કવિ: Halima shaikh

શેરબજાર ના રોકાણકારો માટે આજનો દિવસ દિવાળી ની ખુશીઓ લઈને અવ્યો છે,આજે શેબરજારમાં સેન્સેક્સે નવો રેકોર્ડ બનાવ્યો છે. શેરબજાર ખુલતાની સાથે 42426 પર પહોંચ્યો હતો. તો બીજી તરફ નિફ્ટી પણ રેકોર્ડ તોડી 12430 પર પહોંચી ગયો હતો. વિદેશી બજારોમાં વધારાથી ભારતીય બજારમાં અસર જોવા મળી રહી છે. આજે સોમવારે શેર બજાર માં બોમ્બે સ્ટોક એક્સચેંજના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 503.99 પોઈન્ટ સાથે 42393.99ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટીની શરૂઆત 135.85 પોઈન્ટના વધારા સાથે 12399.40 પર થઈ હતી. સાથે જ 2020માં થયેલી નુકસાનીની ભરપાઈ થઈ જતા આ ફિલ્ડ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ માટે ખુશી નો દિવસ છે. જાન્યુઆરી 2020ના રોજ 41,306.02 પર બંધ…

Read More

વડોદરા માં ધો.10 ની કિશોરી ને બેભાન કરી દુષ્કર્મ કરવાના કેસમાં ગોત્રી પોલીસે આરોપી પ્રશાંત ઉપાધ્યાય નો કબ્જો મેળવી વડોદરા કોર્ટમાં રજૂ કરી 10 દિવસ ના રિમાન્ડ ની માંગણી કરતા કોર્ટે આરોપી પ્રશાંતના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. અત્રે નોંધનીય છે કે 2013થી 2017ના ગાળામાં પ્રશાંતના દયાનંદ પાર્કના આશ્રમમાં રહીને સેવા કરતી અને ધો.10 ની કિશોરી ઉપર 12 વખત દુષ્કર્મ કર્યું હતું. આ કૃત્યમાં તેમની શિષ્યાઓ દિશા જોન, દીક્ષા ઉર્ફે સીમા અને ઉન્નતિ જોશી પણ સામેલ હોવાનો આરોપ કિશોરીએ નોંધાવ્યો હતો. પ્રશાંતે કિશોરીને વિડિયો વાઈરલ કરવાની પણ ધમકી આપી હતી. દરમિયાન પોલીસે દિશા જોનને ઝડપી લઇ તેના 2 દિવસના…

Read More

વલસાડ જિલ્લા માં દિવાળી ઉપર ફટાકડા ફોડવા માટે માર્ગદર્શિકા તૈયાર થઈ છે જે મુજબ રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે, વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર આર.આર.રાવલે રાજ્યના ગૃહ વિભાગ અને સુપ્રિમ કોર્ટ દ્વારા નિર્દિષ્ટ કરાયેલા હુકમને ધ્યાને લઇ દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન વલસાડ જિલ્લામાં ફટાકડાના વેચાણ અને ખરીદ ઉપર નિયંત્રણો લાદ્યા છે.આ હુકમનો અમલ 11 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી કરવાનો રહેશે તેવી તાકીદ પણ કરાઇ છે. જે મુજબ દિવાળીના તહેવારો દરમિયાન રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર પીઇએસઓ સંસ્થા દ્વારા માન્ય બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તરવાળા…

Read More

અમદાવાદમાં પિરાણા-પીપળજ રોડ પર આવેલી અને ગેરકાયદેસર રીતે ધમધમતી ફેક્ટરીમાં થયેલા કેમિકલ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા 12માંથી 4 મૃતકના પરિવારજનોએ ન્યાયની માગણી સાથે 5 દિવસ થવા છતાં હજુ મૃતદેહ નહિ સ્વીકારતા તંત્ર માં મુંજવણ વધી છે અને તેઓ વળતર ની રકમ વધારવા તેમજ સરકારી નોકરી અપાવવા માટે માંગ કરી રહ્યા છે . દરમ્યાન મૃતકોના પરિવારના સભ્યોએ ગતસાંજે ઈન્દુલાલ યાજ્ઞિકના બાવલા પાસે મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાજંલિ આપવા સાથે ન્યાયની માગણી કરતો કાર્યક્રમ રાખ્યો હતો આમ આ ઘટના માં હજુસુધી કોઈ નિર્ણય નહિ આવતા દિવસો વ્યતીત થતા તંત્ર ની મુંજવણ વધી ગઈ છે.

Read More

ધર્મ ના નામે ધતિંગ કરનારા માથાભારે ઈસમો સામે કાર્યવાહી સખ્ત કરવામાં આવી રહી છે અને ખાસ કરીને યૌનશોષણ અને અશ્લિલ વીડિયો બનાવનારા કહેવાતા સંત બની ગયેલા પાખંડીઓ સામે હવે એકશન લેવામાં આવી રહયા છે ત્યારે મધ્યપ્રદેશમાં રવિવારે ગેરકાયદે બનાવાયેલા બાબા ના લક્ઝરી આશ્રમને તોડી પડાયા હતા. ભાજપ અને કોંગ્રેસના શાસન દરમિયાન રાજ્યમંત્રીનો દરજ્જો મેળવી ચૂકેલા નામદેવદાસ ત્યાંગી ઉર્ફે કોમ્પ્યુટર બાબાના ઇંદોર નજીકના આશ્રમનો પણ સમાવેશ થાય છે. આશ્રમમાંથી 10 ટ્રક જેટલો સામાન નીકળ્યો હતો. તેમાં મોંઘા સોફા, ટીવી, એસી, ફ્રીઝ, લક્ઝરી કાર અને એક બંદૂક પણ સામેલ છે. આ કાર્યવાહી દરમિયાન અશાંતિ ફેલાવવા બદલ બાબા અને તેના 7 સહયોગીની ધરપકડ…

