Author: mohammed shaikh

Screenshot 20211222 051923 Chrome

ગુજરાત નો દરિયા કિનારો ડ્રગ્સ ની હેરાફેરી માટે જાણીતો બન્યો છે ત્યારે જખૌથી 35 નોટિકલ માઇલ દૂર પાકિસ્તાની બોટ અલહુસેનીમાંથી પકડાયેલા રૂ. 400 કરોડના હેરોઇનના તાર પંજાબ સુધી પહોંચ્યા છે. ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આ જથ્થો પંજાબના અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા ડ્રગ્સ માફીયાઓ એ મંગાવ્યો હોવાનું ખુલવા પામ્યું છે, આ મામલે પંજાબ પોલીસ સાથે સંપર્ક કરી એટીએસે ડ્રગ્સ માફિયાઓ ની યાદી મગાવી છે, જેમાં અગાઉ ડ્રગ્સ મામલામાં પકડાયેલા જેલમાં રહેલા કે જામીન પર છૂટેલા ગુનેગારોનો સમાવેશ થાય છે. આ લોકો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા સાથે સંપર્ક ધરાવે છે કે કેમ તે દિશામાં તથા દરિયાકાંઠે ડ્રગ્સ લઈને આવેલી બોટ લાંગરવામાં કોઈ સ્થાનિકની…

Read More
Screenshot 20211222 065527 Chrome

રાજ્ય માં ભારે કાતિલ ઠંડી નો લોકો અનુભવ કરી રહયા છે,ઉત્તરીય ઠંડા પવન ફૂંકાવાને પગલે રાજ્યમાં આકરી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે. રાજ્ય માં કચ્છ ના નલીયા લઘુતમ તાપમાન 5.8 ડીગ્રી સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. જયારે ગાંધીનગર 6.5 ડીગ્રી સાથે બીજા ક્રમે રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી ગાંધીનગરનો લઘુતમ તાપમાનાનો પારો સીંગલ ડિજીટમાં નોંધાતા જનજીવન પ્રભાવિત બન્યું છે. સાથે જ અમદાવાદ 9.7 ,વડોદરા10.4 ,સુરત14 સે. લઘુતમ તાપમાન નોધાયું છે. રાજ્ય માં ભારે ઠંડી પડતા લોકો ઠુઠવાયા છે અને જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે.

Read More
Screenshot 20211222 045814 Chrome

રાજ્ય માં કોરોના ના હાઉ વચ્ચે ચાલુ વર્ષે પણ શાળાઓ માં બાળકો પૂર્ણ રીતે અભ્યાસ કરી શકયા નહીં હોવાથી ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષામાં બાળકો ને મોટાપાયે નુકશાન થવાની વાતો વચ્ચે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધો.10 અને 12 (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા માટેનું પરિરૂપ જાહેર કર્યું છે. બોર્ડે પોતાની વેબસાઇટ પર વિષયદીઠ પેપરની સ્ટાઇલ અને ગુણભાર સાથેનું પરિરૂપ રજૂ કર્યું છે. તૈયાર કરેલા પરિરૂપ પ્રમાણે વર્ષ 2021-22ની બોર્ડની પરીક્ષા લેવાશે. બોર્ડે પરિરૂપની સાથે જ વિષયોના કોડ પણ શિક્ષકો અને અધિકારીઓ માટે જાહેર કર્યા છે. જાહેર કરેલા પરિરૂપ પ્રમાણે વિદ્યાર્થીઓને પેપરમાં હેતુલક્ષી પ્રશ્નો, અતિ ટૂંકા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો વગેરેનો…

