કોરોના એ અમદાવાદ માં હાહાકાર મચાવી દીધો છે અને એક અગ્રણી મીડિયા જૂથ દ્વારા દાવો કરાયો છે કે માત્ર તા. 11 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી અમદાવાદમાં કોરોનાથી કુલ 102 દર્દીનાં મૃત્યુ થઇ ચુક્યા છે પણ સરકારી આંકડા ખોટા દર્શાવી માત્ર 42 ના જ મોત થયા હોવાની નોંધ કરાતા અનેક સવાલ ઉભા થયા છે અને શામાટે આ લોકો જનતા ને ખોટી માહિતી આપી રહ્યા છે તે સમજાતું નથી. સરકારી ચોપડે અને શબવાહિનીમાં લઈ જવામાં આવેલા મૃતદેહના આંકડા ના ભેદભાવ ને લઈ આ પોલ ખુલ્લી પડી ગઈ છે. સરકારી ચોપડે 12 દિવસમાં કોરોનાથી માત્ર 42 મોત દર્શાવવામાં આવ્યા છે. 14 અને 20…
કવિ: Halima shaikh
વલસાડ નજીક બગવાડા ટોલનાકા ઉપર રાજ્ય ના આવક વિભાગની ટીમેં ચેકીંગ હાથ ધરી લાખો રૂપિયા ની કિંમત નો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરો ની એવી મોડ્સ ઓપરેન્ડી ખૂલ્લી પાડી કે જે આજદીન સુધી પોલીસ પણ શોધી શકી ન હતી અને તે જાણીને ખુદ વલસાડ પોલીસ પણ ચોંકી ઉઠી છે. વાપી નજીક આવેલા બગવાડા ટોલનાકા પર ભીલાડની આવકવેરા વિભાગની ટીમ દ્વારા હાઇવે પરથી પસાર થતાં માલ વાહક વાહનોને રોકી e-way બિલની તપાસ ચાલુ હતી તે દરમ્યાન મુંબઈ તરફથી આવી રહેલી વી-ટ્રાન્સ કંપનીની એક કન્ટેનર આવતા રોકયું હતું અને તેમાં ભરેલા સામાન અંગના બિલ માંગતા કન્ટેનર ચાલકે ટીમને તેની પાસે રહેલા જરૂરી…
સૌરાષ્ટ્રમાં બનેલા અકસ્માત ના વિચિત્ર બનાવ માં ગોંડલ નજીક સાંઢીયાપુલ પાસે ફાટક ખુલ્લું રહી જતા ટ્રેને કારને ટક્કર મારતા કારનો ભૂક્કો બોલી ગયો હતો અને કાર માં સવાર કારચાલક સંજયભાઈ ટીલાળાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. તેમજ પોલીસને જાણ થતા દોડી આવી હતી ફાટકમેનને પોતાની ભૂલ કબુલી હતી. ગોંડલના સાંઢિયા પુલ પાસેથી પસાર થતી સોમનાથ-જબલપુર ટ્રેન અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલકનું મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર ફાટકમેનની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.
રાજ્ય માં સૌથી વધુ અમદાવાદ શહેર માં કોરોના થી પ્રભાવિત બન્યું છે અને શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સફર પરિસર સોસાયટીમાં જ એકજ જગ્યા એ કુલ 80 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ભારે દોડધામ મચી ગઈ છે. વિગતો અનુસાર અમદાવાદ મ્યુનિ.ની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ છે અને સફર પરિસર-1 અને 2 એમ બંને બિલ્ડીંગ સીલ કરી દીધા હોવાના અહેવાલો છે અને આ વિસ્તાર ને કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકી દીધો છે. અમદાવાદમાં કોઈ એક જ રહેણાંક જગ્યા એ આટલા મોટા પ્રમાણમાં કેસ આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે આ વાત જ કોરોના વિસ્ફોટ ની ગવાહી પૂરે છે અને કોરોના પોઝિટિવનો ફરી વેવ શરૂ…
ગુજરાત ના દરિયા માં કરંટ જોવા મળી રહ્યો છે પરિણામે ખરાબ હવામાન ને કારણે ગુજરાત ના બે બંદર જાફરાબાદ અને પીપાવાવ બંદરે 1 નંબર નું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગ દ્વારા માછીમારો ને દરિયો નહિ ખેડવા ચેતવણી આપી છે. કારણ કે જાફરાબાદ ની અનેક બોટો દરિયા માં છે. હાલ અમરેલી ની આસપાસ ના દરિયાકાંઠે કરંટ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા દરિયા કાંઠા વિસ્તારમાં રહેતા લોકો ને સાવચેત રહેવા જણાવાયું છે.
