ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું છે કે,દેશમાં ચાલી રહેલા તોફાનો કોંગ્રેસની દેન છે, હિંસા ઉપર ઉતરી આવેલા યુવાનોની યુપી પોલીસે ધરપકડ કરી છે તેમાં કેટલાક કોંગ્રેસીઓ હોવાની વાત સામે આવી છે. સેનાની ભરતી માટે અગ્નિપથ યોજના વિરુદ્ધ ઘણા રાજ્યોમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. ટ્રેનો, બસો અને જાહેર મિલકતોને આગ લગાડવામાં આવી રહી છે. આ યોજનાના વિરોધમાં લગભગ 15 રાજ્યોમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને દરેક જગ્યાએ અરાજકતાનો માહોલ છે. આ દરમિયાન બીજેપી આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ રાહુલ ગાંધીનો એક વીડિયો શેર કર્યો છે. ટ્વિટર પર શેર કરાયેલા આ વીડિયો દ્વારા બીજેપી નેતાએ દાવો કર્યો છે કે…
કવિ: Halima shaikh
રાજકોટના એક જાગૃત નાગરિકે હાઈકોર્ટના ચુકાદાને આધારે ચલાવેલી ન્યાયીક લડત બાદ આખરે રાજ્યના મહેસૂલ વિભાગે પરિપત્ર જારી કરી જાહેર કર્યું કે બિનખેતી કર્યા બાદ હવે બાંધકામ કરવા માટે સમય મર્યાદા રહેશે નહિ અને જમીન મહેસૂલ સંહિતા 1879ની કલમ 66-67 હેઠળ જે શરતભંગ બાબતના કેસો છે તેમને શરતભંગ ન ગણવા બાબતનો પરિપત્ર રાજ્યના તમામ કલેક્ટરને મોકલી આપતા હવે રાજ્યભરના બિનખેતી બાંધકામ શરતભંગના કેસ પૂરા થઈ ગયા છે. રાજકોટના જાગૃત નાગરિક વિજયસિંહ ઝાલાએ જનતાને મળેલા હક્ક મુજબ જાહેર જનતાના હિત માટે એકલા હાથે લડત ચલાવી તમામ માહિતીઓ એકત્ર કરી હતી જેમાં તેઓને 1978નો એક મહત્વનો પરિપત્ર હાથ લાગ્યો હતો જેમાં અલગ અલગ…
સુરતમાં ચોમાસાની શરૂઆત સાથેજ પાણીજન્ય રોગો વધ્યા છે અને ડેન્ગ્યુ, તાવ, મેલેરિયા અને ગેસ્ટ્રોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન પાંડેસરાના 21 વર્ષના યુવાનનું ઝાડા-ઉલ્ટીને લીધે મોત થયું હોવાનું નોધાયું છે. સિવિલ-સ્મીમેરમાં જુન મહિનામાં અત્યારસુધી ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ, ગેસ્ટ્રોના 670 દર્દીએ સારવાર લીધી છે. નવી સિવિલના આંકડા પ્રમાણે, પાંડેસરામાં તેરેનામ ચોકડી પાસે પુનિત નગરમાં રહેતો 21 વર્ષીય રોહિત રમેશ શર્માને શુક્રવારથી ઝાડા – ઉલ્ટી થવાની શરૂ થઇ હતી. જોકે શનિવારે સવારે તેની તબિયત બગડતા સારવાર માટે પરિવારના સભ્યો નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. હાલમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેથી…
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો આજે જન્મ દિવસ છે તેઓ 52 વર્ષના થયા છે, તેઓએ કોરોનાકાળ ને લઈ ઉજવણી કરવાનું ટાળ્યું છે, અને કાર્યકરોને લોકોની સેવા કરવા આહવાન કર્યું છે જેથી ‘સેવા દિવસ’ની ઉજવણી થઈ રહી છે. કોંગ્રેસ સહિત તેમના ચાહકો સતત અભિનંદન પાઠવી રહયા છે અને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહયા છે. રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન, 1970ના રોજ થયો હતો. રાહુલ ગાંધીના જન્મદિનને ‘સેવા દિવસ’ તરીકે પાર્ટીના કાર્યકરો ઉજવી રહયા છે અને જરૂરિયાતમંદ લોકોને રાશન, મેડિકલ કીટ અને માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાર્ટીએ પહેલાથી જ રાજ્ય કોંગ્રેસ સમિતિઓ, પાર્ટીના વિવિધ સંગઠનો અને…
ઓવૈસી રાંચીમાં આજે ચૂંટણી સભાને સંબોધશે.એક અધિકારીએ જણાવ્યું કે પ્રશાસને માત્ર 500 લોકોને જ એકઠા થવાની મંજૂરી આપી છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી આજે ઝારખંડની મુલાકાતે છે. તેઓ અહીં મંદાર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર દેવ કુમાર માટે પ્રચાર કરશે. પરંતુ આ પહેલા તેમણે નુપુર શર્માને લઈને ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે નુપુર શર્માની ધરપકડ થવી જોઈએ અને ભારતના કાયદા મુજબ તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. મને ખાતરી છે કે તે 6-7 મહિનામાં ફરી આવશે. તેમણે વધુમાં કહ્યું કે નુપુરને એક મોટા નેતા તરીકે રજૂ કરવામાં આવશે અને તે દિલ્હીના મુખ્યમંત્રી પદની દાવેદાર પણ બની…