Read More
Screenshot 20211222 063028 Chrome

રાજ્ય માં કોરોના ના હાઉ વચ્ચે ચાલુ વર્ષે થર્ટી ફસ્ટ ની ઉજવણી ઉપર બ્રેક લાગી છે ત્યારે અમદાવાદ માં ક્રિસમસની ઉજવણી માટે પોલીસ કમિશનર દ્વારા બહાર પડાયેલા જાહેરનામા મુજબ રાતે 11.55 વાગ્યાથી 12.30 વાગ્યા સુધીની જ ફટાકડા ફોડવા મંજૂરી આપી છે. આ 35 મિનિટની મંજૂરી 25 અને 31 ડિસેમ્બર એમ 2 દિવસ પૂરતી છે. આ સિવાયના સમયમાં જે વ્યક્તિ ફટાકડા ફોડશે તેની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરાશે. ક્રિસમસના તહેવારમાં કેવા ફટાકડા ફોડવા અને કેટલા સમયમાં ફોડવા તે વિશે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં સ્પષ્ટ કર્યું છે કે, સિરીઝમાં જોડાયેલા, વધુ પ્રદૂષણ કે અવાજ કરતા ફટાકડા ફોડી…

Read More
Screenshot 20211222 061510 WhatsApp

વલસાડ ના ભાગડાવાડા એક એવો વિસ્તાર છે જ્યાં વિકાસ સાથે આબાદી વધતા બાંધકામો ની ભરમાર વધી રહી છે અને અહીં તંત્રવાહકો પણ આંખ આડા કાન કરી જાણે કે બિલ્ડરો ના ખોળા માં બેસી ગયા હોવાનું ચિત્ર ઉપસી ઉપસી રહ્યું છે કેટલીક જગ્યા એ તો સરકારી જમીન ઉપર પણ આલીશાન બંગલા બનાવી બિન્દાસ બનેલા તત્વો હવે મોટા ખેલ કરી કમાવા માટે રીતસર દોડ લગાવી રહ્યા હોવાનું જણાય રહ્યું છે ત્યારે વલસાડ ના ભાગડાવાડા માં સદરનગર-3ના સર્વે નંબર 285 ના ગેરકાયદે પ્લોટધારક મકસુદ ટામેટા ના પ્લોટ નંબર 18 માંથી સર્વે નંબર 1729 માં ગેરકાયદે 27 બંગલા નું રોહાઉસ નું બાંધકામ થાય તે…

Read More
Screenshot 20211222 043813 Chrome

આજે બુધવારે એટલે 22 ડિસેમ્બર ના રોજ આ વર્ષનું છેલ્લું પુષ્ય નક્ષત્ર છે. હાલ ચાલી રહેલા ધનુર્માસ દરમ્યાન પણ પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવાથી શુભ કાર્યો માટેની ખરીદી, રોકાણ, સોના, ચાંદી અને અન્ય સામાનની ખરીદી શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રમાં નવું કામ શરૂ થઈ શકે છે. હાલ ધનુર્માસ હોઇ કોઈપણ માંગલિક કાર્યો ન થઈ શકે પણ તા. 22 ડિસેમ્બરે વર્ષનું છેલ્લું પુષ્ય નક્ષત્ર હોવાથી આ સંયોગમાં ખરીદી, રોકાણ અને મોટી વ્યાપારિક લેવડ-દેવડ કરવી શુભ મનાય છે. પુષ્ય નક્ષત્રમાં શરૂ કરાતું દરેક કામ પુષ્ટિદાયક અને સર્વાર્થ સિદ્ધિ આપનાર રહે છે એટલે સોના, ચાંદીની અને નવા સામાનની ખરીદી પણ શુભ માનવામાં આવે…