Read More

કોરોના થી કંટાળી ગયેલા લોકો ઓછા બજેટ માં નજીક ના પ્રવાસ માં જવા ઉપડી ગયા છે,આ વર્ષે કોરોના ને લઈ લગભગ છ મહિના સુધી બંધ રહ્યા બાદ અનલોક માં હવે ટુરિસ્ટ સ્થળો શરૂ થતા લોકો માં કોરોના નો ડર થોડો ઓછો થતા તેઓ પરિવાર સાથે નજીક માજ પોતાના વાહનો માં ફરવા જઈ રહ્યા છે. દિવાળી દરમિયાન ફરવાનો ટ્રેન્ડ બદલાયો છે અને દૂરના સ્થળોએ જવાના બદલે લોકો નજીકના પર્યટન સ્થળોની પસંદગી કરી રહ્યા છે અને ગુજરાતમાં કચ્છ રણોત્સવ, દ્વારકા,સોમનાથ, ટેન્ટ સિટી કેવડિયા, સાસણગીર, સાપુતારા,તિથલ તરફ લોકો જઇ રહ્યા છે. એજ રીતે રાજ્ય બહાર નજીકના સ્થળોમાં રાજસ્થાનના જેસલમેર, જોધપુર, કુંભલગઢ, ઉદયપુરની ડિમાન્ડ…

Read More

જેઓ ના મતદાર યાદી માં નામ નથી કે નામ નાખવાના હોય કે સુધારણા કરવાની બાકી હોય તેઓ માટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મતદારયાદી સુધારણાનો કાર્યક્રમ 9મી સોમવારથી શરૂ થશે. જે 15 ડિસેમ્બર સુધી ચાલશે. ખાસ ઝુંબેશ હેઠળ 22, 29 નવેમ્બર, 6 અને 13 ડિસેમ્બર એમ ચાર રવિવારે સવારે 10 થી 5 મતદાર પોતાના વિસ્તારના મતદાન મથકોએ નવા ચૂંટણીકાર્ડ સહિત જૂના ચૂંટણીકાર્ડમાં સુધારા-વધારા કરાવી શકશે. પહેલી જાન્યુઆરી, 2021ના રોજ 18 વર્ષ પૂરા કરનાર અને તેથી વધુ ઉંમર ધરાવનાર તમામ મતદારો મતદારયાદીમાં નામ નોંધાવી શકશે. જેના માટે નમૂના-6 ફોર્મ ભરવાનું રહેશે.

Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર દેશ માંઅમદાવાદ જિલ્લાને મોડલ રૂપ બનાવવા માટે સૂચન કરી અન્ય જિલ્લાઓ માટે પ્રેરણા લેવા દિશા નિર્દેશ કર્યા હતા, અમદાવાદ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી ની મળેલી સમીક્ષા બેઠકને વીડિયો કોન્ફરન્સ અમિત શાહે સંબોધતા તેઓ એ આ વાત કરી હતી ઉપરાંત જિલ્લા વહીટીતંત્રને ખેતીમાં પાક ફેરબદલી પર ભાર મૂકવા માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવા અનુરોધ કરી જૈવિક ખેતી તરફ વાળવા તાકીદ કરી હતી. આ બેઠક બાદ પ્રતિભાવ આપતા અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ કહ્યું હતું કે, ‘જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોના જીવનને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા કટિબદ્ધ છે અને ‘દિશા’ દ્વારા અમદાવાદ જિલ્લાના વિકાસની નવી દિશા આપવાનો…

Read More

સુરત થી ઘોઘા રૂટ ઉપર દરિયાઈ માર્ગે ફેરી સર્વિસ નો પ્રધાનમંત્રી મોદીએ લોકાપર્ણ કર્યું હતું. સુરત ના હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ ના મોદીના હસ્તે થયેલા વર્ચ્યુઅલ ઉદઘાટન દરમ્યાન સુરતના હજીરા ખાતે ગુજરાત ના મુખ્યમંત્રી રૂપાણી અને મંત્રી મનસુખ માંડવીયા હાજર રહ્યા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ભારતમાં સમુદ્રી દ્વાર તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે. સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. જે હવે રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે. મોદીએ જણાવ્યું હતું કે, એક પ્રોજેક્ટથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેમ વધે છે. અને સાથે સાથે…

Read More

શુ આપની પાસે ફોર વ્હીલર છો તો હવે નવા નિયમ લાગુ પડી ગયા છે અને ફાસ્ટેગ લગાવવા માટે લોકો પાસે લગભગ 2 મહિનાનો સમય બચેલો છે નવા નિયમ મુજબ હવે 1 એપ્રિલ 2021 બાદ ફાસ્ટેગ લગાવવુ ફરજિયાત થશે નિયમ મુજબ 1 જાન્યુઆરી 2017 બાદ વેચાયેલા વાહનોમાં ફાસ્ટેગ લગાવવું ફરજીયાત થશે. તમામ ફોર વ્હીલર વાહનોનું રજિસ્ટ્રેસન ફરજિયાત કરવામાં આવ્યું હતુ. એટલુંજ નહીં ટ્રન્સપોર્ટ વ્હીકલ માટે ફાસ્ટેગ લગાવ્યા બાદ ફિટનેશ સર્ટિફિકેટ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 1 ઓક્ટોબર 2020થી ફરિજયાત કરવામાં આવ્યું હતુ કે વાહનોના નેશનલ પરમિટ માટે ફાસ્ટેગ લગાવવનું રહેશે. આ ઉપરાંત ફોર્મ 51 નામ માધ્યમથી નવા થર્ડ પાર્ટી ઈન્શ્યોરેન્શ કરાવવા…

Read More