કવિ: Halima shaikh

દેશ ના અન્ય ભાગો સાથે ગુજરાત માં પણ કોરોના ની હાલ ની સ્થિતિ ને ધ્યાને લઇ વિદ્યાર્થીના હિતમાં અમદાવાદ માં ડીપીએસ બોપલે વર્ષ 2020-21ના ધો.10 અને 12ના ક્લાસ ઓનલાઇન કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે જેમાં વિદ્યાર્થીઓને પુસ્તકો, પરિણામ ઓનલાઈન મળશે. સ્કુલ મેનેજમેન્ટ દવારા વિદ્યાર્થીઓને શક્ય હોય ત્યાં સુધી કેમ્પસમાં આવવાનું ટાળવા સલાહ આપી છે, અને સ્કૂલે વાર્ષિક કલા પ્રદર્શન પણ મોકૂફ રાખ્યું છે. નોંધનીય છે કે રાજ્ય સરકારના હેલ્થ વિભાગે વધુ સંખ્યામાં લોકો એકત્ર થતાં હોય તેવા કાર્યક્રમ ટાળવા એડવાઈઝરી બહાર પાડી છે. સ્કૂલો પણ બાળકોમાં જાગૃતિ માટે ના પગલા લઇ રહી છે. ડીપીએસ બોપલે વિદ્યાર્થીઓ ઘરે રહીને અભ્યાસ…

Read More

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં તોતિંગ ટ્રક બોલેરો ઉપર ફરી વળતા બોલેરો ગાડી નો કચ્ચરઘાણ બોલી ગયો હતો આ ભયનજ અકસ્માત માં ગાડી માં બેઠેલા એક જ પરિવારના 11 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. પરિવાર નવ દંપત્તિને બાલોતરાથી રામદેવરા દર્શન માટે લઈ જઈ રહ્યો હતો. જેમના લગ્ન 27 ફેબ્રુઆરી થયા હતા. બનાવ શેરગઢ વિસ્તારમાં બન્યો હતો. મૃતકોમાં છ મહિલાઓ, ચાર પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. તમામે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. ઈજાગ્રસ્તોને જોધપુરની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટના શનિવારે સવારે બની હતી અને અકસ્માત ને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી…

Read More

વલસાડ માં પોલીસ કર્મચારી ની પત્ની સાથે લગ્ન પહેલા દોસ્તી રાખનાર પ્રેમી ને માર ખાવાનો વારો આવ્યો હતો ,વલસાડ જિલ્લાના પારડી સ્થિત આઇ ટી આઈ માં પારડીનો યુવક અને વલસાડની યુવતી સાથે અભ્યાસ માટે જતા હોવાથી પ્રેમ થયો હતો. જોકે ,યુવતીના લગ્ન પોલીસ કર્મચારી સાથે થઇજતા પ્રેમ સંબંધ નો અંત આવ્યો હતો. શુક્રવારે સાંજે યુવતીનો પ્રેમી યુવક ઉપર ફોન આવ્યો હતો અને પોલીસ પતિએ સમાધાન કરાવવા પારડીના યુવકને રેલવે લોકોશેડ પાસેબોલાવ્યો હતો. મિત્ર સાથે આવેલા પોલીસ કર્મચારીએ બાઈક ઉપર પ્રેમીને બેસાડી લઇ ગયો હતો. યુવકનો ઘરફોડ ચોરોની કબૂલાત કરતો વીડિયો બનાવી નગ્ન કરીમારમારી છોડી દેવાયો હતો. યુવકના મિત્રોએ 108ની મદદ…

Read More

સુરત માં કેટલાક પોલીસવાળા ગુનેગારો ની દલાલી કરી કરોડપતિ બની ગયા ની વાતો સર્વ સામાન્ય બની છે , દક્ષિણ ગુજરાત ના વલસાડ , વાપી તરફ થી રોજના ટ્રેઇનો માં ગુજરાતમાં ઠલવાતા દારૂ ના મોટા ધંધા માં પણ અગાઉ પોલીસ ની મિલી ભગત ની વાતો સામાન્ય નાગરિકો ના મુખે કોમન બની ચુકી છે કારણ કે ટ્રેન ના ટોયલેટ માંજ દમણ ના દારૂ ના કોથળા પડતા પેસેન્જરો ને સૂસુ ક્યાં કરવા જવાનું તે પણ વિચારવું પડેતેવી સ્થિતિ ટ્રેનો માં અગાઉ જોવાઇ ચુકી છે અને આ અખબાર ના પ્રતિનિધિઓ એ તે દારૂ ના પાર્સલ વલસાડ રેલવે પર બહાર કાઢી ને રિપોર્ટિંગ કરેલું છે…

Read More

તાજેતર માં જ બારડોલી માં આવેલી મદરેસા માં દાદા ની ઉંમરના મૌલવી એ કુમળી વય ની બે નાદાન બાળાઓ ની ઈજ્જત લૂંટી હોવાના બનાવ બાદ ભરૂચ ના આમોદ માં વધુ એક દાદા ની ઉંમર ના મૌલવી એ 13 વર્ષ ની બાળા ને પોતાની હવસ નો શિકાર બનાવી હોવાની વાત સામે આવી છે. ભરૂચ ના આમોદ ખાતે ચાર-રસ્તા નજીક બચ્ચો કા ઘર નામની મદરેસા આવેલી છે. મદરેસામાં 68 વર્ષીય મૌલવી અબ્દુલ્લા બોરા બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાનું કામ કરે છે. મૌલવીએ ત્યાં અભ્યાસ કરતી 13 વર્ષીય બાળકી ને તારી મમ્મીનો કોલ આવ્યો છે તેમ જણાવી દુકાનમાં બોલાવી અવાર -નવાર તેની સાથે દુષ્કર્મ…

