Author: mohammed shaikh

20210407 200618 scaled

વડોદરા માં કોરોના ની સ્થિતિ દિનપ્રતિદિન વધી રહી છે. વડોદરા શહેરમાં આવેલી અને કોવીડ-19ના દર્દીઓ માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઉભી કરેલી વ્યવસ્થા પૈકી વેન્ટિલેટરની સવલતો ધરાવતા કુલ બેડમાંથી 79 ટકા અને આઈસીયુના કુલ બેડમાંથી 78 ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ ચૂકયા છે. દર્દીઓની સંખ્યાને જોતા પરિસ્થિતિ હજુ વધુ ગંભીર બને તેવા એંધાણ છે. રોજબરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા અને તેમાંના પણ મોટાભાગના દર્દીઓને શ્વાસ લેવામા તકલીફ ઉભી થઇ રહી છે. ઓક્સિજનનો વપરાશ વધતા જરૂરીયાત પણ વધુ ઉભી થઈ રહી છે વડોદરામાં હાલ 3028 એક્ટિવ કેસ પૈકી 177 દર્દી ઓક્સિજન ઉપર અને 111 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 2740 દર્દીની…

Read More
20210407 184636

મુંબઈ માં પર્વ પોલીસ ઓફીસર સચિન વઝે કેસમાં ફસાયેલા મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ 100 કરોડ રૂપિયા વસૂલી કરાવવાનો આક્ષેપ કર્યા બાદ આ કેસ અંગે બોમ્બે હાઈકોર્ટ દ્વારા દેશમુખની CBI તપાસ કરવા આદેશ આપતા દેશમુખે પદ પરથી રાજીનામું આપી દીધું પણ બીજી તરફ પોલીસ અધિકારીઓ પાસે પગાર કરતા વધુ અબજો રૂપિયા ની પ્રોપર્ટી હોવાની વાત નો ખુલાસો થતા ચકચાર મચી છે. આ કેસમાં સંડોવાયેલાં ત્રણ મોટા નામો એવા પરમબીર સિંહ, પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને ધરપકડ કરાયેલો આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વઝેની પ્રોપર્ટી ડિટેલ્સ ની તપાસ થશે.વઝે ત્રણ પોતાની કંપની નો માલિક છે અને…

Read More
20210407 181904

રાજકોટમાં કોરોનાના સંક્રમણ બેફામ વઘ્યું છે ત્યારે કાર ડિલર્સ એસોસીએશન દ્વારા આજથી એક અઠવાડીયા સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી દેવાયુ છે. રાજકોટ કાર ડિલર્સ એસોસિએશન નું કહેવું છે કે, કોરોના ના કેસો વધતા તા. 7 એપ્રિલથી તા.14 એપ્રિલ એમ કુલ 7 દિવસ કાર બજાર બંધ રાખવા નિર્ણય લેવાયો છે. શહેરના ગોંડલ રોડ, 150 ફુટ રિંગ રોડ, માધાપર ચોકડી, સોરઠીયાવાડી સર્કલ, ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારોમાં કાર-લે વેચ કરતા ડિલરો હોઈ અહીં સૌરાષ્ટ્રભરમાંથી લોકો કાર લે-વેચ માટે મોટી સંખ્યામાં આવતા હોવાથી કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે એક અઠવાડીયા સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત આજે ગોંડલ શહેરથી 15 કિલોમીટરના…

