Author: mohammed shaikh

Screenshot 20230416 182915 Chrome

રાજકોટના વીછિંયા તાલુકામાં એક તાંત્રિકવિધિની ઘટના પ્રકાશમાં આવી છે અને પતિ-પત્નીએ હવનકુંડમાં પોતાના મસ્તકની આહુતિ આપી દેતા ચકચાર મચી ગઇ છે, આ અંગેની વિગત પણ સુસાઈડ નોટમાં આપી છે જેમાં બંનેની બે પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી છે. વિગતો મુજબ વીંછિયાના હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેમના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ રાત્રે તાંત્રિક વિધિ કર્યાબાદ બંનેએ કમળ પૂજા કરી દીધી હતી. રાતે તાંત્રિક વિધિની પૂજા કરીને હવનમાં કુંડમાં મસ્તક હોમી દીધા હોવાની વાત જાણવા મળી છે. જોકે,હજુ આ મામલે કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી. પતિ-પત્નીએ હવનકુંડમાં કમળપૂજા કર્યાના બનાવમાં બે સુસાઈડ નોટ પણ મળી હોવાનું કહેવાય છે. આ ઘટનાને…

Read More
Screenshot 20230416 174718 Chrome

માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાઓને લઈને યુપીની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર છે,અખિલેશ યાદવ, અસદુદ્દીન ઓવૈસી બાદ હવે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. એક ટ્વિટ દ્વારા તેમણે રાજ્યમાં વધી રહેલી અરાજકતા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ ઘટના ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની પતન દર્શાવે છે. મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું કે પોલીસ અને મીડિયાની હાજરીમાં આવા કૃત્યોને આપણા બંધારણીય લોકતંત્રમાં કોઈ સ્થાન નથી. આ ઘટના શનિવારે બંને ભાઈઓને પ્રયાગરાજમાં મેડિકલ તપાસ માટે…

Read More
Screenshot 20230416 173023 Chrome

અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા પૂછતાછ શરૂ થતાં તેનો વિરોધ કરનાર નેતાઓને પોલીસે પકડી લેતા ભારે હોબાળો થયો છે અને આ અંગે AAP નેતા ગોપાલ રાયે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું-આ તાનશાહી પગલું છે, CBI દ્વારા કેજરીવાલજીને સમન્સ મોકલવાને કારણે દિલ્હીના લોકોમાં આક્રોશ છે. પોલીસે દિલ્હીના 32 ધારાસભ્યો અને 70 કાઉન્સિલરોની અટકાયત કરી છે. આ સાથે જ કેજરીવાલને મળવા આવેલા પંજાબના 20 ધારાસભ્યોની પણ પોલીસે અટકાયત કરી લીધી છે. પોલીસે વિરોધ કરી રહેલા AAP ધારાસભ્યોની અટકાયત કરી અરવિંદ કેજરીવાલની CBI પૂછપરછનો વિરોધ કરવા સામે દેખાવ કરી રહેલા AAPના ત્રણ ધારાસભ્યો સહિત અનેક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવતા મામલો ગરમાયો છે.

Read More
Screenshot 20230416 170704 Chrome

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના સંદર્ભમાં ત્રણ સભ્યોની ન્યાયિક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ બે મહિનામાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે. આ સમિતિનું નેતૃત્વ અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અરવિંદ કુમાર ત્રિપાઠી કરશે, જેમાં નિવૃત્ત આઈપીસી અધિકારી સુબેશ કુમાર સિંહ અને નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ બ્રિજેશ કુમાર સોનીનો સમાવેશ થાય છે. બીજી તરફ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને આ હત્યાકાંડ મામલે જવાબદાર ગણાવી રાજીનામાની માંગ કરી છે. તેઓએ કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાને રાજીનામું આપવું જોઈએ અને જવાબદાર તમામ પોલીસકર્મીઓને તેમની સેવામાંથી દૂર કરવા જોઈએ.

Read More
Screenshot 20230416 161126 Chrome

અતિક અને અશરફની હત્યા કરનારા હુમલાખોરો લવલેશ તિવારી, સની સિંહ અને અરુણ મૌર્યની પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે ત્યારે હુમલાખોરો પાસે રહેલી આધુનિક પિસ્તોલે સૌનું ધ્યાન ખેંચ્યું છે કારણ કે આ કોઈ સામાન્ય પિસ્તોલ નથી. અતીક અને અશરફની હત્યામાં જીગાના બનાવટની પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તુર્કીમાં બનેલી આ પિસ્તોલ પાંચથી છ લાખ રૂપિયામાં આવે છે. ભારતમાં તેના પર પ્રતિબંધ છે, તેથી તેને અન્ય દેશોમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવે છે. કહેવાય છે કે આ પિસ્તોલમાં એક સાથે 17 ગોળીઓ લોડ થઈ શકે છે. અતીક અહેમદની હત્યામાં એક સાથે અનેક ગોળીબાર થયાનું પણ જોવા મળ્યું હતું. એવું કહેવામાં…

