Author: mohammed shaikh

20210407 101938

કોરોના નું દેશમાં ભયંકર સંક્રમણ શરૂ થઈ ગયું છે અને માત્ર એક જ દિવસમાં 1.15 લાખ નવા કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. છેલ્લે ગત તા. 4 એપ્રિલના રોજ મળેલા 1.03 લાખ દર્દીનો રેકોર્ડ પણ તૂટી ગયો છે અને 630 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ માત્ર સરકારી આંકડો છે બાકી નહિ નોંધાયેલા મૃત્યુ નો આંક વધુ હોય શકે છે હાલ એક્ટિવ કેસની સંખ્યામાં માત્ર 24 કલાકમાં જ રેકોર્ડ બ્રેક 54,795નો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 55,469 પોઝિટિવ મળી આવ્યા છે. 9,921 નવા દર્દી સાથે છત્તીસગઢ બીજા ક્રમે છે. મહારાષ્ટ્રમાં 4.72 લાખ, જ્યારે છત્તીસગઢમાં 52,445 જેટલા કોરોના ના નવા દર્દી…

Read More
20210406 223057

આખરે રાજ્ય સરકારે બુધવારે મધરાતથી રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરી દીધો છે. આમ, હવે લગભગ આખા ગુજરાતના શહેરી વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યુ લાગી કરી દેવાયો છે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્યમાં આંશિક લોકડાઉન લાગુ કરવાના નિર્ણય બાબતે રાજ્યની કોર કમિટિની સાંજે બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ચર્ચા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતા નવી સ્ટ્રેટેજી શું રાખવી તે બાબતે પણ અમિત શાહ સાથે રુપાણી અને નીતિન પટેલ વાતચીત કરી હોવાનું મનાય…

Read More
20210406 214420

રાજય માં કોરોના ના ચોક્કસ આંકડા આપવામાં આવતા નહિ હોવાની સુરત,વડોદરા,અમદાવાદમાં બૂમ ઉઠયા બાદ વલસાડ માં પણ આરોગ્ય વિભાગ દ્વારા પણ મોત ના આંકડા છુપાવવા નું સામે આવ્યું છે વલસાડ માં દિવસે ને દિવસે કોરોના ના આંકડા વધી રહ્યા છે ચિંતા નો માહોલ બની ચુક્યો છે ત્યારે વલસાડ માં કોરોના થી મોત ને ભેટતા લોકો ની માહિતી વલસાડ આરોગય વિભાગ દ્વારા છુપાવવા માં આવી રહી છે ત્યારે સત્ય મીડિયા ની ટિમ દ્વારા આજરોજ સવારે થી વલસાડ કોવિડ સિવિલ હોસ્પિટલ તપાસ કરતા કોવિદ ગાઇડલાઇન સાથે ની ડેથ બોડી ના વિડીયો કેમેરા માં કેદ કર્યા હતા એક સાથે 9 જેટલી ડેડ બોડી…

Read More
20210406 131941

રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધતા હવે ફરીએકવાર લોકડાઉન આવે તેવી શક્યતાઓ વચ્ચે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને લોકડાઉન અંગે નિર્દેશ કર્યો છે. જસ્ટિસે કહ્યું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં પડશે. કોરોના સંક્રમણની ચેઇન ને તોડવા માટે રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યુ લાદવા અને વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ ઘટીને 93.81 ટકાએ પહોંચતા હવે સરકાર આ મામલે નિર્ણય લે તેવું મનાય રહ્યું છે.

Read More
20210406 130850

કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે ત્યારે પીએમ મોદીએ આજે ભાજપ કાર્યકાર્તાઓને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે અમને દરેક સંપ્રદાયમાંથી સમર્થન મળી રહ્યું છે. PM મોદીએ કહ્યું કે CAA-કૃષિ કાયદા પર લોકોને ભરમાવવામાં આવી રહ્યા હોવાનું જણાવી ઉમેર્યું કે આ બધા પાછળ એક ષડયંત્ર છે અને રાજકીય અસ્થિરતા પેદા કરવાનું લક્ષ્ય છે. 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન વચ્ચે મંગળવારે ભાજપ પોતાનો 41માં સ્થાપના દિવસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. મોદીએ બંગાળ અને કેરળના ચૂંટણી રાજ્યોમાં પાર્ટીના કાર્યકરો પરના હુમલાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે વિરોધીઓ સામાન્ય જનતાને…

