Author: mohammed shaikh

20210708 171014 scaled

કોરોના માં મોંઘવારી આંટો લઈ ગઈ છે ત્યારે રાજ્ય ના ભચાઉ નજીક વોન્ધ ગામ પાસે એક ખાંડ ભરેલા ટ્રકચાલકે દારૂના નશા માં ભાન ભૂલી ખાંડ ખુલ્લા મેદાનમાં ઠાલવી દઇ મોટું મન દાખવતા લોકોએ મફત માં ખાંડ લેવા માટે પડાપડી કરી મૂકી હતી. ખાંડ ભરતા લોકો આ મોંઘવારીમાં દેવદૂત બનીને આવેલ ડ્રાઇવર ના વખાણ કરતા કરતા હાથ પડ્યું સાધન તો કોઈ મોટા કોથળા ભરી ખાંડ લઈ રવાના થયા હતા. ભચાઉના વોન્ધ ગામ નજીક આશિષ હોટલ પાસે એક ટ્રકચાલકે પોતાના કબજાના ડમ્પરમાં ભરેલી ખાંડનો જથ્થો હોટલ સામેના મેદાનમાં ઠાલવીને જતો રહ્યો હતો. ડમ્પર રવાના થતા જ લોકો ખાંડ ભરવા તૂટી પડ્યા હતા.…

Read More
20210708 165730

અમદાવાદ માં એક ચાલક મહિલાએ રૂપિયાની લાલચમાં પોતાના પતિને વતન માં મોકલી દીધા બાદ પતિ ને મૃત જાહેર કરીને તેનું ડેથ સર્ટી મેળવી ઈન્સ્યોરન્સના રૂપિયા ક્લેમ કરી લઈ બીજે એકલી રહેવા જતી રહી હતી અને જ્યારે વતન માંથી પરત ફરેલો પતિ તે સરનામું મેળવી ત્યાં જતા જ પત્ની એ પતિ ને ઘર માં ઘુસવા નહિ દેતા આખો બોગસ વીમા ક્લેઇમ કૌભાંડ નો ચોંકાવનારો મામલો પ્રકાશ માં આવ્યો છે. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વિગતો મુજબ અમદાવાદ ના પશ્ચિમ વિસ્તારમાં ઊર્મિ ( નામ બદલ્યું છે) અને વિનયભાઈ નામનું દંપતી પોતાની દિકરીના લગ્ન બાદ મકાન…

Read More
20210708 162442

સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. પરંતુ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી 15 જુલાઈએ યોજાવા સરકાર ની જાહેરાત સામે ઓલ ગુજરાત વાલી મંડળે હાઈકોર્ટ ના દ્વાર ખખડાવતા નામદાર કોર્ટે રિપીટર વિદ્યાર્થીઓ ના માસ પ્રમોશન આપવું યોગ્ય નહિ હોવાનું જણાવી પરીક્ષા યોજવા ઉપર ભાર મુક્યો હતો જોકે,વધુ સુનાવણી મંગળવારે યોજાશે. વાલી મંડળે રજૂઆત કરી હતી કે રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ ન થવો જોઈએ તેમને પણ માસ પ્રમોશન મળવું જોઈએ. કોર્ટે કહ્યું હતું કે રેગ્યુલર અને રિપીટર આ વિધાર્થીઓને સરખાવી ન શકાય. કારણ કે રેગ્યુલર વિદ્યાર્થીઓ શાળાના ઓનલાઈન ભણ્યા છે જેનો પુરાવો છે તેના આધારે તેઓ ને…

Read More
20210708 101805

કોરોના ની સ્થિતિ વચ્ચે પણ સરકારે પેટ્રોલ-ડીઝલ માં અસહ્ય ભાવો વધારવા નું ચાલુ રાખતા આગામી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે ત્યારે પીએમ મોદી એ કેબિનેટ નું વિસ્તરણ કરી સ્થિતિ બેલેન્સ કરી છે તેમજ ગુજરાત માં પણ પરિસ્થિતીનો અંદાજ મેળવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતિગત સમીકરણ ઉપરાંત મત વિસ્તારને બેલેન્સ કરી મંત્રીમંડળમાં ઓબીસી અને કોળી નેતાને સ્થાન આપતા હવે આગામી ચૂંટણીઓ ની રણનીતિ તૈયાર કરી છે તો કોંગ્રેસ પણ આ આખી ઘટના ઉપર નજર રાખી રહી છે અને તેઓ એ કેબિનેટ વિસ્તરણ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં એક ટીવી ડિબેટ દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા અલ્કા લાંબાએ નરેન્દ્રભાઈ મોદી ના કેબિનેટ…

Read More
20210708 094710

દેશ માં છેલ્લા કેટલાય સમય થી પેટ્રોલ-ડીઝલ,ગેસ,દૂધ,ખાદ્યતેલો, શાકભાજી ના ભાવો આસમાને પહોંચ્યા છે અને બીજી તરફ કોરોના મહામારી વચ્ચે જનતા ના ધંધા રોજગાર ને વ્યાપક અસર થઈ હોવાછતાં સરકાર દ્વારા ભાવો ઘટાડવા માટે પગલાં નહિ ભરાતા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ગુજરાત માં તા. 7થી17 જુલાઇ દરમિયાન જન ચેતના યાત્રા કાઢી આંદોલન કરવાના નિર્ણય ના ભાગરૂપે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વડોદરાના પાદરા ખાતેથી શરૂઆત કરી હતી. જ્યારે પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ખંભાત તાલુકા ખાતેથી યાત્રાનો આરંભ કરાવ્યો હતો. જયારે પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ લુણાવાડા તાલુકા ખાતેથી યાત્રાનો આરંભ કરાવ્યો હતો. આવી રીતે પ્રદેશ કોંગ્રેસના વિવિધ નેતાઓએ…

