કવિ: Halima shaikh

વલસાડ જિલ્લા ની સરહદે આવેલા દાદરા નગર હવેલી માં કોરોના નું સંક્રમણ વધતા તંત્ર એ કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે અને કોરોના ના નિયમો નો ભંગ કરતા તત્વો સામે કલેકટરે લાલ આંખ કરી છે જેના ભાગરૂપે દાનહ ના રાખોલી તેમજ નરોલી ખાતે આવેલ મેસર્સ ભીલોસા ઈન્ડસ્ટીઝ અને રખોલી ખાતે આવેલ આલોક ઈન્ડસ્ટીઝ ની તંત્ર વાહકો દ્વારા વિઝીટ કરાતા કંપની માં કોવિડ નિયમો નો ભંગ થતો નજરે પડતા તાત્કાલીક ધોરણે ત્રણ કંપની સીલ કરી દેવામાં આવી હતી. આ કંપનીઓ માં કામદાર માસ્ક વગર નજરે પડ્યા હતા અને સેનિટાઈઝરની વ્યવસ્થા ન હોવાથી તંત્રવાહકો ચોંકી ઉઠ્યા હતા. જેથી કંપની સાથે સાથે કામદારોના…

Read More

અયોધ્યામાં બની રહેલા વિશાળ ભગવાન શ્રી રામ મંદિર ના નિર્માણ માં વાપરવા દેશભરમાંથી લોકમાતાઓ ના પવિત્ર જળ અને મંદિરો ની માટી એકત્ર કરાઈ રહી છે ત્યારે અયોધ્યામાં માં ભગવાન શ્રી રામ જન્મ ભુમિ પર ઓગસ્ટમાં ભવ્ય રામ મંદિર નિર્માણ ના ભૂમિ પૂજન કાર્ય શરૂ થશે. જે પૂર્વે આ ઐતિહાસિક પલ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વલસાડ જિલ્લામાંથી પ્રાચીન મંદિરો અને નદીના પવિત્ર જળ અને માટી ભેગી કરવામાં આવી રહી છે. જેને રામ મંદિરના ભુમિપૂજન માટે ભેગી કરવામાં આવી હતી,જેમાં ધરમપુરના બરૂમાળ મહાદેવ મંદિર, પારનેરા ડુંગર ચંડી ચામુંડા માતાજી, મહાકાળી માતાજીની ભુમિની માટી અને કિલ્લા પારડીના સ્વાધ્યાય મંડળ વૈદિક અનુસંધાન કેન્દ્ર…

Read More

ભાજપ માં સીઆર પાટીલ ના પ્રમુખ પદ સામે છૂપો વિરોધ બહાર આવી રહ્યો હોય તેમ નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનેલા સી.આર પાટીલ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર સુરત માં આવી રહ્યા છે ત્યારે તેઓ નું સ્વાગત કરવા ઠેર-ઠેર બેનરો લગાવવામાં આવ્યા બાદ રાત્રી દરમિયાન આ બેનર માં દર્શાવવામાં આવેલ માત્ર નિતીન પટેલ ને છોડીને બાકીના તમામ વડાપ્રધાન, મુખ્યમંત્રી, સી.આર પાટીલ સહિતના ભાજપના નેતાઓના ચહેરા પર કાળી શાહી ચોપડી દઈ વિરોધ કરતા સુરત માં ભારે ચકચાર મચી ગઇ છે. વરાછા વિસ્તારમાં આવેલ યોગિચોક વિસ્તારમાં સાવલિયા સર્કલ પર રાત્રે કર્ફ્યુના સમયમાં પણ કેવી રીતે બેનર લાગ્યા તે પણ તપાસ નો વિષય છે અને…

Read More

કોરોના ની મહામારી માં સંક્રમણ નો ભય વધી ગયો છે અને જાહેર સ્થળો અને પબ્લિક પ્લેસ અને સંસ્થાઓ માં કામ કરતા કર્મચારીઓ માં હવે દહેશત ફેલાઈ છે ત્યારે બેંક કર્મચારીઓએ પણ હવે અઠવાડિયામાં 5 દિવસ કામકાજની માંગ કરીરહ્યા છે. ઓલ ઈન્ડિયા બેંક કર્મચારી એસોસિએશન દ્વારા બહાર પાડવના આવેલા એક નિવેદન માં જણાવાયુ છે કે હાલની કોરોના સ્થિતિ વચ્ચે બેંક કર્મચારીઓ સામે કોરોના વાયરસનો ખતરો ઉભો થયો છે, કારણ કે બેન્ક કર્મચારીઓને દરરોજ સેંકડો લોકોની વચ્ચે કામ કરવું પડે છે.ત્યારે અઠવાડિયામાં 5 દિવસ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે .હાલ આખો દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. ત્યારે પોલીસ, ડોક્ટર્સ-નર્સ, સફાઈ…

Read More

કોરોના ની મહામારી માં યોજાનાર વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર પેટાચૂંટણી ચૂંટણી મોકૂફ રાખવા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. રાધનપુરના સામાજિક કાર્યકર ફરસુ ગોકલાણીએ હાઇકોર્ટમાં કરેલી અરજી માં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે 29મી જૂને અનલૉક 2 જાહેર કરીને માર્ગદર્શિકા તૈયાર કરી છે તેમા પણ સામાજીક -રાજકીય મેળાવડા, ધાર્મિક સરઘસો, રેલીઓ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેને અનુલક્ષીને કોર્ટે રથયાત્રા પર પણ રોક લગાવી હતી. આ સંજોગોમાં ચૂંટણી યોજાશે તો મતદાન પ્રક્રિયા દરમિયાન અનેક લોકો કોરોના નો ભોગ બની શકે તેમ છે.વર્તમાન સંજોગો જોતા હાલતો ચૂંટણી કરતા કોવિડ-19ના ટેસ્ટ સેન્ટર વધારવાની જરૂર છે મતદાન મથક નહીં. જો…

