દિલ્હીમાં આજનો દિવસ કોંગ્રેસ છાવણી માં ફેરવાયો છે પ્રિયંકા પહોંચ્યા છે જ્યાં રાહુલ ED સમક્ષ હાજર થયા તે પહેલા તેમના સાળા અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રાએ એક ઈમોશનલ પોસ્ટ લખી હતી. તેમણે લખ્યું કે તમેપણ તમામ પાયાવિહોણા આરોપોમાંથી મુક્ત થઈ જશો. તેઓએ પોતાનો અનુભવ શેર કરી ઉમેર્યું કે મેં પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાથે 15 વખત સમન્સનો સામનો કર્યો છે, દરેક સવાલનો જવાબ આપ્યો છે અને મારી પ્રથમ કમાણીથી અત્યાર સુધીમાં 23,000 થી વધુ દસ્તાવેજો આપ્યા છે. તેણે આગળ લખ્યું કે હું માનું છું કે, “સત્યનો વિજય થશે”, અને પ્રવર્તમાન પ્રણાલીના આ જુલમ તેઓ ઇચ્છે તેવી અસર નહીં કરે. આ સરકાર દમનની…
કવિ: Halima shaikh
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 8084 નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીઓના મોત થયા છે. આ સાથે, દૈનિક ચેપ દર વધીને 3.24 ટકા થઈ ગયો છે. ચેપનો વધતો દર ચિંતાજનક છે. જો તે 5 ટકાથી વધી જાય તો તે નવા વેરીએન્ટ નો સંકેત હોઈ શકે છે. આજે સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા હવે વધીને 4,32,30,101 થઈ ગઈ છે. લગભગ ચાર મહિના પછી, દૈનિક ચેપ દર ત્રણ ટકાને વટાવી ગયો છે. ગઈકાલ રવિવારની સરખામણીમાં આજે સોમવારે નવા સંક્રમિતોની સંખ્યા નજીવી વધી છે, જો કે, મૃત્યુ વધુ થયા છે. રવિવારે સવારે…
શેરબજાર ખુલતાની સાથે જ ગગડયું હતું અને સેન્સેક્સ 1300 પોઈન્ટ અને નિફ્ટી 16000 થી નીચે આવી ગયો છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ ગગડયુ હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 1200 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 16,000ના સ્તરની નીચે ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. અત્યારે સેન્સેક્સ 1315 પોઈન્ટ લપસીને કારોબાર કરી રહ્યો છે, તો નિફ્ટી 15,833 ના સ્તર પર આવી ગયો છે. આ અગાઉ, ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું અને અંતે મજબૂત ઘટાડા સાથે લાલ નિશાન પર બંધ થયું હતું. BSE સેન્સેક્સ…
જેતપુર શહેર પ્રમુખ જ કારખાનેદાર પાસેથી ખોટી રીતે 20 લાખની ખંડણી ઉઘરાવવા જતા ભેરવાઇ પડ્યા હતા અને મામલો પોલીસ મથકે જતા તેની ધરપકડ કરવામાં આવી છે. જેતપુરમાં સાડીના એક કારખાનાને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હોવાછતાં તે કારખાનું ચાલુ હોવાની અરજી આપના શહેર પ્રમુખે જીપીસીબીમાં કરી તેના સમાધાન પેટે કારખાનેદાર પાસેથી 20 લાખની ખંડણી માગવાની વાત સામે આવી છે. વિગતો મુજબ જેતપુર શહેરના ચાંપરાજપુર રોડ પર આવેલા જય ગૌતમ ટેક્ષટાઇલ નામના સાડીના કારખાનાને વર્ષ ૨૦૧૮માં જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ ફટકારતા કારખાનું બંધ થઈ ગયું હતું. દરમ્યાન આ કારખાનું ચાલુ હોવાની ફરિયાદ આમ આદમી પાર્ટી જેતપુર શહેરના પ્રમુખ ભાવેશભાઈ ગીણોયાએ જીપીસીબી તેમજ…
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, અભિનેત્રીના ભાઈને પોલીસે બેંગ્લોરથી કસ્ટડીમાં લીધો છે. તેના પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. પોલીસે દરોડા પાડ્યા બાદ તેઓને પોતાની કસ્ટડીમાં લીધા હતા. બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર પર ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો છે. બેંગ્લોર પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે. પોલીસે એક હોટલ પર દરોડો પાડ્યો જ્યાંથી સિદ્ધાંતની અટકાયત કરવામાં આવી છે. ડ્રગ ટેસ્ટમાં સિદ્ધાંત સાથેના કુલ છ લોકો પોઝિટીવ મળી આવ્યા છે. આ પાર્ટી બેંગ્લોરના એમજી રોડ પર સ્થિત હોટલમાં ચાલી રહી હતી.
