રાજ્યના મહા નગરોમાં કોરોનાના કેસો સતત વધી રહયા છે ત્યારે રાજકોટમાં પણ કોરોનાના કેસો વધી રહયા છે જેમાં એક દિવસમાંજ 8 કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયુ છે છેલ્લા 9 દિવસમાં કેસની સંખ્યા આઠ ગણી વધી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા 32 કેસમાંથી 50 ટકાથી વધુ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યુ છે. શુક્રવારે શહેરમાં કોરોનાના એકસાથે 8 નવા કેસ નોંધાયા હતા. જેમાં એક જ સોસાયટીમાં બે પોઝિટિવ દર્દીઓ મળ્યા છે સાથેજ રાજકોટમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 32 થઈ છે. જોકે મોટાભાગના દર્દીઓ હોમ આઈસોલેશનમાં રખાયા છે. મેહુલનગરમાં રહેતા 34 વર્ષના યુવાન અને 58…
કવિ: Halima shaikh
સુરત શહેર સાથે રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. સુરત શહેર-જિલ્લામાં ધીમે ધીમે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સતતત્રીજા દિવસે વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ સુરત શહેર જિલ્લામાં કોરોનાના 46 એક્ટિવ કેસ છે ત્યારે આગામી દિવસમાં ડબલ ડિઝિટમાં કેસ આવે તેવી શક્યતા વચ્ચે સોમવારથી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે તેવે સમયે સુરત મહાનગર પાલિકાએ શરદી, ખાસી, તાવ જેવા સામાન્ય લક્ષણો હોય તેવા વિદ્યાર્થીઓને સ્કૂલે ન મોકલવા વાલીઓને અપીલ કરી છે. હાલમાં મોટાભાગના કેસ ટ્રાવેલ હિસ્ટ્રીવાળા આવી રહ્યા છે ત્યારે વેકેશન મનાવી પરત આવી રહેલા બાળકો જો ચેપગ્રસ્ત હોયતો અન્ય બાળકોમાં સંક્રમણ લાગી શકે તેમ હોવાનું…
રાજ્યમાં વરસાદ પડવાની આગાહી વચ્ચે વલસાડ પથંકમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં કાળઝાળ ગરમીમાં લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો જોકે,પહેલા વરસાદે જ લાઈટના ધાંધિયા થતા લોકોએ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. રાત્રી દરમ્યાન વલસાડ તાલુકામાં 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ પડ્યો હોવાનું નોંધાયું હતું. વલસાડ શહેરમાં મધ્યરાત્રિએ આવેલા ધોધમાર વરસાદને પગલે વીજળી ડૂલ થઈ જતા શહેરના અનેક વિસ્તારોમાં વીજપ્રવાહ ખોરવાયો હતો. વલસાડમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે, અનેક વિસ્તારોમાં વીજળી ડુલ થઈ જતા લોકો અટવાયા હતા અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વડોદરામાં આગામી 18મીએ પીએમ મોદીજી આવી રહયા છે ત્યારે તે માટેની તડામાર તૈયારીઓ ચાલુ થઈ છે અને સભામાં દરેક વોર્ડમાંથી 5 હજાર બહેનો- માતાઓને એકત્ર કરવા ટાર્ગેટ અપાયો હોવાની વાત વચ્ચે આ ટાર્ગેટ પૂર્ણ કરવા સંગઠન અને ચૂંટાયેલી પાંખના આગેવાનો દોડધામમાં પડયા છે. વિગતો મુજબ આગામી 18મી તારીખે વડોદરા ખાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું આયોજન માટે સમય માગવા ગયેલા શહેરના સત્તાધીશોને વડાપ્રધાને વડોદરામાં મહિલા સંમેલન યોજવાની ઇચ્છા વ્યક્ત કરતા સભાસ્થળે કુલ જનમેદનીમાં અગાઉથી જ બે લાખ મહિલાઓને હાજર રાખવા સાથે આયોજન ની તૈયારીઓ શરૂ થઈ છે. જેમાં શહેરના દરેક વોર્ડમાંથી 5 હજાર બહેનોને સભા સ્થળ સુધી લાવવાની…
રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહયા છે ત્યારે વડોદરામાંના પણ કોરોનાના દર્દીઓ વધી રહયા છે અને અમદાવાદ બાદ હવે વડોદરા શહેર-જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે, છેલ્લા 24 કલાકમાં 18 નવા કેસ નોંધાયા છે જ્યારે 10 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. વડોદરામાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના 65 કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં હાલ કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 86 પર પહોંચી ગઇ છે. હાલ વિવિધ હોસ્પિટલોમાં 5 દર્દી એડમીટ છે જે પૈકી એક દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવેલ છે. અને કોરોના સંક્રમિત 90 જેટલા દર્દીઓ હોમ ક્વોરન્ટીન છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં શહેરના જેતલપુર, અકોટા,…