Read More
Screenshot 20230416 152806 Chrome

અમદાવાદની નામદાર કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAP નેતા સંજય સિંહને સમન્સ જારી કર્યા છે,આ સમન્સ માનહાનિના કેસમાં જારી કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, ગુજરાત યુનિવર્સિટીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ અને સંજય સિંહે વડાપ્રધાન મોદીની ડિગ્રીના મુદ્દે યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કર્યા હતા. પોલીસે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલની ફરિયાદ પરથી આઈપીસીની કલમ 500 હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં અને ટ્વિટર હેન્ડલ પર યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આનાથી પ્રતિષ્ઠિત સંસ્થાની છબીને નુકસાન પહોંચ્યું છે. જેના પર અમદાવાદ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયેશભાઈ ચોવટિયાએ…

Read More
Screenshot 20230416 140811 Chrome

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 83 વર્ષના વૃદ્ધ અકબર અહેમદ કાદરીએ બે બાળકો સાથે વારાફરતી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ગુનામાં કેસ ચાલી જતા ધોરાજી સેશન કોર્ટે વૃદ્ધને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. આ વૃદ્ધ સામે જે તે સમયે ઉપલેટા પોલીસમાં પોક્સો અને કલમ 377 મુજબ ગુનો દાખલ થયો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે આ મુજબ ચુકાદો આપ્યો છે. સમગ્ર ઘટનાનો તે સમયે ભોગ બનનાર એક બાળકે મોબાઈલ ફોનમાં વીડિયો બનાવી લીધો હતો. જે મહત્ત્વનો પુરાવો બની રહ્યો હતો. ઉપલેટા શહે૨માં ફરિયાદીએ એવી ફરિયાદ આપી હતી કે તેમના 12 વર્ષના પુત્ર અને તેમના મિત્રના પુત્રને આરોપી અકબર અહેમદ કાદરીએ પોતાના ઘરે…

Read More
Screenshot 20230416 135616 Chrome

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની CBI દ્વારા દારૂનીતિ કેસમાં પૂછપરછ ચાલુ છે ત્યારે બીજી તરફ અરવિંદ કેજરીવાલની CBI પૂછપરછનો વિરોધ કરી રહેલા AAPના ત્રણ ધારાસભ્યો સહિત અનેક કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરવામાં આવી છે. દરમિયાન AAPએ ટ્વીટ કર્યું,કે ધારાસભ્ય વિનય મિશ્રા, વિશેષ રવિ અને અખિલેશ પાટી ત્રિપાઠી સહિત અનેક ધારાસભ્યોને મોદીજીની પોલીસે કસ્ટડીમાં લીધા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે સવારે 11.10 કલાકે દારૂ નીતિ કેસમાં પૂછપરછ માટે CBI ઓફિસ પહોંચ્યા હતા. તેમણે પહેલાં રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી દિલ્હી સરકારના અનેક મંત્રીઓ, પાર્ટીના સાંસદો અને પંજાબના સીએમ ભગવંત માન તેમને CBI ઓફિસ સુધી મૂકવા ગયા હતા. આ…

Read More
Screenshot 20230416 135157 Chrome

અતીક અહેમદ મર્ડર કેસમાં પોલીસ તે એન્ગલ ઉપર પણ તપાસ કરી રહી છે કે કેટલાક સફેદપોશ પોતાના નામો જાહેર ન થાય તે માટે સોપારી કીલીંગ કરાવ્યું હોય શકે છે. અતિકે રિમાન્ડ દરમિયાન ઘણા સનસનાટીભર્યા ખુલાસા કર્યા હોવાનું કહેવાય છે અને પ્રયાગરાજ સહિત સમગ્ર યુપીમાં તેના કાળા નાણાના આધારે બનેલા આર્થિક સામ્રાજ્યમાં ભાગીદાર તરીકે ઘણા મહાનુભાવોના નામ આપ્યા હતા. આ એવા નામ છે જેમણે પોતાની કંપનીઓમાં અતીકના કાળા નાણાનું રોકાણ કર્યું છે. આવી બસોથી વધુ સેલ કંપનીઓ શોધી કાઢવામાં આવી હતી. અતીકની કમાણી રિયલ એસ્ટેટના વ્યવસાયમાં ખર્ચ કરનારાઓ ઉપરાંત ઘણા વ્હાઇટ કોલર લોકોને પણ અસર થઈ હતી. અતીકે આવા પચાસથી વધુ…

Read More
Screenshot 20230416 133348 Chrome

અતીક અહેમદ અને અશરફનું પોસ્ટમોર્ટમ શરૂ થઈ ગયું છે. બંનેના મૃતદેહ અતીકના સાળા અને તેના પિતરાઈ ભાઈને સોંપવામાં આવશે. બીજી તરફ હત્યાનો રિપોર્ટ લઈને ડીજીપી સીએમ હાઉસ પહોંચી ગયા છે. માફિયા અતીક અને અશરફના મૃતદેહોને આજે ચકિયા કસારી મસારી સ્થિત કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. બંને મૃતદેહોને સ્વરૂપરાણી નેહરુ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ હાઉસમાં રાખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંનેને આજે જ દફનાવવામાં આવશે, આ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. અતીક અહેમદના પુત્ર અસદ અહેમદના મૃતદેહને શનિવારે જ દફનાવવામાં આવ્યો હતો. અસદનું એન્કાઉન્ટર 13 એપ્રિલે ઝાંસીમાં થયું હતું. તેમના અંતિમ સંસ્કાર 15 એપ્રિલના રોજ અતીક અહેમદના પૈતૃક ઘર ચકિયા…

Read More