વલસાડ જિલ્લા ની સરહદે આવેલા દાદરા નગર હવેલી માં કોરોના નું સંક્રમણ વધતા તંત્ર એ કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે અને કોરોના ના નિયમો નો ભંગ કરતા તત્વો સામે કલેકટરે લાલ આંખ કરી છે જેના ભાગરૂપે દાનહ ના રાખોલી તેમજ નરોલી ખાતે આવેલ મેસર્સ ભીલોસા ઈન્ડસ્ટીઝ અને રખોલી ખાતે આવેલ આલોક ઈન્ડસ્ટીઝ ની તંત્ર વાહકો દ્વારા વિઝીટ કરાતા કંપની માં કોવિડ નિયમો નો ભંગ થતો નજરે પડતા તાત્કાલીક ધોરણે ત્રણ કંપની સીલ કરી દેવામાં આવી હતી. આ કંપનીઓ માં કામદાર માસ્ક વગર નજરે પડ્યા હતા અને સેનિટાઈઝરની વ્યવસ્થા ન હોવાથી તંત્રવાહકો ચોંકી ઉઠ્યા હતા. જેથી કંપની સાથે સાથે કામદારોના આવાસને પણ સીલ મારી દેતા અન્ય નિયમો ની ઐસી તૈસી કરતા તત્વો માં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
Saturday, May 4