Author: mohammed shaikh

20211221 195117 scaled

ગુજરાત રાજ્ય રાજપૂત સમાજના સંગઠનોની સંકલન સમિતિ અને દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે સુરતના વિવિધ રાજપૂત સમાજ ના સંગઠનોના પદાધિકારીઓ ની મીટીંગ તા.૧૯/૧૨/૨૦૨૧ રવિવારના સવાર ના ૧૦-૩૦ કલાકે દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજ વાડી કડોદરા રોડ, મગોપ ખાતે મળી હતી. જેમાં શ્રી વાસુદેવસિંહ ગોહિલ ચેરમેન શ્રી સંકલન સમિતિ અને પ્રમુખશ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ ના અધ્યક્ષસ્થાને અને અતિથિ વિશેષ સંકલન કન્વીનર શ્રી વિક્રમસિંહજી મહારાઉલજી સંકલન સમિતિના મુખ્ય સંકલન કર્તા શ્રી રમજુભા જાડેજા મેમ્બર શ્રી સુખદેવસિંહ વાઘેલા, મહામંત્રી શ્રી રાજપૂત વિધવાસભા અમદાવાદ,શ્રી વિરમદેવસિહ ચુડાસમા પ્રમુખ શ્રી ધંધુકા તાલુકા રાજપૂત સમાજ , દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજના ચેરમેન શ્રી પ્રદિપસિહ ગોહિલ, મુખ્ય…

Read More
Screenshot 20211221 175255 Chrome

રાજ્ય માં ગ્રામ પંચાયતની ચુંટણીઓ ના પરિણામો આવી રહયા છે ત્યારે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નં. 5ના સભ્યના ઉમેદવારને ફક્ત એકજ વોટ મળ્યો હોવાનો બનાવ બન્યો છે. વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતની ઉમેદવાર સંતોષ હળપતિને માત્ર 1 મત મળ્યો છે. વાપી તાલુકાના છરવાડા પંચાયતના વોર્ડ સભ્યના આ ઉમેદવારને માત્ર 1 વોટ મળ્યો હતો. આ ઉમેદવાર ને ગ્રામજનો તો ઠીક પણ તેની પત્ની તેમજ પરિવારજનોએ પણ વોટ ન આપતા તેને ફક્ત પોતાના વોટ થી જ સંતોષ માનવો પડ્યો હતો.

Read More
Screenshot 20211221 172825 WhatsApp

વલસાડ તાલુકા ના પારડી સાંઢપોર ગામ ના સરપંચ તરીકે ધર્મેશ ઉર્ફે ભોલા પટેલ ની 1514 મતો થી ભવ્ય વિજય થતા સમર્થકો માં આનંદ ની લાગણી ફેલાઇ ગઈ છે. ભોલાભાઈ પટેલ જિલ્લા પંચાયતના પૂર્વ કોંગ્રેસ ના વિરોધ પક્ષના નેતા છે અને 1992 થી આ ગામ ઉપર તેમનું વર્ચસ્વ રહેલું છે. વલસાડ તાલુકા માં પારડી સાંઢપોર મહત્વ નું ગણાતું ગામ છે અને આ ગામ માં આ વખતે ત્રિપાંખિયો જંગ ખલાયો હતો જેમાં ધર્મેશ ઉર્ફે ભોલા પટેલ ની જીત થતા તેઓના સમર્થકો માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે વલસાડ જિલ્લામાં 19 નવેમ્બરે યોજાયેલી 302 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 79.49 ટકા…

Read More
Screenshot 20211221 143306 Chrome

રાજ્ય માં ભારે વિવાદ ઉભો થયા બાદ આખરે હેડ કલાર્ક ની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે, અગાઉ તા.12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું થયા બાદ ભારે હોબાળો મચતા ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપરલીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે. તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો…

Read More
Screenshot 20211221 142343 Chrome

રાજ્ય માં ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કૌભાંડ મુદ્દે ગાંધીનગરમાં આપ દ્વારા થયેલા વિરોધપ્રદર્શન મામલે 6 આગેવાન સહિત 70 જેટલા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. આજે આમ આદમી પાર્ટી ધરપકડ મામલે વધુ ઉગ્ર બને એ પહેલાં અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી AAPના મોટા નેતાઓની અટકાયત શરૂ થતા સોંપો પડી ગયો છે. આ બધા વચ્ચે ‘આપ’ના નેતાઓને છોડાવવા જતા વકીલની પણ પોલીસે અટકાયત કરી લીધી છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા જયેન્દ્ર આભવેકર આજે ગોપાલ ઇટલિયાના જામીન માટે ગાંધીનગર જવા માટે નીકળ્યા ત્યારે સ્થાનિક પોલીસે તેમને ડિટેઇન કરી લીધા હતા. વકીલ દ્વારા જામીન માટેના કાગળ તૈયાર કરી લેવામાં…

