કવિ: Halima shaikh

કોરોના ની મહામારી વચ્ચે નવરાત્રી અને દિવાળી પર્વ ની અસર હવે બજારો માં જોવા મળી રહી છે ત્યારે આજે અઠવાડિયાના ચોથા વેપારના દિવસે ગુરુવારે શેરબજારમાં સતત વૃદ્ધિ નો માહોલ જળવાયેલો રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 40201.08 ના સ્તરે 322.13 પોઇન્ટ એટલે કે 0.81 ટકાથી શરૂ થયો. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 0.77 ટકા એટલે કે 90.85 પોઇન્ટના વધારા સાથે 11829.70 પર ખુલ્યો હતો. આજે ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને ઈન્ફોસિસના શેર લીલા નિશાન પર ખુલ્યા છે. રિલાયન્સ, એશિયન પેઇન્ટ્સ, બજાજ ઓટો, નેસ્લે ઇન્ડિયા અને અદાણી પોર્ટ લાલ નિશાનથી શરૂ થયા હતા, સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર…

Read More

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને પક્ષપલટુ કરનાર કોંગીઓની ટિકિટ ફાઇનલ કરવા મુદ્દે કોકડું ગૂંચવાયેલું છે. ત્રણ બેઠક માટે કોંગીઓની ટિકિટ ફાઇનલ થઈ ગઈ છે. જ્યારે સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં આ મુદ્દે ખાસ્સી નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક આગેવાનો કે પાયાના કાર્યકરોને ટિકિટ મળે તેવી માંગ વચ્ચે ઉમેદવારીની પંસદગી મામલે ભાજપ સંગઠન માટે આ વખતે બરાબર નું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે.જોકે આઠેય બેઠક માટે નામ નક્કી થઈ ચૂક્યા છે પણ હજુ સતાવાર જાહેરાત બાકી છે.જેમાં હાલ ચર્ચાતા નામો આ મુજબ છે જેમાં લીંમડી બેઠક માટે કિરીટસિંહ રાણા,ડાંગ માટે વિજયપટેલ, જ્યારે…

Read More

કોરોના માં સુરત માં હીરા ઉદ્યોગ બજાર અને ટેક્સટાઇલ માર્કેટ ને ભારે નુકશાન પહોંચ્યું છે ત્યારે ઠપ થઇ ગયા ત્યારે સુરત ખાતે કાપડના બજારના વેપારીઓની માગ સ્વીકારી લેવામાં આવતા વેપારીઓ માં દિવાળી માં બે પૈસા કમાવા ની આશા જાગી છે તંત્ર દ્વારા હવેથી સુરત કાપડ બજાર ને સવારે 10થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવા પરમિશન આપી છે.સાથેજસુરતના કાપડ બજારના વેપારીઓની માંગનો સ્વીકાર પણ થઈ ગયો છે. સુરત મહાપાલિકા કમિશનરે ગાઈડલાઈન સાથે આપી આ મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યુ છે. રાજ્યમાં દિવાળી ના તહેવારોની મોસમ આવી રહી છે. નજીક માં જ નવરાત્રી અને બાદમાંદિવાળીનો તહેવાર નજીક આવતો હોવાના કારણે વેપારી…

Read More

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નો માહોલ જામી રહ્યો છે તેવે સમયે ટ્રમ્પ સ્થાનિક અમેરિકન જનતા ને ખુશ કરવા માટે વિઝા કાર્ડ ની રમત રમી રહ્યા છે. કોરોનામાં બેરોજગાર થયેલા અમેરિકનોને કામ મળી રહે તે માટે ટ્રમ્પે અમેરિકાના એચ 1 – બી વિઝા પર પ્રતિબંધ મુકયા બાદ હવે તેના નિયમોમાં ફેરફાર કરી આ નિયમો વધારે કડક બનાવવામાં આવ્યા છે.પરિણામે નવા નિયમોમાં વિશેષ વ્યવસાયની વ્યાખ્યા બદલાઈ છે. નોંધનીય છે કે H1-Bથી 5 લાખ અમેરિકરનોએ નોકરી ગુમાવ્યાનો તર્ક વ્યક્ત કરાઇ રહ્યો છે. અમેરિકામાં ચૂંટણી પહેલા ટ્રમ્પે વિઝા કાર્ડ નાંખતા હવે આ નવા નિયમથી ભારતીય પ્રોફેશનલને વધુ નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. કેમકે…

Read More

કેન્દ્રના સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના હેઠળ દેશભરમાં શરૂ કરાયેલા સામુદાયિક શૌચાલય અભિયાનમાં વલસાડ જિલ્લાને રાષ્ટ્રિય કક્ષા એ ત્રીજો રેન્ક અને તાલુકા સ્તર ની વાત કરવામાં આવે તો કપરાડા તાલુકાને દ્વિતિય રેન્ક મળતાં રાષ્ટ્રીય સ્તરે વલસાડ જિલ્લાનું નામ ઝળકી ઉઠ્યું છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના ઉપક્રમે વલસાડ કલેકટર,ડીડીઓ અને ડીઆરડીએ તેમજ નિયામકના સીધા માર્ગદર્શન હેઠળ ગત તા .1 નવેમ્બર 2019થી 31 ડિસેમ્બર 2019 દરમિયાન રાષ્ટ્રિય સ્તરે યોજાયેલા અભિયાનમાં ભાગ લીધો હતો.જેમાં વ્યક્તિગત તથા સામુદાયિક શૌચાલયના નિયમિત ઉપયોગ,સ્વચ્છતા અને સૌ માટે તે માટેની સુવિધા કરવા ગ્રામ પંચાયતો સાથે અભિયાન શરૂ કરાયું હતું.જેમાં ડીઆરડીએએ 504 ગામો પૈકી…

