Author: mohammed shaikh

20210408 091848

કોરોના ના કેસો વધતા હવે સંપૂર્ણપણે લોકડાઉન આવી જશે તેવી દહેશત ઉભી થતાં અને બાદ માં બસો અને ટ્રેનો બંધ થઈ જશે તેવો ડર ઉભો થતા હવે સમગ્ર દેશ અને રાજ્ય માં શ્રમિકો એ વતન તરફ દોટ મૂકી છે લોકો પોતાના વતન તરફ બિસ્તરા પોટલા લઈ ને ભાગી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લા માં પણ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાપીની કંપનીમાં કામ કરતાં શ્રમિકો વતન તરફ પલાયન શરૂ કર્યુ છે. વાપી હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સમાં ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ સહિતના સ્થળોએ જવા શ્રમિકો ઉમટી રહ્યા છે. બપોરે સખત તાપ વચ્ચે પણ શ્રમિકો પોતાનો સામાન લઇ વતન જતા નજરે પડયા હતાં. બુધવારે…

Read More
20210408 090454

ભારતમાં કોરોના ની બીજી લહેર હવે ભયાનક રૂપ પકડી લેતા દુનિયા ભર માં આ વાતે ધ્યાન ખેંચ્યું છે. દેશભરમાં કોરોના સંક્રમણના 1 લાખ 15 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા અને સતત સેકંડો માં સંક્રમણ તીવ્ર ગતિ થી આગળ વધ્યું છે ત્યારે વૈજ્ઞાનિકો એ ચેતવણી આપી છે કે ભારતમાં વેક્સિન નકામી નીવડી શકે છે અને પૂરતા પ્રમાણમાં સેમ્પલોની તપાસ નહી થાય તો કોરોનાનો ઈલાજ મુશ્કેલ બની શકે છે. સંક્રમણમાં આટલો ઝડપી ઉછાળો આવવાના કારણો અંગે હવે સવાલો ઉઠી રહ્યા છે ભારત માં ફેલાયેલા ઝડપી કોરોના વાયરસ નો કોઈ નવો વેરિઅન્ટ પેદા થયો છે કે જે આટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે?…

Read More
20210408 084431

રાજકોટ માં કોરોનાની સ્થિતિ અત્યંત ભયજનક બની છે ગત મંગળવારે 385 કેસ આવ્યા બાદ બુધવારે 490 કેસ આવ્યા છે જેમાં શહેરના 395 જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 95 કેસ આવ્યા હોવાનું નોંધાયું છે. રાજકોટમાં 24 કલાકમાં 24 મોત થયા છે પરિણામે દર કલાકે એક દર્દી કોરોનાની સારવાર દરમિયાન મોત ને ભેટી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ તમામ આંકડાઓ તંત્રએ જાહેર કરેલા છે તે જોતા મૃત્યુઆંક તેના કરતા વધુ પણ હોય શકે છે કારણ કે સ્મશાનોમાં હાલ અંતિમવિધિ માટે જગ્યા નથી અને લાઈનો લાગી રહી છે આ જ કારણોસર માત્ર ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં જ કોવિડના મૃતદેહોને અંતિમવિધિ આપવાના નિયમમાં સુધારો કરી લાકડાંમાં પણ…

Read More
20210408 082716

સુરત માં કોરોના એ હાહાકાર મચાવી દીધો છે,મૃતદેહો માટે અને દર્દીઓ માટે જગ્યાઓ ખૂટી પડી છે તેવે સમયે સિવિલના 400 રેસિડન્ટ તબીબોએ કોવિડ વોર્ડમાં સારવાર ન કરવાનો નિર્ણય કરતા તંત્ર માં ભારે દોડધામ મચી છે. તબીબો નું કહેવું છે કે કોરોનાને તેઓ ઉપર કામ નું ભારણ વધી ગયું છે જેથી નોન કોવિડ ઓપીડીની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો આજથી કોવિડ ડ્યુટીથી અળગા થઈ જવાનું નક્કી કર્યું છે અને કોવિડ ડ્યુટી કરવા માટે રૂ. 25 હજાર વધારા ના વેતન આપવા પણ માંગ કરી છે. જોકે,આ બાબતે સિવિલ મેડિકલ કોલેજ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે જાણ કરી દીધી છે. કોવિડ અને નોન…

Read More
20210408 075847 scaled

સુરત શહેરમાં ચારે તરફ મોત નો જાણે ઓછાયો ઉતર્યો છે અને માનવ મૃતદેહો થી સ્મશાનો ઉભરાઈ રહ્યા છે જેમાં કોવિડ-નોનકોવિડથી રોજના સરેરાશ 240 લોકોનાં મોત ને ભેટી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે. સ્મશાનોમાં જગ્યા ખૂટી પડતા કેટલાક કિસ્સા માં મૃતદેહોને બારડોલી સ્મશાને લઇ જવા મૃતક ના પરિવારો મજબૂર બન્યા છે. સુરત ના સ્મશાનગૃહો માં મૃતક ના અગ્નિસંસ્કાર માટે નંબર મુજબ ટોકન આપવામાં આવે છે. ટોકન પ્રમાણે જેનો નંબર આવે તેનું નામ જાહેર કરવામાં આવી રહ્યું છે અને પછી તેને અગ્નિદાહ આપવામાં આવે છે. વેઈટીંગ લીસ્ટ અત્યાર સુધી બેથી ચાર કલાકનું હતું પણ છેલ્લા બે દિવસથી વેઇટિંગ ટાઇમમાં વધારો…

