ભાજપ માં પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલ સતત ભાજપ નું માળખું મજબૂત બનવવાના પ્રયાસો કરી રહ્યા છે હમણાં દક્ષિણ ગુજરાતમાં ચક્કર માર્યા બાદ હવે સૌરાષ્ટ્ર યાત્રા ની તૈયારીઓ શરૂ કરી છે અને તેઓ મોદીજી સ્ટાઇલ માં નવો ચીલો ચાતરશે, આ યાત્રા 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ના પ્રચારરૂપે જોવાય રહી છે. ગુજરાતના ભાજપ પ્રમુખ સી આર પાટીલ બુધવારથી સૌરાષ્ટ્રની યાત્રા શરૂ કરી રહ્યા છે અને સૌ સોમનાથદાદા ના દર્શન કરીને ચાર દિવસ સુધીની આ યાત્રામાં ભાજપના વર્તમાન નેતા-કાર્યકર્તાઓ અને જૂના જોગીઓ સાથે મુલાકાત કરનાર છે અને ધાર્મિક સ્થળોને પણઆવરી લેવામાં આવનાર છે. આ પ્રસંગે સૌરાષ્ટ્રમાં સી આર પાટીલ ના આગમન…
કવિ: Halima shaikh
કોરોના નામની બલા જ્યાર થી આવી ત્યારથી ભારત જેવા ગરીબ દેશ માં લોકો ની હાલત ખરાબ કરી દીધી છે અને ધંધા નોકરી છૂટી ગયા છે કેટલાય પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે અને આર્થિક પાયમાલી વચ્ચે કોરોના ના નામે આકરા દંડ ભરી પ્રજા બેવડ વળી ગઈ છે ત્યારે નિયમો નહિ પાળનાર તંત્ર વાહકો ને કોણ દંડ કરશે તે સવાલ હવે લોકો માં ઉઠી રહ્યા છે સુરત નીજ વાત કરીએ તો સ્વચ્છતા નહિ પાળનાર અને નિયમો નું પાલિકા ના જવાબદાર ઈસમો એ જે રીતે ઉલ્લંઘન કર્યું છે તે ચોંકાવનારું છે. સુરત ના ભાઠેના કોવિડ કેરમાં કચરાના વાહનમાં ભોજન ના ડબ્બા લવાતા હોવાનો…
ચાઈના થી શા માટે મોદી ડરે છે તે અંગે રાહુલ ગાંધી એ અગાઉ એટલે કે 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન દ્વારા જે સંબોધન કરાયું તેમાં કોંગ્રેસે સવાલ કર્યો હતો કે ગલવાન ઘાટીમાં ચીન તરફથી ગતિવિધિ કરવામાં આવી તેમ છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાષણમાં ચીનના નામનો ઉલ્લેખ શા માટે ન કર્યો? આ વાત હજુ વિવાદ માં જ છે ત્યારે રાહુલ ગાંધીએ બીજો ચાબખો મારી ને ભાજપ, RSSની આકરી ટીકા કરી રાહુલે મીડિયા અહેવાલને ટાંકી ટ્વિટ કર્યું કે ભાજપ અને RSS દેશમાં ફેસબુક અને વ્હોટ્સએપ પર અંકૂશ ધરાવે છે. બન્ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે મતદાતાઓને પ્રભાવિત કરવા ફેક ન્યૂઝ તથા…
હાલ માં કોરોના કાળ માં અનેક નેતાઓ ને કોરોના નો ચેપ લાગ્યો છે ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોરોનાનો ચેપ લાગતા તેમને 22મી જૂને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારબાદ વધુ સારવાર માટે તેઓને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને હજુ પણ સિમ્સ હોસ્પિટલમાં જ સારવાર લઇ રહ્યા છે. હાલમાં તેમની તબિયત સુધારા પર છે પરંતુ તેઓ નું શરીર ઉતરી જતા તેઓને ઓળખવા પણ મુશ્કેલ જણાઈ રહ્યા છે જોકે,હાલ તેઓ ની તબિયત સુધારા ઉપર હોવાથી પરિવાર જનો માં ખુશી છે અને ખુબજ જલ્દી સાજા થઈ પોતાના ઘરે પરત ફરશે.
રાજ્ય માં કોરોના ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સામે આવી રહેલી ચોંકાવનારી વિગતો માં રાજકોટ મધ્યસ્થ જેલમાં કોરોના ના એકસાથે 23 કેદીઓ કોરોના પોઝિટિવ આવતાં સનસનાટી મચી ગઇ છે. આ તમામ પોઝિટિવ કેદીઓનાં સંપર્કમાં આવેલાં અન્યો નું પણ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. જે બાદ હજુ જેલ માં વધુ કોરોનાનાં કેસો આવે તેવી શક્યતાઓ વ્યકત થઈ રહી છે, અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 4 હજારને પાર પહોંચી ગઈ છે. બીજા મળી રહેલા અહેવાલો માં ગોંડલ સબજેલના કેદી ને રાજકોટ ખાતે રેન બસેરા માં હોમ ક્વોરન્ટાઇન કરાયો હતો તે બીજા…
વલસાડ જિલ્લા માં ભારે વરસાદી મહોલ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ ને પગલે નદીઓ માં પુર ની સ્થિતિ છે ત્યારે વલસાડ ના કપરાડા તાલુકા ના ચીચપાડા ગામ સ્થિત પાર નદી પટ વિસ્તારમાં ગાય ચારવા માટે ગયેલા 5 યુવાનો નદીના ધસમસતા પાણી માં તણાયા હતા જોકે, આ પૈકી ચાર ને બચાવી લેવામાં આવ્યા હતા જયારે એક યુવાન ડૂબી જતાં તેનું મોત થયું હતું અને તપાસ દરમ્યાન ડૂબી જનાર યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના ને પગલે અહીં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.
