કોરોના માં ત્રણ મહિના ઘર માં કામધંધા વગર બેસી રહેલા પરિવારો ને રોકડ સહાય નહિ મળતા લોકો અસહાય બની ગયા છે તેમાંય સરકારે હાલ રાજ્યમાં વીજ વપરાશમાં 200 યૂનિટ પર 100 યૂનિટ બિલ માફીની જાહેરાત કરી હોવા છતાં તેના અમલ ના ધાંધિયા જોવા મળી રહ્યા છે . જેનું એક ઉદાહરણ કલોલના રાંચરડા ગામે જોવા મળ્યું છે અહીં UGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે.. રાંચરડા ગામમાં ગરીબ પરિવાર કે જે છાપરામાં રહે છે. તે પરિવારને 18 હજાર 900નું બિલ ફટકારવામાં આવતા જનતા માં આક્રોસ જોવા મળી રહ્યો છે. છપરા માં રહેતા આ પરિવાર ને 1200 રૂપિયા બિલ આવતું હોય છે. અહીંની…
કવિ: Halima shaikh
કોરોનાના કપરાં કાળમાં આજે સુરેન્દ્રનગર ના હળવદની સરકારી હોસ્પિટલ ખાતે એક કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના સાંસદ પહોંચ્યા બાદ ત કાર્યક્રમ શરૂ થઈ જતા ભાજપના હળવદના ધારાસભ્ય સાબરીયા પહોંચ્યા ન હોવાથી તેના સમર્થકો પૂર્વ મંત્રી જયંતિ કવાડીયાના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળેલા પરસોત્તમ સાબરીયાના સમર્થક અને હળવદ શહેર યુવા ભાજપના પ્રમુખ તપન દવે સાથે જયંતિ કાવડીયાના સમર્થકો વચ્ચે જામી પડી હતી. કાર્યક્રમની શરૂઆત સાબરીયા વગર થઈ જતા તપનનો પારો છટક્યો હતો અને ઉગ્ર બોલાચાલી બાદ હાથપાઈ સુધીની ઘટના ઘટી હતી. જોકે હાજર કેટલાક લોકોએ મામલો શાંત કરવા પ્રયાસ કર્યો હતો. ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને પૂર્વ મંત્રી જયંતિ કવાડીયાના જૂથો…
હાલ કોરોના ની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં શાળાઓ ફરી શરૂ કરવા બાબતે હજુસુધી કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આરોગ્ય વિભાગની સાથે સ્કૂલ સંચાલકો, વાલીઓ અને વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના અભિપ્રાય, સૂચનો મેળવવામાં આવી રહ્યા છે જેમાં 15 ઓગેસ્ટ પછી સ્કૂલો શરૂ કરવાની દિશામાં વિચારણા કરાઈ રહી છે. કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલયની ગાઈડલાઈન, આરોગ્ય વિભાગ અને ગૃહવિભાગની સૂચનાઓ સાથે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા શરૂ કરવા અંગેની ચોક્કસ નીતિ બનાવવાશે. હાલ માં પ્રાયમરી બેઝ પર જે રીતે નક્કી કરાયુ છે તેમાં ગુજરાત સહિત દેશભરમાં સ્કૂલો શરૂ કરવા માટે NCERT દ્વારા ડ્રાફ્ટ પ્લાન તૈયાર કર્યો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત વાસીઓ ને કોઈના ઉપર ડિપેન્ટ નહિ રહેવા સ્વદેશી બનવાઉપર ભાર મુક્યો હતો. ગુરુવારે ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ(ICC)ના એન્યુઅલ પ્લેનરી સેશનમાં ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અગ્રણીઓ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે કોરોનાના સંકટે એક પાઠ ભણાવ્યો છે અને તેછે આત્મનિર્ભર ભારત. મોદીએ કહ્યું કે પીપલ, પ્લેનેટ અને પ્રોફિટ એક-બીજા સાથે ઈન્ટરલીન્ક છે. આ ત્રણે એક સાથે આગળ વધી શકે છે. તેઓએ એલઈડી બલ્બ નું ઉદાહરણ આપી જણાવ્યું કે 5-6 વર્ષ પહેલા એલઈડી બલ્બ 350 રૂપિયાથી પણ વધુમાં મળતો હતો. હવે તે 50 રૂપિયામાં પણ મળે છે. કિંમત ઓછી થવાથી એલઈડી બલ્બ ઘરે-ઘરે પહોંચ્યા છે. તેનાથી…
હાલ માં કોંગ્રેસ માંથી ધારાસભ્યો ને ભાજપ ઉઠાવી રહ્યું હોવાના અહેવાલો વચ્ચે કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો ઉપર નજર રાખવામાં આવી રહી છે ત્યારે ધારી માં ધારાસભ્યો એ કેરી ની પેટભરીને મોજ માણી હતી. સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યોને રાજકોટ ના નિલસિટી ક્લબમાં લવાયા બાદ તેઓ ને ગઢડા, રાજુલા લઈ જવાયા હતા.ત્યારબાદ આજે ખાંભા 12 ધારાસભ્યો આવી પહોંચ્યા હતા અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી. ખાંભામાં ડો.કિર્તીકુમાર બોરીસાગરના નિવાસસ્થાને તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા, બાદમાં તમામ ધારાસભ્યો ધારી જવા રવાના થયા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં તમામ ધારાસભ્યો ધારી પહોંચ્યા હતા. ધારીમાં દલખાણીયા રોડ પર જિલ્લા પંચાયતના સદસ્યના ફાર્મ હાઉસમાં બધા ભેગા…