Read More
20210407 223759

વલસાડ જિલ્લામાં કોરોના ના આજે નવા 19 કેસ નોંધાયા હતા તે સાથે જ કુલ પોઝિટિવ કેસનો આંક 1624 પહોંચી ગયો છે.આજે વલસાડ તાલુકામાં 10, પારડી તાલુકામાં 6, વાપી તાલુકામાં 1 અને કપરાડા તાલુકામાં 2 કોરોના પોઝીટિવ કેસ નોંધાયા છે. વલસાડ જિલ્લામાં 2 વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયા નું નોંધાયુ છે અત્યારસુધી જિલ્લામાં કુલ 153 લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા નું નોંધાયું છે. સંઘપ્રદેશ દમણમાં આજે નવા 11 કેસ નોંધાયા હતા. દમણમાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 59 પર પહોંચી ચૂકી હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.

Read More
20210407 214907 scaled

મુંબઈમાં કોરોના ની સ્થિતિ વકરતા અહીં ફરી લોકડાઉન આવશે તેવા ડર ને લઈ પરપ્રાંતીય પરિવારો પોતાના વતન તરફ જઈ રહ્યા છે. મુંબઈના તમામ વિસ્તારોમાં ભીડ જણાઈ રહી છે, ટિકિટો લેવા માટે લોકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે. ભિવંડી અને થાણેમાં હાલત વિકટ છે મોટાભાગની કંપનીઓએ પણ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્તા આવા લોકો પાસે પૈસા ન હોય વતન માંથી પૈસા મંગાવવા મજબુર બન્યા છે અને ઘર ન હોય કેટલાય લોકો મરીન ડ્રાઇવ ઉપર એકત્ર થઈ રહ્યા છે. મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર રવિવાર પછી દરરોજ લોકોના ટોળે-ટોળા આવી રહ્યા છે. અહીંયા રિઝર્વેશન વગર કોઈને એન્ટ્રી આપવામાં નથી આવતી પરિણામે સ્થિતિ…

Read More
20210407 201955 scaled

રાજ્ય માં સરકાર દ્વારા 20 શહેરોમાં રાત્રિ ના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ જાહેર કરાયા બાદ હવે બીજા ચરણ માં રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ કરવા આદેશ આપી દેવાયા છે એટલું જ નહીં પણ હવે જનતા પાસેથી કડક હાથે દંડ વસુલ કરવા પણ હુકમ છૂટતા હવે દરેક જગ્યા એ દંડ નો અમલ કરાવવા પોલીસ તૈનાત કરી દેવામાં આવશે. પોલીસકર્મીઓને આગામી આદેશ સુધી હવે અનિવાર્ય સંજોગો સિવાય રજા નહીં આપવામાં આવે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાને લેતા મંગળવારે રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 20 જેટલા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરાઈ હતી. જેનો અમલ આજ રાતથી શરૂ થઈ જશે. એવામાં કર્ફ્યૂ…

Read More
20210407 200618 scaled

વડોદરા માં કોરોના ની સ્થિતિ દિનપ્રતિદિન વધી રહી છે. વડોદરા શહેરમાં આવેલી અને કોવીડ-19ના દર્દીઓ માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઉભી કરેલી વ્યવસ્થા પૈકી વેન્ટિલેટરની સવલતો ધરાવતા કુલ બેડમાંથી 79 ટકા અને આઈસીયુના કુલ બેડમાંથી 78 ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ ચૂકયા છે. દર્દીઓની સંખ્યાને જોતા પરિસ્થિતિ હજુ વધુ ગંભીર બને તેવા એંધાણ છે. રોજબરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા અને તેમાંના પણ મોટાભાગના દર્દીઓને શ્વાસ લેવામા તકલીફ ઉભી થઇ રહી છે. ઓક્સિજનનો વપરાશ વધતા જરૂરીયાત પણ વધુ ઉભી થઈ રહી છે વડોદરામાં હાલ 3028 એક્ટિવ કેસ પૈકી 177 દર્દી ઓક્સિજન ઉપર અને 111 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 2740 દર્દીની…

Read More
20210407 184636

મુંબઈ માં પર્વ પોલીસ ઓફીસર સચિન વઝે કેસમાં ફસાયેલા મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ 100 કરોડ રૂપિયા વસૂલી કરાવવાનો આક્ષેપ કર્યા બાદ આ કેસ અંગે બોમ્બે હાઈકોર્ટ દ્વારા દેશમુખની CBI તપાસ કરવા આદેશ આપતા દેશમુખે પદ પરથી રાજીનામું આપી દીધું પણ બીજી તરફ પોલીસ અધિકારીઓ પાસે પગાર કરતા વધુ અબજો રૂપિયા ની પ્રોપર્ટી હોવાની વાત નો ખુલાસો થતા ચકચાર મચી છે. આ કેસમાં સંડોવાયેલાં ત્રણ મોટા નામો એવા પરમબીર સિંહ, પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને ધરપકડ કરાયેલો આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વઝેની પ્રોપર્ટી ડિટેલ્સ ની તપાસ થશે.વઝે ત્રણ પોતાની કંપની નો માલિક છે અને…

Read More