યુપીમાં તોફાનીઓ સામે આકરા પગલાં ભરી તેઓના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કાર્યવાહીથી ભડકેલા અસદુદ્દીન ઓવૈસીએ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સામે નિશાન સાધી કહ્યું કે કોર્ટને તાળા મારો, જો મુખ્યમંત્રી નક્કી કરશે કે ગુનેગાર કોણ છે તો કોર્ટની શું જરૂર છે? પયગંબર મોહમ્મદ વિરૂદ્ધ નૂપુર શર્મા એ કરેલી ટિપ્પણી બાદ ફાટી નીકળેલા હિંસક પ્રદર્શનો બાદ તોફાની તત્વો વિરુદ્ધ યુપીના સીએમ યોગી અદિત્યનાથે પોલીસને કડક કાર્યવાહી કરવા આદેશ આપતા તોફાનીઓ સામે કડક પગલાં ભરવાનું શરૂ થતાં એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ પ્રયાગરાજ હિંસાના મુખ્ય આરોપી જાવેદ પંપના ઘરે બુલડોઝરની કાર્યવાહીને લઈને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે. ગુજરાતના કચ્છમાં રેલી દરમિયાન…
‘યે રાહુલ ગાંધી હૈ ઝુકેગા નહીં’ !! હાલ આ સૂત્રોચ્ચાર કોંગી કાર્યકરો કરી રહયા છે જેઓની અટકાયત કરી લેવામાં આવી છે,EDના સવાલો પહેલા દિલ્હીમાં અનેક રસ્તાઓ બંધ કરવાની પોલીસને ફરજ પડી છે. નેશનલ હેરાલ્ડ પ્રકરણમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાના છે. તે જ સમયે, કોંગ્રેસ પાર્ટીના સમર્થકો દેશભરમાં પ્રદર્શન કરીને તેનો વિરોધ કરી રહ્યા છે. જોકે, પોલીસે દિલ્હીમાં પ્રદર્શનની પરવાનગી આપી નથી પણ અનેક રસ્તા બંધ કરી દેવાયા છે. દિલ્હી ટ્રાફિક પોલીસે ગોલ મેથી જંક્શન, તુઘલક રોડ જંક્શન, ક્લેરિજ જંક્શન, ક્યુ-પોઈન્ટ જંક્શન, સુનહરી મસ્જિદ જંક્શન, મૌલાના આઝાદ રોડ જંક્શન અને માન સિંહ…
રાજ્યમાં ચોમાસુ બેસી ગયું છે અને વરસાદ પડવાનું ચાલુ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી વીજળી પડવાના બનાવો વધ્યા છે અને સીઝનના પ્રારંભે જ પડેલા વરસાદમાં વીજળી અને દીવાલ ધસી પડવાના જુદા જુદા બનાવોમાં પાંચ વ્યક્તિ અને પાંચ પશુઓના મોત થઈ ગયા છે. જામનગરના કાલાવડમાં એક ઈંચ વરસાદ તથા જામજોધપુર, ખંભાળિયા અને લાલપુરમાં વરસાદ પડ્યો હતો. રાજકોટમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો હતો અમરેલી જિલ્લા સહિત સુરત,નવસારી,ડાંગ,દાહોદ, વલસાડના ઉમરગામમાં 22 મિ.મી., કપરાડામાં 31 મિ.મી., ધરમપુરમાં 25 મિ.મી. તેમજ વડોદરા અને કડાણામાં 50 મિ.મી, ઝાલોદમાં 30 મિ.મી. વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ચોમાસા પ્રારંભે જ મોરબીના ઝિકિયારી, નર્મદાના સાગબારામાં સીમ આમલી તેમજ સંતરામપુરના…
દેશમાં કોમી તોફાનો કરાવી હિન્દૂ -મુસલમાન વચ્ચે દંગા કરાવવાનું કાવતરું ચાલી રહ્યું છે અને યુવાનોને ગેરમાર્ગે દોરી અશાંતિ ફેલાવવાનું કામ થઈ રહ્યું છે અગ્રણી ઇસ્લામિક સંગઠન જમાત ઉલેમા-એ-હિંદે આ હિંસા માટે AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી અને જમાત ઉલેમા-એ-હિંદના બીજા જૂથના પ્રમુખ મૌલાના અરશદ મદનીને જવાબદાર ગણાવી જમાતના પ્રમુખ સુહૈબ કાસમીએ કહ્યું, કે અમે અસદુદ્દીન ઓવૈસી અને મૌલાના મદની વિરુદ્ધ ફતવો બહાર પાડીશું. સુહૈબ કાસમીએ કહયુ કે ઓવૈસી અને મદની જેવા લોકોજ દેશના ભાઈઓને લડાવી મારે છે. કાસમીએ વધુમાં કહ્યું કે ઓવૈસી અને મૌલાના મદની જેવા લોકો જેતે સ્થિતિમાં સમાધાન શોધવાને બદલે આકરા નિવેદનો કરી યુવાનોને ભડકાવી વિરોધ પ્રદર્શનનો એજન્ડા લાગે…
રાધનપુરમાં ભાજપના ગઢમાં બાકોરું પડયું છે અને ભાજપના200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયાના અહેવાલો છે,રાજ્યમાં ચુંટણીઓ પહેલા રાજકારણ માં પક્ષ પલટાની મૌસમ ખીલી છે. રાજકારણમાં પાર્ટી બદલવાની વાત હવે સામાન્ય થઈ ગઈ છે ત્યારે આ બધા વચ્ચે પાટણના રાધનપુરમાં ભાજપના ગઢમાં બાકોરું પડ્યુ છે અને રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈની હાજરીમાં 200થી વધુ કાર્યકરોએએ કોંગ્રેસનો પંજો પકડી લીધો છે. સાથેજ રાધનપુરના પોરાણા ગામના સરપંચ સહિત 200 ગ્રામજનો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ભાજપના અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનામાંપણ ગાબડું પડ્યુ હોવાના અહેવાલ છે અને ઠાકોર સમાજ અને ચૌધરી સમાજના લોકો પણ ભાજપને બાય બાય કરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આમ ગુજરાતમાં…