ઉમરગામ તાલુકા મામલતદાર કચેરી એક ખંડેર બની ગઇ છે અને અહીં લટકી રહેલા ખુલ્લા વીજવાયર અહીં આવતા અરજદારો નો ભોગ લે તેવી ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. ઉમરગામ તાલુકા મામલતદાર કચેરીમાં મધ્યાન ભોજન અને ઈ-ધારા વિભાગમાં ખુલ્લા વીજવાયર અરજદારો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે હાલ ચોમાસા ની સિઝન હોવાથી વરસાદી પાણી પણ કચેરીમાં ટપકતું જોવા મળે છે કચેરીની દિવાલોમાં પણ ભેજ અને પોપડા ઉખડી ગયેલા હોય જેને કારણે અહીં કામ કરતા કર્મચારીઓ અને અરજદારો ના જીવ સામે જોખમ ઉભું થયું છે જોકે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ જીવ ના જોખમે પોતાની ફરજ બજાવવા મજબુર બન્યા છે અત્રે ઉલ્લેખનીય છે…
કવિ: Halima shaikh
વલસાડ મા વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા સર્વત્ર જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી પરિણામે નોકરી ધંધા એ જતા લોકો બહાર નીકળી શકયા ન હતા. શહેર માં બરાબર નો વરસાદી માહોલ જામતા નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાય જવા પામ્યા હતા અને જનજીવન પ્રભાવિત બન્યું હતું. ધોધમાર વરસાદ ને પગલે વલસાડ ના છીપવાડ તેમજ મોગરાવાડી ગળનારા માં પાણી ભરાઈ ગયા હતા જોકે તેમ છતાં લોકો ના ઘરે સવાર માં નિયમિત દૂધ પહોંચાડતા લોકો અને આવશ્યક દૈનિક કાર્યો માં જોડાયેલા ફેરિયા ચાલુ વરસાદે પણ પોતાના કામો માં વ્યસ્ત જણાયા હતા જોકે, કેટલાય લોકો પોતાના ધંધા-રોજગાર ઉપર જઈ ન શકયા ન હતા,વલસાડ…
રાજકારણ એટલું તો નીચલા સ્તર પહોંચી ગયું છે કે ક્યારે કયો નેતા શુ બોલે અને ક્યારે ફરી જાય તે નક્કી નહિ આવુજ કઈક ભાજપ ના સીઆર પાટીલે કરતા રાજકારણીઓ મૂછ માં મલકાતાં હતા. કોંગ્રેસમાંથી લોકોને લાવીને આપણે જીતાડવાના નથી, તેવું વિવાદાસ્પદ નિવેદન કરીને સૂરતમાં ભાજપના કાર્યકર્તાઓ ને ખુશ કરી દઈ ને તેઓની તાળીઓનો ગડગડાટ જીતનારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નું બીજા જ દિવસે રૂપ બદલાયેલું જોવા મળ્યું હતું અને તેઓએ ભાજપ વિરોધી ખેડૂત સમાજના જયેશ પટેલને ભાજપમાં આવકાર્યા હતા અને પોતે જે બોલ્યા તેનાથી તદ્દન અલગ રુપ જોઇને અગાઉ તાળી પાડનારા કાર્યકર્તાઓ પણ રાજકારણ ના તરંગો સમજી ગયા…
હાલ માં કોરોના ની મહામારી માં લોકો ના નોકરી ધંધા બંધ થઈ ગયા છે અને આવક લગભગ બંધ જેવી જ થઈ ગઈ છે અને એક તરફ મોંઘવારી વધતા ઘરના ખર્ચ કાઢવા મુશ્કેલ થઈ રહ્યા છે ત્યારે અત્યારસુધી માં કેટલાય લોકો એ જીવન ટુકાવી લીધા ની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે ત્યારે આવો જ એક બનાવ નવસારી ના મરોલી વિસ્તારમાં બન્યો છે જેમાં શિક્ષક ના ટયુશન કલાસ બંધ થઈ જતા આવક બંધ થઈ જતા તેઓ એ આત્મહત્યા કરી લીધી હતી. વિગતો મુજબ મૂળ બોરસી-માછીવાડ ના રહીશ અને હાલ મરોલી-કડોલી રોડ પર તિરૂપતિ સોસાયટીમાં રહેતા 25 વર્ષીય વિપુલભાઇ કાંતિભાઈ ટંડેલ એ…
કોરોના ની સ્થિતિ ખુબજ વકરી છે અને હાલ માં સ્કૂલો બંધ છે અને ભીડ થાય તેવા તમામ સ્થળે સાવચેતી રખાઈ રહી છે ત્યારે શ્રાવણ મહિનાના તહેવારોમાં મોટા ધાર્મિક કાર્યક્રમો તેમજ લોક મેળાઓ યોજવાની પણ મંજૂરી સરકારે આપી નથી તેવા સમયે દર વર્ષે ધૂમ કમાણી કરનારા મોટા આયોજકો નવરાત્રિમાં ગરબાના આયોજનો અંગે ચિંતા માં સરી પડ્યા છે વેસ્ટર્ન કલ્ચર મીશ્રીત મોર્ડન ગરબા યોજી મોંઘા પાસ અને ટિકિટો રાખી મોટો બિઝનેસ કરતા આયોજકો ને ચાલુ વર્ષે શુ કરવું તે મુંજવણ છે કારણ કે ખર્ચ પણ વધારે આવે અને બે ત્રણ મહિના થી તૈયારી કરવી પડે આવા સંજોગોમાં આવા મોટા આયોજકો માં ટેંશન…
