Author: mohammed shaikh

20211221 080022 scaled

ગુજરાત કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીના પત્નિ રેશ્મા પટેલે કોંગ્રેસના પ્રિંયંકા ગાંધી,સોનિયા ગાંધી,રાહુલ ગાંધી, અને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા ને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે જેમાં રેશ્મા પટેલે ભરતસિંહ વિરુદ્ધ ચોંકાવનારી વાતો કરતા સનસની મચી છે. પત્રમાં જણાવ્યા મુજબ ભરતસિંહ નરેન્દ્ર મોદી સાથે મળેલા છે અને કોંગ્રેસને જાણી જોઇને સત્તામાં આવવા દેશે નહિ અને મુખ્યમંત્રી બનવાના સપના જુએ છે, મારા પતિ તેમના પોલીટીકલ સ્ટેટસ માટે કોંગ્રેસને ખતમ કરી રહ્યા છે,ગુજરાતના લોકોમાં જાણી જોઇને ખોટા સંદેશ મોકલીને કોંગ્રેસને સત્તામાં આવવા માટે રોકી રહ્યા છે. તેમની બુધ્ધિ ચતુરાઇ એવી છે કે, બોલશે સારું પણ પરદા પાછળ એ‌વું ખોટું કરે છે કે, કોંગ્રેસ આગળ…

Read More
Screenshot 20211220 143635 Chrome

પેપરલીક કૌભાંડ મામલે વિરોધ કરી રહેલા કાર્યકરો ઉપર પોલીસે લાઠીઓ વરસાવતા ભારે હોબાળો મચી ગયો છે. રાજ્ય માં પેપર લીક કૌભાંડ મામલે ભારે ચકચાર મચી ગઇ છે ત્યારે આપ ના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કોબા કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચી જતા ભારે અફરા તફરી નો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરો ની ટીંગાટોળી કરીને અટકાયત કરતા ભારે હોબાળો મચ્યો હતો અને આ સમયે પોલીસે કેટલાક નેતાઓ પર ડંડાઓ વરસાવતા કેટલાક ઘાયલ થયા હોવાની વાત જાણવા મળી રહી છે. આમ પેપર લીક કૌભાંડ મામલે સરકાર ને ઘેરવા આપ ના કાર્યકરો એ વિરોધ પ્રદર્શન ચાલુ…

Read More
Screenshot 20211220 130409 WhatsApp

વડોદરાની નવરચના સ્કૂલમાં કોરોનાનો કેસ આવ્યા બાદ વધુ એક સ્કૂલમાં કોરોનાનો કેસ આવતા ભારે ચકચાર મચી ગઇ છે. વડોદરાના હરણી વિસ્તારની સિગ્નસ સ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ચકચાર મચી ગઇ છે. ધો.6(સી)ના આ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં માત્ર આ જ વર્ગના તમામ પિરિયડ 20થી 24મી ડિસેમ્બર સુધી ઓનલાઇન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, એક જ ક્લાસને ઓનલાઇન કરવામાં આવ્યો છે. જ્યારે બીજા ક્લાસ ઓફલાઇનમાં ચાલુ જ રાખવામાં આવ્યા છે. શાળાએ ક્લાસ બંધ રાખવા માટેની કોઇ ગાઇડલાઇન ન હોવાથી શાળાઓ ક્લાસ ચાલુ રાખી રહી છે. છેલ્લા 10 દિવસમાં વડોદરામાં હવે 3 વિદ્યાર્થી-શિક્ષકો પોઝિટિવ આવી ચૂક્યા છે ત્યારે…

Read More
Screenshot 20211220 124009 Chrome

રાજય માં પાટીદારો નું રાજકારણ માં વર્ચસ્વ વધારવા નરેશ પટેલ સક્રિય થયા છે અને સૌરાષ્ટ્ર ના પ્રવાસે છે જેઓ રાજકારણ માં પોતાની સક્રિયતા મામલે સેન્સ લઈ રહયા છે. પાટીદારો ના સંગઠન અને વર્ચસ્વ માટે આર્શિવાદ અને પ્રતીકરૂપ ગણાતા માં ખોડલધામ મંદિર નો અગામી તા. 21 જાન્યુઆરી 2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે પાટીદારો એકત્ર થશે. ધાર્મિક સંસ્થા અને આસ્થાના કેન્દ્ર ખોડલધામના 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે 21 જાન્યુઆરી 2022ના રોજ ખોડલધામ ખાતે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે અત્રે નોંધનીય છે કે છેલ્લા દોઢ માસથી ખુદ નરેશ પટેલ અને તેમની ટીમ…

Read More
Screenshot 20211220 115412 Dailyhunt

દેશ માં ભારે ચર્ચાસ્પદ રહેલા પનામા પેપર્સ લીક મામલે ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને EDદ્વારા તેઓની પૂછપરછ કરવામાં આવનાર છે. નોંધનીય છે કે પનામા પેપર્સ લીક કેસમાં એક કંપની (મોસાક ફોન્સેકા) ના કાનૂની દસ્તાવેજો લીક થયા હતાં. જેમાં વિદેશી બેંકોમાં 424 ભારતીયોના ખાતા હોવાનું બહાર આવ્યું હતું. તેમાં કેટલાંક રાજકારણીઓ તેમજ ફિલ્મ સ્ટાર્સના નામો પૈકી ઐશ્વર્યારાય અને અમિતાભ બચ્ચન તથા અજય દેવગન ના નામો પણ હતા. સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા આ મામલામાં કેન્દ્ર સરકારે મલ્ટી એજન્સી ગ્રુપ ની રચના કરી હતી. જેમાં CBDT, RBI, ED અને FIUનો સમાવેશ થાય છે. MAG આનામોની તપાસ કરી રહી…

