વલસાડ જિલ્લામાં કોરોના ના આજે નવા 19 કેસ નોંધાયા હતા તે સાથે જ કુલ પોઝિટિવ કેસનો આંક 1624 પહોંચી ગયો છે.આજે વલસાડ તાલુકામાં 10, પારડી તાલુકામાં 6, વાપી તાલુકામાં 1 અને કપરાડા તાલુકામાં 2 કોરોના પોઝીટિવ કેસ નોંધાયા છે.
વલસાડ જિલ્લામાં 2 વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયા નું નોંધાયુ છે અત્યારસુધી જિલ્લામાં કુલ 153 લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા નું નોંધાયું છે.
સંઘપ્રદેશ દમણમાં આજે નવા 11 કેસ નોંધાયા હતા. દમણમાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 59 પર પહોંચી ચૂકી હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.