Author: mohammed shaikh

Screenshot 20230423 112325 Chrome

દેશમાં કોરોના વકરી રહ્યો છે અને આજે સતત પાંચમા દિવસે 10,000 થી વધુ કેસ નોંધાયા છે આજે  રવિવારે સવારે 8 વાગ્યે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, 24 કલાકમાં 29 લોકોના મોત થયા છે, જેના પછી કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 5,31,329 થઈ ગઈ છે. મોટાભાગના મૃતકો કેરળના છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મોત થયા છે. દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે પ્રસરી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,112 નવા કોવિડ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. 24 કલાકમાં નવા દર્દીઓ આવ્યા બાદ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 67,806 થઈ ગઈ છે.…

Read More
Screenshot 20230423 105702 Chrome

વલસાડમાં સરકારી જગ્યા વેચી મારવાનું કારસ્તાન હવે ગાજવા માંડ્યું છે અને આ પ્રકરણમાં જિલ્લા કલેકટર ખાલસા કરવાની સત્તા ધરાવતા હોવાની વાત પણ સામે આવી છે. કારણ કે એક ઉદાહરણમાં આવાજ પ્રકરણમાં ટીવી રિલે કેન્દ્ર પાસેની સરકારી જગ્યામાં આવોજ કઈક ખેલ થયો પણ કલેકટર દ્વારા તે જમીન ખાલસા કરવામાં આવી હતી. વલસાડમાં ગાજેલા આ સરકારી જમીન કાંડમાં ગુજરાત સરકાર પાસેથી વલસાડ પાલિકા દ્વારા પોતાના કર્મચારીઓ નાં મ્યુનિ. સ્ટાફ ક્વાર્ટસ એપાર્ટમેન્ટ માટે જમીન મેળવે છે અને પાલિકાના કર્મચારીઓ માટે રહેણાંક બનાવ્યા હતા બાદમાં આ સમગ્ર જમીનમાં ખાનગી બિલ્ડરની એન્ટ્રી થાય છે અને મ્યુનિ. કર્મચારીઓ પાસે થી આ ફ્લેટો અને સદર જમીન માં…

Read More
Screenshot 20230423 101256 Chrome

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખ હવે ખૂબ નજીક છે. પાર્ટીઓ તેમની ચૂંટણી માટે આક્રમક રીતે પ્રચાર કરી રહી છે. બીજી તરફ રાહુલ ગાંધી રવિવારે કર્ણાટકમાં બસવ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે અને રોડ શો પણ કરશે. કોંગ્રેસે 10 મેની વિધાનસભા ચૂંટણી પહેલા લિંગાયત સમુદાય સુધી પહોંચવા માટે રાજ્યના બાગલકોટ જિલ્લામાં બસવ જયંતિની ઉજવણીમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધીને સામેલ કર્યા હોવાનું માનવામાં આવે છે. આ પછી રાહુલ ગાંધી કુડાલસંગમના બસવા મંડપમાં બસવા જયંતિ કાર્યક્રમમાં ભાગ લેશે અને દસોહા ભવનમાં પ્રસાદ ગ્રહણ કરશે. ત્યારબાદ તેઓ સાંજે વિજયપુર જવા રવાના થશે અને સાંજે 5 થી 6:30 સુધી રોડ શો કરશે. રાહુલ ગાંધીએ આ મહિનાની…

Read More
Screenshot 20230423 095351 Chrome

દેશમાં પડી રહેલી આકરી ગરમી વચ્ચે દિલ્હી, યુપી, હરિયાણા અને રાજસ્થાનમાં હળવા વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી કેટલાક કલાકોમાં દેશનાઆ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે,દિલ્હી-યુપી-રાજસ્થાન અને હરિયાણામાં વાવાઝોડાની સંભાવના છે. હવામાન વિભાગે દિલ્હી અને તેની આસપાસના હરિયાણા, યુપી અને રાજસ્થાનના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી કેટલાક કલાકોમાં આ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

Read More
Screenshot 20230423 093032 Chrome

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આપેલા નિવેદનને લઈ કર્ણાટકનું રાજકારણ ગરમાયું છે. હકીકતમાં, સિદ્ધારમૈયાએ લિંગાયતો વિશે કંઈક એવું કહ્યું છે, જેના પર વિવાદ શરૂ થયો છે. ભાજપે તેને સમગ્ર સમુદાયનું અપમાન ગણાવ્યું છે. –સિદ્ધારમૈયાએ કહ્યું કે ‘લિંગાયત પહેલાથી જ મુખ્યમંત્રી છે,પરંતુ તે તમામ ભ્રષ્ટાચારનું મૂળ છે’ હકીકતમાં એક ખાનગી ટીવી ચેનલના પત્રકારે સિદ્ધારમૈયાને પૂછ્યું હતું કે શું લિંગાયત સમુદાયના નેતાને મુખ્યમંત્રી બનવું જોઈએ. તેના પર સિદ્ધારમૈયાએ કહ્યું કે ‘લિંગાયત પહેલાથી જ મુખ્યમંત્રી છે,પરંતુ તે તમામ ભ્રષ્ટાચારનું મૂળ છે’ આમ, લિંગાયત ભ્રષ્ટાચાર કરતા હોવાની વાત ઉપર રાજકારણ ગરમાયુ છે.