યુક્રેન પર હુમલા બાદ રશિયાના ઘણા દેશો સાથેના સંબંધો બગડ્યા છે. ઘણા પશ્ચિમી દેશોએ રશિયા સાથેના સંબંધોને સંપૂર્ણપણે તોડીને યુક્રેનને મદદ મોકલી છે ત્યારે જર્મનીએ પણ યુક્રેનનું સમર્થન કરી રશિયા સાથેના સંબંધો તોડ્યા છે અને જર્મનીએ રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસ સાથેનો સહયોગ સમાપ્ત કર્યો છે. આ પગલાં બાદ રશિયાએ જર્મનીના સેટેલાઇટને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો છે આ મામલો સામે આવ્યા બાદ જર્મનીની સ્પેસ એજન્સી પહેલા કરતા વધુ સતર્ક થઈ ગઈ છે. વાસ્તવમાં, થોડા વર્ષો પહેલા, રશિયા અને જર્મનીએ સંયુક્ત મિશન હેઠળ અવકાશમાં ઉપગ્રહ મોકલ્યો હતો. અત્યાર સુધી આ બંને દેશો આ મિશન પર સાથે મળીને કામ કરી રહ્યા હતા. જો…
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 10 જુનથી 12 જુન 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે, જેઓઆજે દીવ ખાતે ઉપસ્થિત રહેશે. અમિત શાહ દીવ પ્રવાસ દરમિયાન વેસ્ટર્ન રીજિયનની સુરક્ષા બેઠકમા ભાગ લેનાર છે. ત્યારબાદ તેઓ 12 જૂને આણંદ કૃષિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે તે બાદ ગાંધીનગર જશે અને ગાંધીનગર મનપા અને GUDAના કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહ રૂ.200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું તેમજ અમદાવાદના શેલામાં નવા તળાવનું લોકાર્પણ કરનાર છે. અમિત શાહ રૂ 280 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરનાર છે, જેઓ આવતીકાલે રવિવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ માં હાજર રહેશે ત્યારબાદ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ કરશે,ઉપરાંત મનપા હસ્તકના 198…
રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં ભાજપ સામે લડી શકે તેવો મજબૂત પક્ષ દેખાતો નથી એટલેજ તો મોદીજી એ ગઈકાલે પોતાના ભાષણમાં જાહેરમાં કહ્યું કે ‘અમે ભલું કરવા આવ્યા છે, ચૂંટણી માટે નહીં !! ચૂંટણીતો અમે જીતીએ જ છીએ’! ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપની સફળતામાં કોંગ્રેસના ધારાસભ્યોનો પણ સિંહફાળો છે. પાછલા વર્ષો ઉપર નજર કરવામાં આવેતો 2002થી 2022 સુધીના 20 વર્ષમાં ભાજપે કોંગ્રેસના 65થી વધુ ધારાસભ્યો અને 2000થી વધુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલા હોદ્દેદારોને ભાજપમાં સ્થાન આપ્યું છે પરિણામે ભાજપમાં બેઠેલાઓમાં 25 ટકા કોંગ્રેસના આયાતી છે. ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ છેલ્લાં પાંચ…
અમદાવાદમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે અને નવા ૮૩ કેસ સાથે કુલ આંક 410 કેસ નોંધાયા છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જોધપુર,નવરંગપુરા ઉપરાંત થલતેજ અને બોડકદેવ વોર્ડમાં પચાસ ટકાથી પણ વધુ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં હાલમાં કુલ ૨૭૦ એકિટવ કેસ છે,જ્યારે કુલ ૪૧૦ કેસ નોંધાવા પામ્યા છે. જોધપુર વોર્ડમાં કોરોનાના વીસ કેસ નોંધાયા છે.ઉપરાંત નવરંગપુરા, થલતેજ અને બોડકદેવ વોર્ડમાં પણ અનુક્રમે દસ-દસ કેસ નોંધાયા છે. બીજીતરફ અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના એસ.ટી.અને રેલવે સ્ટેશન ખાતે છેલ્લા ત્રણ દિવસથી આર.ટી.પી.સી.આર.અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.૯ જુને એસ.ટી.અને રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવેલા કોરોના…
આખરે, ચાર રાજ્યોમાં રાજ્યસભાની 16 બેઠકો માટેની મતગણતરી શનિવારે વહેલી સવારે પૂર્ણ થઈ ગઈ છે અને આખરે મહારાષ્ટ્રમાં ભાજપને ત્રણ, શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ અનુક્રમે એક બેઠક જીતી છે. હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે જ્યાં વરિષ્ઠ નેતા અજય માકનને હારનો સામનો કરવો પડ્યો છે. હરિયાણામાં ભાજપના કૃષ્ણલાલ પંવાર અને અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્મા જીત્યા. જ્યારે રાજસ્થાનની વાત કરીએ તો અહીં કોંગ્રેસને ત્રણ બેઠકો મળી હતી જ્યારે ભાજપને એક બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.રાજસ્થાન ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ તિવારીની તરફેણમાં ક્રોસ વોટિંગ કરવા બદલ ધારાસભ્ય શોભરાણી કુશવાહાને પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તેમણે 7 દિવસમાં ખુલાસો…