દેશ માં બળાત્કાર ની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ ઉર્ફે કૃષ્ણપાલ સિંહ સામે શરીર સબંધ મામલે કેસ કરનાર વિદ્યાર્થિની એ કોર્ટમાં જુબાની દરમિયાન પોતાના જ આરોપોથી ફેરવી તોળતા સ્વામી ને રાહત મળી છે જે બાદ પ્રોસિક્યુશન દ્વારા તેને હોસ્ટાઈલ જાહેર કર્યું હતું અને તેની સામે CRPCની ધારા 340 હેઠળ કેસ દાખલ કરવાની અરજી દાખલ કરી હતી. એમપી-એમએલએ કોર્ટના વિશેષ જજ પવન કુમાર રાયે કેસને દાખલ કરવા માટે આદેશ આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી 15 ઓક્ટોબરે થશે.સરકારી વકીલ અભય ત્રિપાઠી મુજબ, ગત વર્ષે પાંચ સપ્ટેમ્બરે પીડિતાએ ચિન્મયાનંદ પર યૌન સંબંધ બનાવવા માટે પોતાની કસ્ટડીમાં રાખવાના નવી દિલ્હીમાં…
કવિ: Halima shaikh
કોરોના ના સંક્રમણ વચ્ચે આવી રહેલા નવરાત્રી પર્વ અને અને તહેવારો શૃંખલા દરમિયાન સરકાર દ્વારા પ્રસાદ વિતરણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદ ભડકયું છે અને આ મુદ્દે સરકાર ને 24 કલાક નું અલ્ટી મેટમ આપી વિચારવા જણાવી દીધું છે તેઓ ના કહેવા મુજબ સરકાર અન્ય ભોજન, નાસ્તા કે પીણાથી કેવી રીતે પ્રસાદ ને અલગ ગણી શકે તે અંગે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્પષ્ટતા કરવા ગૃહ વિભાગને પત્ર લખ્યો છે અને હિન્દુ સમાજના હિતમાં જો સરકાર દ્વારા 24 કલાકમાં ખુલાસો કરવામાં નહીં આવે તો વીએચપી દ્વારા આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ…
વલસાડ માં રેતી ચોર ઈસમો હવે સ્થાનિક તંત્ર ને ખિસ્સા માં લઇ ઔરંગાનદી પશ્ચિમે કોસંબા સુધીના ખાંજણ સુધી નદીમાંથી રેતીનું ખનન કરી રહ્યા છે પરિણામે કોસંબા, ભાગડાવડા, ભદેલી જગાલાલા અને ભાગડાખુર્દના ગામોની ખેતીની જમીન સામે સવાલો ઉઠ્યા છે. છેલ્લા 1 વર્ષથી રેતીના માફિયાઓ અહીં મનમાની કરી રહ્યા છે.વલસાડ શહેરના લીલાપોરથી લઇ કોસંબા સુધીના વિસ્તારમાં રેતીચોર ઈસમો બિન્દાસ રેતી ખનનની પ્રવૃત્તિ કરી રહ્યા છે જેને લઈ અસરગ્રસ્ત ગામો ની ગ્રામપંચાયતોએ ઠરાવો કરી રેતી ખનન રોકવાની માગ કરી છે.જો આ ગેરકાયદે ખનનનો વેપલો બંધ ન થાય તો તેમની જમીનો ધોવાણમાં જશે અને તેઓ આર્થિક રીતે પાયમાલ થઇ જશે તેવી ભીતિ વ્યક્ત થઈ…
વલસાડ પંથક માં ખાણ ખનીજ વિભાગ ના નાક નીચે થી રેતી નો બે નંબરી કાળો કારોબાર પુરજોશ માં ચાલી રહ્યો છે અને મંજૂર કાયદેસર ના સ્ટોક કરતા બમણો કે તેથી વધુની માત્રામાં રેતી નો સ્ટોક કરી કોરોના માં પણ લાખ્ખો રૂપિયા કમાઈ રહ્યા છે જેનાથી સરકારી તિજોરી કરતા અંગત ફાયદો ઉઠાવવા માં આવી રહ્યા ની બૂમ ઉઠવા પામી છે. વલસાડ માં કુંડી ફાટક થી લઈ પારડી સુધી ના એરિયા માં રેતી ના માફિયાઓ એ અડીંગો જમાવ્યો છે અને અહીં થી મોટા મોટા કન્ટેઈનર મુંબઈ તરફ જઈ રહ્યા છે. કારણ કે મુંબઈ મહારાષ્ટ્ર માં વધુ ભાવો મળતા હોવાનું કહેવાય છે. ધોલાઈ…
ઉમરગામ તાલુકાના જંબુરી ચેકપોસ્ટ ઉપર પોલીસે ઓડી કાર માં દારૂ ની બોટલો સાથે જઇ રહેલા સીને જગત સાથે સંકળાયેલા દંપતી ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિગતો મુજબ ભીલાડ પોલીસ મથક હસ્તકની જંબુરી ચેકપોસ્ટ ઉપર ફરજ ઉપર ફરજ ઉપર હાજર પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ બળદેવભાઈ વાઘેલા એ દમણ તરફથી આવી રહેલી સિલ્વર કલરની ઓડી કાર નંબર MH-02-EK-2223 ઉપર અટકાવી કાર માં તપાસ કરતા એક બેગમાંથી 8 જેટલી ભારતીય બનાવટનો મોંઘા ભાવ નો ઇંગલિશ દારૂની બોટલો મળી આવતા તેઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન કાર ચાલક નું નામ 48 વર્ષીય વિક્રમ વાસુદેવ રજાની, ધંધો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ…