Read More
Screenshot 20230423 092456 Chrome

કેન્દ્ર સરકાર દ્વારા હવે કેન્દ્રીય તપાસ એજન્સી CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) માટે અલાયદો કાયદો લાવશે અને તપાસ માટે કોઈપણ રાજ્ય સરકારની પરમિશન લેવી નહિ પડે. CBIની ભૂમિકા અને કાર્યપદ્ધતિને રાષ્ટ્રીય સ્તરની એટલે કે એકસમાન રાખવા માટે કેન્દ્ર સરકાર અલાયદો કાયદો ઘડવાની તૈયારી કરી રહી છે. આ માટે કેન્દ્રીય કર્મચારી મંત્રાલય ગૃહ મંત્રાલયની સાથે મળીને કામ કરશે. અલગ કાયદો ઘડાશે તો સીબીઆઇને તપાસ માટે રાજ્ય સરકારો પાસેથી મંજૂરી લેવી નહીં પડે. હાલમાં સીબીઆઇ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946 હેઠળ કામ કરી રહી છે. આ કાયદાની મર્યાદાઓ અંગે ચર્ચા-વિચારણાને અંતે સંસદની સ્થાયી સમિતિએ સીબીઆઇ માટે અલાદયો કાયદો ઘડવા ભલામણ કરી…

Read More
Screenshot 20230423 090435 Chrome

સરકારી હોસ્પિટલમાં એક તરફ દર્દીને હેલ્પની જરૂર હોય અને બીજી તરફ સ્ટાફમાં કેટલાક કર્મચારીઓ ફોનમાં વ્યસ્ત રહેતા હોય દર્દીઓના સગાઓની આવા મોબાઈલ પ્રેમી કર્મચારીઓ સામે ફરિયાદ રહેતી હોય છે અને મોબાઈલ થોડીવાર સાઇડ ઉપર મૂકી કામમાં ધ્યાન આપવા મામલે અવારનવાર બબાલ થતી રહેતી હોવાનું જોવા મળતું હોય છે ત્યારે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી આવેલી ધી ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલ)ના વર્ગ ચારના તમામ કર્મચારીના મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં કામના સમય દરમિયાન હાઉસકીપિંગ અને સર્વન્ટ મોબાઇલ ફોન ઉપયોગ કરી નહીં શકે તેવો મહત્વપૂર્ણ નિર્ણય ડાયરેક્ટર શશાંક પંડ્યાએ લીધો…

Read More
Screenshot 20230423 084049 Chrome

આજે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET-2ની પરીક્ષા લેવામાં આવનાર હોય જેતે શહેરમાં આવેલા કેન્દ્ર ઉપર સવારથી જ પરીક્ષાર્થીઓ  પહોંચી રહયા છે,સમગ્ર રાજ્યમાંથી અંદાજે 2 લાખ 76 હજાર 66 ઉમેદવારો પરીક્ષા આપવાર છે. પરીક્ષામાં દરમિયાન અવ્યવસ્થા કે ગેરરીતિ ન થાય તે માટે ખાસ એસઓપી તૈયાર કરવામાં આવી છે. પરીક્ષા આપનાર ઉમેદવાર પરીક્ષાખંડમાં પોતાની ઓળખ માટેનું ફોટો આઈડીકાર્ડ લઈ જઈ શકશે. ઉમેદવાર હોલ ટિકિટ અને ઓળખકાર્ડ સિવાય અન્ય કોઈપણ પુસ્તક, કાગળ, સાહિત્ય, બ્લુટુથ ડિવાઈસ, મોબાઈલ, કેલ્ક્યુલેટર, ડિઝીટલ કેમેરા, સ્માર્ટવોચ, ઈયરફોન કે કોઈ ઈલેક્ટ્રોનીક્સ સાધન પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું,ગુજરાતમાં ધોરણ પાંચથી આઠમાં શિક્ષક બનવા ઈચ્છુક…

Read More
Screenshot 20230423 081326 Dailyhunt

રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચાર ખુલ્લા પાડી સરકારની ઊંઘ હરામ કરી દેનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આખરે પોલીસે ડમીકાંડ પ્રકરણમાં ધરપકડ કરી છે અને પોલીસે તેઓને કોર્ટમાં રજૂ કરી આગામી તા.29 એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભાવનગર ડમીકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપ લાગ્યા છે. ડમી કાંડમાં નામ છુપાવવા માટે પૈસા લીધા હોવાનો યુવરાજસિંહ પર આરોપ લાગ્યો છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર આરોપ લગાવ્યો હતા. યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બિપિન ત્રિવેદીએ જણાવ્યું છે કે, નામ ન લેવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા…

Read More
Screenshot 20230423 075612 Chrome

પોલીસે અમૃતપાલ સિંહની ધરપકડ કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે મોગા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. ખાલિસ્તાન સમર્થક ભાગેડુ અમૃતપાલ સિંહ 36 દિવસથી ફરાર હતો. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં તેની શોધ ચાલી રહી હતી. જોકે પોલીસે હજુ સુધી અમૃતપાલની ધરપકડ અંગે કોઈ સત્તાવાર ખુલાસો કર્યો નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું કે અમૃતપાલ હવે મોગા પોલીસની કસ્ટડીમાં છે અને તેને આસામની ડિબ્રુગઢ જેલમાં લઈ જવાઈ રહ્યો છે. અમૃતપાલ સિંહ એક દિવસ પહેલા જ મોગા પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે રવિવારે અહીં એક મોટી સભા કરી હતી. લોકોને ભાષણ આપ્યું અને ખૂબ…

Read More