ભારતીય સૈનિકો ની જિંદગી હણી લેનાર ચાઈના સામે ભારત ના લોકો માં આક્રોશ ચરમસીમા ઉપર પહોંચી ગયો છે અને સોશ્યલ મીડિયા માં પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે . વિગતો મુજબ ભારત-ચીન સરહદ પર ચાલુ વર્ષે પ્રથમવાર તા. 5 મેના રોજ લદ્દાખના પેંગોંગ તળાવ નજીક બંને દેશોની સૈન્ય વચ્ચે વિવાદ થયો હતો , ત્યારબાદ 9 મેના રોજ સિક્કિમમાં બંને દેશોની સૈન્ય વચ્ચે ઘર્ષણ થયું ત્યારબાદ બંને દેશ વચ્ચે લશ્કરી કમાન્ડર-સ્તરની વાતચીત 6 જૂનથી શરૂ થઈ હતી અને જાણાવાતું રહ્યું કે બધું ઑકે છેઅને આ દરમિયાન બંને દેશો વચ્ચે અત્યારસુધી માં કુલ ચાર બેઠક યોજાઈ ચુકી છે. આ અતિ ગંભીર કહી શકાય…
કવિ: Halima shaikh
ચાઈના દ્વારા કરાયેલા ક્રુર હુમલામાં કુલ 23 ભારતીય સૈનિકો શહીદ થઇ ગયા ની વાત બહાર આવી છે. જેમાં 16 બિહાર રેજિમેન્ટનાં કમાન્ડિંગ ઑફિસર કર્નલ સંતોષ બાબૂ નો પણ સમાવેશ થાય છે અને જે ભારતીય સૈનિકો પાસે હથિયાર નહોતા તેમને ટાર્ગેટ કરાયા હતા. ઓચિંતા હુમલા બાદ કેટલાક જીવ બચાવવા માટે ગલવાન નદીમાં કૂદી પડ્યા હતા. સરકારી સૂત્રો એ આપેલી માહિતી મુજબ હાલ 12 જેટલા ગંભીર રીતે ઘાયલ જવાનો સિરિયસ છે અને અન્ય 110થી વધારે નાની મોટી ઇજાઓ ધરાવતા સૈનિકો ની સારવાર ચાલુ છે. મોતની સંખ્યા વધી શકે છે. આ હુમલો ભારતીય સેના દ્વારા ચીની ટેન્ટ ( કોડનેમ પેટ્રોલ પોઇન્ટ – 14)…
હાલ માં રાજ્યસભા ની ચૂંટણીઓ માથા ઉપર છે ત્યારે સુપ્રીમ કોર્ટે ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની અયોગ્યતાને સમર્થન આપતા ગુજરાત હાઇકોર્ટના 2019ના આદેશ પર સ્ટે મુકવાનો ઇનકાર કર્યો છે. હવે પબુભા માણેક રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. જોકે ,આ અગાઉ પબુભાએ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે હાઇકોર્ટના હુકમ પર સ્ટે મુકવા સુપ્રીમમાં અરજી કરી હતી. પબુભા માણેકનો દ્વારકા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 6943 મતથી વિજયી થયા હતા. ત્યારે તેમની સામે હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએપબુભાની જીત અને તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે એપ્રિલ 2019માં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે દ્વારકા વિધાનસભા…
લોકડાઉન માં છૂટછાટ બાદ લોકો માસ્ક પહેર્યા વગર જ બહાર નીકળી રહ્યા છે ત્યારે તેઓ મહાનગર પાલિકા ના કર્મચારીઓ ને ગણકારતા નહિ હોવાથી આખરે આ અભિયાન પોલીસ ને સોંપી દેવામાં આવ્યુ છે. આજથી માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળનારા લોકો પાસેથી પોલીસ રૂ. 200નો દંડ વસૂલ કરી શકશે. અત્યાર સુધી ફક્ત મ્યુનિ. પાસે જ દંડ વસૂલવાની સત્તા હતી, પરંતુ રાજ્ય સરકારે હવે માસ્ક વિના ફરનારા લોકો પાસેથી દંડ વસૂલ કરવાની સત્તા પોલીસને પણઆપી દીધી છે. મંગળવારે સાંજે અમદાવાદ શહેરના તમામ આઈપીએસ અધિકારીઓની યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, પોલીસ બુધવાર સવારથી જ માસ્ક વગર ઘરની બહાર…
કોરોના ની હાડમારી વચ્ચે હોટસ્પોટ બનેલા અમદાવાદમાં ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની ઐતહાસિક રથયાત્રા સોશિયલ ડિસ્ટન્સિંગન ના નિયમો પાળીને કાઢવામાં આવનાર છે. અને માત્ર 6-7 કલાકમાં આટોપી લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. યાત્રા બપોરે બે વાગ્યા સુધીમાં નિજ મંદિરે પરત ફરશે. યાત્રામાં રથ પણ 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધારવામાં આવશે. માત્ર 25થી 35 વર્ષના યુવાન ખલાસીઓ જ રથ ખેંચશે, રથ ઉપર 40 ખલાસીઓ ચાર ફૂટનું અંતર રાખીને ખેંચશે. સાથે સાથે મંદિર 7:00 મંદિરથી ઉપડ્યા બાદ માત્ર 30 મિનિટ જ મામાના ઘરે રોકાણ કરશે. દર વર્ષે રથ ખેંચવા માટે 400થી વધુ ખલાસીઓ સામાન્યરીતે જોડાતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના…
