દેશભરમાં હાલ નુપુર શર્માના નિવેદન મુદ્દે ભારે હોબાળો મચેલો છે ત્યારે કરણી સેના દ્વારા નુપૂર શર્માને જાહેર મંચ ઉપર થી સમર્થન આપતા મુસ્લિમ સંગઠન અને ઓલ ઇન્ડિયા મજલીસ એ ઉત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા તેનો વિરોધ કરી પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને આ અંગે રજૂઆત કરતા પોલીસે ગુનો નોંધ્યો છે. ભુજના હિલ ગાર્ડન ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા એકતા મહારેલી અને મહાસભાનું આયોજનનો કરવામાં આવતા મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો આ રેલીમાં હાજર હતા ત્યારે સભામાં સંગઠનના પ્રવક્તા મેહુલસિંહ દ્વારા જાહેર મંચ પર નિવેદન કર્યું હતું કે નુપુર શર્માએ કંઈ ખોટું નથી કહ્યું અને કરણી સેના તેમને સમર્થન આપે છે આ…
કવિ: Halima shaikh
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17અને 18 જૂને ગુજરાતમાં છે. વડાપ્રધાન 17 જૂને ગાંધીનગર રાજભવન રાત્રિ રોકાણ કરશે. 18મી જૂને સવારે 9.15 કલાકે પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના દર્શન કરશે અને ત્યાર બાદ 11.30 કલાકે પાવાગઢ નજીક આવેલા વિરાસત વનની મુલાકાત લેશે. ત્યારબાદ વડોદરા ખાતે રેલવેના વિવિધ પ્રકલ્પોના 16,369 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે 12:30 કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આગામી 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢમાં હોય આગામી16 જૂને બપોરે 12 વાગ્યાથી 18 જૂને બપોરે 3 વાગ્યા સુધી પાવાગઢ મંદિર જાહેર દર્શન માટે બંધ રાખવાનો…
પશ્ચિમ બંગાળમાં કોલસા કૌભાંડના મામલામાં સીબીઆઈની એક ટીમ આજે દક્ષિણ કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીના ઘરે પહોંચી હતી. આ ટીમ કૌભાંડના સંબંધમાં અભિષેક બેનર્જીની પત્ની રૂજીરા બેનર્જીની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં અભિષેક અને રૂજીરાની પૂછપરછ થઈ ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિવેદનોમાં વિસંગતતા મળ્યા બાદ નવેસરથી તપાસ કરવામાં આવી રહી છે. આ કૌભાંડ બંગાળમાં કોલસાની ખાણોમાંથી કોલસાની કથિત ચોરી સાથે સંબંધિત છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન આ કેસમાં બેનર્જી દંપતીની અગાઉ પૂછપરછ કરી ચૂક્યું છે. આ કૌભાંડની સીબીઆઈ અને ઈડી દ્વારા લાંબા સમયથી તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ માર્ચમાં ઈડીએ તૃણમૂલના રાષ્ટ્રીય…
રાજ્યમાં ખુબજ પ્રસિધ્ધ ધામ સાળંગપુર ગામે આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. આજે મંગળવારને પૂનમ નિમિતે દાદાને દિવ્ય વાઘા ધરાવીને સિંહાસનને ફૂલો વડે શણગારવામાં આવ્યુ હતું. આજના પાવન અવસરે મંદિર ખાતે મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને કેરીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિતે તા. 14-06-2022ને મંગળવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ…
વડોદરામાં મેફેડ્રોન ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે અને બિચ્છુ ગેંગનો સાગરીત સહિત મુંબઇની એક મહિલા મળી કુલ ચાર ઇસમોને રૂ. 8 લાખની કિંમતના 81 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી પાડી પોલીસે ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતો બિચ્છુ ગેંગનો સાગરીત તનવીર ઉર્ફે તન્નુ મલેક તથા તેની સાથે એક મધુમિતા ઉર્ફે અનામિકા નામની મહિલા, પાર્થ ઉર્ફે સરદાર મધ્ય પ્રદેશ પાસિંગની કારમાં મધ્ય પ્રદેશ તરફથી એમ.ડી.ડ્રગ્સનો જથ્થો લઇને હાલોલ રોડ થઇ વડોદરા આવી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે ગોલ્ડન ટોલનાકા પાસે વૉચ ગોઠવી હતી જ્યાં બાતમી મુજબની શંકાસ્પદ કાર પસાર થતાં પોલીસે તેનો પીછો કરી દરજીપુરા RTO…