ગુજરાતમાં રાહુલ ગાંધી ને એવું લાગ્યું કે યુવા નેતા કઈક કરી બતાવશે અને તેથીજ હાર્દિક પટેલ ને મહત્વનું સ્થાન આપી પ્રયોગ કર્યો છે પણ ગાંધીનગર માં ધરણા ના કાર્યક્રમ માં તેઓ હાજર નહિ રહેતા તેઓની બલિશતા સામે આવી હોવાનું જણાયું હતું,કોંગ્રેસે રાજસ્થાન મુદ્દે સમગ્ર રાષ્ટ્રમાં રાજભવન સામે ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને અન્ય ધારાસભ્યો અને નેતાઓ હાજર હતા, પણ નવા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ક્યાંય દેખાતા ન હતા. જોકે આ બાબતે પાર્ટીના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું કે હાર્દિક પટેલનો કાર્યક્રમ અગાઉથી બીજે નક્કી હતો તેથી તે ત્યાં…
ભારત સરકારે ચાઈના ની ટીકટોક,હલ્લો સહિત ની જાણીતી એપ ઉપર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે પછીના સેકન્ડ રાઉન્ડ માં જે કંપનીઓનું સર્વર ચીનમાં છે તેમના પર રોક લગાવવામાં આવી શકે છે.વિગતો મુજબ 275 એપ્સમાં લોકપ્રિય ગેમિંગ એપ્સ PUBG નો પણ સમાવેશ થાય છે જે ચીનના વેલ્યૂએબલ ઇન્ટરનેટ Tencent નો એક ભાગ છે. સાથે આમાં Xiaomiની Zili એપ, ઇ-કોમર્સ Alibabaની Aliexpress એપ, Resso એપ અને Bytedanceની ULike એપ શામેલ છે. માહિતી મુજબ સરકાર જલદી આ 275 ચીની એપ્સ અથવા આમાંથી અમુક એપ્સ ઉપર પ્રતિબંધ મૂકી શકે છે જોકે, કોઈ ખામી નહીં મળે તો એપને ચાલુ રાખવામાં આવશે એમપણ સૂત્રો એ ઉમેર્યુ હતું…
છેલ્લા ઘણાજ સમય થી ટ્વિટર ઉપર ભાજપ ને નિશાન બનાવી રહેલા રાહુલ ગાંધી અને કેન્દ્ર સરકાર વચ્ચે ગરમા ગરમી ચાલી રહી છે ત્યારે આ બધા વચ્ચે હવે સરકારે ગાંધી પરિવાર અને ટ્રસ્ટો ની તપાસ ના આદેશ આપતા રાજકીય માહોલ ગરમાયો છે અગાઉ પ્રિયંકા ગાંધી ને પણ દિલ્હી માં સરકારી બંગલો ખાલી કરી દેવાના આદેશ અપાયા બાદ હરિયાણા સરકારે ગાંધી-નહેરૂ પરિવારની સંપત્તિઓની તપાસનો આદેશ આપતા કોંગીજનો માં આ મેટર ભારે ચર્ચાસ્પદ બની છે, રાજ્યના મુખ્ય સચિવ કેશની આનંદ અરોરાની તરફથી હરિયાણાના અર્બન લોકલ બોડિસ ડિપાર્ટમેન્ટને સંપત્તિઓની તપાસ કરવાના આદેશ આપ્યા છે. 2005 થી 2010ની વચ્ચે નહેરૂ-ગાંધી પરિવારના નામ પર હરિયાણામાં એકત્ર…
ભારત માં પ્રાચીન મહત્વ અને હિન્દૂ ધર્મગ્રંથ રામાયણ ના ઐતિહાસિક સ્થાન સમાં અયોધ્યા માં ભગવાન શ્રી રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે ત્યારે મંદિર માં પાયા માં 2000 ફૂટ નીચે એક ખાસ કેપ્સુલ મૂકવામાં આવનાર છે જેમાં મંદિર ના ઇતિહાસ ને લગતા દસ્તાવેજી પુરાવા મુકવામાં આવશે જેથી ભવિષ્યમાં માં હજ્જારો વર્ષ બાદ પણ મંદિર અંગે કોઈ વિવાદ ઉભો થશે નહીં , આ કેપ્સૂલમાં મંદિરનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલા તથ્યો અંગે માહિતી હશે. મન્દિર નો વહીવટ સાંભળતા કામેશ્વર ચોપાલે જણાવ્યું કે રામમંદિરને લઇ ચાલી રહેલા સંઘર્ષ અને સુપ્રીમ કોરટમાં લાંબા સંઘર્ષે વર્તમાનની તરફ આવનાર પેઢીઓ માટે એક સીખ આપી છે.…
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા સોળસુમ્બા ગામના સરપંચે 15 જેટલા યુવાનો એ પોતાના ઉપર હૂમલો કર્યો હોવા અને આ યુવાનો વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ મુદ્દો અહીં ભારે ચર્ચામાં રહ્યો છે. આ અંગે સરપંચ અમિત પટેલે જણાવ્યા પ્રમાણે ગામના કેટલાક યુવાનો છેલ્લા બે અઢી મહિનાથી ગામની પંચાયત અને સરપંચ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં ડમી એકાઉન્ટ બનાવી ખોટી અફવાઓ ફેલાવતા હતાં. જેથી આ યુવાનોને સાયબર ક્રાઈમની ગંભીરતા સમજાવી ચેતવ્યા હતાં. તેમ છતાં ભડકાઉ પોસ્ટ કરતા હતાં. જે સંદર્ભે ફરી એકવાર તેમને સમજાવવામાં આવ્યા હતા પરંતુ મળવાના બહાને આવેલા 15 જેટલા યુવાનોએ અમિત પટેલ ઉપર સ્ટીકથી જીવલેણ હુમલો કર્યો હતો.આ ઘટનામાં અમિત…