કોરોના ની ઝપેટ માં હવે રાજકીય નેતાઓ આવી રહ્યા છે અને હવે રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણલાલ પાટકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ તેમને U N મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ગતરોજ તેઓને કોરોના ના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા જેનો રિપોર્ટ કરાવતા કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. ઉપરાંત અન્ય નેતાઓ માં ગઈકાલે સુરત ના વાવના કોંગી અને કામરેજના ભાજપના ધારાસભ્યને કોરોના રિપોર્ટ આવ્યો હતો બનાસકાંઠાના વાવ-ભાભરના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો અને કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા પણ કોરોનાગ્રસ્ત થયા છે. હાલ ગેનીબેન ઠાકોરને ગાંધીનગરમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે જ્યારે વી.ડી.ઝાલાવડીયાની ઘરે જ સારવાર ચાલી રહી છે. હાલ તેમની…
કવિ: Halima shaikh
આખા દેશ માં ભારે ચકચાર જગાવનાર 8 પોલીસ કર્મીઓ ની હત્યા પ્રકરણ ના કાનપુર શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબે ના મુખ્ય સાથીદાર અમર દુબે યુપીના હમીરપુરમાં પોલીસ સાથેની મુઠભેડ માં ઠાર મરાયો છે. આજે સવારે અમર દુબેની એસટીએફ ટીમ સાથે અથડામણ થઈ હતી. આ ઓપરેશનમાં અમર દુબેનું એન્કાઉન્ટર થયું છે. પોલીસ મુજબ અમર દુબે વિકાસ દુબે સાથે કાનપુરના બિકરું ગામમાં થયેલ શુટઆઉટમાં શામેલ હતો. અમરે વિકાસ અને તેના સાથીદારો સાથે મળી પોલીસ ટીમ પર જબરદસ્ત ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 8 પોલીસકર્મી શહીદ થયા હતા. જેના પછી આ વિકાસ ગેંગની શોધ ચાલી રહી હતી. પહેલા અમરે હરિયાણાના ફરીદાબાદમાં આશરો લીધો…
વડોદરા પંથક માં કોરોના ની હાડમારી વધી ગઈ છે અને કોરોના સતત આગેકૂચ કરી રહ્યા નું સપાટી ઉપર આવ્યું છે, વડોદરા ની PTS તાલીમ શાળામાં વધુ 8 તાલીમાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતા પ્રસરી છે અને અત્યાર સુધીમાં કુલ 49 તાલીમાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા ની હકીકત સામે આવી છે જેઓ તમામ હાલ સારવાર હેઠળ છે.વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના એકજ દિવસ માં આજે અત્યાર સુધીના સૌથીવધુ 68 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2718 ઉપર પહોંચી છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 426 સેમ્પલમાંથી 68 પોઝિટિવ અને 358 નેગેટિવ આવ્યા છે. વડોદરામાં આજે વધુ 101 દર્દીને…
કોરોના ની સ્થિતિ વચ્ચે લૉકડાઉન ના કારણે છેલ્લા ત્રણ મહિનાથી કોર્ટ બંધ છે ત્યારે લોકો પાસે પૈસા ખૂટી ગયા હોવાથી જે ચેકો આપ્યા હતા તેવા ચેક રિટર્નના લગભગ રૂ.200 કરોડના 25 હજાર જેટલા નવા કેસ દાખલ થાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. કારણકે સંખ્યાબંધ વકીલો પાસે સેંકડોની સંખ્યામાં આવા કેસો આવી રહ્યા છે નોંધનીય છે કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં નેગોશિએેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ની 10 કોર્ટ કાર્યરત છે. આ કોર્ટોમાં બેન્કો, ફાઈનાન્સ કંપનીઓ, ઔદ્યોગિક એકમો અને ખાનગી વ્યક્તિના ચેક રિટર્નના કેસની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. એક અંદાજ મુજબ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની 38 કોર્ટમાં મહિને અંદાજે 10 હજાર…
વલસાડ જિલ્લા ને અડીને આવેલા દાદરા નગર હવેલીમાં કોરોના નું સંક્રમણ ચિંતાજનક રીતે સતત આગળ વધી રહ્યું છે અને કોરોના પોઝિટિવ ના નવા 7 કેસ સાથે કુલ આંકડો 200 પર પહોંચ્યો છે.કોરોના ની હાડમારી વધતા અહીંનવા પાચ કંટાઈમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને અહીંની પ્રમુખ ગાર્ડન સોસાયટી સેલવાસ.સાંઈ શાંતિધામ,બાવીસા ફળીયા.રમેશભાઈની ચાલ,અક્ષરસ્કુલની બાજુમા ડોકમરડી.ગુલાબભાઈની ચાલ,ખાડીપાડા,મસાટ.ગોહિલ ફળિયા,નરોલી. દાનહમાં જે રીતે કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. તેમાં ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિઓ હોવાનું ધ્યાને આવ્યું છે અને તેને કારણે પણ સંક્રમણ વધી રહ્યું હોવાનું મનાઈ રહ્યું છે. પ્રશાસન ની સંઘપ્રદેશમાં કોરોનાને રોકવામાં નિષ્ફળતા સામે આવી રહી છે.