Read More
20210407 180410

સુરત શહેરમાં કોરોના નો બૉમ્બ ફાટ્યો છે અને મોટા ઉપાડે જાહેરાત તો કરી દેવાઈ કે ટેકસટાઇલ માર્કેટમાં પ્રવેશવા પહેલાં રેપિડ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત હોવું જરૂરી છે પણ તંત્ર પાસે તો રેપિડ ટેસ્ટ કીટ જ ન હોવાથી માર્કેટમાં ટેસ્ટિંગ વેપારી કરાવી શકતા નથી.એટલું જ નહીં પાલિકા પાસે વેક્સિનનો પૂરતો સ્ટોક ન હોવાને કારણે આજે શહેરના તમામ વેક્સિનેશન સેન્ટરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરતમાં સવારથી જ કોર્પોરેશનના અધિકારી દ્વારા ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓને રેપિડ ટેસ્ટ કાર્યના રિપોર્ટ વગર પ્રવેશવા દેવાયા ન હતા. સવારેથી સુરતની શ્રી મહાવીર માર્કેટ તેમજ અન્ય માર્કેટમાં પ્રવેશવા પર રોક લગાવી દેવામાં આવી હતી. કોર્પોરેશનના અધિકારી માર્કેટના ગેટ…

Read More
20210407 174515

રાજકોટમાં કોરોના કેસ વધવા સાથે હોસ્પિટલોમાં દર એક કલાકે એક દર્દીનું મોત થઈ રહયા ની હકીકત સપાટી ઉપર આવી છે. રાજકોટમાં 24 કલાકમાં 24 દર્દીના મોત નીપજતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયુ છે. આજે બપોર સુધીમાં 180 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કુલ કેસની સંખ્યા 20787 પર પહોંચી છે. જુદીજુદી હોસ્પિટલમાં હાલ1632 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ રિજિયોનલ વેક્સિનેશન સેન્ટર હેઠળના જિલ્લા-કોર્પોરેશનને નવા 29 ILR અને 5 ડીપ ફ્રિઝરની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટમાં વધતા કોરોના કેસને લઇ મનપાના કર્મચારીઓ અને અધિકારીઓની રજા મનપા કમિશનર ઉદિત અગ્રવાલે આદેશ કર્યો છે. આમ કોરોના એ રાજકોટમાં હાહાકાર મચાવતા તંત્ર દોડતું…

Read More
20210407 171930

વલસાડ જિલ્લા માં કોરોના ના કેસો નો રાફડો ફાટ્યો છે ત્યારે આ બધા વચ્ચે વાપી ની એક ખાનગી હોસ્પિટલ માં ઓક્સિજન નો સ્ટોક પૂરો થઈ જતા દર્દી નું મોત થયા નો પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઇ છે. હોસ્પિટલના આઈસીયુમાં દાખલ દર્દીના મોત બાદ પરિવારજનોએ ભારે હંગામો મચાવ્યો હતો પરિણામે અહીં આ મામલે ભારે ચર્ચાઓ ઉઠવા પામી હતી. હોસ્પિટલના આઈસીયુમાં ઓક્સિજન પૂરો થઇ જતાં પોતાના સ્વજન નું મોત થયું હોવાના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. દર્દીના સ્વજનો દાવો કરી રહ્યા છે કે મોડી રાત્રે જાતે જ ઓક્સિજન હોસ્પિટલમાં આપ્યો હતો. હોસ્પિટલની બેદરકારીથી સ્વજન નું મોત થયાના…

Read More
20210407 171847

વલસાડ જિલ્લા માં જાહેર માર્ગ ઉપર યૂટ્યૂબ ચેનલ ના જાતેજ પત્રકારો બની ગાડી લઈ હરતીફરતી ચીટર ગેંગ પોલીસ ને હાથ લાગી ગઈ હતી. ખરેખર યૂટ્યૂબ ચેનલ મફત માં કોઈપણ પોતાના મોબાઈલ માં કરી શકે છે જેને પ્રેસ ના કોઈ નિયમો લાગતા નથી અને તે માન્ય પત્રકાર ગણાતા નથી જેથી પોલીસે આવા બોગસ પત્રકારો ને દબોચી લઈ ખિસ્સા કાપવાના ગોરખધંધા નો પર્દાફાશ કર્યો હતો. એસઓજી પીઆઇ વી.બી.બારડ અને તેમની ટીમ મંગળવારે ભીલાડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી. તે દરમિયાન અહેકો પ્રવીણકુમાર યાદવ અને પોકો સહદેવસિંહ રાઠોડ તથા પોકો કુલદિપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે ભીલાડ નરોલી ચેકપોસ્ટ પાસે ઝાયલો કારનં.જીજે-05-સીપી-9445 માં જઇ રહેલા…