Read More
20210406 124121

ગુજરાતમાં કોરોના સંક્રમણ ખુબજ ઝડપ થી વધી જતાં હવે અમદાવાદ અને સુરત તેમજ રાજકોટ અને વડોદરા માં સ્થિતિ દિનપ્રતિદિન બગડી રહી છે અને અમદવાદ તેમજ સુરત માં તો કોરોના માં મોત ને ભેટનારાઓ ની સંખ્યા અનેકગણી વધુ છે બીજી તરફ સુરત માં સ્થિતિ વધુ બેકાબુ બનતા આરોગ્ય સચિવ સુરત દોડી ગયા છે અને કોરોના ને વકરતો અટકાવવા માટે પગલાં ભરવા અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરી છે તેવે સમયે તાપી, વલસાડ, કડી, જામનગર, આણંદ-ખેડા, મોરબી, દાહોદનાં વિવિધ બજારો ધરાવતાં નગરો અને ગામડાંએ સ્વૈચ્છિક આંશિક લોકડાઉન જાહેર થઈ ચૂક્યુ છે ત્યારે સ્થિતિ ની ગંભીરતા જોતા હવે મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને…

Read More
20210406 122219

સુરત માં કોરોના સ્પ્રેડ થતા અનેક લોકો મોત ને ભેટી રહ્યા છે અને સ્મશાનો માં પણ મૃતદેહો નો ભરાવો થઈ જતા અહીં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. જે અંગે ના અહેવાલો બહાર આવતા જ હવે તંત્ર દોડતું થઈ ગયું છે. સુરત શહેર જિલ્લા માં કોરોના બેકાબુ બનતા સરકારી ચોપડે અને વાસ્તવિક સ્થિતિ અલગ હોવાનું બહાર આવ્યુ છે . અત્યાર સુધીમાં 68653 કેસ અને 1203 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.હાલ માં સુરત માં કોરોના બેકાબુ બનતા અચાનક આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા છે. હાલ મેડિકલ કોલેજ ડિન અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ, કલેક્ટર, ખાસ ફરજ પરના અધિકારી, પાલિકા કમિશનર સાથે બેઠક…

Read More
20210406 120034

સુરત શહેર જિલ્લામાં કોરોના એ હવે ગંભીર રૂપ ધારણ કરી લીધું છે ત્યારે સુરત કોવિડ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે છે,જેમાં બે મહિલા કોરોના દર્દીના મૃતદેહ બદલાઈ ગયા હતા અને મુસ્લિમ મહિલાના મૃતદેહની દફનવિધિને બદલે અગ્નિદાહ આપી દેવાતા પરિવારનો હોબાળો મચાવ્યો હતો. ઉશ્કેરાયેલા પરિવારે ભારે રોકકળ સાથે તોડફોડ પણ કરી હતી. જેથી પોલીસ દોડી ગઈ હતી અને મામલો કાબુ માં લીધો હતો. દરમિયાન આ ઘટના માં ધાર્મિક લાગણી દુભાઈ હોય કલેક્ટરના આદેશ બાદ તપાસ કમિટી બની છે. તપાસ કમિટીના રિપોર્ટ બાદ જવાબદાર સામે પગલાં ભરાશે. સુરત સિવીલ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામેલી બે મહિલા 38 વર્ષીય શબાના અને સુશીલાના મૃતદેહો બદલાઈ ગયા…

Read More
20210406 113829

રાજ્ય માં વધતા જતા કોરોના સંક્રમણ ને લઈ ચિંતા ઉભી થઇ છે અને સતત સંક્રમણ વધી રહ્યું છે. રાજકોટમાં કોરોના માં સ્થિતિ વિકટ બની છે અને શહેરમાં 24 કલાકમાં 19 દર્દીના મોત થયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 20286 પર પહોંચી છે. રાજકોટ એસટી બસસ્ટેન્ડ ઇન્ચાર્જ, બે સુપરવાઇઝર અને 6 ડ્રાઇવર-કન્ડક્ટર કોરોનાની ઝપટે ચડતા આ તમામ કર્મચારીને આઇસોલેટ કરવામાં આવ્યા છે. શહેરમાં 1464 દર્દી સારવાર હેઠળ રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યાની સાથોસાથ એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં 1464 દર્દી સારવાર હેઠળ છે. સોમવારકે 144 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે મનપાના સત્તાવાર આંકડા…

Read More
20210406 112451

રાજ્ય માં કોરોના નું સંક્રમણ હવે બધેજ ફેલાયું હોવાનું જણાય રહ્યું છે ત્યારે હવે ભાવનગર માં પણ કોરોના પ્રસરી ચુક્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 79 પોઝિટિવ કેસ મળી સામે આવતા સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે. ભાવનગર જિલ્લામા નોંધાયેલા 7,249 કેસ પૈકી હાલ 531 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં રિકવરી રેઇટ ઘટીને 91.67 ટકા થઇ ગયો છે. ભાવનગર જિલ્લામા 79 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 7, 249 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 37 પુરૂષ અને 23 સ્ત્રી મળી કુલ 60 લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 23 અને તાલુકાઓમાં…

Read More