ચાઈના એ દગો કરીને ભારત ના આશાસ્પદ 20 જવાનો ને ક્રૂરતા પુર્વક મારી નાખ્યા છે અને કેટલાક ગૂમ થઈ ગયા હોવાની ખબર વચ્ચે ભારતીયો માં ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે મોદીજી કરારો જવાબ આપવામાં જીરો સાબિત થયા હોવાની જનતા માં બૂમ ઉઠી છે ત્યારે હવે લોકો ના ઉઠેલા વિરોધ બાદ મોદી માત્ર નિવેદનો કરે છે કે કોઇ નક્કર કાર્યવાહી કરે છે તેના ઉપર દેશ ની નજર છે. બીજી તરફ ચાઈના ના જવાનો માર્યા ગયા હોવાની વાતો માત્ર વાતો જ છે તેનું કોઈ પ્રમાણ નથી ત્યારે ભારત ના જવાનો શહીદ થયા તે વાત હકીકત છે. જવાનો ની શહીદી બાદ લોકો…
છેલ્લા ઘણાજ દિવસો થી જણાતું હતું કે ભારત-ચીન વચ્ચે સ્થિતિ સારી નથી તેમ છતાં સબ સલામત ની ડીંગ હકવામાં આવી રહી હતી આખરે આજે સાચી હકીકત બહાર આવી ગઈ છે અને ગલવાન ઘાટીમાં ચીન દ્વારા ભારત ના જવાનો ને નિશાન બનાવી હુમલો કરતા ભારત ના આર્મી ઓફિસર સહીત બે જવાન થયા શહીદ થયા ની હકીકત બહાર આવી છે બન્ને દેશોનાં વરિષ્ઠ સૈન્ય અધિકારી આ સમયે તણાવભર્યા મામાલાને શાંત કરવા માટે મોટી બેઠક યોજી રહ્યા છે. ત્યારે આ ઘટના સામે આવી છે, ભારતીય સેનાની તરફ આપવામાં આવેલા એક અધિકારીક નિવેદનમાં જણાવ્યું કે ગલવાન ઘાટીમાં સોમવારની રાત્રે ડિ-એસ્કેલેશનની પ્રકિયા દરમ્યાન ભારત અને…
કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે અને હવે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈન પણ કોરોના જેવા લક્ષણો સાથે તત્કાળ અત્રે ની રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,તેઓ હાલ ઓક્સિજન સપોર્ટ પર હોવાનું જાણવા મળી રહ્યું છે. જૈનનો કોરોના ટેસ્ટ પણ કરાયો છે. દેશમાં મુંબઈ બાદ દિલ્હી પણ કોરોનાથી પ્રભાવિત રાજ્ય છે. અહીં અત્યાર સુધીમાં 42000થી વધુ કેસ આવી ચૂકયા છે. જૈનને હાઇ ફીવર અને શ્વાસ લેવામાં તકલીફ બાદ રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જૈન છેલ્લાં કેટલાક દિવસથી કોરોના નિવારણ અંગે મળતી બેઠકમાં ભાગ લઇ રહ્યા હતા. તેઓ ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં પણ સામેલ થયા હતા. આમ આરોગ્ય મંત્રી…
સુશાંત સિંહ રાજપૂત ના અણધાર્યા મોત બાદ તેના લાખ્ખો ફેન્સ આઘાત માં સરી પડ્યા હતા ત્યારે આ વાત ની ખબર પડતાં સુશાંત ના પિતાજી બેભાન થવા ની ઘટના બાદ સુશાંત ના પિતરાઈ ભાઈ ના પત્ની પણ પોતાના દિયર ના મોત ની ખબર ને લઈ ભારે આઘાત માં સરી પડ્યા હતા અને જ્યારે સુશાંતસિંહ ના પાર્થિવ દેહ ને મુંબઇ માં વિલેપારલે ખાતે ના સ્મશાન ઘાટ માં અગ્નિદાહ અપાયો ત્યારે તે આઘાત સહન ન કરી શકતા સુશાંત ના ભાભી સુધાદેવી નું પણ મોત થઈ ગયુ હતુ આ ઘટના ને લઈ મૃતક ના પરીવાર માં બીજો મોત નો બનાવ બનતા પરિવાર ઉપર દુઃખ…
આજથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ, 2નો વધારો અમલ માં આવી જતા કોરોના માં પાયમાલ થઈ ગયેલી જનતા ની કમર ઉપર વધુ એક કોરડો ઝીકાયો છે કારણ કે ફ્યુઅલ મોંઘું થતાંજ અન્ય ચીજ વસ્તુઓ ના ભાવો આપોઆપ વધે તે કહેવાની જરૂર નથી, લોકો તો કોરોના માટે સરકાર રાહત ના કેવા પગલાં લેશે તેની રાહ જોતા હતા ત્યાંજ રાહત ને બદલે લોકો પાસેથી જ રૂપિયા કેમ કઢાવવા તે નીતિ આવતા લોકો માં સરકાર સામે અણગમા ની લાગણી જન્મી છે. હાલ માં લોકો ના વિરોધ કે તેમની કોઈ રાય લેવાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે સરકાર મનફાવે તેમ નિર્ણય લઈ…