સૌરાષ્ટ્રમાં બનેલી એક ચકચારી ઘટના માં એક પિતા એ પોતાની પુત્રી ને પ્રેમ કરનાર યુવાન ને જીવતો સળગાવી દીધો છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વેગડવાવ ગામે બનેલા આ બનાવ માં પોતાની પુત્રી સાથે પ્રેમ સંબંધ ધરાવતા પોતાના જ સમાજના યુવાનને પિતા અને તેના બે ભાઈઓએ મળી જીવતો જ સળગાવી દીધો હતો. હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા વિક્રમ હરેશભાઈ પીપળીયા નામના યુવાન તેની ઓરડીમાં સુતો હતી તે દરમ્યાન સૂઈ રહેલા વિક્રમની ઓરડીનો દરવાજો બહારથી બંધ કરી બારીમાંથી જ્વલનશીલ પદાર્થ અંદર નાખી આગ ચાંપી દઇ વિક્રમને સળગાવી દેવાયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં વિક્રમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેનું…
વલસાડ પંથક માં વરસાદી માહોલ માં ભીંજાઈ ગયેલું દીપડાનું બચ્ચું ઘડોઈ ગામમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યું હતું અને એક મકાનમાં ઘુસી ગયું હતું પરિણામે ભારે અફડા તફડી નો માહોલ સર્જાયો હતો આ ઘટના થી પરિવારના સભ્યો સહિત ગામજનોમાં દહેશત ફેલાઈ ગઈ હતી દીપડાના બચ્ચાને જોવા માટે ગામ લોકો મોટી સંખ્યા માં એકત્ર થઈ ગયા હતાં. વલસાડના ઘડોઈ ગામમાં રહેતા રાજેશભાઇ પ્રભુભાઈ આહિરના મકાનમાં સવારે દીપડાનું બચ્ચુ ઘુસી ગયું હતું. ભારે વરસાદમાં દીપડાનું સલામત જગ્યા શોધતા ઘરમાં આવી ખૂણામાં બેસી ગયું હતું. ઘરમાં આવેલા દીપડાના બચ્ચા અંગેની જાણ થતાં પરિવારમાં ભયનો માહોલ પેદા થયો હતો. જો કે,રાજેશભાઈના પરિવારના સભ્યોએ હિંમત કરી…
વલસાડ જિલ્લા માં પાલિકા ની આવનારી ચૂંટણીઓ મુદ્દે ધમધમાટ જોવા મળી રહ્યો છે કારણકે વલસાડ સહિત પારડી અને ધરમપુર પાલિકામાં પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની અઢી વર્ષની ટર્મ હવે પૂર્ણ થતા આગામી ઉમેદવાર મુદ્દે ગડમથલ અને લોબિંગ શરૂ થયું છે,આ ચૂંટણી માટે આગામી 24 ઓગષ્ટે સામાન્ય સભા મળે તેવી વાત છે. પરંતુ આ અગાઉ આજે શનિવારે વલસાડ અને ધરમપુર માં ઉમેદવાર મુદ્દે જિલ્લા ભાજપ ના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી જેમાં કિન્નરી બેન અને હેતલ બેન ના નામો ચર્ચામાં છે જે પૈકી કોની ઉપર પસંદગી નો કળશ ઢોળાય છે તેતો સમય જ બતાવશે જ્યારે રવિવારે પારડી પાલિકા માટે જિલ્લા ભાજપના…
વડોદરા માં ચાલુ રહેલા સતત વરસાદ અને ઉપરવાસ માંથી આવી રહેલા નવા પાણી ને લઈ વિશ્વામિત્રી નદીમાં પાણી ની સપાટી વધતા વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થઈ ચૂકી છે. વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલા સુભાષનગરમાં પૂરના પાણી ઘૂસી ગયા છે, જોકે સુભાષનગરના લોકોનું આગલા દિવસે ગતરોજ શુક્રવારે જ સ્થળાંતર કરવામાં આવતા તેઓ સલામત છે વિશ્વામિત્રી નદી માં પાણી નીસપાટીમાં સતત વધારો થતાં વડોદરા શહેર પર પૂરનું સંકટ તોળાઇ રહ્યું છે. વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી બપોરે 1 વાગ્યે 22.50 ફૂટે પહોંચી છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. ગતરોજ શુક્રવારે સાંજે 6 વાગ્યે વિશ્વામિત્રી નદીની…