દેશ માં મોટા અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં હૈદરાબાદ માં ભારે વરસાદ ને કારણે હોનારત જેવી સ્થિતિ ઉભી થઇ છે. સતત ભારે વરસાદને લઈ અત્યાર સુધી 11 લોકોનાં મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. તેમાં 9 લોકોનાં મોત બદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાને કારણે થયા છે. અહીં નીંચાણવાળા વિસ્તારો સંપૂર્ણ રીતે પાણી માં ડૂબી ચુક્યા છે. હૈદરાબાદ ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ભારે વરસાદને કારણે બંદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાને કારણે 9 લોકોનાં મોત નિપજ્યા છે. બાઉન્ડ્રી વોલ પડતાં 9 લોકોનાં મોત નિપજ્યા તો 2 લોકોને ઈજા પહોંચી છે. અલગ ઘટનામાં, એક 40 વર્ષીય મહિલા અને તેની 15…
વાપી અને ચલા વિસ્તારમાં પશુઓ ની બિન્દાસ ચોરી કરી જતા પશુચોર સીસીટીવી માં કેદ થયા મામલે મીડિયા માં આવેલા અહેવાલો બાદ લોકો માં ભારે રોષ ફેલાયો હતો અને આવા નીચ લોકો ને પકડી લેવા માટે વોચ ચાલુ થઈ હતી તે દરમ્યાન વાપી ટાઉન હનુમાન મંદિર પાસે ત્રણ ગાયોને ઇંજેક્શન મારી બેભાન કર્યા બાદ આ પશુઓ ને લઈ જવાની પેરવી કરી રહેલા ઈસમો ને સ્થાનિકો લોકો એ જોઇ લેતા તેઓ ને પડકારતાં આ ઈસમો ફરાર થઇ ગયા હતા.બીજી તરફ વાપી ટાઉન પોલીસે નાઇટ પેટ્રોલીંગ વધારી મુકતા સોમવારે રાત્રે પેટ્રોલીંગમાં ચલા મુક્તાનંદ માર્ગ ઉપર એક સફેદ ટવેરા કાર અને એસેન્ટ કારમાં બેસેલા…
નવરાત્રી પર્વ અને દિવાળી , નાતાલ પર્વ આવી રહ્યા છે અને કોરોના નું સંક્રમણ પણ ચાલુ હોય ગુજરાત સરકારે વિદેશોમાંથી આવતા ગુજરાતીઓ હવે એરપોર્ટથી સીધા જ પોતાના ઘરે ૧૪ દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં જઈ શકે તેની નવી ગાઈડલાઈન જાહેર કરતા હવે જો તમારું સંબંધી ઈન્ડિયા આવવા નું હશે તો સરકાર ની આ ગાઈડલાઈન નો અમલ કરવો પડશે. અત્યાર સુધી વિદેશથી આવતા ગુજરાતીઓને સરકારી વ્યવસ્થા અથવા તો હોટલોમાં ૭ દિવસ ક્વોરન્ટાઈન કરવામાં આવતા હતા. હવેથી ગર્ભાવસ્થા, પરીવારમાં મત્યુ, માનસિક તકલીફ, ગંભીર બિમારી ધરાવતા અને ૧૦ વર્ષથી નાના બાળકો સાથે આવતા પ્રવાસીઓએ બોર્ડિંગના ૭૨ કલાક પહેલા મુક્તિ મેળવી હશે તો તેમને સીધા જ…
હાથરસ ની ચકચારી ઘટના અંગે દેશભરમાં ભારે પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા છે ત્યારે રાજ્ય માંઆજે એક સાથે ગુજરાતના 14 જિલ્લાના 450થી વધુ ગામોમાં પ્રેરણા સભા યોજી મહિલાઓ હાથરસની મુતક યુવતીના પ્રતિકાત્મક ફોટાને ચપટી હળદરથી ચાંદલો કરશે. મૃતક દલિત યુવતીના કપાળે હળદર લગાવીને તેની માતાની ઇચ્છા પૂર્ણ કરવાનો પ્રયાસ કરાશે. બીજી ચપટી હળદર ત્યાં પડેલા ડબ્બામાં નાંખશે. દેશભરમાંથી તમામ ડબ્બાંઓ સાણંદ સ્થિત દલિત શક્તિ કેન્દ્ર ખાતે મોકલવામાં આવશે. ત્યાં પ્રતિકૃતિ તૈયાર થયા બાદ તે યુ.પી.ના મુખ્યમંત્રીને મોકલવામાં આવશે.આમ ગુજરાત માં આ પ્રકાર નું મોટું આયોજન કરવામાં આવતા દેશભર ના મીડિયા ની નજર ગુજરાત ઉપર ખેંચાઈ છે.
રાજ્ય માં કોરોના નું સંક્રમણ વધવાના ભયે નવરાત્રિ પર્વ દરમિયાન માતાજી ના દર્શન કરવા જ્યાં મોટી સંખ્યા માં ભાવિકો દર્શનાર્થે આવે છે તેવા પ્રખ્યાત માતાજીનાં મંદિરો બંધ રહેશે. રાજ્ય માં પાવાગઢ સ્થિત શ્રી મહાકાળી માતાજી નું મંદિર નવરાત્રિ દરમિયાન બંધ રહેશે. ઋષિ વિશ્વામિત્રના સમયનું મહાકાળી માતાનું આ મંદિર ઇતિહાસમાં પહેલીવાર નવરાત્રિમાં બંધ રહેશે. નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરમાં મહાકાળી માતાના દર્શન માટે 8થી 10 લાખ લોકો આવે છે, જેને પગલે કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં ફેલાવાની શક્યતા હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેનું ટૂંક સમયમાં જ જાહેરનામુ બહાર પાડવામાં આવશે. તાજેતરમાં જ પાવાગઢ ખાતે 1 લાખ લોકો દર્શનાર્થે ઊમટી પડ્યા હતા.…