કવિ: Halima shaikh

બૂટલેગરને સવલત આપવા માટે પૈસા લેવા જતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ રંગેહાથ એસીબીના સકંજામાં આવી ગયા છે જોકે,પીએસઆઈ ફરાર થઇ ગયા છે. મહિલા PSI અને કોન્સ્ટેબલ 35 હજાર લાંચ મામલે ACBના સંકજામાં આવી ગયા હતા. વિગતો મુજબ છોટા ઉદેપુરના કરાલી પોલીસ મથકના PSIઆર.જે.ચોટલીયા અને કોન્સ્ટેબલ કિરણ વસાવા ACB ટ્રેપમાં ફસાયા હતા જેઓએ બુટલેગરને કોર્ટમાં જલ્દી રજૂ કરવા અને સવલત આપવા માટે રૂ.35,000 માંગ્યા હતા જેથી બૂટલેગરે એસીબીને જાણ કરતા ગોઠવાયેલા છટકામાં લાંચ સ્વીકારતા કોન્સ્ટેબલ કિરણ વસાવા રંગેહાથ ઝડપાયો હતો જ્યારે PSI આર.જે.ચોટલીયા ફરાર થઈ ગયા છે. આ ઘટનાને લઈ છોટાઉદેપુર પંથકમાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. ભ્રષ્ટાચાર,…

Read More

રાહુલ ગાંધીને ઇડી દ્વારા જે 10 સવાલ કરાયા તે આ મુજબ છે જેમાં યંગ ઈન્ડિયાની સંપત્તિના પૈસા કોણ વાપરી રહ્યું છે. જો કે રાહુલે આ મામલે એ જ જવાબ આપ્યો જે પાર્ટીના નેતા રણદીપ સુરજેવાલાએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં દોહરાવી હતી. બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, જે કંપની પાસેથી લોન લેવામાં આવી છે તેની સાથે તેમનો શું સંબંધ છે. આ પ્રશ્નના ઘણા પેટા ભાગો છે. જેમ કે આ કંપની કોણે બનાવી છે. તેનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કોણ છે? શું તેઓ હવે બદલાઈ ગયા છે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક ક્યારે મળી હતી? મીટિંગની મિનિટ્સ શું હતી? ત્રીજો પ્રશ્ન, શું તમે જાણો…

Read More

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના લોકસભા સાંસદ રાહુલ ગાંધી માટે મુશ્કેલીઓ વધી શકે છે. જેમ જેમ પૂછપરછનો સમય વધી રહ્યો છે તેમ તેમ રાહુલની ધરપકડનો ખતરો તોળાઈ રહ્યો છે. EDના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીની ત્રીજા દિવસની પૂછપરછમાં અનેક સવાલો વારંવાર ઉઠી રહ્યા છે. કારણ એ છે કે, તપાસ એજન્સી તેમનો ચોક્કસ જવાબ મેળવી શકી નથી. એવા દસ પ્રશ્નો છે જેણે રાહુલ ગાંધીને ‘અસ્વસ્થ’ સ્થિતિમાં મૂક્યા છે. બીજી તરફ બુધવારે રાહુલ ગાંધીના દેખાવ દરમિયાન દિલ્હી પોલીસની કાર્યવાહી કંઇક નવા સંકેત આપી રહી છે. ત્રીજા દિવસની સુનાવણીમાં દિલ્હી પોલીસે કોંગ્રેસ હેડક્વાર્ટર અને અન્ય માર્ગો પર જબરદસ્ત કિલ્લેબંધી કરી છે. હરિયાણાના રાજ્યસભા…

Read More

વડોદરામાં આવેલ એકતા નગરમાં બારેમાસ ગટરો ઉભરાતી રહેતી હતી અને ગંદકીનું સામ્રાજ્ય હતું પણ હવે આ વિસ્તારમાં જાણે ચમત્કાર થયો છે અને અચાનકજ સાધનો આવી ગયા માણસો આવી ગયા અને આ વિસ્તારની કાયા પલટ થઈ ગઈ છે અને જ્યારે સ્થાનિક લોકો એ આ ચમત્કાર માટે તપાસ કરીતો ખબર પડીકે અહીં 18મીએ નજીકના મેદાનમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી આવવાના હોય આ વિસ્તારમાં રાતોરાત બધાજ કામો થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગરની ઓચિંતી મુલાકાત લીધી હતી. તે સમયે પણ મુખ્યમંત્રી સમક્ષ સ્થાનિક લોકોએ ઉભરાતી ગટરો, પાણીની સમસ્યા તેમજ રસ્તાઓ અંગે રજૂઆતો કરી હતી. તે રજૂઆતો બાદ પણ…