Read More
20210708 092259

ગુજરાત માં દારૂબંધી નો કાયદો માત્ર નામનો જ છે અને દારૂ બધેજ મળે છે ત્યારે ગાંધીનગરના ચીલોડામાં ત્રણ ભેંસો દારૂ પીને રાજપાઠ માં આવી લથડિયાં ખાવા ના મામલે ભારે રમૂજ સાથે હવે પશુઓ પણ ઈંગ્લીશ દારૂ ની મોજ માણતી હોવાની વાત સામે આવી છે. દારૂ પીને ટુન થઈ ગયેલી ભેંસો બીમાર પડી ગયા નું પ્રથમ નજરે જણાતા પશુ ડોક્ટર ને બોલાવવામાં આવ્યા હતા,જેઓ એ તપાસ દરમિયાન ભેંસો દારૂ પી ગઈ હોવાનું જણાતા તેઓ એ પોલીસ ને જાણ કરી હતી પરિણામે સ્થળ ઉપર દોડી આવેલી પોલીસે ગમાણની સઘન તપાસ કરતાં પાણી ના હવાડા માં તેમજ ઘાસચારાની નીચે છૂપાવેલી દારૂની ૧૦૧ બોટલ…

Read More
20210708 084425

કોરોના મહામારી હવે હળવી થઈ જતા થોડી છૂટછાટો અપાતા જ લોકો જાહેર જગ્યાઓ ઉપર ફરી માસ્ક પહેરવાનું ટાળી રહ્યા નું સામે આવતા ફરી કોરોના નું સંક્રમણ ફેલાવાની દહેશત ઉભી થતા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ સમગ્ર રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાહેર સ્થળોએ માસ્ક વિના ફરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. આદેશમાં તેમણે કહ્યું છે કે જે વ્યક્તિએ માસ્ક નહીં પહેર્યું હોય તેની સામે કડક દંડાત્મક કાર્યવાહી કરી કોરોના ગાઈડ લાઈન ના નિયમો નું પાલન કરવા પગલાં ભરવામાં આવે. ડીજીપીએ તમામ જીલ્લા પોલીસ વડાઓને જીલ્લામાં આવેલા પ્રવાસન સ્થળોએ એકત્ર થતી ભીડમાં આવતા લોકો માસ્ક પહેરે અને નિયમોનું પાલન…

Read More
20210707 174958

મોદી કેબિનેટ મંત્રી મંડળ ની ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે જેમાં 10 મંત્રીને પ્રમોશન, 33 નવા ચહેરા નો સમાવેશ કરાયો છે મોદી મંત્રીમંડળમાં 43 નેતાઓ માં યંગ ટીમ સાથે સારું મેનેજમેન્ટ તરફ ધ્યાન અપાયું છે. આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં લઈને ઉત્તર પ્રદેશ ના સાત નેતાઓ ને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આ 43 મંત્રીઓ માં 1. નારાયણ રાણે,2 સર્વાનંદ સોનોવાલ,3 વિરેન્દ્ર કુમાર,4.જ્યોતિરાદિત્ય સિંધિયા,5 રામચંદ્ર સિંગ, 6 અશ્વિન વૈશ્નવ,7 પશુપતિ કુમાર પ્રસાદ,8 કિરણ રિજિજુ, 9. હરદીપ સિંહ પુરી,10. રાજકુમાર સિંગ,11. મનસુખ માંડવિયા,12. ભૂપેન્દ્ર યાદવ,13. પરસોતમ રૂપાલા,14. કિશન રેડ્ડી,15. અનુરાગ ઠાકુર 16. પંકજ ચૌધરી,17. અનુપ્રિયા પટેલ 18. ડૉ. સત્યપાલ બઘેલ,19. રાજીવ…

Read More
20210707 153607

ગુજરાત માં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તારીખ 10 ના રોજ સાંજે અમદાવાદ આવનાર છે. જેઓ તા. 11 ના રોજ બપોરે 4 કલાકે સાણંદ APMCમાં લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેશે તેમજ સાણંદ-બાવળા તાલુકાના 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા કામો નું પણ લોકાર્પણ કરવા સાથે રૂ. 17 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 8 કામોનું ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ 12 તારીખના રોજ સવારે અમિત શાહ જગન્નાથના મંદિરમાં મંગળા આરતીમાં હાજરી આપશે. તેઓ પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કરનાર હોવાનું ભાજપ ના સૂત્રો એ જણાવ્યું હતું.

Read More
20210707 152338

આમ આદમી પાર્ટી ગુજરાત માં ચૂંટણી અગાઉ સક્રિય થઈ ગઈ છે અને રોજ નવા કાર્યક્રમો આપી રહી છે ત્યારે રાજ્ય સરકારે પણ લોકપાલ ની નિમણૂક માટે તૈયારીઓ કર્યા બાદ હવે વીજળી નો લાભ આપવા જાહેરાત કરી દીધી છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં દરમિયાન કહ્યુ કે આજથી ખેડૂતોને રોજ 2 કલાક વધારી રોજ 8ના બદલે 10 કલાક વીજળી મળશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી સરકાર પર માસિક 300 કરોડનો ખર્ચ વધી જશે. ખેડૂતોને વીજ વધારા વિશે ઉર્જા મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારની નીતિ પ્રમાણે ખેડૂતોને 8 કલાક વીજળી અપાય છે. જેમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં વધુ 2 કલાક વીજળી આપવાનો…

Read More