આજે 19 જૂન એટલે ફાધર્સડે છે,જૂનનો ત્રીજો રવિવાર વિશ્વના દરેક પિતાને સમર્પિત છે. દર વર્ષે ભારત સહિત ઘણા દેશોમાં આ દિવસને ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. અમેરિકામાં 19 જૂન 1990ના રોજ પ્રથમ વખત ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેની શરૂઆત સોનોરા સ્માર્ટ ડોડ દ્વારા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે સોનોરા સ્માર્ટ ડોડની માતા નહોતી. તેના પિતાએ તેને માત્ર પિતાનો જ નહીં પરંતુ માતાનો પ્રેમ આપ્યો અને તેને ક્યારેય નિરાશ ન થવા દીધો.સોનોરા સ્માર્ટ ડોડ, તેના પિતાનો પ્રેમ, બલિદાન અને સમર્પણ જોઈને ઘણીવાર વિચારતો કે વર્ષમાં એક દિવસ પિતાનું નામના દિવસની પણ ઉજવણી કરવી જોઈએ. આ વિચાર…
રાજ્યમાં ચોમાસુ બેસી ગયુ છે અને ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેડવાની શરૂઆત કરી વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે તો બીજી તરફ ભોળા ખેડૂતોને લૂંટવા કેટલાક લે ભાવુ વિક્રેતાઓ સક્રિય થઈ ગયા છે અને હલકી કક્ષાના ખાતર અને બિયારણ બજારમાં વેચાવા લાગ્યા હોવાની ફરિયાદો મળતા સુરત સંયુક્ત ખેતી નિયામકની જિલ્લા સ્કવોડ દ્વારા તાપી અને સુરત જિલ્લામાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવતા 22 જેટલા વિક્રેતાઓ આ પ્રકારની ગેરરીતિ પકડાતા તેઓ તમામને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. સુરત જિલ્લાના સંયુક્ત ખેતી નિયામક ની ટીમ દ્વારા સુરત અને તાપી જિલ્લામાં તા.25મે થી તા.28મે દરમિયાન ખાતર, દવા અને બિયારણના વિક્રેતાઓના ત્યાં સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન…
કેન્દ્ર સરકારે ખાનગી રિટેલ પેટ્રોલ અને ડીઝલના વેચાણકર્તાઓને અંકુશમાં લેવા માટે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન (યુએસઓ)નો વ્યાપ વિસ્તાર્યો છે. આ અંતર્ગત લાયસન્સ ધરાવતા એકમો માટે દૂરના વિસ્તારો સહિત તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનું અવિરત વેચાણ કરવુ ફરજિયાત બનાવ્યુ છે. યુપી-રાજસ્થાન, દિલ્હી, ગુજરાત અને હરિયાણા સહિતના ઘણા રાજ્યોમાં PSU કંપનીઓ દ્વારા સંચાલિત તમામ પેટ્રોલ પંપની માંગમાં અચાનક વધારો અને પુરવઠામાં ઘટાડો થયા બાદ સરકારે આ પગલું ભર્યું છે. ઇંધણ છૂટક વેપારમાં ખાનગી ક્ષેત્રની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે, કેન્દ્ર સરકારે 8 નવેમ્બર, 2019 ના રોજ એક આદેશ દ્વારા, પરિવહન ઇંધણના વેચાણ માટેના અધિકારો આપવા માટેના ધોરણોને હળવા કર્યા હતા. આમાં…
અગ્રીપથ યોજનાના દેશવ્યાપી વિરોધને કારણે, રેલ્વેએ આજે રવિવારે વૈશાલી એક્સપ્રેસ, સપ્તક્રાંતિ એક્સપ્રેસ અને બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ સહિત 40 એક્સપ્રેસ ટ્રેનો રદ કરી છે. સેનામાં અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલી હિંસા અને આંદોલનને કારણે મોટાભાગની ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. શનિવાર અને રવિવારે ઉત્તર પૂર્વ રેલવેમાંથી પસાર થતી 144 એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી હતી. તેમાંથી શનિવારે નીકળતી 44 એક્સપ્રેસ ટ્રેનો અને રવિવાર અને સોમવારે જતી 45 ટ્રેનોનો સમાવેશ થાય છે, જે ગોરખપુરથી પસાર થાય છે. આજે રવિવારે વૈશાલી એક્સપ્રેસ, સપ્તક્રાંતિ એક્સપ્રેસ અને બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ સહિત 40 એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે 27 પેસેન્જર…
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામના અભેટાપુરા સ્થિત તળાવમાં થઈ રહેલા માટી ખોદકામ દરમિયાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ નીકળતા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહયા છે અને શિવલિંગની પ્રતિકૃતિના દર્શન કરવા ભીડ એકત્ર થતા મામલતદાર અને પોલીસ પણ સ્થળ પર દોડી ગયા હતા. આ અંગે પુરાતત્વ વિભાગ દ્વારા તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે,હાલમાં અભેટાપુરાના તળાવમાં આશરે 20 થી 25 ફૂટ ઊંડું માટી ખોદકામ દરમિયાન ડાબી સાઇડે નીકળેલ કૃતિ પરથી વરસાદનું પાણી વહેતા શિવલિંગ જેવી કૃતિ જેવો આકાર જોવા મળ્યો હતો. શનિવારે ગામના લોકો તળાવ ખાતે ભેગા થયા હતા અને તપાસ કરતા જૂની કાળી માટીનો લેપ કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું અને…