વલસાડ જિલ્લા માં હાલ કોરોના નો માહોલ છે ત્યારે સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ એક યુવક ને બુધવારે સાંજે શ્વાસ લેવામાં તકલીફ થતા કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થવાની ઘટના પ્રકાશ માં આવી છે .જોકે આ યુવક ના કોરોનાના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ જાણી શકાશે. વિગતો મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામ ના 36 વર્ષીય, ગુડ્ડુ રામ અવતાર ગુપ્તા નામના યુવક ને બુધવારે મોડી સાંજે બંને પગમાં સોજા આવવા સાથે શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તાત્કાલિક 108ની મારફતે ભીલાડ PHCમાં સારવાર માટે ખસેડાયો હતો જ્યાંથી વલસાડ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં…
કવિ: Halima shaikh
વલસાડ નજીક આવેલ ડુંગરી માં અગાઉ એક કેસ પોઝીટીવ આવ્યા બાદ આ ગામ માં દવાખાનું ચલાવતા તબીબ નો પણ કોરોના પોઝીટિવ રીપોર્ટ આવતા ચકચાર મચી ગઇ છે વિગતો મુજબ ડુંગરી ગામમાં બજારમાં દવાખાનુ ચલાવવા ડો. ધનસુખભાઈ પટેલ, રહે મુ.પો. ફડવેલ, તા. ચીખલી, જિ. નવસારી નાઓનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવેલ છે. આ સંજોગોમાં પાછલા ૧૫ દિવસમાં તેમના સંપર્કમાં આવ્યા હોય અથવા એમની પાસેથી દવા લઈ ગયા હોય તેવા દરેક વ્યક્તિ વલસાડ આરોગ્ય ખાતાનો ઉપર અથવા ડુંગરી ગામ ના સરપંચ નો તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયુ છે. કારણ કે આ તબીબ કલીનીક ચલાવતા હોવાથી અનેક લોકોના સંપર્ક માં આવ્યા હોવાનું મનાય છે ત્યારે…
સુરત ના ઉધના પટેલનગર ત્રણ રસ્તા નજીક જ્યારથી લોકડાઉન ચાલુ થયુ ત્યારથી એક ઈસમ પોલીસ જેવો દેખાવ ઉભો કરી લોકો ને ઉઠકબેઠક કરાવતો હતો અને લાકડી ના સપાટા પણ મારતો હતો અત્યારસુધી તો તેની ભક્તિ ચાલી ગઈ પણ પોલીસ ને ગેસ સિલિન્ડર જેવી આવશ્યક હેરાફેરી કરતા કર્મચારીઓ ને નહિ અટકાવવા ના જાહેરનામા ની આ ભાઈ ને ખબર પડતી ન હતી અને ગેસ ના બાટલા લઈ જતા યુનુફોર્મ ધારી કર્મચારીઓ ને અટકાવી તેઓ ને ઉઠકબેઠક કરાવતા કોઇ એ વિડીયો ઉતારી વાઇરલ કરતા અસલી પોલીસે આ વીડિયો જોતા મામલો બહાર આવ્યો હતો અને નકલી પોલીસ ને ઝબ્બે કરી પાંજરે પુરી દીધો હતો…
અમદાવાદ માં કોરોના ની ઝડપ વધી છે અને થોડી વ્યવસ્થા માં પણ અવરોધ આવી રહ્યા નું જણાઈ રહ્યું છે ત્યારે હવે તંત્ર વધુ કડક બન્યું છે અને માસ્ક નહિ પહેરનાર ને રૂ.2000 થી લઈ રૂ. 50,000 સુધીના દંડ નીં જોગવાઈ કરતા નિયમો તોડનારા સાવધાન ની ભૂમિકા માં આવી ગયા છે , અમદાવાદમાં 27 એપ્રિલની સાંજથી લઈ 28 એપ્રિલની સાંજ સુધીમાં કોરોનાના નવા 164 કેસ સામે આવ્યા છે. જ્યારે 19 દર્દીના મોત થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 2543 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 128એ પહોંચ્યો છે. જ્યારે 241 દર્દી સાજા થયા છે.શહેરમાં કોરોના અંગે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ…
વડોદરા શહેરમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે અને આજેવધુના 2 મહિલાના મોત થતા મૃત્યુઆંક 17 ઉપર પહોંચ્યો છે. ઉપરાંત અત્યંત ચોંકાવનારી વાત સામે આવી છે તેમાં વડોદરા શહેરમાં 7 પત્રકારો સહિત 16 પોઝિટિવ કેસ નોધાયા છે. 7 પત્રકારો પૈકી 4 પત્રકારો દિલ્હીના હોવાની વિગતો જાણવા મળી છે. જેનાથી કેટલાય લોકો સંપર્ક માં આવ્યા હોવાની ભીતિ ઉભી થઇ છે અને સંપર્ક માં આવેલાઓ ને કોરોન્ટાઇન કરવા તંત્ર ધંધે લાગી ગયું છે. દરમિયાન વાઘોડિયા રોડ પર પ્રથમ કેસ નોંધાયો હોવાની વિગતો સામે આવી રહી છે.દરમ્યાન પત્રકારો સંક્રમિત થતા તંત્ર માં ટેંશન ઉભું થયું છે પત્રકારો માં કોરોના વાયરસ નું સંક્રમણ ને…