કોરોના માં સરકારે લોકો ને ત્રણ મહિના ની રાહત આપવાની વાત કર્યા બાદ કોઈ જગ્યા એ રાહત મળી નથી અને હાલ માં કોરોના માં તૂટી ગયેલા લોકો ને ચૂસી લેવા પેટ્રોલ, ડીઝલ નો ભાવ વધારી દીધો છે ત્યારે બીજી તરફ લાઈટ બિલો ના આંકડા જોઈ લોકો ને ચક્કર આવી રહ્યા છે. સામાન્ય રીતે જે બિલો અગાઉ આવતા હતા તેનાથી બમણા બિલ ફટકારવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે બીજી તરફ સબંધીતો એકજ કેસેટ વગાડી રહ્યા છે કે અમદાવાદ શહેરના ટોરેન્ટના રૂ.10.50 લાખ અને યુજીવીસીએલના 56 હજારથી વધુ કનેક્શનનું મહિને 200 યુનિટ સુધીનું વીજ બિલ આવ્યું હશે તો 100 યુનિટ…
તોડ પ્રકરણમાં ગાજેલા મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજા ને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરતા કોર્ટે રિમાન્ડ ની માંગ ફગાવી જેલ માં મોકલવા આદેશ કર્યો હતો. બળાત્કાર ના કેસના આરોપી ને પાસામાં નહીં મોકલવા બદલ રૂ.35 લાખ નો તોડ કરવાના પ્રકરણમાં ખૂબ ગાજેલા પીએસઆઈ શ્વેતા જાડેજા (મેર) રૂ. 1.12 લાખનો મોબાઇલ વાપરતા હોવાનો ખુલાસો થયો હતો. આ મોબાઇલ ફોનના બિલની ચુકવણી ક્રેડિટ કાર્ડથી યોગેશ શર્મા નામની વ્યક્તિએ કરી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પોલીસે ની શ્વેતા જાડેજાના વધુ 3 દિવસના રિમાન્ડની માગણી એડિ.સેશન્સ જજ એસ.એચ.પટેલે ફગાવી દેતા આરોપી ને જેલમાં મોકલી દેવાયા હતા. મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે…
દુનિયા માં અનેક એવા કિસ્સા બનતા હોય છે જે અલગ હોય છે, અમેરિકામાં એકજ શરીરથી જોડાયેલા બે ભાઈ રોની અને ડોની ગેલયનનું 68 વર્ષની ઉંમરે અવસાન થઇ ગયું છે. તેમણે ડેટનની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના ભાઈ જિમે મીડિયાને આ અંગે જાણકારી આપી હતી. મોન્ટગોમેરી કાઉન્ટી કોરોનરે કહ્યું કે તેમનું અવસાન કુદરતી હતું. આ જોડીયા ભાઈનો જન્મ 28 ઓક્ટોબર,1951માં અમેરિકાના ઓહિયો પ્રાંતના બેવરક્રિકમાં થયો હતો. વર્ષની ઉંમરથી સર્કસમાં કામ કર્યું શરીરની મજબૂતી હોવા છતાં તે ખૂબ જ મહેનત કરતા હતા. તેમને 3 વર્ષની ઉંમરેસર્કસ અને કાર્નિવલમાં કામ મળી ગયું હતું અને ત્યારથી જ કરવાની શરૂઆત કરી હતી અને…
અમદાવાદ ના બાપુનગર વિસ્તાર માં બનેલી સમાજ ને લાંછનરૂપ ઘટના માં એક પરિણિતા ને મામા સસરા સાથે પ્રેમ થઈ જતા તે પોતાના પતિને છોડીને પ્રેમી મામા સસરા પાસે દોડી જતા હવસ નો જ સંબંધ રાખનાર મામા સસરા એ પોતાની પ્રેમિકા ભાણેજ વહુ ને સ્વીકારવાનો ઇન્કાર કરતા પ્રેમિકા બન્ને બાજુ થી લટકી પડી હતી. પ્રેમી અને પતિ બન્નેએ છોડી દેતા તેણે 181 મહિલાને હેલ્પલાઇનની મદદ માંગી હતી. મામાજી સસરા સાથે લગ્ન કરવા પતિને છૂટાછેડા આપનાર પરિણિતા સાથે સંબંધ રાખવાનો મામાજી સસરાએ ઇન્કાર કરતાં હવે આ મહિલા ઘરવિહોણી બની ગઈ છે. 5 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનાર આ મહિલા ને બે વર્ષથી…
સૌરાષ્ટ્રમાં પડેલાભારે વરસાદ ને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વીજળી,રસ્તા,પર પ્રભાવિત થતા હાલાકી પડી રહી છે અહીં પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં સોમવારે પડેલા દેમાર ૧ર ઈંચ તોફાની વરસાદ સાથે બીજા દિવસે મંગળવારે વધુ ૬ ઈંચ વરસાદ પડતા ર૪ કલાકમાં ૧૮ ઈંચ તોફાની વરસાદથી દ્વારકા બોટ માં ફેરવાયું હતું અને ભારે પવન અને વરસાદના કારણે દ્વારકાધીશ મંદિરનો સોપારી ના લાકડા માંથી બનેલો ધ્વજાજી દંડ ખંડિત થવાની ઘટના બની છે.વરસાદ ની સ્થિતિ હળવી થતા નવો દંડ શાસ્ત્રોકત વિધિ થી ચડાવવા માં આવશે , અગાઉ પણ કંડલા માં આવેલ વાવાઝોડા વખતે ધ્વજાજી દંડ ખંડિત થવાની ઘટના બની હતી. દ્વારકા માં પડેલા ૧૮…