કવિ: Halima shaikh

વાવાઝોડાની અસર હેઠળ નવસારી જિલ્લા માં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે અને દરિયાકાંઠે તથા કાંઠાની નજીક આવેલા 39 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. સવારથી દરિયાકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીઓની આવન જાવન શરૂ રહી છે અને જે સાંજે પણ જારી રહી હતી. કાંઠાના ગામોમાં લોકોને સ્થળાંતર કરાવવા એસ ટી બસો મોકલવામાં આવી હતી તો ઘણા લોકો ખાનગી વાહનોમાં પણ સ્થળાંતર કર્યું હતું. સ્થળાંતર સ્થળ નક્કી કરાયા હતા તે સ્થળે તથા ઘણા લોકોએ તો અન્યત્ર રહેતા પોતાના સગાસબંધીને ત્યાં પણ સ્થળાંતર કરી ગયા છે. માછીવાડના ઘણા લોકોને ખાભલા આઈટીઆઈ સ્થળાંતર કરાવાયું હતું. જલાલપોર તાલુકાના 10 ગામોના લોકોને તથા ગણદેવી…

Read More

મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર મંડરાઇ રહેલું વાવાઝોડું નિસર્ગ આજે ૩ જૂનની બપોરે ઉત્તર મહારાષ્ટ્રના હરિહરેશ્વર અને દક્ષિણ ગુજરાતના દમણ વચ્ચેથી પસાર થનાર હોવાની આગાહી ને પગલે સંભવિત સ્થળો એ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ૧૦૦થી ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને મહારાષ્ટ્રના પાલઘર, પૂણે, થાણે, મુંબઇ, રાયગઢ, ધૂલે, નંદુરબાર અને નાસિકમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. અલીબાગ નજીક પવનોની ઝડપ ૧૨૫ કિમી પ્રતિ કલાક પર પહોંચી શકે છે. હવામાન વિભાગે મુંબઇ શહેર અને પરાં વિસ્તારો, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાઓમાં ૩ અને ૪ જૂન…

Read More

ગુજરાતમાં અમારી સરકાર આવશે તો દારૂબંધી 100 દિવસ માં દૂર કરીશું ની ખુલ્લી જાહેરાત કરી ને એકાએક લાઈટ માં આવી ગયેલા શંકરસિંહ વાઘેલા ને પાર્ટી એ સાઈડ માં ધકેલી દેતા ફરી એકવાર વાઘેલા પાર્ટી થી નારાજ થઈ ગયા છે. વિગતો મુજબ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ તરીકે જયંત પટેલ ઉર્ફે બોસ્કીને પાર્ટીએ ડિકલેર કરી દીધા છે જેને લઈ શંકરસિંહ વાઘેલા નારાજ થઈ ગયા છે .તેઓએ કોરોના દરમ્યાન ગુજરાત સરકાર વિરુદ્ધ અભિયાન છેડી સોશિયલ મીડિયા થકી લોકોમાં લોકપ્રિય બનવા પોતાનો ગ્રાફ વધારી રહ્યા હતા, પરંતુ વાઘેલાના આ અભિયાનને પછડાટ આપવા તેજ સમયે ભાજપ, કોંગ્રેસ અને એનસીપીના જ દિગ્ગજ નેતાઓએ ખાસ વ્યૂહરચના તખ્તો…

Read More

ગુજરાત માં ચકચાર જગાવનાર કડી પોલીસે લોકડાઉન દરમિયાન રૂ.12.14 લાખનો દારૂ વેચી માર્યો હોવાનો મોટો ખુલાસો થતા સનસનાટી મચી ગઇ છે. આ ઘટના માં મુદ્દામાલની થયેલી ગણતરીમાં રૂ 3.09 લાખની કિંમતની દારૂની 1159 બોટલો ગુનામાં કબજે કર્યા સિવાયની પણ બોટલો મળી આવી છે. મામલે કડી પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઇ ઓ.એમ. દેસાઇ અને પીએસઆઇ કે.એન. પટેલ સામે કાવતરા સહિતની વધુ એક ફરિયાદ નોંધાઇ છે. બીજીબાજુ, સીટની તપાસમાં હજુ પણ પોલીસ કર્મચારીઓના નામ ખુલવાની શક્યતાને લઇ પોલીસબેડામાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રૂપિયા 12.14 લાખનો દારૂ વેચી મારવામાં આવ્યો હોવાની હકીકત બહાર આવી છે અને 3.09 લાખનો દારૂ ગુનામાં કબજે કર્યા સિવાયનો…

Read More

હવામાન વિભાગ દ્વારા થયેલી ‘નિસર્ગ’ વાવાઝોડાની આગાહી ના પગલે મહારાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના 159 ગામો પ્રભાવિત થવાની શક્યતા ને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાના 109 ગામ પ્રભાવિત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના 50 ગામો પ્રભાવિત થવાની આશંકા છે. વાવાઝોડાની લો લાઈન એરિયામાં આવતા 159 ગામનો સર્વે હાથ ધરાયો છે. જે તે જિલ્લા કલેક્ટરને પ્રભાવિત ગામમાં સ્થળાંતર કરવાની જવાબદારી સોંપી દેવામાં આવી છે, જેમાં લો લાઈન એરિયામાં નવસારીના 42 ,સુરતના 40, વલસાડ 23, ભરૂચ 4, ભાવનગરના 33, અમરેલીના 17 ગામોનો સમાવેશ થાય છે.…