Read More

શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના’ચાઈના રશિયાનું યુદ્ધ અને ભાજપનો ધ્વજ’ જેવા શબ્દોનો ભાંગરો વટાતા લોકોમાં રમૂજ અને બે ઘડી મનોરંજન થયું હતું જોકે,મંત્રીએ ખોટા બોલાયેલા શબ્દો ફરી સુધારી લીધા હતા. રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી આજે રાજકોટ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સંમેલનમાં હાજર રહ્યા તે દરમ્યાન તેઓએ પોતાના ભાષણમાં ભાંગરો વાટયો હતો. શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે જ્યારે ચીન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલતું હતું એ સમયે PM મોદીએ રશિયા અને યુક્રેનને 6 કલાક યુદ્ધનો વિરામ કરવા કહ્યું હતું અને યુદ્ધનો વિરામ આવ્યો, કારણ કે વિદ્યાર્થીઓ ભાજપનો ધ્વજ લઈને નીકળ્યા હતા. જોકે, બફાટ થઈ જતા રમૂજ ફેલાઈ અને અચાનક શિક્ષણમંત્રીને…

Read More

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની EDની પૂછપરછ સામે કાર્યકરોએ પાર્ટી હેડક્વાર્ટરની બહાર વિરોધ કર્યો હતો અને કોંગ્રેસના નેતાઓએ ED ઓફિસની બહાર ટાયરો સળગાવી વિરોધ કર્યો હતો, જ્યારે કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ કરી રહેલી મહિલા કાર્યકરોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. વિરોધ કરી રહેલી મહિલા કાર્યકરોને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી પર નિશાન સાધ્યું હતું. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ રાહુલ ગાંધી પર નિશાન સાધી રહ્યા છે. આ દરમિયાન છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. આ…

Read More

છેલ્લા ઘણાજ સમયથી સીએનજી વાહનો સળગી ઉઠવાની ઘટનાઓ માં વધારો થયો છે ત્યારે વડોદરામાં પણ એક CNG રીક્ષા સળગી ઉઠવાનો બનાવ બન્યો હતો જેમાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. વડોદરના રેલવે સ્ટેશન નજીક અલકાપુરી ગરનાળામાં એક CNG રીક્ષા સળગી ઉઠતા ભારે અફરા તફરી મચી ગઇ હતી. રિક્ષામાં અચાનકજ આગ લાગતા રીક્ષા ચાલક રીક્ષામાં એકલો જ હોય તે સમયસૂચકતા વાપરી તે રિક્ષામાંથી બહાર નીકળી ગયો હતો આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજા થઇ ન હતી. ઘટનાની જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને રિક્ષામાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી બૂઝાવી હતી જોકે,આગની ચોક્કસ કારણ જાણી શકાયું…

Read More

ગુજરાતમાં મોંઘી વીજળી સામે આમ આદમી પાર્ટીએ આંદોલન ચલાવવા તખ્તો તૈયાર કરી દીધો છે અને રાજ્યભરમાં અભિયાન હાથ ધરવામાં આવશે. આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે આજે વીજળીના આંદોલનને લઇને પ્રદેશ સચિવ હસમુખ પટેલ અને જે .જે .મેવાડાએ જણાવ્યુ કે ગુજરાત માં મોંઘી વીજળી આપવામાં આવે છે ત્યારે ગુજરાત ને પણ વીજળી ના 200 યુનિટ ફ્રી આપવમાં આવે તેવી તેઓએ માંગ કરી ઉમેર્યું કે જો ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બનશે તો દિલ્હી અને પંજાબ ની જેમ ગુજરાત માં પણ 200 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે. આપ દ્વારા તારીખ 16/6/2022 થી સમગ્ર ગુજરાત માં વીજળી આંદોલન ચલાવવાની જાહેરાત કરી…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા શેખ હુસૈન વિરુદ્ધ ભાજપે ફરિયાદ નોંધાવી હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 294 (અશ્લીલ કૃત્યો અને ગીતો) અને 504 IPC (શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અપમાન) હેઠળ નાગપુરના ગીટ્ટીખાદન પોલીસ સ્ટેશનમાં હુસૈન વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ભાજપના નેતાઓએ હુસૈન સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે જો 24 કલાકમાં હુસૈનની ધરપકડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ નેતા હુસૈન અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષે નાગપુરમાં ED ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન વખતે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ED દ્વારા પૂછપરછના…

Read More

ભરૂચમાં રોકડા રૂપિયા એક કરોડ ઉપરાંતની ચોરી થતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. ભરૂચના જાણીતા બિલ્ડર ધર્મેશ દિનેશચંદ્ર તાપિયાવાલા તા.12 જૂનના રોજ ઘર બંધ કરીને પોતાના પરિવાર સાથે કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન કરવા મોઢેરા ગયા હતા અને ત્યાંથી માં અંબેના દર્શન કરવા અંબાજી ગયા હતા અને તા. 14 જૂનના રોજ વહેલી સવારે ભરૂચ પોતાના ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોવા મળતા પરિવારને ધ્રાસકો પડ્યો હતો અને ઘરમાં પ્રવેશતા જ સમાન વેરવિખેર જણાતા ચોરી થઈ હોવાનું જણાયું હતું, તસ્કરોએ પ્રથમ જાળીવાળા દરવાજાનો નકુચો કોઇ સાધન વડે કાઢી નાખી મુખ્ય દરવાજાનો લોક તથા ઈન્ટરલોક તોડી ઘરમાં પ્રવેશ કરી…

Read More