રાજ્ય માં કોરોના અને કરફ્યૂ ની સ્થિતિ માં પણ પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ધારકોને અનાજ મળી રહે તે માટે રજાના દિવસે પણ રેશનની દુકાનદારોને વિતરણ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. સરકારી અનાજના દુકાનદારોને મદદનીશ નિયંત્રક અને ઝોનલ ઓફિસરો દ્વારા જાણ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સાપ્તાહિક રજા રાખવામાં આવશે નહિ અને રેશનકાર્ડ ધારકો ને અનાજ મળી રહે તે માટે તમામ દુકાનો ચાલુ રહેશે તેમ જણવાયું છે. રેશનિંગના દુકાનદારોએ પોતાની દુકાનમાંથી અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકોને આ અંગે માહિતગાર કરીને વિતરણ વ્યવસ્થા ગોઠવવાની સૂચનાઓ જારી કરવામાં આવી છે. રાજ્યના પુરવઠા વિભાગે 23 નવેમ્બરે સોમવારે તમામ વ્યાજબી ભાવની રેશનિંગની દુકાનો ચાલુ…
કવિ: Halima shaikh
ગુજરાત માં સોમવાર થી દિવસે પણ સંભવિત કરફ્યૂ ની વાત સામે ઠેરઠેર વિરોધ જોવા મળી રહ્યો છે અને લોકો સોસિયલ સાઇટ ઉપર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને બજારો ચાલુ રાખવા માંગ કરી રહયા છે.કોરોના ની સ્થિતિ વિકટ બનતા હવે ફરી દિવસે પણ આંશિક બંધ ના અમલ ની સંભવિત ચર્ચા માત્ર થી વેપારીઓ માં રોષ ઉભો થતા હવે સરકાર આગામી શુ પગલાં ભરશે તેની ઉપર સૌની મીટ મંડાઈ છે.લોકો કહે છે ત્રણ મહિના ના લોકડાઉન માં બરબાદ થઈ ગયા તેની હજુ કળ વળી નથી તો હવે ઘર માં પુરાઈ જવું પસંદ નથી. સોમવારે સવારે 6 વાગે અમદાવાદ શહેરમાં 57 કલાકના…
કોરોના એ ફરી એકવાર આખી દુનિયાને અજગર ભરડા માં લીધી છે અને અસંખ્ય લોકો એ જીવ ગુમાવ્યા છે કોરોના વાયરસ ને એક વર્ષ થઈ ચૂક્યુ હોવા છતાં હજુસુધી 100 ટકા વેરિફાઈ થયેલી કોઈજ રસી બજાર માં આવી નથી ત્યારે વિદેશી કંપની એવી મોડર્ના વેક્સિન કંપનીએ પહેલી વખત તેમની વેક્સિન કોરોના ઉપર કાબુ મેળવી શક્તી હોવાનો દાવો કરી વેકશીન ની કિંમત વિશે માહિતી આપી છે. અમેરિકા અને ઈટલીમાં પણ સંક્રમણના કેસ ઝડપથી વધતા આ વાત સામે આવી છે. મોડર્ના વેક્સિનના એક ડોઝની કિંમત 25 ડોલરથી 37 ડોલર (લગભગ 1800થી 2700 રૂપિયા) હશે. કિમંત એ વાત પર નિર્ભર હશે કે કેટલો ઓર્ડર…
વીતેલા વર્ષ માં અનેક સેલિબ્રિટીસ ના મોત થઈ ચૂક્યા છે ત્યારે મળી રહેલા અહેવાલો મુજબ ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ લીના આચાર્યનું કિડની ફેલ થવાને કારણે દુઃખદ નિધન થઇ ગયું છે. નોંધનીય છે કે એક્ટ્રેસ લીના છેલ્લા દોઢ વર્ષથી કિડનની બીમારીથી પીડાતી હતી અને કિડની ની સમસ્યા વધુ બગડતા થોડાં સમય પહેલાં જ તેની માતાએ તેને કિડની આપી હતી પરંતુ તે બચી શકી નહીં. લીના દિલ્લીની એક હોસ્પિટલમાં દાખલ હતી. લીના ના નિધન થી તેના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે લીના ના નિધન ઉપર અનેક મોટી હસ્તીઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.