Read More

‘નિસર્ગ’ વાવાઝોડું દક્ષિણ ગુજરાત ના દરિયા ને ઘમરોળે તેવી શક્યતાઓ ને લઈ વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે અને વલસાડ સહિત નવસારી જિલ્લા તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. જેથી દરિયા કિનારે લગભગ 1800 બોટ નાંગરી દેવામાં આવી છે. દરિયા માંથી તમામ બોટ પરત આવી ગઈ છે,અને માછીમારોએ ત્રણ દિવસથી માછીમારી બંધ કરી દીધી છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. તે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટ વિસ્તારમાં સોમવારે અથવા મંગળવારે 100 કિમી પ્રતિ કલાકની ઝડપથી અથડાઈ શકે છે. હાલ વાવાઝોડું ગોવાથી 4 કિમી દક્ષિણ પશ્ચિમ,…

Read More

અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર અંબાપુર ગામ નજીક એક મર્સિડીઝ કાર ચાલકે સ્ટેયરિંગ ઉપર નો કાબુ ગુમાવતા કાર તળાવમાં ખાબકી હતી જેમાં ડૂબી જતાં પતિ-પત્નીના મોત થયા હતા. આ ઘટના સમયે તળાવ ઉપર લોકો પહોંચી ગયા હતા અને કેટલાકે આ ઘટના મોબાઇલ માં કેદ કરી હતી પરંતુ ડૂબી રહેલાઓ ને તાત્કાલિક હેલ્પ નહિ મળતા તેઓ લોકો સામેજ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કાર માં રહેલા આનંદ મોદીઅને ફેની મોદીના તળાવમાં ડૂબતા પહેલાનો વીડિયો સામે આવ્યો છે બંનેનો ડૂબતો હૃદયદ્રાવક વીડિયોમાં બંને પતિ- પત્ની કારની ઉપર આવેલા રૂફ ટોપ પરથી બહાર આવી ગાડી પર બેસી ગયા હતા અને બચાવવા માટે મદદ માંગી હતી…

Read More

વલસાડ જિલ્લા માં મંડરાઇ રહેલા વાવાઝોડા અગાઉ ધરમપુર અને કપરાડા પંથક ના ગ્રામ્ય વિસ્તારો ગત સાંજે ભારે પવન સાથે વરસેલા વરસાદને લઈ તુતરખેડ તથા ઉકતામાં વીજલાઈન તૂટી ગઈ હતી. ધરમપુરમાં પણ વરસાદ પડ્યો હતો અને ધરમપુર તાલુકાના બોપી, ભવાડા, જામલીયા, સોનદર, મુરદડ, તુતરખેડ, ભવઠાણ જંગલ, સાતવાંકલ, ખપાટીયા, અવલખંડી, ખોબા, પૈખેડ, ચવરા, ગુંદીયા સહિતના ગામોમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. આ સિવાય દાનહ સહિત સેલવાસમાં દિવસભર વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ અને સાંજે અડધો કલાક સુધી ભારે પવન સાથે વરસાદ પડયો હોવાના અહેવાલ છે વરસાદ ને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સાથે સાથે આંબા ઉપર રહેલી કેરી ના પાક માં પવન…

Read More

દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું ટકરાય તેવી શક્યતાઓ ને લઈ વલસાડ જિલ્લા સહિત રાજ્ય માં તંત્ર સ્ટેન્ડબાય બન્યું છે,હાલ કેરળના અરબી સમુદ્રમાં સર્જાયેલી લો-પ્રેશરની સિસ્ટમ ચક્રવાત માં પરિવર્તિત થતા આગામી તા. 2 અને 3 જૂન સુધીમાં મુંબઇ અને દક્ષિણ ગુજરાતના દરિયાઇ વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થ‌વાની હવામાન વિભાગે આગાહી કરી છે. વલસાડ જિલ્લા કલેકટર સહિત અધિકારીઓની આ અંગે પૂર્વતૈયારી માટે બેઠક મળી હતી જેમાં વાવાઝોડા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારબાદ વલસાડ ના દરિયાઈ વિસ્તારમાં સમાવિષ્ટ કાંઠા વિસ્તારના 36 ગામને એલર્ટ રહેવા અને તકેદારી ના પગલાં ભરવા માટે મામલતદારો, સરપંચો તથા તલાટીઓને સૂચના આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને વલસાડ જિલ્લાના 3…

Read More

કોરોના ની હાડમારી વચ્ચે દક્ષિણ પૂર્વ નજીક અરબી સમુદ્રમાં હાલમાં લો પ્રેશર સક્રિય હોઈ તા.૧લી જૂનના રોજ ડિપ્રેશનમાં પરિર્વિતિત થઈ ઉત્તર દિશા તરફ આગળ વધશે. આ ડિપ્રેશન તા.૩મી જૂનના રોજ ગુજરાતના દરિયાકિનારે વલસાડ અને નારગોલ વચ્ચે ઉદવાડા ખાતે ટકરાય તેવી શક્યતાઓ ને લઈ તંત્ર સાબધું બન્યું છે અને મુખ્યમંત્રી એ વાવાઝોડા સામે તકેદારીના પગલા ભરવા બેઠક બોલાવી છે. વાવાઝોડા ની અસર હેઠળ આગામી ૪થી અને ૫મી જૂનના રોજ અમદાવાદ, સુરત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, તા.૪ જૂનના રોજ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, દમણ અને દાદરા નગર…

Read More