કોરોના વાયરસ ને લઈ એક મોટું નિવેદન બહાર આવી રહ્યું છે તેમાં ચાઈના એ કહ્યું છે કે કોરોના વાયરસ ની અસરો લાંબા સમય સુધી રહેશે જે ખતમ નહિ થાય આ અંગે ચાઈનિઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સિસનાં પૈથોજન બાયોલોજીનાં ડિરેક્ટર ડિન ક્યૂઈએ જણાવ્યું કે, કોરોના માણસની સાથે લાંબા સમય સુધી રહેશે અને ઋતુ અને શરીરનાં ફેરબદલની સાથે તે પણ બદલાતો રહેશે તે સહેલાઇ થી ખતમ નહિ થાય. વિશ્વભરનાં અન્ય સંશોધનકર્તાઓ અને સરકાર પણ એ વાત પર સહમત થઈ રહી છે કે લોકડાઉન હોવા છતાં આ વાઇરસ ખતમ થવાનું નામ નથી લેતો. હાલ લોકડાઉનને કારણે દુનિયા ની અર્થવ્યવસ્થા થંભી ગઈ છે. અમેરિકાનાં…
અમદાવાદ જેવા કોરોના ના કેપિટલ સિટીમાં તબીબો, નર્સ,પોલીસ ,પત્રકાર અને ફ્રન્ટ વોરિયર કોરોના ના સકંજામાં આવી ચુક્યા છે ત્યારે કોરોના થી વધુ સંકમિત પોલીસકર્મીઓ થયા છે. ખાસ કરીને જે પોલીસફોર્સ બંદોબસ્તમાં છે એવા SRP, હોમગાર્ડ અને TRBના જવાનો કોરોના પોઝિટિવ આવ્યા છે અને આવા 97 જેટલા પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાં 36 સ્થાનિક પોલીસકર્મીઓ અને 61 પોલીસફોર્સ, TRB અને હોમગાર્ડના જવાનો છે. 14 જેટલા પોલીસકર્મીઓ કોરોના ની ટ્રીટમેન્ટ લઈ સજા થઈ ઘરે પરત ફર્યા છે. સૌ પ્રથમ જે પોલીસકર્મી સંદીપ પરમાર જે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. તેમજ દરિયાપુર પોલીસ સ્ટેશનના…
અમેરિકા ક્યારે ગુલાંટ મારે એ નક્કી નય બોસ હજુ તો જુઓને થોડા દિવસ પહેલા અમેરિકા ને કોરોના સામે લડવા મેલેરિયા ની દવા ની જરૂર પડી અને ભારતે આપી પણ ખરી પણ આ દવા ગોરી ચામડી ઉપર અસર નહિ કરતા પાછા ધોળીયા અસલ મિજાજ માં આવી ગયા બોલો, વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પર વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભારતના 6 ટ્વિટર હેન્ડલને ફોલો કરવાનું શરૂ કર્યા બાદ વ્હાઇટ હાઉસે એક વખત ફરી આ દરેકને અનફોલો કરી દીધા છે.જ્યારે અમેરિકા એ રીતે ભારત ના 6 ટવીટર હેન્ડલ ફોલો કર્યા ત્યારે આપણા નેતાઓ તાન માં આવી ગયા હતા પણ આતો ભાઈ ગોરીયા હો પાછા…
અમદાવાદ માં કોરોના નું જોર વધ્યું છે અને હવે સરકારી કચેરીમાં માં પણ કોરોના ની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે શહેરના ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટના આઇટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા ફરી એકવાર ડિપાર્ટમેન્ટ બંધ કરવાની નોબત આવી હતી. લૉકડાઉન ના કારણે આમેય અગાઉ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ બંધ હતું પણજ્યારથી સરકારે છૂટ આપી ત્યારથી 33 ટકા સ્ટાફ સાથે અમદાવાદ નાઆશ્રમ રોડ સ્થિત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કાર્યરત થયું હતું, ડિપાર્ટમેન્ટમાં ફ્યુમિગેશન પણ કરવામાં આવ્યું હતું. કોરોનાગ્રસ્ત કર્મચારી કમ્પ્યુટર તેમજ સર્વર ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા. છેલ્લા પાંચ-સાત દિવસથી તેઓ આવતા નહોતા, રિપોર્ટ આવતા તેમને એવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને મંગળવારે ફ્યુમિગેશન…
કોરોના માહોલ માં જૂનાગઢ ભવનાથમાં 2 સાધુને શિકાર કરનાર દીપડાને પકડી લેવાયો છે અને આજીવન કેદ ની સજા કરવામાં આવી છે હાલ આ દીપડાને સક્કરબાગ ઝૂ ખાતે લાવી કાયમ માટે પાંજરા માં બંધ કરી દેવામાં આવશે, વન વિભાગના સૂત્રો એ આપેલી વિગત મુજબ ગત તા.17 એપ્રિલના રોજ ગિરનાર ના 200 પગથિયા સ્થિત શિતળા માતાના મંદિરના 75 વર્ષિય પૂજારી રામબાપાને દીપડાએ ફાડી ખાધા હતા. બાદમાં ફરી આ દિપડા એ તા.25 એપ્રિલે ભવનાથ તળેટીના ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ સામેના સરકારી ડોમ પાસે ખુલ્લામાં સુતેલા 52 વર્ષિય ઓમકારગીરી મહારાજને પણ દીપડાએ ફાડી ખાધા હતા આમ ઉપરા ઉપરી બે માનવ શિકાર કરવાની ઘટના એ તંત્ર…