વલસાડ શહેર નો વર્ષો જૂનો સાંકડા માર્ગો અને ટ્રાફિક તેમજ પાર્કિગના પ્રશ્ન ને અલવિદા કરવા તંત્ર સાબદુ બન્યું છે. આ બધા વચ્ચે જિલ્લા કલેક્ટરે આરએન્ડબી,પોલિસ તંત્રના અધિકારીઓ સાથે ચર્ચા કરી માર્જિનના દબાણોનું સ્વૈચ્છિક ડીમોલેશન કરાવવા અને જો ન કરે તો દિવાળી બાદ આવા દબાણો દૂર કરવા કડક કાર્યવાહી કરવા કલેકટરે આદેશ કર્યો હતો. વિગતો મુજબ વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલ અને એસપી રાજદિપસિંહ ઝાલા તેમજ પાલિકા સીઓ વસાવા અને સિટી ઇજનેર હિતેશ પટેલ સહિત અધિકારીઓની બેઠક બોલાવી રોડ માર્જિનના દબાણોનું ડીમોલેશન કરવા ચર્ચાવિચારણા હાથ ધરી હતી. એટલુંજ નહિ જયાં શોપિગ સેન્ટરમાં પાર્કિંગની સુવિધા છે, તેમણે વહેલી તકે વાહનો પાર્કિંગ કરી શકાય…
કવિ: Halima shaikh
ઉત્તર પ્રદેશ ના હાથરસ માં દલિત યુવતી ઉપર ગેંગરેપ અને હત્યા તેમજ ગુજરાત માં પણ ઉપરા ઉપરી બનેલી બળાત્કાર ની ઘટનાઓ વચ્ચે વલસાડ નજીક આવેલા ખેરગામ માં 12 વર્ષ ની બાળા ઉપર બળાત્કાર ની ઘટના બનતા ભારે સનસનાટી મચી ગઇ છે. ઇજાગ્રસ્ત બાળા ને વલસાડ ની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી છે. સત્યડે ના પત્રકારો ની ટીમ વલસાડ સિવિલ માં ધસી ગઈ હતી જ્યાં તપાસ કરતા ભોગ બનનાર બાળા અને તેના પિતા ત્યાં હાજર હતા , બાળા સારવાર હેઠળ હતી. આ અંગે જ્યારે બાળા ના પિતા સાથે વાત કરી ત્યારે તેઓ એ નામ જોગ ત્રણ ઈસમો એ પોતાની માસૂમ…
વલસાડ માં વર્ષો જૂની પાર્કિંગ અને ગીચતા ની સમસ્યાઓ હવે ધીરેધીરે દૂર કરવા તંત્ર કામે લાગ્યું છે અને વલસાડ માં ત્રણ અધિકારીઓ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા અને પાલિકા ના ચીફ ઓફિસર વલસાડ માટે કઈક નવું કરવાની નેમ ધરાવતા હોવાથી વલસાડ નો નકશો બદલાય તેવા સંજોગો જોવા મળી રહયા છે. કલ્યાણ બાદ સામે ના વર્ષો જુના દબાણો હઠાવ્યા બાદ હવે શહેરી વિસ્તારોમાં પણ માર્ગો પહોળા કરવા પાલિકા દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. શહેર ના મહિલા તબીબ ડો.શૈલજા મ્હસ્કર ઘણા વર્ષો થી દબાણો મુદ્દે રજૂઆતો કરી રહ્યા છે,ત્યારે તેઓ એ કલેકટર,એસપી અને પાલિકાને તિથલ રોડ વોર્ડ નં.8 વિસ્તારની સોસાયટીઓ ના ગેરકાયદે…
આપતિ કાળ માં જ્યારે જનતા ભાંગી પડે ત્યારે સરકાર અને એનજીઓ એ આગળ આવી સેવા અને મદદ ની ભાવના રાખવી પડે તેવું આઝાદી કાળ દરમ્યાન ગાંધી બાપુ કહી ગયા હતા પણ આજકાલ આવી ભાવના ક્યાંય જોવા મળતી નથી અને ઉલ્ટા નું જનતા મુસીબત માં હોય ત્યારે ચારેતરફ થી મદદ તો દૂર પણ પ્રજા ને કેમ ખંખેરી લેવી તેવા આઈડિયા સરકાર માટે કામ કરતા સલાહકારો આપતા હોય કોરોના માં પણ જનતા હેરાન પરેશાન છે અને માસ્ક,હેલ્મેટ, ટ્રાફિક અભિયાન ના બહાના હેઠળ લૂંટાયા બાદ સ્કૂલો વાળા એ પણ બાકી રાખ્યું નથી તેમ જનતા જનાર્દન જણાવી રહી છે. વિગતો મુજબ રાજ્યના શિક્ષણ વિભાગે…
હાથરસ ના ગેંગરેપ ઘટનાનો વિરોધ કરવા અમદાવાદમાં પ્રતિકાર રેલીનું આયોજન કરનાર કોંગીજનો ની પોલીસે ધરપકડ કરી હતી. જોકે, કોંગ્રેસની આ રેલીને મંજૂરી મળી ન હતી, પોલીસે આ રેલીને લઈને કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધીનો રોડ બપોરે 12થી સાંજે 7 વાગ્યા સુધી બંધ કરી દીધો હતો અને વાહનવ્યવહાર માટે નવા બે વૈકલ્પિક રસ્તાની જાહેરાત કરી હતી. બીજી તરફ રેલીમાં ભાગ લેવા આવી પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત 65 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આ રેલીમાં ભાગ લેવા આવે એ પહેલાં જ તેમના નિવાસસ્થાનેથી તેની અટકાયત કરવામાં આવી હતી અને કોંગ્રેસના 4 મહિલા…