કોરોના ની સ્થિતિ માં કાલે સોમવાર થી કર્ફ્યુને વધારવો કે મુક્તિ આપવી તે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર શહેરમાં ફક્ત રાત્રી કર્ફ્યૂ અમલ માં રહેશે દિવસે કરફ્યૂ નાખવામાં નહિ આવે. તેમણે એક રિજનલ ચેનલ સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં શનિ-રવિની રજાઓ હતી અને લોકો બહુ ભેગા ન થાય, તહેવારોમાં થયેલા સંક્રમણમાં વધારો ન થાય એટલા માટે શહેરમાં દિવસનો કર્ફ્યૂ અમલ માં હતો , તે પણ આવતી કાલે પૂરો થઇ જશે, પણ ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યૂ રહેવાનો છે. દિવસનો કર્ફ્યૂ માત્ર અમદાવાદ માં જ હતો જે આવતીકાલે પૂર્ણ થશે. આવતીકાલે…
રાજ્ય માં કોરોના અને કરફ્યૂ ની સ્થિતિ માં પણ પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ધારકોને અનાજ મળી રહે તે માટે રજાના દિવસે પણ રેશનની દુકાનદારોને વિતરણ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. સરકારી અનાજના દુકાનદારોને મદદનીશ નિયંત્રક અને ઝોનલ ઓફિસરો દ્વારા જાણ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સાપ્તાહિક રજા રાખવામાં આવશે નહિ અને રેશનકાર્ડ ધારકો ને અનાજ મળી રહે તે માટે તમામ દુકાનો ચાલુ રહેશે તેમ જણવાયું છે. રેશનિંગના દુકાનદારોએ પોતાની દુકાનમાંથી અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકોને આ અંગે માહિતગાર કરીને વિતરણ વ્યવસ્થા ગોઠવવાની સૂચનાઓ જારી કરવામાં આવી છે. રાજ્યના પુરવઠા વિભાગે 23 નવેમ્બરે સોમવારે તમામ વ્યાજબી ભાવની રેશનિંગની દુકાનો ચાલુ…
ગુજરાત માં સોમવાર થી દિવસે પણ સંભવિત કરફ્યૂ ની વાત સામે ઠેરઠેર વિરોધ જોવા મળી રહ્યો છે અને લોકો સોસિયલ સાઇટ ઉપર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને બજારો ચાલુ રાખવા માંગ કરી રહયા છે.કોરોના ની સ્થિતિ વિકટ બનતા હવે ફરી દિવસે પણ આંશિક બંધ ના અમલ ની સંભવિત ચર્ચા માત્ર થી વેપારીઓ માં રોષ ઉભો થતા હવે સરકાર આગામી શુ પગલાં ભરશે તેની ઉપર સૌની મીટ મંડાઈ છે.લોકો કહે છે ત્રણ મહિના ના લોકડાઉન માં બરબાદ થઈ ગયા તેની હજુ કળ વળી નથી તો હવે ઘર માં પુરાઈ જવું પસંદ નથી. સોમવારે સવારે 6 વાગે અમદાવાદ શહેરમાં 57 કલાકના…
કોરોના એ ફરી એકવાર આખી દુનિયાને અજગર ભરડા માં લીધી છે અને અસંખ્ય લોકો એ જીવ ગુમાવ્યા છે કોરોના વાયરસ ને એક વર્ષ થઈ ચૂક્યુ હોવા છતાં હજુસુધી 100 ટકા વેરિફાઈ થયેલી કોઈજ રસી બજાર માં આવી નથી ત્યારે વિદેશી કંપની એવી મોડર્ના વેક્સિન કંપનીએ પહેલી વખત તેમની વેક્સિન કોરોના ઉપર કાબુ મેળવી શક્તી હોવાનો દાવો કરી વેકશીન ની કિંમત વિશે માહિતી આપી છે. અમેરિકા અને ઈટલીમાં પણ સંક્રમણના કેસ ઝડપથી વધતા આ વાત સામે આવી છે. મોડર્ના વેક્સિનના એક ડોઝની કિંમત 25 ડોલરથી 37 ડોલર (લગભગ 1800થી 2700 રૂપિયા) હશે. કિમંત એ વાત પર નિર્ભર હશે કે કેટલો ઓર્ડર…
વીતેલા વર્ષ માં અનેક સેલિબ્રિટીસ ના મોત થઈ ચૂક્યા છે ત્યારે મળી રહેલા અહેવાલો મુજબ ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ લીના આચાર્યનું કિડની ફેલ થવાને કારણે દુઃખદ નિધન થઇ ગયું છે. નોંધનીય છે કે એક્ટ્રેસ લીના છેલ્લા દોઢ વર્ષથી કિડનની બીમારીથી પીડાતી હતી અને કિડની ની સમસ્યા વધુ બગડતા થોડાં સમય પહેલાં જ તેની માતાએ તેને કિડની આપી હતી પરંતુ તે બચી શકી નહીં. લીના દિલ્લીની એક હોસ્પિટલમાં દાખલ હતી. લીના ના નિધન થી તેના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે લીના ના નિધન ઉપર અનેક મોટી હસ્તીઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.