પપ્પા પ્લીઝ હવે રહેવાદો ..મને ખુબજ દુ:ખે છે અને દર્દ થી પીડાતી પુત્રી ની આ ચીસ જોઈ વધુ હેવાન બની જતા પિતા એકજ વાત કરતો થોડીવાર એવું થશે પછી સારું થઈ જશે અને સેક્સ માણી હવસ સંતોસતા નરાધમ પિતા આખરે જેલ માં ધકેલાયો છે. આ ઘટના માંસગીર પુત્રી પર બળાત્કાર ગુજારી ગર્ભવતી કરનાર નરામધ પિતાને કોર્ટે 14 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. તેમજ વળતર પેટે ભોગ બનનારને રૂા.25 હજાર વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો. સગીર યુવતીને ચાર માસનો ગર્ભ હોય જે તે સમયે કાનુની મંજૂરી મેળવીને ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી સગીર બાળા ને વર્ષ…
મહારાષ્ટ્ર માં કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે અને ચાઈના કરતા મહારાષ્ટ્ર માં વધુ કેસો નોંધાયા ની વાતો વચ્ચે ગુજરાત ની વાત કરવામાં આવે તો ગુજરાત માં પણ છેલ્લા એક મહિનાથી કોરોના કાબૂ બહાર જઇ રહ્યો છે. અને દરરોજ 300થી વધુ કેસ તેમજ 30થી વધુ લોકોના મોત થઇ રહ્યા છે. ત્યારે હવે ડિસ્ચાર્જની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. અત્યારસુધીમાં કુલ 21,554 કેસમાંથી 14,743 દર્દી ડિસ્ચાર્જ થયા છે. ગઈકાલે રાજ્યમાં 24 કલાકમાં 510 નવા કેસ તેમજ 34ના મોત નોંધાયા છે. લોકો ચેપ લાગવાના ભય વચ્ચે પણ બે પૈસા ઉભા કરી ખર્ચ કાઢવા મથામણ કરી રહ્યા છે કારણ કે ત્રણ મહિના ઘર…
આસામ મો ક્રૂડ ઓઇલ કૂવામાં આગ લાગતા અફડાતફડી નો માહોલ છે. આ ઘટનામાં 2 ફાયર ફાઈટરના મોત થયા છે. ઓઈલ ઈન્ડિયા પ્રવક્તા ત્રિદેવ હજારિકા એ મિડિયા ને જણાવ્યું હતું કે આગ લાગ્યા બાદ ગુમ થયેલા બંને ફાયર ફાઈટરના શબ મળ્યા છે. શબ પર દાઝવાના નિશાન છે, તેના પરથી લાગી રહ્યું છે કે કદાચ કર્મચારીઓ કૂવામાં કૂદયા હશે અને ડૂબવાના કારણે તેમનું મોત થયું છે. સાચુ મોતનું કારણ પોસ્ટમોર્ટમ બાદ ખબર પડશે. આગ બુઝાવવાની કોશિશમાં લાગેલો ઓએનજીસીનો એકફાયર ફાઈટર પણ દાઝ્યો હતો. આગ એટલી ભયાનક હતી કે 10 કિલોમીટર દૂરથી તેની જવાળા દેખાઈ રહી છે. નજીકના 1.5 કિલોમીટર માં રહેતા 6000…
અમદાવાદ ના ચાંદખેડામાં રહેતા કેન્દ્રિય વિદ્યાલયના પ્રિન્સિપાલના બંગલાના ગેટ પાસે ગાડીમાં આવેલા નાગા બાવાએ પ્રિન્સિપાલ ને સરમાંનું પૂછતાં નજીક આવેલા પ્રિન્સીપાલ ના ગળામાંથી સોનાનો ચેઇન તોડી નાગો બાવો ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી. વિગતો મુજબ ચાંદખેડા મોટેરા રોડ શિવમ બંગલોઝમાં રહેતા અર્ધકુમાર પ્રસાદ ગાંધીનગર સીઆરપીએફ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. તેઓ સવારે 6 વાગ્યે દૂધ લેવા માટે મોટેરા આઈડીપી સ્કૂલ પાસે ગયા હતા અને દૂધ લઇને પાછા ઘરે આવ્યા હતા ત્યારે તેમના બંગલાના ગેટ પાસે પહોંચ્યા તે વખતે મોટેરા શાકમાર્કેટ બાજુથી એક ગાડી આવીને તેમના બંગલા પાસે ઊભી રહી હતી. ગાડીમાં 2 વ્યક્તિ બેઠા હતા, જેમાં…
સૌરાષ્ટ્રમાં મેઘરાજા એ ઝંઝાવાતી બેટિંગ કરતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે અને આ બધા વચ્ચે બનેલા કરૂણ બનાવ માં બગસરા પંથકમાં ભારે વરસાદને કારણે નદી અને વોંકળાઓ પાણી થી તરબોળ બન્યા હતા અને પુર આવ્યું હતું. બગસરાના હામાપુર ગામે પૂરના પાણીમાં 7 લોકો બળદગાડા સાથે તણાયા હતા. જેમાં 4 લોકોના કરુણ મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ છે અને આ બનાવ માં સદનસીબે 3 લોકોનો બચાવ થયો છે. આ ઘટનામાં એક બળદનું પણ મોત નીપજ્યું છે. મૃતકમાં બે મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરબિગ્રેડની ટીમ દોડી આવી હતી અને તણાયેલાઓ ની શોધખોળ કરતા…