એરફોર્સમાં ફ્લાયીંગ ઓફિસર ક્લાસ 1 રેન્ક ધરાવતા ભાવનગરના 25 વર્ષિય ગરાસિયા યુવાને ગ્વાલિયર ખાતે ટ્રેનિંગ દરમિયાન હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે. ઈન્ડિયન એરફોર્સમાંની પરીક્ષા પાસ કરી એક વર્ષ પહેલા ફ્લાઈંગ ઓફિસર બનેલા 25 વર્ષીય જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયા એરફોર્સમાં ટ્રેનિંગમાં હતા અને બેંગ્લોરમાં ટ્રેનિંગ પુરી થઈ ગયા બાદ હાલ ગ્વાલિયર ખાતે તેઓ ટ્રેનિંગમાં હતા તે દરમિયાન બુધવારે વહેલી સવારે ગ્વાલિયર ખાતે હોસ્ટેલના રૂમમાં તેઓએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ તેમના પરિવારને થતાં તેઓ ગ્વાલિયર પહોંચ્યા હતા. એરફોર્સની સૌથી અઘરી કહી શકાય તેવી પરીક્ષા પાસ કરી તેઓ એરફોર્સમાં જોડાયા હતા અને પહેલા…
કવિ: Halima shaikh
બિહારમાં ત્રીજા દિવસે પણ કેન્દ્રની અગ્નિપથ યોજનાનો વિરોધ ચાલુ રહ્યો છે,19 જિલ્લામાં હિંસક પ્રદર્શન થઈ રહ્યુ છે અને 6 ટ્રેનો સળગાવીને ટ્રેક પર આગચંપી કરવામાં આવી છે અને ડેપ્યુટી CMના ઘર પર હુમલો થયો છે આ બધા તાજા અપડેટ્સ છે. જોકે,જે રીતે આંદોલનકારીઓ સરકારી મિલ્કતોને ટાર્ગેટ કરી નુકશાન કરી રહયા છે તે મિલ્કતો ફરી વસાવવા સરકાર જનતાના પૈસાજ વાપરશે તેનાથી જનતાના ખીસ્સા ઉપર બોજો વધી શકે છે તેવી ચર્ચા સામાન્ય લોકોમાં ઉઠી રહી છે. સમસ્તીપુરમાં દેખાવકારોએ પેસેન્જર ટ્રેનને આગ ચાંપી દીધી હતી. બક્સર અને નાલંદામાં ટ્રેક જામ કર્યો હતો. આગચંપી બાદ અરાહમાં રસ્તા પર ટ્રાફિકજામ કરવામાં આવ્યો છે. સમસ્તીપુરમાં જમ્મુ…
મહંમદ પયગંબર અંગે વિવાદાસ્પદ નિવેદન કરનાર નૂપુર શર્માની જીભ લાવનારને રૂ.એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની કરી હતી જાહેરાત કરનાર ભીમ આર્મીના વડા નવાબ સતપાલ તંવરની આખરે પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભીમ આર્મીના વડા નવાબ સતપાલ તંવરની ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને ધમકી આપવા બદલ પોલીસે ધરપકડ કરી લીધી છે. ગુરુગ્રામમાં તંવરના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. તંવરે અગાઉ જાહેરાત કરી હતી કે, જે કોઈ નુપુરની જીભ લાવી આપશે તેને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભીમ આર્મી ચીફ સતપાલ તંવર વિરુદ્ધ કાનપુરમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે.…
મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના ઘરે CBIની રેડ પડી હોવાના અહેવાલો છે,સીબીઆઈએ સીએમ અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના ઘરે દરોડા પાડ્યા છે. અગ્રસેન ગેહલોત ઉપર ખેડૂતો માટે ખરીદવામાં આવેલ પોટાશ ને ખાનગી કંપનીને વેચી નાખવાનો આરોપ છે. આ પહેલા EDએ અગ્રસેન ગેહલોતના ઘરે દરોડા પાડ્યા હતા. સીબીઆઈની આ કાર્યવાહીને અશોક ગેહલોત દ્વારા દિલ્હીમાં રાહુલ ગાંધીના વિરોધ સાથે જોડવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીબીઆઈની ટીમ શુક્રવારે સવારે સીએમ ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના ઘરે પહોંચી હતી. આ ટીમમાં પાંચ અધિકારીઓ દિલ્હીના અને પાંચ અધિકારીઓ જોધપુરના છે. હાલ ટીમના સભ્યો તપાસમાં લાગેલા છે. જ્યારે અગ્રસેન ગેહલોત ઘરે છે. સીબીઆઈની એક…
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપરજ જોવા મળી રહી છે અને હકીકત તો એ છે કે ગુજરાતમાં કોઈપણ શહેર હોય કે ગામડુ પણ દરેક જગ્યાએ દેશી વિદેશી દારૂ છૂટથી મળી રહ્યો છે. આ વાતનો મોટો પુરાવો જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પસવાડા ગામનો છે અને ગામના સરપંચે જાહેરમાં ઢોલ વગાડાવી કહ્યું જે હા અમારા ગામમાં દેશી દારૂ છૂટથી મળે છે અને હવે તે બંધ નહિ થાયતો પોતેજ કાર્યવાહી કરશે. મોટે અવાજે સાદ પાડી ઢોલી બોલે છે કે ‘સાંભળો સાંભળો સાંભળો, આજથી સરપંચનો આદેશ છે કે ગામમાં કોઈએ દારૂ પીવો નહીં અને દારૂ પાડવો નહીં. જો કોઈ દારૂ પીશે કે દારૂ પાડશે તો…