કોરોના નો ત્રીજો રાઉન્ડ વિશ્વ માં ઝડપથી સ્પ્રેડ થઈ ચૂક્યો છે અને અમેરિકામાં કોરોના સંક્રમણથી મરનારની સંખ્યામાં પણ ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે અહીં માત્ર છેલ્લા 24 કલાક માજ કુલ 2 હજાર 15 દર્દીનાં મોત થઇ ચુક્યા છે. મે મહિના બાદ એક જ દિવસમાં થયેલાં મોતનો આ સૌથી મોટો આંકડો છે.અહીં એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે કે ક્રિસમસ દરમ્યાન કોરોના નું સંક્રમણ વધુ ફેલાઈ શકે છે. જોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. આ બધાની વચ્ચે અમેરિકાના જ અમુક જાણકારોએ આશંકા વ્યક્ત કરી છે કે જો હાલ પણ સ્વતંત્રતાના નામે કડક પગલાં લેવાનું…
કોરોના ની સ્થિતિ વધુ કથળતા અને ગતરોજ શનિવારે 24 કલાકમાં 1,515 કેસ નોંધાતા ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ હોવાનો રેકોર્ડ સર્જાતા હવે લગ્ન ની સિઝન માં કોરોના વધુ વકરે નહિ તે માટે અમદાવાદ સહિત ચાર મહા નગરો માં આંશિક લોકડાઉન અમલ માં આવે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે. માત્ર અમદાવાદ માંજ એક જ દિવસમાં સૌથી વધુ 354 કેસ નોંધાયાનો નવો રેકોર્ડ બન્યો છે. સૂરત અને વડોદરામાં પણ નવા કેસ રોજ ત્રણ આંકડામાં જ નોંધાઇ રહ્યાં છે. અમદાવાદ શહેરમાં તો હોસ્પિટલોમાં જગ્યા ઓછી પડે તેવી સ્થિતિ છે. હાલ શનિ-રવિના દિવસે સરકારે અહીં સદંતર કર્ફ્યૂ લાદ્યો છે, તો અમદાવાદ ઉપરાંત…
ભારત સાથે શાંતિ ની વાતો કરી મિટિંગો કરતા કરતા ચીન રમત રમી રહ્યું છે અને યુદ્ધ માટે જરૂરી ઇનફાષ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યું છે હાલ ચીન 3,488 કિલોમીટર લાંબા લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ઉપર રડાર લગાડી રહ્યું છે જેથી ભારત ઉપર નજર રાખી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં મે મહિનાથી તણાવ જોવા મળી રહ્યો છે. બંને દેશ આ વિવાદને ઉકેલવા માટે મિલિટ્રી અને ડિપ્લોમેટ લેવલ પર મીટિંગ કરી રહ્યું છે અને બંને દેશની સેના વચ્ચે કોર કમાન્ડર લેવલ પર અત્યાર સુધી માં કુલ આઠ વખત વાતચીત થઈ ચુકી છે અને હવે નવમા તબક્કાની વાતચીત પણ…
ગુજરાત માં કોરોના ની સ્થિતિ વચ્ચે હવે CBSE બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે અને દરેક શાળાઓને અલગ અલગ તારીખો મોકલવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બોર્ડ દ્વારા 1 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી દરમિયાન પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજાશે. બોર્ડ ના આધારભૂત સૂત્રો ના જણાવ્યા પ્રમાણે, પ્રેક્ટિકલ પરીક્ષા માટે શાળાઓને અલગ અલગ તારીખો મોકલવામાં આવશે. બોર્ડ તરફથી એક ઓબ્ઝર્વર પણ નિયુક્ત કરવામાં આવશે, જે પ્રેક્ટિકલ પરીક્ષા અને પ્રોજેક્ટ મૂલ્યાંકનની દેખરેખ કરશે. આ સિવાય ગત વર્ષોની જેમ જ પ્રેક્ટિકલ પરીક્ષામાં ઇન્ટર્નલ અને એક્સટર્નલ બન્ને એક્ઝામિનર હશે. શાળાઓની આ જવાબદારી હશે કે CBSE બોર્ડ દ્વારા નિયુક્ત એક્સટર્નલ એક્ઝામિનર દ્વારા જ પ્રેક્ટિકલ…
અમદાવાદ માં કોરોના સ્પ્રેડ થઈ ચૂક્યો છે અને દિવાળી ના તહેવારો બાદ તેની ગંભીર અસરો સામે આવી રહી છે. અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં આખો પરિવાર કોરોના સંક્રમિત થયા છે ગુરુકુળ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં તો પાંચ એવા પરિવાર છે,જેમાં 20 થી વધુ તમામ સભ્યો કોરોના સંક્રમિત છે. કેટલાક સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે કેટલાકને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. પાલડીમાં પણ કેટલીક સોસાયટીમાં મોટી સંખ્યા પરિવારોના સભ્યો કોરોના સંક્રમિત થયા છે. સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક આવેલી કેટલીક સોસાયટીમાં તેમજ થલતેજની કેટલીક સોસાયટીઓમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરમાં અનેક એવા પરિવાર પણ છે, જેમણે એક પરિવારમાંથી 3…
રાજ્ય માં કોરોના સ્પ્રેડ થઈ ચૂક્યો છે અને હજુતો માંડ ધંધાપાણી ચાલુ થાય ત્યાંજ ફરી કોરોના એ માથું ઉંચકતા હવે કરફ્યૂ ની સ્થિતિ વચ્ચે ફરી એકવાર બજારો સુમસાન બની રહી છે ત્યારે પ્રજા ને લોકડાઉન પાળવાનું જણાવી નેતાઓ રેલીઓ માં મસ્ત બન્યા છે. આજે કોરોના ના કેસ 1500 સુધી પહોંચી ગયા બાદ પણ નેતાઓ તેઓ નું ધાર્યું જ કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારની રેલીમાં મંત્રી ગણપત વસાવા પણ જોડાયા હતા. ભાજપના ધારાસભ્યનો સત્કાર સમારોહ માંડવીની કરંજ ગામની સ્કૂલમાં યોજવામાં આવ્યો હતો. જેમા ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર, ગણપત વસાવા પહોંચ્યા હતા. ધારાસભ્ય આત્મારામ પરમાર અને ગણપત વસાવાએ સત્કાર સમારોહને…