આમ આદમી પાર્ટીના નવા સંગઠનના માળખાને લઈ વિરોધ જોવા મળ્યો છે અને તાપી જિલ્લાના હોદ્દેદારોએ ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન સામે નારાજગી વ્યક્ત કરી પ્રમુખ, મહામંત્રી અને સહપ્રભારી સહિતનાઓએ રાજીનામા ધરી દીધા છે. પક્ષમાં 107 હોદ્દેદારો પૈકી 33 તો માત્ર સુરતના હોવાની વાત છે. નવા સંગઠનના નામે માત્ર સુરતના લોકોનો દબદબો વધારવા કારસો ઘડાયો હોવાની ચર્ચાઓ ઉઠી છે, પાર્ટી સાથે ગદ્દારી કરી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરોને પણ પાર્ટીએ મોટું પ્રમોશન આપી દેવામાં આવ્યું હોવાનુ ચર્ચાઈ રહ્યું છે.પ્રદેશ સંગઠનના 107 લોકોમાંથી 33 સુરતના છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પૈસા લઈ મોટો હોદ્દો આપ્યો હોવાના અક્ષેપો અને ચર્ચા ચાલી રહી છે. વિગતો મુજબ તાપી જિલ્લામાંથી…
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. આગામી દોઢ વર્ષમાં સરકાર વિવિધ સરકારી વિભાગોમાં 10 લાખ જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયો હેઠળ હાથ ધરવામાં આવશે. સરકારના આ પગલાથી દેશના બેરોજગાર યુવાનોને રાહત મળવાની આશા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં કર્મચારીઓની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નોકરીઓ આપવાનો આદેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ મોદીએ આ પહેલા ગત એપ્રિલમાં પણ સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે અધિકારીઓને સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. જેથી દેશમાં યુવાનો માટે તકો ઊભી…
રાજ્યમાં ખેડૂતોના જમીન માપણી સહિત જમીન સંપાદન, પાક વીમામાં અન્યાય, ખાતરમાં ભાવવધારો તેમજ કેનાલ ચેકડેમ સહિતના પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ નહિ આવતા ખેડૂત સંગઠનો હવે એકજૂથ થઈ આંદોલન કરશે. ગુજરાત કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ અને કિસાન સભા સહિતના સંગઠનોની આગેવાનીમાં યોજાયેલી વિવિધ બેઠક બાદ હવે આગામી તા.18મીએ અમદાવાદ ખાતે યોજાનારી મુખ્ય બેઠકમાં સરકાર સામે લડતનો તખ્તો ઘડી કાઢવામાં આવનાર છે. ખેડૂતોના વણઉકેલ્યા પ્રશ્નોમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી તેના વિકલ્પ સ્વરૂપે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં પણ અન્યાય થયો છે. ક્લાઇમેટ ચેન્જથી કૃષિપાકને અને ખેડૂતોને ખૂબ જ નુકસાન થઇ રહ્યું છે સામે ખેડૂતોને વીમા સુરક્ષા મળતી નથી. તો આ સિવાય…
ગુજરાતમાં ચુંટણીઓ અગાઉ ભાજપ દ્વારા ધારાસભ્યોની કામગીરી મામલે નોન ગુજરાતી પત્રકારોની ટીમ પાસે ખાનગી સરવે કરાવ્યો હોવાની વાત મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી છે.આ ટીમે સૌરાષ્ટ્રમાં સરવે પૂર્ણ કરી દીધો છે. સૌરાષ્ટ્રની 48 બેઠકમાંથી ભાજપના 24 ધારાસભ્યોના કામનું રિપોર્ટ-કાર્ડ તૈયાર કરી દેવાયુ છે. આથી નિષ્ક્રિય ધારાસભ્યોનું રિપોર્ટ કાર્ડ તૈયાર થઈ ગયા છે જેથી ખાનગી સરવે ટીમનું રિપોર્ટ-કાર્ડ હાઇકમાન્ડ પાસે મોકલવા તખ્તો ઘડાઈ ગયો છે. ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોને ટીકીટ આપવી તે મુદ્દે તૈયારીઓ શરૂ કરાઇ છે, રાજકોટ જિલ્લામાં ભોપાલની ટીમે સરવે દરમ્યાન સ્થાનિક જનતા થી માંડી કાર્યકરો અને પત્રકારોનાં મત જાણ્યા હતા. રાજકોટ જિલ્લામાં 8 બેઠકોમાં ક્યાં ધારાસભ્યો ચૂંટણી…
દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની અછતના સમાચાર છે. સોમવારે પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી ગઈ હતી. શું આ તેલની અછતની અફવાઓને કારણે થઈ રહ્યું છે અથવા તે ખરેખર કટોકટી છે? તે હજુ સ્પષ્ટ નથી. સરકાર અને ઓઈલ કંપનીઓએ મૌન સેવ્યું છે. પેટ્રોલ પંપ એસોસિયેશનનું કહેવું છે કે તેલ કંપનીઓ માંગ પ્રમાણે સપ્લાય કરી રહી નથી. જેના કારણે અછત સર્જાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંપ માત્ર આઠ કલાક ખુલ્લા રાખવા જોઈએ. જો કે આ મામલે સરકાર અને ઓઈલ કંપનીઓ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.…