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જોકે, ગુરુવારની સરખામણીએ શુક્રવારે વૃદ્ધિની ગતિ થોડી ઓછી હતી. શુક્રવારે 12,847 નવા દર્દીઓ મળી આવ્યા છે. શુક્રવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 14 લોકોના મોત થયા છે. ગુરુવારે, 12,213 નવા સંક્રમિત મળી આવ્યા હતા, જ્યારે શુક્રવારે 12,847. આ રીતે ગઈકાલ કરતાં આજે 634 વધુ દર્દીઓ મળી આવ્યા છે. ગઈકાલ કરતાં આજે વધુ મૃત્યુ થયા છે. ગુરુવારે 11 લોકોના મોત થયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 14 લોકોના મોત થયા છે. ગુરુવારે, 12,213 નવા સંક્રમિત મળી આવ્યા હતા, જ્યારે…
હાલ ચોમાસાનો માહોલ છે અને દરિયામાં ન જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે દમણના જમપોર બીચ ઉપર દરિયા કિનારે ફરવા ગયેલા વાપીના બે સહેલાણીઓ દરિયામાં ન્હાવા પડતાં દરિયાના પાણીમાં ડૂબવા માંડતા તેઓએ કરેલી બૂમાબૂમ સાંભળી દરિયા કિનારે બેઠેલા અન્ય સહેલાણીઓને ધ્યાન જતા તેઓએ પણ બૂમાબુમ કરી મૂકીને માછીમારો તેમજ કોસ્ટ ગાર્ડની ટીમને મદદ માટે જાણ કરતા માછીમારોએ તરતજ પોતાની બોટ મારફતે બન્ને યુવકની શોધખોળ હાથ ધરીને એક યુવકનું રેસ્કયૂ કરી બચાવી લીધો હતો. જોકે, અન્ય એક યુવક ન મળી આવતા કોસ્ટ ગાર્ડની ટીમે ચેતક હેલિકોપ્ટરથી મધદરિયે યુવકની શોધખોળ હાથ ધરી અન્ય યુવકનું પણ સફળતા પૂર્વક રેસ્ક્યૂ…
રાજ્યમાં આતંકી હુમલાની અપાયેલી ધમકી બાદ દરેક શંકાસ્પદ ગતિવિધિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે અને પીએમ મોદીની ગુજરાત મુલાકાત પૂર્વે ડેસર નજીક નવા સિહોરા, જૂના સીહોરા, ગોરસણ, છાલીયેર,વગરે ગામે મહીસાગર નદીના પટ વિસ્તારમાં રાત્રિના સમયે 3 ડ્રોન ઉડતા નજરે પડતા સ્થાનિક ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો અને પોલીસ ખાતું દોડતું થઈ ગયું હતું. ડેસર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ચારેલને શંકાસ્પદ ડ્રોન ઉડતા હોવાની માહિતી મળતા પોલીસે કરેલી તપાસમાં ખાણ ખનીજ વિભાગના દ્વારા રેતીચોરોને પકડવા માટે રાત્રિના સમયે ડ્રોન ઉડાવ્યા હોવાની વાત સામે આવી હતી. ડેસર તાલુકાના જુના સીહોરા છાલીયેર ગોરસણ ગામોમાં છેલ્લા કેટલાય સમયથી મહીસાગર નદીના પટમાંથી અને કોતર વિસ્તારમાંથી સતત…
વડોદરા નજીક ડુપ્લિકેટ સિમેન્ટ વેચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે,હાલ નાના મોટા અનેક બાંધકામો થઈ રહયા છે ત્યારે આવા સિમેન્ટ ના વપરાશને લઈ બાંધકામો ની ગુણવત્તા નહિ જળવાતા ક્યારેક દુર્ઘટના બનતી હોય છે અને મકાનો પડી જવાથી જાનહાની થતી હોય છે તેવે સમયે આ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી છે. વડોદરાના સાવલી તાલુકાના વેમાર ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી હલકી કક્ષાનું મરટીયલ જાણીતી સિમેન્ટ કંપનીની બેગમાં ભરીને વેચાણ થતું હોવાના ચોંકાવનારા કૌભાંડનો જિલ્લા એસ.ઓ.જી એ પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન 26 વર્ષીય જયદેવ જાદવ નામનો ઈસમ રૂપિયા 190 ની કિંમતનો બ્લેક સ્ટોન સિમેન્ટ લાવી તેને જાણીતી…
દેશના પૂર્વોત્તર રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ પડતા ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે,આસામમાં પૂર ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક 46 ઉપર પહોંચતા ભારે વિકટ સ્થિતિ ઉભી થઇ છે.દરમ્યાન હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી તમામ ઉત્તરપૂર્વીય રાજ્યો અને તેની નજીકના ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી કે, “આસામ અને મેઘાલયમાં 16 થી 18 જૂન સુધી અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.” હવામાન વિભાગના…