Read More

કોરોના ની મહામારી વધતા સંક્રમણ ના ભયે હવે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાનારી પેટાચૂંટણી હાલ તુરત મોકૂફ રાખવાનો ચૂંટણીપંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત માં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી અગાઉ કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં ધરી દેતા આ બેઠકો ખાલી પડી છે.ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીક્રિષ્નાના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા 7 સપ્ટેમ્બર સુધી યોજાનારી ચૂંટણીઓને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે જયારે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીની ડ્યૂ ડેટ 6 મહિના લેખે 14 સપ્ટેમ્બર થાય છે. જેથી ગુજરાતની પેટાચૂંટણી મુલતવી રાખવા અંગે કોઇ જ સૂચના આવી નહી હોવાનું તેઓ એ ઉમેર્યું હતું. ગુજરાત ની આઠ બેઠકો…

Read More

સમગ્ર રાજ્ય ના ઘણા વિસ્તારોમાં વાવણી થઈ ગયા બાદ વરસાદ નહિ પડતા પાક નિષ્ફળ જવાની સ્થિતિ ઉભી થઇ છે અને કહી શકાય કે ગુજરાત માં દુષ્કાળ જેવી આફત મંડરાઇ રહી છે ત્યારે ગુજરાત ના વલસાડ પંથક માં અગાઉ જે વરસાદ પડતો હતો તેની સરખામણી માં હાલ માં વરસાદ નથી પડી રહ્યો પણ આજે 23 મી એ વલસાડ જિલ્લા માં વરસાદ પડ્યા ના અહેવાલ છે જેમાં જિલ્લાના ઉમરગામમાં બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબક્યો છે. સાથે જ રાજ્યના માત્ર ચાર તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના પારડીમાં 7 મિમિ, વાપીમાં 3 મિમિ વરસાદ અને નવસારીના ચીખલીમાં 1 મિમિ વરસાદ…

Read More

વલસાડ માં કોરોના હવે કાબુ બહાર છે અને કોરોના ની સ્થિતિ જોતા વલસાડ સિવિલ ના ઈંટર્ન ડોકટરો અને સ્ટાફે પોતાને યોગ્ય પીપીટી કીટ અપાતી નહિ હોવાની ફરિયાદ કરી સ્ટાફ માં કોરોના નો ચેપ લાગવાની દહેશત વ્યક્ત કરી ને થોડીવાર માટે કામ ઠપ્પ કરી દેતા આખરે તેઓ ને યોગ્ય કીટ આપવાની ખાત્રી મળતા હડતાળ સમેટાઈ હતી પરંતુ આ ડોકટરો અને સ્ટાફ માં કોરોના નો ચેપ લાગવાની જે દહેશત હતી તે સાચી પડી છે અને સારવાર કરનાર ખુદ વોરિયર્સ એટલે કે તબીબો પણ કોરોના નો ભોગ બનતા ભારે ચકચાર મચી છે હવે વલસાડ માં કોરોના ભયંકર રીતે સ્પ્રેડ થઈ ચૂક્યો હોવાનું સપાટી…

Read More

હાલ માં કોરોના કાળ માં કેટલાક ટ્યુશનિયા શિક્ષક પણ ઓન લાઇન ભણાવી રહ્યા છે ત્યારે અમદાવાદ થલતેજ ગામમાં આવેલા રાવ ટ્યૂશન કલાસીસના સંચાલકે 12 વર્ષના કિશોર ને પોતાના ઘરે બોલાવી સજાતીય આકર્ષણ ના અંદાજ માં જો તું મારી સાથે શરીરસુખ નહિ માણે તો હું ધાબા પરથી નીચે પડી જીવ દઈ દઈશ જેવી હરકતો કરી બાળક સાથે પરાણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ કરતા બાળક હેબતાઈ ગયો હતો અને ઘરે જઈ કોઈને વાત પણ કરી ન હતી પણ જ્યારે પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા ડૉક્ટર ને બતાવતા ડોકટરે બાળક સાથે કોઈએ ગંદુ કામ કર્યું હોવાનું જણાવતા મામલો સામે આવ્યો હતો આ અંગે બાળક ના…

Read More

કોરોના ની મહામારી એ લોકો ની જીવન શૈલી બદલી નાખી છે અને કોરોના થી બચવા માટે જરૂરી નિયમો પાળવા પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે ત્યારે દેશમાં પહેલીવાર અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના એન્ટ્રી ગેટ ખાતે ખાનગી કંપનીએ બેગેજ સેનિટાઈઝેશન એન્ડ રેપિંગ મશીન લગાવ્યું છે. પેસેન્જરો લગેજને આ મશીનની મદદથી અલ્ટ્રા વાયોલેટ કિરણોથી સેનિટાઈઝ કરવાની સાથે તેઓ પોતાના લગેજને પોલિથિનનું પેકિંગ કરાવી શકશે. આ માટે રૂ.80 સુધીનો ચાર્જ ચૂકવવો પડશે. અત્રે નોંધનીય છે કે અત્યાર સુધી એરપોર્ટ પર આ સુવિધા હતી. હવે રેલવે ઉપર પણ આ સુવિધા શરૂ થઈ છે અને ટનલમાંથી લગેજ પસાર થતાં તે સેનિટાઈઝ થઈ…

Read More