Read More

વલસાડ શહેર નો વર્ષો જૂનો સાંકડા માર્ગો અને ટ્રાફિક તેમજ પાર્કિગના પ્રશ્ન ને અલવિદા કરવા તંત્ર સાબદુ બન્યું છે. આ બધા વચ્ચે જિલ્લા કલેક્ટરે આરએન્ડબી,પોલિસ તંત્રના અધિકારીઓ સાથે ચર્ચા કરી માર્જિનના દબાણોનું સ્વૈચ્છિક ડીમોલેશન કરાવવા અને જો ન કરે તો દિવાળી બાદ આવા દબાણો દૂર કરવા કડક કાર્યવાહી કરવા કલેકટરે આદેશ કર્યો હતો. વિગતો મુજબ વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલ અને એસપી રાજદિપસિંહ ઝાલા તેમજ પાલિકા સીઓ વસાવા અને સિટી ઇજનેર હિતેશ પટેલ સહિત અધિકારીઓની બેઠક બોલાવી રોડ માર્જિનના દબાણોનું ડીમોલેશન કરવા ચર્ચાવિચારણા હાથ ધરી હતી. એટલુંજ નહિ જયાં શોપિગ સેન્‍ટરમાં પાર્કિંગની સુવિધા છે, તેમણે વહેલી તકે વાહનો પાર્કિંગ કરી શકાય…

Read More

ઉત્તર પ્રદેશ ના હાથરસ માં દલિત યુવતી ઉપર ગેંગરેપ અને હત્યા તેમજ ગુજરાત માં પણ ઉપરા ઉપરી બનેલી બળાત્કાર ની ઘટનાઓ વચ્ચે વલસાડ નજીક આવેલા ખેરગામ માં 12 વર્ષ ની બાળા ઉપર બળાત્કાર ની ઘટના બનતા ભારે સનસનાટી મચી ગઇ છે. ઇજાગ્રસ્ત બાળા ને વલસાડ ની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી છે. સત્યડે ના પત્રકારો ની ટીમ વલસાડ સિવિલ માં ધસી ગઈ હતી જ્યાં તપાસ કરતા ભોગ બનનાર બાળા અને તેના પિતા ત્યાં હાજર હતા , બાળા સારવાર હેઠળ હતી. આ અંગે જ્યારે બાળા ના પિતા સાથે વાત કરી ત્યારે તેઓ એ નામ જોગ ત્રણ ઈસમો એ પોતાની માસૂમ…

Read More

વલસાડ માં વર્ષો જૂની પાર્કિંગ અને ગીચતા ની સમસ્યાઓ હવે ધીરેધીરે દૂર કરવા તંત્ર કામે લાગ્યું છે અને વલસાડ માં ત્રણ અધિકારીઓ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા અને પાલિકા ના ચીફ ઓફિસર વલસાડ માટે કઈક નવું કરવાની નેમ ધરાવતા હોવાથી વલસાડ નો નકશો બદલાય તેવા સંજોગો જોવા મળી રહયા છે. કલ્યાણ બાદ સામે ના વર્ષો જુના દબાણો હઠાવ્યા બાદ હવે શહેરી વિસ્તારોમાં પણ માર્ગો પહોળા કરવા પાલિકા દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. શહેર ના મહિલા તબીબ ડો.શૈલજા મ્હસ્કર ઘણા વર્ષો થી દબાણો મુદ્દે રજૂઆતો કરી રહ્યા છે,ત્યારે તેઓ એ કલેકટર,એસપી અને પાલિકાને તિથલ રોડ વોર્ડ નં.8 વિસ્તારની સોસાયટીઓ ના ગેરકાયદે…

Read More

આપતિ કાળ માં જ્યારે જનતા ભાંગી પડે ત્યારે સરકાર અને એનજીઓ એ આગળ આવી સેવા અને મદદ ની ભાવના રાખવી પડે તેવું આઝાદી કાળ દરમ્યાન ગાંધી બાપુ કહી ગયા હતા પણ આજકાલ આવી ભાવના ક્યાંય જોવા મળતી નથી અને ઉલ્ટા નું જનતા મુસીબત માં હોય ત્યારે ચારેતરફ થી મદદ તો દૂર પણ પ્રજા ને કેમ ખંખેરી લેવી તેવા આઈડિયા સરકાર માટે કામ કરતા સલાહકારો આપતા હોય કોરોના માં પણ જનતા હેરાન પરેશાન છે અને માસ્ક,હેલ્મેટ, ટ્રાફિક અભિયાન ના બહાના હેઠળ લૂંટાયા બાદ સ્કૂલો વાળા એ પણ બાકી રાખ્યું નથી તેમ જનતા જનાર્દન જણાવી રહી છે. વિગતો મુજબ રાજ્યના શિક્ષણ વિભાગે…

Read More

હાથરસ ના ગેંગરેપ ઘટનાનો વિરોધ કરવા અમદાવાદમાં પ્રતિકાર રેલીનું આયોજન કરનાર કોંગીજનો ની પોલીસે ધરપકડ કરી હતી. જોકે, કોંગ્રેસની આ રેલીને મંજૂરી મળી ન હતી, પોલીસે આ રેલીને લઈને કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધીનો રોડ બપોરે 12થી સાંજે 7 વાગ્યા સુધી બંધ કરી દીધો હતો અને વાહનવ્યવહાર માટે નવા બે વૈકલ્પિક રસ્તાની જાહેરાત કરી હતી. બીજી તરફ રેલીમાં ભાગ લેવા આવી પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત 65 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આ રેલીમાં ભાગ લેવા આવે એ પહેલાં જ તેમના નિવાસસ્થાનેથી તેની અટકાયત કરવામાં આવી હતી અને કોંગ્રેસના 4 મહિલા…

Read More