Read More
20210407 165547 scaled

રાજ્યમાં કોરોના નું સંક્રમણ બરાબર નું ફેલાયું છે અને મંત્રીઓ તેમજ ધારાસભ્યો પણ કોરોના ના સંક્રમણ માં ફસાયા છે , તેવે સમયે મુખ્યમંત્રી કાર્યાલયમાં હાજર રહેનાર નાયબ માહિતી નિયામક ઉદયભાઈ વૈષ્ણવ તથા મુખ્યમંત્રી નીસુરક્ષા માં તૈનાત ડીવાયએસપી અને ડ્રાઇવર કોરોના પોઝીટિવ આવ્યા છે. છેલ્લા સપ્તાહ માં જ વીઆઈપીની સુરક્ષામાં ફરજ બજાવતા 17 જવાનો પણ કોરોના સંક્રમિત આવ્યા છે. જ્યારે આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પણ ત્રણ લોકો સંક્રમિત થયાં છે. રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો બાદ તેમના કાર્યાલયનો સ્ટાફ પણ હવે કોરોનાના સંક્રમણમાં સપડાઈ રહ્યો છે. તાજેતરમાં જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગઈકાલે તેમના સેક્રેટરી મનોજ પટેલ પણ કોરોના પોઝિટિવ…

Read More
20210407 110815

રાજ્ય માં જનતા હવે માત્ર ભગવાન ના સહારે છે, માત્ર વોટ ની વાતો ની ડીંગો હાંકતા નેતાઓ અને તેમની ફૌજ ના કોઈ આગોતરા આયોજન વગર હવે કોરોના ની સ્થિતિ બેકાબુ બની છે ચુંટણીઓ યોજ્યાં બાદ જ કોરોના વકર્યો હોવાનું સપાટી ઉપર આવ્યું છે જે આંકડા દર્શાવે છે. કોરોના માં હવે રેમડેસિવિર ઈન્જેક્શન નો પૂરતો જથ્થો નહિ મળતા પોતાના સ્વજન ને બચાવવા માટે રાજ્ય ના સુરત,રાજકોટ,મહેસાણા સહિત બહાર થી લોકો અમદાવાદ માં ઝાયડકસ માં લાઈનો લગાવી રહ્યા છે અને અફરા તફરી નો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે લોકો ઉમટી રહ્યા છે. આજે ઝાયડસ હોસ્પિટલની બહાર 300થી…

Read More
20210407 110149

સુરતમાં કોરોનાના કારણે મોત નું તાંડવ ખેલાયું છે, સ્મશાનોમાં બેથી વધુ કલાકના વેઈટિંગ ચાલી રહ્યા છે. માત્ર અશ્વિની કુમાર સ્મશાન માં જ 22 મૃતદેહો શેડ માં ભેગા કરાયેલા પડ્યા હતા જેનો વિડીયો વાયરલ થયો છે.જોકે, તંત્ર દ્વારા મોતના આંકડા છુપાવીને લોકો સમક્ષ સંપૂર્ણ ગંભીર સ્થિતિ લાવી રહ્યા નથી. સુરત માં એક દિવસમાં જ 60થી વધુ કોરોના પ્રોટોકોલથી મૃતેદહોના અંતિમ સંસ્કાર થતા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે, સાંજે પાલિકા દ્વારા માત્ર સાતથી આઠ દર્દીના જ કોરોનાથી મોત થયા હોવાનું જાહેર કરવામાં આવે છે. સુરતમાં આજે કોરોના સંક્રમણના કેસો અને મૃત્યુદર એટલો વધી ગયો છે કે સ્મશાનગૃહમા સુરત પાલિકાએ ડેથ બોડી…

Read More