Author: mohammed shaikh

Screenshot 20220920 101413 Chrome

બાબા રામદેવ હવે બેરોગાર યુવાનોને પોતાની કંપનીમાં નોકરી આપવાના છે,પતંજલિ ગ્રૂપ હવે પોતાની ચાર કંપનીઓને શેરમાર્કેટમાં લિસ્ટ કરવા માટે તૈયાર છે. રૂચિ સોયાને મળેલી સફળતા બાદ હવે પતંજલિ જૂથ વધુ 4 IPOને માર્કેટમાં લોન્ચ કરવાની યોજના ધરાવે છે. પતંજલિ ગ્રૂપના લક્ષ્યાંક વિશે વાત કરતા યોગ ગુરુ રામદેવે જણાવ્યું હતું કે કંપની આગામી 5-7 વર્ષમાં રૂ.1 લાખ કરોડના ટર્નઓવરને આંબશે. તેમણે કહ્યું હતું કે તેમની કંપનીમાં આગામી પાંચ વર્ષમાં 5 લાખ લોકોને રોજગારીની તકો પૂરી પાડીશું જેનાથી બેરોજગારોને નોકરી મળશે. અત્યારે પતંજલિ ગ્રૂપનું ટર્નઓવર રૂ. 40,000 કરોડ છે. ગ્રૂપનું ટર્નઓવર આગામી 5-7 વર્ષમાં રૂ. 1 લાખ કરોડને પાર થશે તેવો આશાવાદ…

Read More
Screenshot 20220920 100035 Chrome

રાજકોટમાં રોગચાળો ફાટી નીકળતા તંત્ર એલર્ટ બની ગયું છે અને એક સપ્તાહમાં રાજકોટમાં શરદી-ઉધરસના 238 અને ઝાડા–ઉલટીના 61 દર્દીઓ નોંધાયા છે. જયારે સામાન્ય તાવના કેસ 54 કેસ દાખલ થયા છે. આ ઉપરાંત ડેંગ્યુના 18, મેલેરીયાના 10 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે રોગચાળો વધુ ફેલાતો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા સજજ બન્યું છે અને એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ 92,821ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને 2693 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી શરૂ કરી છે. મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે.…

Read More
Screenshot 20220920 094027 Chrome

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 29મી સપ્ટેમ્બરના દિવસે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. નીલગીરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. સુરત કોર્પોરેશનના અંદાજે 3,000 કરોડ કરતા વધારેના કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં 29 સપ્ટેમ્બરે કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં તેઓ વિવિધ પ્રકલ્પના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. પ્રજાલક્ષી સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી વિવિધ પ્રોજેક્ટોને લોકો માટે ખુલ્લા મુકાશે તો નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરશે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. મળતી માહિતી મુજબ મહર્ષિ આસ્તિક મંદિરથી નીલગીરી ગ્રાઉન્ડ સુધી રોડ શો પણ યોજવામાં આવી શકે છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવી…

Read More
Screenshot 20220920 092716 Chrome

આપણા પ્રાચીન ગ્રંથોમાં શ્રાદ્ધનું ખુબજ મહત્વ રહેલું છે અને દર વર્ષે ભાદરવા મહિનામાં આવતા શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ગામડાઓ કે પોળમાં અગાઉ યજમાનો પોતાના ઘરે શ્રાદ્ધ હોય ત્યારે મકાનની છત પર કાગવાસ નાખતા હતા, પરંતુ હવે કાગડાઓ મકાન કે બિલ્ડિંગના ટેરેસ ઉપર આવતા નથી. તેના કારણમાં કાગડાઓની સંખ્યા ઓછી થઈ ગઈ હોવાનું સામે આવી રહ્યું છે. હવે યજમાનોને શ્રાદ્ધમાં કાગડા જે વિસ્તારમાં વધુ હોય ત્યાં કાગવાસ મૂકવા જવું પડે છે જેમકે તળાવ કાંઠે આવેલા મંદિર નજીક અથવા વધારે મોટા વૃક્ષો હોય તેવા સ્થળે એમ લોકો અલગ-અલગ સ્થળો પર જાય છે. વડોદરામાં લાલબાગ રેલવે સ્ટાફ ક્વાર્ટર,…