Read More
Screenshot 20211221 134017 Chrome

દેશમાં ઓમિક્રોન નું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે ઓમિક્રોન ના કુલ પોઝીટિવ દર્દીઓ ની સંખ્યા 200 પર પહોંચી ગઈ છે. આજે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. દેશ ની રાજધાની દિલ્હીમાં 54 કેસ નોંધાયા છે,અહીં દર 4માંથી 1 દર્દી પોઝીટિવ જોવા મળી રહ્યો છે. દેશ માં સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નોંધાયા છે. આ બંને રાજ્યોમાં 54-54 કેસ સામે આવ્યાછે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન અત્યાર સુધીમાં દેશના 12 રાજ્યો સુધી પ્રસરી ગયો છે. જોકે,બીજી તરફ રાહત ની વાત એ છે કે ઓમિક્રોન ના આ નોંધાયેલા કુલ દર્દીઓમાંથી 77 દર્દીઓ સાજા પણ થયા છે. જોકે, સાઉથ આફ્રિકાના…

Read More
Screenshot 20211221 132037 Chrome

શેરબજારમાં આજે સેન્સેક 800 ઉપર જતા તેજી નો માહોલ,ઈન્વેસ્ટરો માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે. શેરબજાર માં ગઈકાલ ના પ્રચંડ કડાકા બાદ ફરી આજે તેજી આવતા સેન્સેક્સ શરૂઆત માં જ 800થી વધુ ઉછળ્યો છે અને નવા લિસ્ટીંગ સી.ઇ. ઇન્ફો સિસ્ટમમાં 53 ટકા પ્રિમીયમ મળતા ઇન્વેસ્ટરોને રાહત જોવા મળી હતી. શેરબજાર ગતરોજ આવેલા પ્રચંડ કડાકા બાદ આજે ફરી તેજી જોવા મળી છે. વિગતો મુજબ વિશ્વબજારની તેજી સહિતના કારણોથી નવી લેવાલી તથા વેચાણ કાપણી આવતા સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો હતો અને 56,626 સાંપડયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 236 પોઇન્ટ વધીને 16850 હતો. સેક્ધડરી માર્કેટની તેજી વચ્ચે સી.ઇ. ઇન્ફો બીએસઇમાં…

Read More
Screenshot 20211221 125358 Chrome

વડોદરા માં MS યુનિ માં કોરોના ની એન્ટ્રી થઈ છે અને એક વિદ્યાર્થીની કોરોના પોઝીટિવ આવતા તંત્ર માં દોડધામ મચી છે. વડોદરામાં શાળાઓ બાદ હવે કોલેજ માં કોરોના ની એન્ટ્રી થઈ છે. મહારાજ સયાજીરાવ યુનિવર્સીટીમાં કારોનાએ પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માં ફફડાટ ફેલાયો છે. એમ એસ યુનિવર્સિટીમાં વર્ક ફેકલ્ટી માં એક વિદ્યાર્થીની કોરોના પોઝીટિવ આવી છે પરિણામે સોશ્યલ વર્ક ફેકલ્ટી માં બુધવાર સુધી ઓફ લાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યુ છે. સાથે જ વિદ્યાર્થીની ના સંપર્ક માં આવેલ તમામ ના રિપોર્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં છેલ્લા 36 કલાકમાં નવા 12…

Read More
Screenshot 20211221 123845 Chrome

કેરળ હાઈકોર્ટે કોવિડ રસીના પ્રમાણપત્રમાં થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે અરજદાર પીટર માયાલીપરમ્પિલ પર એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. આજે મંગળવારે પોતાના આદેશમાં કોર્ટે કહ્યું છે કે આ અરજી હળવા રાજકીય હેતુઓથી દાખલ કરવામાં આવી હોવાનું જણાય છે. આવી સ્થિતિમાં, તેને રદ કરવામાં આવે છે અને અરજદારને એક લાખનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવે છે. જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને આ આદેશ આપ્યો છે. પીટર માયલીપારામ્પિલે કેરળ હાઈકોર્ટમાં દાખલ કરેલી તેમની અરજીમાં કહ્યું હતું કે કોવિન પોર્ટલ પરથી રસીકરણનું પ્રમાણપત્ર કોરોના રસી લીધા પછી જારી કરવામાં આવે છે. તે સર્ટિફિકેટ પર પીએમ નરેન્દ્ર…

Read More
Screenshot 20211221 124601 Dailyhunt

નર્મદાના ચિત્રાવાડી ગામેં હારેલા ઉમેદવાર ના પત્ની બેભાન થઈ ગયા હોવાના અહેવાલ છે બેભાન મહિલાને હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં સારવાર ચાલુ છે. રાજ્ય માં ગ્રામ પંચાયત ની ચુંટણીઓ ની તાલુકા મથકો પર મતગણતરી થઈ રહી છે ત્યારે જીતેલા ઉમેદવાર વિજય ની ખુશી મનાવી રહયા છે ત્યારે હરેલા ઉમેદવાર માં હતાશા જોવા મળી રહી છે આ બધા વચ્ચે એક હારેલા ઉમેદવાર ના પત્ની ને લાગી આવતા બેહોશ થઈ ગયા હતા. નર્મદાના ચિત્રાવાડીના સરપંચ પદના ઉમેદવાર વાસુદેવ વસાવા 10 મતથી પરાજિત થયા છે. પતિ પરાજિત થતાં પત્ની આઘાતમાં સરી પડી હતી અને બેભાન થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

Read More