Read More
Screenshot 20211220 113703 Chrome

ગુજરાત માં ઓમિક્રોન ના કેસ વધતા જઇ રહયા છે ત્યારે સુરત ની વાત કરવામાં આવે તો માત્ર એકજ સપ્તાહમાં ઓમિક્રોન વેરિયન્ટનો બીજો કેસ નોંધાયો છે. સુરત ના છેવાડે આવેલા ઉતરાણ વિસ્તારમાં રહેતા 39 વર્ષીય મહિલા ફેશન ડિઝાઈનર તેમના 18 વર્ષીય પુત્ર અને 19 વર્ષીય પુત્રી સાથે દુબઈથી આવ્યા બાદ તેઓ 13 ડિસેમ્બરે ફરી સુરત એરપોર્ટથી શારજહાંની ફ્લાઈટમાં દુબઈ જવાના હતા, પરંતુ એરપોર્ટ પર તેમના આરટી-પીસીઆર ટેસ્ટ કરીને સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવતા ફેશન ડિઝાઈનર મહિલા ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા, તેઓના આ બંને સંતાનો નેગેટિવ આવ્યાં હતાં. આ ભાઈ-બહેન રસીના બંને ડોઝ પણ લઈ ચૂક્યા છે. તકેદારીના ભાગરૂપે આ મહિલાને…

Read More
Screenshot 20211220 112206 Chrome

રાજકોટમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાતા સ્થાનિક આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે અને કોરોના ના આ નવો વેરીએન્ટ ના લક્ષણો ધરાવતો દર્દી છેક અમદાવાદ થી રાજકોટ આવ્યો હોય બસ સ્ટેશન થી લઈ બસ માં મુસાફરો ના સંપર્ક માં આવતા અનેક લોકો માં સંક્રમણ ફેલાવાનો ડર ઉભો થયો છે. રાજકોટના ત્રાંબા ગામની આર. કે. યુનિવર્સિટીમાં ટાન્ઝાનિયાથી અભ્યાસ અર્થે આવેલો એક 23 વર્ષીય વિદ્યાર્થી ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. આ યુવક 12 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર ઊતર્યો હતો, જ્યાંથી તે બસ મારફત રાજકોટ પહોંચ્યો હતો. તંત્ર હજુ સુધી આ બસની ઓળખ કરી નહી શકતા અનેક લોકો સંપર્ક માં આવ્યા ની શક્યતા છે. આ…

Read More
Screenshot 20211220 110437 Chrome

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમીટ ની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અહીં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. વિગતો મુજબ લંડનથી 14 ડિસેમ્બરે ગાંધીનગર ના સેક્ટર-1માં આવેલા પરિવારના 15 વર્ષીય કિશોર ના કોરોના ટેસ્ટ કરાવાતા આરટી-પીસીઆર પોઝિટિવ આવતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ કિશોર પોઝિટિવ આવતાં જ તેના સંપર્કમાં આવેલી પાંચ વ્યક્તિના ટેસ્ટ કરાયા હતા. તેનાં સેમ્પલ પણ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવાની તૈયારી કરાઈ છે. આમ પાટનગર માં ઓમિક્રોન પોઝીટિવ કેસ આવતા સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પગલાં ભરવામાં આવી રહયા છે.

Read More
Screenshot 20211220 104855 Chrome

શેર બજાર માં આજે બ્લેક મંડે સાબિત થયો છે અને શેરબજાર ખુલતા જ મોટો કડાકો જોવા મળ્યો છે સેન્સેક્સ માં 1000 પોઇન્ટ નું ગાબડું જોવા મળ્યું છે નિફટી માં પણ કડાકો જોવા મળ્યો છું. શેરબજારો કડાકો જોવા મળ્યો છે અને સેન્સેક્સ 1000 પોઇન્ટ્સ, જ્યારે નિફ્ટી 290 પોઇન્ટ તૂટતા શેર બજાર માં આજે બ્લેક મંડે જોવા મળ્યો હતો. JSW સ્ટીલ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને બજાજ ફાઈનાન્સના શેર તૂટ્યા સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 1000 પોઈન્ટ અને નિફ્ટી 290 પોઈન્ટ તૂટ્યો હતો. સવારે 10.39 વાગ્યે સેન્સેક્સ 1063 પોઈન્ટના કડાકા સાથે 55,948.36 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે…

Read More
IMG 20211220 WA0029

ગુજરાત હવે ડ્રગ્સ માફિયાઓ માટે જાણે એપી સેન્ટર બની ગયું હોય તેમ અગાઉ મુન્દ્રા પોર્ટ ઉપર મોટી માત્રામાં ડ્રગ્સ નો જથ્થો ઝડપાયા બાદ ફરી એકવાર કચ્છના જખૌ દરિયાકિનારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી ‘અલ હુસૈની’ નામની પાકિસ્તાની બોટનું સર્ચ ઓપરેશન હાથ ધરી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે અને 6 પાકિસ્તાની શખસની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાત ના સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડે સહિતની એજન્સીઓએ આઠ મોટાં કન્સાઈનમેન્ટ સાથે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. આટલું…

Read More