Read More
Screenshot 20220920 090256 Chrome

રાજ્યમાં આવી રહેલી આગામી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે કોંગી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે વધુ ચાર ધારાસભ્ય ભાજપમાં જોડાવા થનગની રહ્યા છે જેઓ આગામી તા.11 ઓક્ટોબર ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રાજકોટના જામકંડોરણામાં આયોજિત જાહેરસભામાં ભાજપમાં જોડાઇ જવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આગામી તા.11ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રાજકોટના જામકંડોરણામાં યોજાનારી જાહેરસભામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, વિસાવદરના હર્ષદ રિબડિયા, રાજુલાના અંબરીશ ડેર અને જામકંડોરણાના ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ છે. હાર્દિક પટેલના ભાજપમાં જોડાયા બાદ ઉપરોક્ત ધારાસભ્યોનું ભાજપમાં જોડાવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું હતું. કોંગ્રેસે આગામી ચૂંટણીમાં તમામ ધારાસભ્યોને રિપીટ કરવાની જાહેરાત કરી દીધી છે અને…

Read More
Screenshot 20220920 082601 Chrome

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે મુખ્યત્વે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગ દેખાઈ રહ્યો છે આવા સમયે કેજરીવાલે દાવો કર્યો કે ગુજરાતમાં આમ આદમીના વધતા જતા પ્રભાવ સામે ભાજપ ગભરાઈ ગયું છે અને આપ ના કવરેજ રોકવા મિડિયા ને ધમકાવવામાં આવી રહ્યું છે. કેજરીવાલે વડાપ્રધાન કાર્યાલયમાં સંચાર અને આઈટી પ્રમુખ હિરેન જોશી સામે ગંભીર આરોપો લગાવી જણાવ્યું કે વડાપ્રધાન મોદીના સલાહકાર અને PMOમાં OSD એવા હિરેન જોશી ગુજરાતની અનેક સમાચાર ચેનલ્સના માલિકો અને એડિટર્સને ‘આપ’નું કવરેજ ન કરવા માટે ચેતવણી આપી રહ્યા છે. સાથે જ કેજરીવાલે એવો પણ દાવો કર્યો હતો કે, હિરેન જોશી ચેનલના…

Read More
Screenshot 20220920 080739 Chrome

રાજસ્થાનના નાગૌર કોર્ટ બહાર જ શૂટરોએ ગેંગસ્ટર સંદીપ બિશ્નોઈને પોલીસની સામેજ ગોળી મારી ઢીમ ઢળી દીધું હતું. સંદીપ નાગૌર જેલમાં જ બંધ હતો નાગૌર પોલીસ બપોરે ગેંગસ્ટર સંદીપને લઈને કોર્ટ પહોંચી હતી. આ દરમિયાન કારમાં આવેલા શૂટરોએ ગેંગસ્ટર સંદીપને ગોળી મારી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોળીબાર કરનારાઓ હરિયાણાના હતા. બદમાશોએ 9 વાગ્યાની આસપાસ ગોળીબાર કર્યો હતો. તમામ શૂટર્સ બ્લેક કલરની સ્કોર્પિયોમાં આવ્યા હતા. સંદીપ હરિયાણાનો કુખ્યાત ગેંગસ્ટર અને સોપારી કિલર હતો. તે સેઠી ગેંગ સાથે સંકળાયેલો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે દારૂની હેરાફેરી અને હત્યાકેસમાં સામેલ હતો. તેણે નાગૌરમાં એક વેપારીની પણ હત્યા કરી હતી.

