Author: mohammed shaikh

20210407 171847

વલસાડ જિલ્લા માં જાહેર માર્ગ ઉપર યૂટ્યૂબ ચેનલ ના જાતેજ પત્રકારો બની ગાડી લઈ હરતીફરતી ચીટર ગેંગ પોલીસ ને હાથ લાગી ગઈ હતી. ખરેખર યૂટ્યૂબ ચેનલ મફત માં કોઈપણ પોતાના મોબાઈલ માં કરી શકે છે જેને પ્રેસ ના કોઈ નિયમો લાગતા નથી અને તે માન્ય પત્રકાર ગણાતા નથી જેથી પોલીસે આવા બોગસ પત્રકારો ને દબોચી લઈ ખિસ્સા કાપવાના ગોરખધંધા નો પર્દાફાશ કર્યો હતો. એસઓજી પીઆઇ વી.બી.બારડ અને તેમની ટીમ મંગળવારે ભીલાડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી. તે દરમિયાન અહેકો પ્રવીણકુમાર યાદવ અને પોકો સહદેવસિંહ રાઠોડ તથા પોકો કુલદિપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે ભીલાડ નરોલી ચેકપોસ્ટ પાસે ઝાયલો કારનં.જીજે-05-સીપી-9445 માં જઇ રહેલા…

Read More
20210407 165547 scaled

રાજ્યમાં કોરોના નું સંક્રમણ બરાબર નું ફેલાયું છે અને મંત્રીઓ તેમજ ધારાસભ્યો પણ કોરોના ના સંક્રમણ માં ફસાયા છે , તેવે સમયે મુખ્યમંત્રી કાર્યાલયમાં હાજર રહેનાર નાયબ માહિતી નિયામક ઉદયભાઈ વૈષ્ણવ તથા મુખ્યમંત્રી નીસુરક્ષા માં તૈનાત ડીવાયએસપી અને ડ્રાઇવર કોરોના પોઝીટિવ આવ્યા છે. છેલ્લા સપ્તાહ માં જ વીઆઈપીની સુરક્ષામાં ફરજ બજાવતા 17 જવાનો પણ કોરોના સંક્રમિત આવ્યા છે. જ્યારે આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પણ ત્રણ લોકો સંક્રમિત થયાં છે. રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો બાદ તેમના કાર્યાલયનો સ્ટાફ પણ હવે કોરોનાના સંક્રમણમાં સપડાઈ રહ્યો છે. તાજેતરમાં જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગઈકાલે તેમના સેક્રેટરી મનોજ પટેલ પણ કોરોના પોઝિટિવ…

Read More
20210407 110815

રાજ્ય માં જનતા હવે માત્ર ભગવાન ના સહારે છે, માત્ર વોટ ની વાતો ની ડીંગો હાંકતા નેતાઓ અને તેમની ફૌજ ના કોઈ આગોતરા આયોજન વગર હવે કોરોના ની સ્થિતિ બેકાબુ બની છે ચુંટણીઓ યોજ્યાં બાદ જ કોરોના વકર્યો હોવાનું સપાટી ઉપર આવ્યું છે જે આંકડા દર્શાવે છે. કોરોના માં હવે રેમડેસિવિર ઈન્જેક્શન નો પૂરતો જથ્થો નહિ મળતા પોતાના સ્વજન ને બચાવવા માટે રાજ્ય ના સુરત,રાજકોટ,મહેસાણા સહિત બહાર થી લોકો અમદાવાદ માં ઝાયડકસ માં લાઈનો લગાવી રહ્યા છે અને અફરા તફરી નો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે લોકો ઉમટી રહ્યા છે. આજે ઝાયડસ હોસ્પિટલની બહાર 300થી…

Read More
20210407 110149

સુરતમાં કોરોનાના કારણે મોત નું તાંડવ ખેલાયું છે, સ્મશાનોમાં બેથી વધુ કલાકના વેઈટિંગ ચાલી રહ્યા છે. માત્ર અશ્વિની કુમાર સ્મશાન માં જ 22 મૃતદેહો શેડ માં ભેગા કરાયેલા પડ્યા હતા જેનો વિડીયો વાયરલ થયો છે.જોકે, તંત્ર દ્વારા મોતના આંકડા છુપાવીને લોકો સમક્ષ સંપૂર્ણ ગંભીર સ્થિતિ લાવી રહ્યા નથી. સુરત માં એક દિવસમાં જ 60થી વધુ કોરોના પ્રોટોકોલથી મૃતેદહોના અંતિમ સંસ્કાર થતા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે, સાંજે પાલિકા દ્વારા માત્ર સાતથી આઠ દર્દીના જ કોરોનાથી મોત થયા હોવાનું જાહેર કરવામાં આવે છે. સુરતમાં આજે કોરોના સંક્રમણના કેસો અને મૃત્યુદર એટલો વધી ગયો છે કે સ્મશાનગૃહમા સુરત પાલિકાએ ડેથ બોડી…