ભાવનગર ના ઉમરાળા નજીક ચોગઠ ગામે નદીમાં છ યુવકો ડૂબ્યા એક નો મૃતદેહ મળ્યો,બે બચાવી લેવાયા બાકીના ત્રણ લાપતા થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. ભાવનગરના ઉમરાળામાં છ યુવકો નદીમાં ડૂબી જતા ભારે દેકારો મચી ગયો છે અને ડૂબેલાઓ ની શોધખોળ કરવામાં આવી રહી છે જેમાં બે યુવકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે એક ની લાશ મળી આવી છે હજુ 3 યુવકોની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાનાં પગલે નદિ કિનારે મોટી સંખ્યા માં લોકો એકત્ર થઇ ગયા છે.વિગતો મુજબ ભાવનગર નજીક આવેલ ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ નજીક પસાર થતી કાલુભાર નદીના પટમા ન્હાવા પડેલા 6 યુવક ડૂબ્યા…
વડાપ્રધાન મોદી દ્વારા VVIP માટે રૂ. 8 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 2 અધ્યતન વિમાનોની ખરીદી કરવા મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો તો કરી દીધા પણ પાછળ થી ખબર પડી કે અલ્યા આતો આપણી કોંગ્રેસ ની યુપીએ સરકારે જ વિમાનો લાવવાની યોજના બનાવી હતી આતો ગાંધી પરિવાર નું સપનું મોદીજી એ પૂરું કર્યું છે. રાહુલ ગાંધીએ આ મામલે કાચુ કાપતા પીઢ રાજકારણીઓ મન માં મલકાતાં હતા ,સરકારી સૂત્રોએ જણાવ્યું કે 2 VVIP વિમાનોની ખરીદ પ્રક્રિયા યુપીએ સરકારના સમયમાં જ શરૂ કરવામાં આવી હતી. મોદી સરકારે તો બસ આ યોજનાને પુરી કરી છે.કેન્દ્ર સરકારે કહ્યું કે આ વિમાન…
હવે ગામડા ના માણસ ને નજીક ના તાલુકા મથકે જવું ન પડે તેવી સગવડ સરકારે કરી છે અને ડિજિટલ સેવા સેતુને ગ્રામ્ય કક્ષા સુધી પહોંચાડવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 8 ઓક્ટોબરે 2 હજાર ગ્રામ પંચાયતમાં ડિજિટલ સેવા સેતુ યોજવાની જાહેરાત કરતા ગામલોકો માં આનન્દ છવાયો છે. ગામડાંના નાગરિકોને વિવિધ 20 સરકારી સેવા માટે તાલુકા મથક સુધી જવું ન પડે તે માટે તાલુકા મેજિસ્ટ્રેટને બદલે તલાટી પણ એફિડેવિટ આપી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણીએ રેશનિંગ કાર્ડથી લઇને જાતિનો દાખલો સહિતની વિવિધ 20 જેટલી સેવાઓ ગામ ની પંચાયત ઓફીસ થીજ મળી રહેશે. પ્રથમ તબક્કામાં 2 હજાર…
કોરોના ની સ્થિતિ વકરતા સંઘપ્રદેશ દમણ અને દાનહના તમામ બિયર બાર 25 માર્ચે બંધ કરી દેવાયા હતા અને હવે છ મહિના પછી ગાઇડ લાઇન ની મર્યાદા માં રહી બાર ખોલવાની પરવાનગી આપતા દારૂ અને ખાવા પીવા ના શીખીનો માં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. બુધવાર તા. 7 ઓક્ટોબરથી સવારે 10થી રાત્રીના 10 વાગ્યા સુધી બાર ખુલ્લા રાખવાની પરવાનગી આપવામાં આવી છે. સંઘપ્રદેશના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના સેક્રેટરી એમ. મુથમ્માએ એક નિવેદન માં જણાવ્યું છેકે, એસઓપીની ગાઇડ લાઇન મુજબ બુધવારથી દમણ અને સેલવાસના તમામ બાર સવારે 10થી રાત્રીના 10 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કોરોના મહામારીને લઇને ગત…
ગુજરાત માં આવી રહેલી પેટા ચૂંટણીઓ ને લઈ રાજ્કીય માહોલ ગરમાયો છે ત્યારે ત્રણ બેઠકો ઉપર ઉમેદવારી મુદ્દે હજુ કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી તેવે સમયે કચ્છ જીલ્લાની અબડાસા બેઠક પણ મહત્વની ગણાય છે અહીં પણ ભાજપ-કોગ્રેસ પક્ષ તરફથી કોઈ ઉમેદવાર ના નામ ની જાહેરાત થઈ નથી, આ બેઠક આમતો છેલ્લી 3 ટર્મથી કોગ્રેસ નો ગઢ ગણાય છે. પાછલા વર્ષો ઉપર નજર નાખવામાં આવે તો 2012માં છબીલ પટેલ, 2014માં શકિતસિંહ ગોહીલ, 2017માં પ્રદ્યુમનસિંહ ની કોંગ્રેસ માંથી જીત થઈ છે.જોકે એક વાર જીતેલો ઉમેદવાર ફરી ઉભો રહેવાની હિંમત કરતો નથી કારણ કે તે હારી જ જાય તે વાત સો ટકા સાચી…