Read More
Screenshot 20220920 075340 Chrome

અમદાવાદ માં તા.30 સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે, જેમાં લોકોને ખાનગી વાહનમાં ચૂકવવા પડતા મોટા ભાડામાંથી મુક્તિ મળશે અને સસ્તી મુસાફરી નો લાભ મળશે. 21 કિલોમીટરના વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીના અને 18.89 કિલોમીટરના એપીએમસીથી મોટેરા સુધીના રૂટ પર એક છેડેથી બીજા છેડે પહોંચવામાં માત્ર 35 મિનિટ લાગશે. મેટ્રોનું ભાડું રૂ.5, 10,15, 20 અને 25 રહેશે. બંને કોરિડોરના 40 કિલોમીટરના રૂટ માટે 32 મેટ્રો ટ્રેન દોડાવાશે. શરૂઆતમાં દર અડધો કલાકે મેટ્રો મળશે અને ડિમાન્ડ વધ્યા પછી દર પાંચ મિનિટે મળતી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં વસ્ત્રાલ ગામથી થલતેજ રિક્ષામાં જાવ તો રૂ.325 ભાડું અને કેબમાં ભાડું 360 થાય છે.…

Read More
Screenshot 20220920 073726 Chrome

આતંકવાદના કારણે કાશ્મીર ખીણમાં લોકો ફિલ્મ જોવાનું ભૂલી ગયા હતા પણ હવે લગભગ ત્રણ દાયકા પછી, લોકોનું મોટા પડદા પર ફિલ્મો જોવાનું સપનું આજે મંગળવારે ઘાટીના પ્રથમ મલ્ટિપ્લેક્સ સિનેમાના ઉદ્ઘાટન સાથે સાકાર થવા જઈ રહ્યું છે. જેનું ઉદ્ઘાટન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા કરશે. મલ્ટિપ્લેક્સમાં આમિર ખાન અભિનીત લાલ સિંહ ચઢ્ઢાની ફિલ્મ રજૂ થશે. નિયમિત શો 30 સપ્ટેમ્બરથી રિતિક રોશન અને સૈફ અલી ખાન અભિનીત વિક્રમ વેધાના સ્ક્રીનિંગ સાથે શરૂ થશે. કાશ્મીરના પ્રથમ મલ્ટિપ્લેક્સમાં કુલ 520 બેઠકોની ક્ષમતા સાથે ત્રણ સિનેમા હોલમાં સ્થાનિક લોકો ફિલ્મ માણી શકશે. સ્થાનિક ભોજનને પ્રોત્સાહન આપવાના હેતુથી પરિસરમાં ફૂડ કોર્ટ પણ હશે.

Read More
Screenshot 20220920 072251 Chrome

છત્તીસગઢ હાઈકોર્ટે સોમવારે રાજ્ય સરકારના 2012ના સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત વધારીને 58 ટકા કરવાના નિર્ણયને રદ કર્યો હતો અને 50 ટકાની મર્યાદાથી વધુ અનામતને ગેરબંધારણીય ગણાવ્યું હતું. અરજદારોમાંના એકના વકીલ મતિન સિદ્દીકીએ જણાવ્યું હતું કે ચીફ જસ્ટિસ અરૂપ કુમાર ગોસ્વામી અને જસ્ટિસ પીપી સાહુની ડિવિઝન બેન્ચે 2012માં અનામત નિયમોમાં સુધારો કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજીઓ પર ચુકાદો સંભળાવ્યો હતો. રાજ્યના એડવોકેટ જનરલ સતીશ ચંદ્ર વર્માએ કહ્યું કે છત્તીસગઢ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની બેન્ચે 50 ટકાથી વધુ અનામતને ગેરબંધારણીય ગણાવી છે. વર્માએ કહ્યું કે આ મામલો 2012માં સરકારી નિમણૂંકો અને મેડિકલ, એન્જિનિયરિંગ અને અન્ય કોલેજોમાં એડમિશનમાં 58…

Read More