Read More
Screenshot 20211222 060453 Chrome

દેશમાં વધી રહેલી મોંઘવારીને લઈ જનતા નો મરો થઈ રહ્યો છે ત્યારે સરકારે મોંઘવારીમાં લોકોના રસોડા ના બજેટ ને ધ્યાને લઇ ખાદ્ય તેલ પરની ઈમ્પોર્ટ ડ્યુટી 17.5 ટકાથી ઘટાડી 12.5 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ડિસેમ્બર,2022 સુધી સરકારે વ્યાપારીઓને લાઈસન્સ વગર રિફાઈન્ડ પામ તેલની આયાત કરવાની પણ મંજૂરી આપતા હવે ઘરઆંગણે ખાદ્ય તેલ સસ્તા થશે. સરકારે વધતા ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેતા થોડી રાહત થશે. નાણાં મંત્રી નિર્મલા સીતામણે લોકસભામાં જણાવ્યું હતું કે ખાદ્ય તેલની કિંમત તથા અન્ય આવશ્યક ચીજવસ્તુઓની સમસ્યાને જોતા તથા કિંમતોને નિયંત્રણમાં લેવા સરકારે આ વર્ષે અનેક વખત રિફાઈન્ડ અને કાચા એમ બન્ને…

Read More
Screenshot 20211222 050854 Chrome

રાજ્ય માં 8,686 ગ્રામ પંચાયતો અને 48,575 વોર્ડની ચૂંટણી માટે ગઈકાલે મંગળવારે મતગણતરી શરૂ થયા બાદ મોડી રાત સુધી મત ગણતરી કાર્ય ચાલ્યું હતું અને કુલ 5331 ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થઇ શક્યા હતા. ગ્રામ પંચાયત ની આ ચૂંટણી દરમ્યાન મત આપવા માટે ઇવીએમ નહીં પણ બેલેટ પેપરનો ઉપયોગ થયો હોવાથી મતગણતરીમાં વિલંબ થયો હતો પરિણામે 40 ટકા બેઠકો પર મોડી રાત સુધી ગણતરી ચાલી હતી. રિકાઉન્ટિંગને કારણે અનેક બેઠકોના પરિણામ સવારે જાહેર થાય તેવી પણ શક્યતા છે. મંગળવારે સાંજ સુધીમાં 8686 પૈકી 5331 ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયા હતા જ્યારે 3355 પંચાયતોમાં ગણતરી ચાલું હતી. કેટલીક બેઠકોમાં તો 5થી…

Read More
Screenshot 20211222 053324 Chrome

રાજ્ય માં સરપંચ માટે ની યોજાયેલી ગ્રામ પંચાયતની ચુંટણીઓ બાદ હાથ ધરાયેલી મત ગણતરી દરમ્યાન છોટાઉદેપુર જિલ્લાના કાવીઠામાં સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવનાર મુંબઈની મોડેલ એશ્રા પટેલનો 129 મતે પરાજય થયો હતો. જ્યારે મોડેલ એશ્રા પટેલ ના હરીફ જ્યોતિ સોલંકી નો વિજય થયો હતો. મત ગણતરી દરમ્યાન સ્પષ્ટ થયેલા ચિત્ર માં એશ્રાને 430 વોટ મળ્યા હતા જ્યારે હરિફ ઉમેદવાર જ્યોતિ સોલંકીને 559 વોટ મળ્યા હતા. નોંધનીય છે કે હરીફ ઉમેદવારના પતિએ એશ્રા પટેલ અને તેમના માતા પિતા સહિત 12 વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એશ્રા પટેલ વર્ષોથી મોડલિંગ કરે છે અને અત્યારસુધીમાં તેણે પોંડ્સ, પેંટિન,…

Read More
Screenshot 20211222 044046 Chrome

અમદાવાદ માં રાત્રે બ્રિજ તૂટી પડવાની ઘટના બનતા તંત્ર માં ભારે દોડધામ મચી હતી અને ચાલુ બાંધકામે ધરાશાયી થયેલા આ બ્રિજ ના તકલાદી કામ ની આશંકા ઉઠી છે. અહીંના સરદાર પટેલ રિંગ રોડ પર બોપલથી શાંતિપુરા તરફ જતા બની રહેલા નવા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો છે. આ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. આ સાથે જ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી છે. રાત નો સમય હોઈ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વિગતો મુજબ બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના ટર્નિંગ પાસે છેલ્લા છ મહિનાથી ઔડા દ્વારા બ્રિજ બનવાની…

Read More