગરુકતાની ભાવનાનું નિર્માણ કરે છે.ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી…

Read More

રાજ્યમાં વરસાદી માહોલ ધીરેધીરે જામી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડજિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ઝાડ તૂટી પડવાના અને મકાનોને નુકશાન થવાના બનાવો બન્યા હતા. જિલ્લાના ઉમરગામમાંજ માત્ર ચાર કલાકમાં 4 ઇંચ સાથે એકજ દિવસમાં કુલ 9 ઇંચ ધોધમાર વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 9.36 ઇંચ, કપરાડામાં 1.88 ઇંચ, ધરમપુરમાં 1.2 ઇંચ, પારડીમાં 3.25, વલસાડમાં 4.08 ઇંચ અને વાપીમાં 3.6 ઇંચ વરસાદ પડ્યો હતો. વાપી શહેરના રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા,હાઇવે ઉપર પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં. વલસાડ શહેરના મુલ્લાંવાડી વિસ્તારમાં વર્ષો જૂનું લીંમડાનું વૃક્ષ તૂટી…

Read More

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસમાં સામેલ મનાતા શાર્પ શૂટર પ્રિયવર્ત ફૌજી અને કશિશ દિલ્હી પોલીસના હાથે ગુજરાતમાંથી ઝડપાઇ ચૂક્યા છે. આ બદમાશો તેઓના ત્રીજા સાથીદાર કેશવની સાથે ગુજરાતના મુંદ્રા પોર્ટ નજીક એક ભાડાના મકાનમાં રહેતા હોવાનો ખુલાસો થયો છે આ સાથેજ સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસમાં 11 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતના કચ્છમાં છુપાયેલા આરોપીઓ પૈકી ફૌજી હરિયાણાના સોનીપત જિલ્લાના ગઢી સિસાનાનો રહેવાસી છે. જ્યારે કેશવ ઉર્ફે કુલદીપ ગાંવ બેરી હરિયાણાનો રહેવાસી છે. તેના વિરૂદ્ધ ઝઝ્ઝરમાં 2021માં મર્ડર કેસ ચાલી રહ્યો છે તે ભઠિંડાનો રહેવાસી છે. દિલ્હી પોલીસની તપાસમાં સામે આવ્યું કે મૂસેવાલાની હત્યામાં કુલ 6 શાર્પ શૂટર્સ સામેલ…

Read More

રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચુંટણીઓ અગાઉ ભાજપમાં જોડાઈ જવા નેતાઓની જાણે હોડ જામી હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે ત્યારે હવે ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય લલિત વસોયાનોભાજપમાં પ્રવેશ લગભગ નિશ્ચિત હોવાનું મનાઈ રહ્યુ છે. ધારાસભ્ય લલિત વસોયાએ સરકીટ હાઉસ ખાતે એક ગુપ્ત મિટિંગ કરી હોવાની ચર્ચા છે જેમાં હોદેદારોએ પણ કેસરિયા કરી લેવા સલાહ આપી હોવાનું કહેવાય છે. અત્રે ઉલ્લેખનીય છે ભાજપમાં મોટાભાગના કોંગ્રેસ નેતાઓ જોડાયા હોય હવે મૂળ કોંગ્રેસીઓની સંખ્યા ભાજપમાં વધી છે ત્યારે હવે બાકીના ઘણા નેતાઓ ભાજપમાં જવા થનગની રહયા છે તેવે સમયે ચુંટણીઓ નજીક આવતાજ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

Read More