Read More
20210407 101938

કોરોના નું દેશમાં ભયંકર સંક્રમણ શરૂ થઈ ગયું છે અને માત્ર એક જ દિવસમાં 1.15 લાખ નવા કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. છેલ્લે ગત તા. 4 એપ્રિલના રોજ મળેલા 1.03 લાખ દર્દીનો રેકોર્ડ પણ તૂટી ગયો છે અને 630 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ માત્ર સરકારી આંકડો છે બાકી નહિ નોંધાયેલા મૃત્યુ નો આંક વધુ હોય શકે છે હાલ એક્ટિવ કેસની સંખ્યામાં માત્ર 24 કલાકમાં જ રેકોર્ડ બ્રેક 54,795નો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 55,469 પોઝિટિવ મળી આવ્યા છે. 9,921 નવા દર્દી સાથે છત્તીસગઢ બીજા ક્રમે છે. મહારાષ્ટ્રમાં 4.72 લાખ, જ્યારે છત્તીસગઢમાં 52,445 જેટલા કોરોના ના નવા દર્દી…

Read More
20210406 223057

આખરે રાજ્ય સરકારે બુધવારે મધરાતથી રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરી દીધો છે. આમ, હવે લગભગ આખા ગુજરાતના શહેરી વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યુ લાગી કરી દેવાયો છે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્યમાં આંશિક લોકડાઉન લાગુ કરવાના નિર્ણય બાબતે રાજ્યની કોર કમિટિની સાંજે બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ચર્ચા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતા નવી સ્ટ્રેટેજી શું રાખવી તે બાબતે પણ અમિત શાહ સાથે રુપાણી અને નીતિન પટેલ વાતચીત કરી હોવાનું મનાય…

Read More
20210406 214420

રાજય માં કોરોના ના ચોક્કસ આંકડા આપવામાં આવતા નહિ હોવાની સુરત,વડોદરા,અમદાવાદમાં બૂમ ઉઠયા બાદ વલસાડ માં પણ આરોગ્ય વિભાગ દ્વારા પણ મોત ના આંકડા છુપાવવા નું સામે આવ્યું છે વલસાડ માં દિવસે ને દિવસે કોરોના ના આંકડા વધી રહ્યા છે ચિંતા નો માહોલ બની ચુક્યો છે ત્યારે વલસાડ માં કોરોના થી મોત ને ભેટતા લોકો ની માહિતી વલસાડ આરોગય વિભાગ દ્વારા છુપાવવા માં આવી રહી છે ત્યારે સત્ય મીડિયા ની ટિમ દ્વારા આજરોજ સવારે થી વલસાડ કોવિડ સિવિલ હોસ્પિટલ તપાસ કરતા કોવિદ ગાઇડલાઇન સાથે ની ડેથ બોડી ના વિડીયો કેમેરા માં કેદ કર્યા હતા એક સાથે 9 જેટલી ડેડ બોડી…

Read More
20210406 131941

રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધતા હવે ફરીએકવાર લોકડાઉન આવે તેવી શક્યતાઓ વચ્ચે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને લોકડાઉન અંગે નિર્દેશ કર્યો છે. જસ્ટિસે કહ્યું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં પડશે. કોરોના સંક્રમણની ચેઇન ને તોડવા માટે રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યુ લાદવા અને વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ ઘટીને 93.81 ટકાએ પહોંચતા હવે સરકાર આ મામલે નિર્ણય લે તેવું મનાય રહ્યું છે.

Read More
20210406 130850

કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે ત્યારે પીએમ મોદીએ આજે ભાજપ કાર્યકાર્તાઓને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે અમને દરેક સંપ્રદાયમાંથી સમર્થન મળી રહ્યું છે. PM મોદીએ કહ્યું કે CAA-કૃષિ કાયદા પર લોકોને ભરમાવવામાં આવી રહ્યા હોવાનું જણાવી ઉમેર્યું કે આ બધા પાછળ એક ષડયંત્ર છે અને રાજકીય અસ્થિરતા પેદા કરવાનું લક્ષ્ય છે. 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન વચ્ચે મંગળવારે ભાજપ પોતાનો 41માં સ્થાપના દિવસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. મોદીએ બંગાળ અને કેરળના ચૂંટણી રાજ્યોમાં પાર્ટીના કાર્યકરો પરના હુમલાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે વિરોધીઓ સામાન્ય જનતાને…

Read More
20210406 124121

ગુજરાતમાં કોરોના સંક્રમણ ખુબજ ઝડપ થી વધી જતાં હવે અમદાવાદ અને સુરત તેમજ રાજકોટ અને વડોદરા માં સ્થિતિ દિનપ્રતિદિન બગડી રહી છે અને અમદવાદ તેમજ સુરત માં તો કોરોના માં મોત ને ભેટનારાઓ ની સંખ્યા અનેકગણી વધુ છે બીજી તરફ સુરત માં સ્થિતિ વધુ બેકાબુ બનતા આરોગ્ય સચિવ સુરત દોડી ગયા છે અને કોરોના ને વકરતો અટકાવવા માટે પગલાં ભરવા અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરી છે તેવે સમયે તાપી, વલસાડ, કડી, જામનગર, આણંદ-ખેડા, મોરબી, દાહોદનાં વિવિધ બજારો ધરાવતાં નગરો અને ગામડાંએ સ્વૈચ્છિક આંશિક લોકડાઉન જાહેર થઈ ચૂક્યુ છે ત્યારે સ્થિતિ ની ગંભીરતા જોતા હવે મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને…

Read More