Read More

કેન્સર એક અસાધ્ય અને જીવલેણ બીમારી ગણાય છે પરંતુ જો સ્મયસર નિદાન થાય તો આ રોગ મટી જતો હોવાના પણ કિસ્સા છે આ બધા વચ્ચે રાજકોટ ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવન દ્વારા હર્બલ દવાની શોધ થઈ છે અને જે મેડિસિન જે દર્દીઓને લંગ, લીવર કે બ્રેસ્ટ કેન્સર હશે તેના ઇલાજમાં ઉપયોગી થઇ શકશે તેમ વૈજ્ઞાનિક ડો.વૈભવ ભટ્ટે જણાવ્યું હતું. તેઓ એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની એકમાત્ર સેલ લાઇન લેબોરેટરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં છેલ્લા એક વર્ષથી કાર્યરત છે. આ લેબોરેટરીમાં છેલ્લા એક વર્ષથી તેઓએ પુનાની નેશનલ સેન્ટર ફોર સેલ સ્ટડી(એનસીસીએસ)માંથી કેન્સરના વિવિધ પ્રકારના સેલ મગાવી તેને ન્યુટ્રિશિયન આપીને ગ્રો એટલે…

Read More

ભારત માં કોરોના ના 73 કેસ નોંધાયા બાદ સરકારે આ વાત ને ગંભીરતા થી લીધી છે, અને તે માટે પગલાં ભરવાનું શરૂ કર્યું છે, હાલ વકરી રહેલા કોરોના વાઇરસની અસર રેલવે વિભાગમાં જોવા મળી રહી છે. કોરોનાના પગલે વેસ્ટર્ન ઝોનના 70 હજારથી 80 હજાર કર્મચારીઓની હાજરી બાયોમેટ્રિક પદ્ધતિ ના બદલે મસ્ટરવથી એટલે કે મેન્યુઅલી લેવાનુ નક્કી કર્યું છે. કોરોના વાઇરસના કારણે વેસ્ટર્ન ઝોનમાં આવતા મુંબઇ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ સહિતના ડિવિઝનમાં કર્મચારીઓની હવે બાયોમેટ્રિકની જગ્યાએ મસ્ટરમાં (મેન્યુઅલી) હાજરી ભરવાનું નક્કી કરાયું છે. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના જનરલ સેક્રેટરી જે.જી.માહુરકરે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને પત્ર લખી રજૂઆત કરી છે કે કોરોના…

Read More

ગુજરાત માં બુટલેગરો અને પોલીસ ની મિલી ભગત માં મોટાપાયે હપ્તાની ચેઇન ગોઠવાયેલી હોવાની ચાલતી ચર્ચાઓ વચ્ચે હવે થી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યભરમાં ગમે ત્યાં દારૂ – જુગારની રેડ પાડવામાં આવશે તો તેના કેસની તપાસ પણ હવેથી મોનિટરિંગ સેલ દ્વારા જ કરવામાં આવશે આ પ્રકાર ના બહાર આવેલા અહેવાલો ને પગલે કાઈ કેટલાય ની બે નંબર ની આવક બંધ થઈ જવાના ડાકલા વાગવા મંડ્યા છે .વધુ માં બુટલેગરો-જુગારના ધંધા કરતા ઈસમોની સાથે સ્થાનિક પોલીસની મિલી ભગત છે કે નહીં તેની તપાસ પણ હવેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જ કરવામાં આવશે. પોલીસ મહાનિરીક્ષક નરસિમ્હા કોમરે તમામ શહેર પોલીસ કમિશનર, રેન્જ…

Read More

સુરત માં કોરોના જાગૃતિ માટે લોકો વાઈરસથી ગભરાય નહીં અને જરૂરી સાવચેતી રાખે તે માટે શહેર ના અઠવા ગેટ ખાતે આવેલા પ્લેન સર્કલ ખાતે મૂકાયેલા પ્લેનને 14 ફૂટ લાંબુ અને 5 ફૂટ પહોળું માસ્ક પહેરાવ્યું છે. જે દ્રશ્ય સર્કલથી પસાર થતા લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે, કોરોના અંગે સાવચેતીના ભાગરૂપે શું પગલાં લેવા જોઈએ તેની જાણકારી મળી રહે તે માટે પ્લેનની નજીક જ પોસ્ટરથી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને માસ્ક પહેરવા સહિત ની બાબતો ઉપર ભાર મુકાયો છે જોકે આ સિવાય એરપોર્ટ અને હોસ્પિટલમાં પણ ખાસ વોર્ડ ઉભા કરી સાવચેતી ના પગલાં ભરવામાં આવ્યા છે.

Read More

મધ્ય પ્રદેશના રાજકારણ હાલ માં સર્જાયેલા વાવાઝોડામાં સિંધિયા પરિવારે 53 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું હોવાનું ફરી એકવાર સપાટી ઉપર આવ્યું છે .આપને જણાવી દઈએ કે અગાઉ વર્ષ 1967માં વિજયારાજે સિંધિયા એ કોંગ્રેસને સત્તાથી બહાર કરી દીધી હતી અને હાલ માં તેમના પૌત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા એ કમલનાથ સરકાર ની બૂમ પડાવી દીધી છે , પાછલા વર્ષો ઉપર નજર નાખીએ તો વર્ષ 1967માં લોકસભા અને વિધાનસભા ચૂંટણી અગાઉ વિજયારાજેએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું. તેમણે વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડ્યા હતા અને બન્ને ચૂંટણી જીત્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતિ હાંસલ થઈ અને ડીપી મિશ્રાને મુખ્યમંત્રી બનાવ્યા. પણ,…

Read More